માછલીઘર
માછલીઘર એટલે કે પ્રાણીઓને કુદરતી અવસ્થામાં રાખવાની જગ્યા છે જેની એક બાજુ પારદર્શક હોય છે અને જેમાં પાણીમાં થતી વનસ્પતિ કે પ્રાણીઓ રાખવામાં આવે છે. માછલી રાખનારા માછલીઘરનો ઉપયોગ માછલી, જળચર, ઉભચર, તેમજ દરિયાઇ સસ્તન પ્રાણીઓ, કાચબા અને દરિયાઇ વનસ્પતિ રાખવામાં આવે છે.લેટિન શબ્દ એક્વા એટલે કે પાણી અને -રિયમ પ્રત્યયના સંયોજનથી આ શબ્દ બન્યો છે જેનો અર્થ “ને લગતી જગ્યા” તેવો પણ થાય છે.[૧]એક્વેરિસ્ટ પાસે માછલીઓ હોય છે અથવા તે એક્વેરિયમની સંભાળ લેતો હોય છે, જે મોટેભાગે કાચ અથવા વધુ મજબૂત પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. ઘન આકારના માછલીઘરને ફીશ ટેન્ક્સ અથવા ફક્ત ટેન્ક્સ કહેવામાં આવે છે, જ્યારે ગોળ વાટકા જેવા આકારના માછલીઘર ફીશ બોઉલ્સ તરીકે પણ ઓળખાય છે.તેનું કદ નાના કાચના વાટકાથી લઇને જાહેરમાં મુકાતા મોટા માછલીઘર જેટલા હોય છે.ખાસ બનેલા સાધનો પાણીની યોગ્ય ગુણવત્તા તેમજ માછલીઘરમાં રહેતા પ્રાણીઓ માટે જરૂરી બીજા લક્ષણો ધરાવતા હોય છે.
ઇતિહાસ અને લોકપ્રિયતા
ફેરફાર કરો
રોમન સામ્રાજ્યમાં, ચાર દિવાલોની અંદર લવાયેલી પહેલી માછલી હતી સી બાર્બેલ, જેને આરસપહાણમાંથી બનાવેલી નાની ટેન્ક્સમાં મહેમાનોના પલંગ નીચે રાખવામાં આવી હતી.
50 વર્ષમાં કાચ આવી ગયા બાદ રોમનોએ આરસપહાણની ટેન્કની એક દિવાલના સ્થાને કાચ ગોઠવી દીધો જેથી તેઓ માછલીને સારી રીતે જોઇ શકે.1369માં ચીનના રાજા હોંગવુએ પોર્સેલેઇન કંપનીની સ્થાપના કરી હતી જેમાં ગોલ્ડ ફીશની જાળવણી માટે વિશાળ પોર્સેલેઇન ટ્યુબ્સ બનતી હતી, સમય જતાં, લોકો એવી ટ્યુબ્સ બનાવવા લાગ્યા જે આધુનિક ફીશ બોઉલ્સ જેવી લાગતી હતી.[૨] લિઓનાર્ડ બાલ્ડનર જેમણે 1666માં વોગલ – ફીશ અન ટીયરબુક (પક્ષીઓ, માછલી અને પ્રાણીઓનું પુસ્તર) લખ્યું હતું, તેમણે મીઠા પાણીની એક નાની માછલી વેધર લોચિઝ અને ન્યૂટ્સ નામના ઉભચર પ્રાણીઓની જાળવણી વિશે લખ્યું હતું.[૩]
1836માં, વોર્ડિયન કેસ શોધાયું તેના તુરંત બાદ વોર્ડે તેની ટેન્ક્સનો ઉપયોગ ઉષ્ણ કટિબંધના પ્રાણીઓ માટે કરવાની દરખાસ્ત કરી હતી.1841માં તેણે એમ કર્યું, છતાં તેમાં કેટલીક દરિયાઇ વનસ્પતિ અને રમકડાંની માછલીઓ રાખવામાં આવી હતી. જોકે, તેણે જલ્દીજ તેમાં સાચા પ્રાણીઓ રાખ્યા હતાં.1838માં ફેલિક્સ ડુજાર્ડિન ખારા પાણીનું માછલીઘર ધરાવતા હતા, તેમણે તેના માટે કોઇ નામનો ઉપયોગ નહોતો કર્યો.