માઇક્રોસોફ્ટ એઝર (Microsoft Azure, જૂનું નામ વિન્ડોઝ એઝર - Windows Azure) એ માઇક્રોસોફ્ટે બનાવેલી ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસ છે, જેના થકી માઇક્રોસોફ્ટ દ્વારા મેનેજ થતાં ડેટા સેન્ટરો એપ્લિકેશન્સ અને સર્વિસીસનું નિર્માણ તથા ટેસ્ટિંગ કરે છે, તેનો ઉપયોગ કરે છે તેમજ તેને મેનેજ કરે છે. તે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ (SaaS), પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ (PaaS) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ (IaaS) પૂરાં પાડે છે. આ ઉપરાંત તે જુદી જુદી ઘણી પ્રોગ્રામિંગ લેંગ્વેજ, ટૂલ્સ અને ફ્રેમવર્ક્સને સપોર્ટ કરે છે, જેમાં માઇક્રોસોફ્ટ સંબંધિત તથા થર્ડ પાર્ટી સોફ્ટવેર અને સિસ્ટમનો સમાવેશ પણ થાય છે.

એઝર વિશે ઓક્ટોબર 2008માં ઘોષણા કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરી, 2010ના રોજ “વિન્ડોઝ એઝર” નામે તે લોન્ચ કરવામાં આવ્યું. ત્યાર બાદ 25 માર્ચ, 2014ના રોજ તેનું નામ બદલીને “માઇક્રોસોફ્ટ એઝર” રાખવામાં આવ્યું હતું.