[૪]1846માં એના થાઇને ત્રણ વર્ષ સુધી પરવાળા અને દરિયાઇ વનસ્પતિ જાળવ્યા હતા, અને લંડનમાં પહેલુ સંતુલિત માછલીઘર બનાવવાનો શ્રેય તેમને જાય છે.[૫]તેજ સમયે, રોબર્ટ વેરિંગટને 13 ગેલનના વાસણ સાથે પ્રયોગ કર્યો હતો, જેમાં ગોલ્ડ ફીશ, વનસ્પતિ અને ગોકળગાય રાખવામાં આવી હતી, અને તેમણે આ પ્રકારનું પહેલુ માછલીઘર બનાવ્યું હતું.તેમણે પોતાના તારણો 1850માં કેમિકલ સોસાયટીના સમાચારપત્રમાં પ્રકાશિત કર્યા હતાં.[૬]
માછલીઘરમાં માછલી રાખવાનો શોખ જાણીતો બન્યો અને ખૂબજ ઝડપથી ફેલાયો હતો.યુનાઇટેડ કિંગડમમાં, 1851ના ગ્રેટ એક્ઝિબિશનમાં લોખંડની ફ્રેમથી મઢેલા વધુ શણગારેલા માછલીઘરને રજૂ કરાયા બાદ તે વધુ લોકપ્રિય બન્યું હતું. 1853માં પહેલુ વિશાળ જાહેર માછલીઘર લંડનના પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવ્યું જે ફીશ હાઉસ તરીકે જાણીતું બન્યુંહતું[૭] ફિલિપ હેન્રી ગોસ પહેલી વ્યક્તિ છે જેમણે "એક્વેરિયમ"("વિવેરિયમ"ની જગ્યાએ) શબ્દ 1854માં પોતાના પુસ્તક ધ એક્વેરિયમઃ એન એનવિલિંગ ઓફ ધ વંડર્સ ઓફ ધ ડીપ સી , માં વાપર્યો હતો,આ પુસ્તકમાં ગોસે મુખ્યત્વે ખારા પાણીના માછલીઘરની ચર્ચા કરી હતી.[૮] 1850માં, એક્વેરિયમ યુનાઇટેડ કિંગડમમાં એક ઘેલછા બની ગયું હતું.[૯]
જર્મનોએ પણ જલ્દી જ બ્રિટિશરોની સ્પર્ધા કરી. 1854માં એક અનામી લેખકે યુનાઇટેડ કિંગડમના બે લેખો ખારા પાણીના માછલીઘર પર પ્રકાશિત કર્યા હતાં. ડાઇ ગાર્ટેનલુબે (ધ ગાર્ડન હાઉસ) તેનું શિર્ષક ડેર ઓશન ઓફ ડેમ ટીશ્ચે (ધ ઓશન ઓન ધ ટેબલ). જોકે, 1856માં, દેર સી ઇમ ગ્લાસ (ધ લેક ઇન અ ગ્લાસ) પ્રકાશિત થયું હતું, જેમાં તાજા પાણીના માછલીઘર વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેને બંધ વિસ્તારમાં જાળવવું વધુ સરળ હોય છે.[૧૦] 1870માં, જર્મનીમાં પહેલી વાર એક્વેરિસ્ટ સમાજની રચના થઇ હતી.[૧૧]યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ તરત તેનું અનુસરણ થયું હતું.1858માં પ્રકાશિત હેનરી ડી. બટલરનું ધ ફેમલી એક્વેરિયમ એવું પહેલું પુસ્તક હતું જે સંપૂર્ણ રીતે માછલીઘર વિશે લખાયેલુ હતું.[૧૨]તેજ વર્ષની ધ નોર્થ અમેરિકન રિવ્યુ ની જુલાઇની આવૃતિ મુજબ વિલિયમ સ્ટીમસન સૌથી પહેલા માછલીઘર ઘરાવતા હતા અને તેમની પાસે સાત આઠ માછલીઘર હતા.[૧૩]
યુનાઇટેડ સ્ટેટ્સમાં પહેલી એક્વેરિસ્ટ સોસાઇટી ન્યુ યોર્ક સીટીમાં 1893માં સ્થપાઇ હતી. તેની પાછળ બીજી પણ સ્થપાઇ હતી.[૧૧]ત્યારબાદ ધ ન્યુયોર્ક એક્વેરિયમ જર્નલ સૌથી પહેલા ઓક્ટોબર 1876માં પ્રકાશિત થયું હતું, જે વિશ્વનું પહેલુ એક્વેરિયમ મેગેઝિન હતું.[૧૪]
યુનાઇટેડ કિંગડમમાં વિક્ટોરિયન યુગમાં ઘરમાં રખાતા માછલી ઘરની સામાન્ય ડિઝાઇનમાં આગળ કાચની બાજુ અને બાકીની બાજુઓ લાકડાથી બનેલી હતી(જેને ડામર લગાવીને પાણી બહાર ન નીકળે તે રીતે બનાવવામાં આવતુ હતું). તેનુ તળિયુ સ્લેટનું બનાવવામાં આવતું હતું અને તેને નીચેથી તેને ગરમ રાખવામાં આવતું હતું.[૧૫]વધુ સારી વ્યવસ્થાની પણ શરૂઆત થઇ ગઇ હતી, જેમાં ધાતુની ફ્રેમવાળી કાચની ટેન્ક્સ હતી.[૧૫]19મી સદીના પાછળના ભાગમાં માછલીઘરની વિવિધ ડિઝાઇન શોધવામાં આવી હતી, જેમકે દિવાલ પર લટકતુ માછલી ઘર, બારીના એક ભાગ તરીકે તેનો ઉપયોગ અથવા પક્ષીઓના પાંજરા સાથેનું માછલીઘર.[૧૬]
આશરે 1908માં પહેલો મિકેનિકલ એક્વેરિયમ એર(હવાનો) પંપ શોધાયો હતો, જે વીજળીના સ્થાને વહેતા પાણી દ્વારા ચાલતો હતો.[૧૭] એર પંપના આગમનને કેટલાંક ઇતિહાસવિદોએ આ શોખના વિકાસ માટેની મહત્વની બાબત ગણાવી હતી.[૧૮]પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વીજ પ્રવાહ દરેક ઘરમાં આવી ગયા બાદ માછલીઘર વધુ પ્રચલિત બન્યું હતું. વીજળીને કારણે કૃત્રિમ પ્રકાશ અને વાયુમિશ્રણ, જળશુદ્ધિ અને પાણીને ઉષ્ણ રાખવાનું શક્ય બન્યું.[૧૯] શરૂઆતમાં, શોખીન એક્વેરિસ્ટ પોતાના દેશની માછલી જ રાખતા હતા(જેમાં ગોલ્ડ ફીશ અપવાદ હતી). માછલીઘરની લોકપ્રિયતા સાથે વિલાયતી માછલીઓની ઉપલબ્ધતા પણ વધી હતી.[૨૦] વિવિધ મટિરિયલમાંથી બનેલા જગનો ઉપયોગ વિલાયતી માછલીઓની આયાત કરવા માટે થતો હતો જેમાં વાયુમિશ્રણ માટે બાઇસિકલ ફૂટ પંપ, પણ હતો.[૨૧]પ્લાસ્ટિકની શીપીંગ બેગ્સ 1950માં આવી હતી, જેથી માછલીની આયાત સરળ બની હતી.[૨૨] હવાઇ માર્ગે થતી માલની આયાતને કારણે વિવિધ પ્રદેશોમાંથી સફળતાપૂર્વક માછલી આયાત કરી શકાતી હતી.[૩]1960માં, ધાતુની ફ્રેમને કારણે કાટ લાગવાથી દરિયાઇ માછલીઘર લગભગ અશક્ય બન્યું હતું પણ ટાર અને સિલિકોન સિલન્ટનો વિકાસ થતા પહેલું સંપૂર્ણરીતે કાચમાંથી બનાવેલુ માછલીઘર લોસ એન્જલસમાં માર્ટિન હોરોવિઝ, સીએ દ્વારા બનાવાયું હતું. તેમાં પણ ફ્રેમ્સ હતી, જોકે, તે ફક્ત તેના કલાત્મક દેખાવ માટે હતી.[૧૫]અમેરિકામાં, ટિકિટ સગ્રહ કરવાના શોખ બાદ માછલીઘર રાખવાનો શોખ ઘણો લોકપ્રિય બન્યો હતો.[૨૩] 1999માં એવો અંદાજ છે કે અમેરિકાના 9 મિલિયન ઘરોમાં માછલીઘર હતા. 2005-2006 એપીપીએમએ નેશનલ પેટ ઓનર્સ સર્વે રિપોર્ટ પરથી મળેલા આંકડા મુજબ અમેરિકાનો આશરે 139 મિલિયન તાજા પાણીની માછલીઓ અને 9.6 મિલિયન ખારા પાણીની માછલીઓ રાખતા હતા.[૨૪][૨૫]જર્મનીમાં માછલીઘરમાં રખાતી માછલીઓની સંખ્યાનો અંદાજ 36 મિલિયનનો હતો.[૨૩] યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં પણ આ શોખને લોકો ઘણું અનુસરતા હતા.અમેરિકામાં 40 ટકા એક્વેરિસ્ટ્સ બે કે તેથી વધુ ટેન્ક્સ રાખતા હતા.[સંદર્ભ આપો]
રચના (ડિઝાઇન)
ફેરફાર કરોવસ્તુઓ
ફેરફાર કરોમોટાભાગના માછલીઘર કાચના બનેલા હતા અને તેને સિલિકોનથી જોડવામાં આવતા, તેમાં પ્લાસ્ટિકની ફ્રેમ ઉપર અને નીચેની ધારી પર સુશોભન માટે લગાવવામાં આવતી હતી.કાચના એક્વેરિયમનું પ્રમાણભૂત કદ 1000 લિટર(250 ગેલન) હતું.જોકે, કાચ ખૂબજ બરડ હોય છે અને તેને તૂટવામાં વાર નથી લાગતી. મોટેભાગે તેનું સીલન્ટ પહેલા નિષ્ફળ જતું હોય છે.[૨૬] માછલીઘર વિવિધ આકારમાં આવે છે, જેમકે ઘન આકાર, ષટકોણ, ખૂણાવાળા(એલ આકારના), વળેલો આગળનો ભાગ(આગળનો ભાગ બહારની તરફ વળેલો હોય છે).[૨૭]ફીશ બોઉલ્સ સામાન્ય રીતે પ્લાસ્ટિક અથવા કાચના બનેલા હોય છે, અને તે ગોળાકાર હોય છે અથવા ગોળાઇમાં બીજો કોઇ આકાર ધરાવતા હોય છે.કાચમાંથી બનેલુ પહેલુ આધુનિક માછલીઘર રોબર્ટ વેરિંગટને 1800માં વિકસાવ્યું હતું.[૨૮]વિક્ટોરિયન યુગ દરમિયાન સામાન્ય રીતે કાચના માછલીઘરનું તળિયુ સ્લેટ અથવા સ્ટીલનું બનાવાતું હતું જેથી માછલીઘરને ખુલ્લી જ્યોત દ્વારા નીચેથી ગરમી આપવામાં સરળતા રહે.માછલીઘરના પાછળના ભાગમાં કાચને ધાતુની ફ્રેમ્સ દ્વારા જોડવામાં આવતો હતો.ધાતુની આવી ફ્રેમ્સ સાથેના માછલીઘર 1960ના મધ્ય સુધી બજારમાં ઉપલબ્ધ હતા જ્યારે કાચને સિલિકોન આધારિત ચોંટાડવાના પદાર્થથી બંધ કરવાનું શરૂ થયું હતું. એક્રેલિકની ટેન્ક્સ 1970માં લોકોને ઉપલબ્ધ થઇ નહોતી.જોકે માછલીઘર રાખનારા એક્રેલિક કરતા કાચના માછલીઘર વધારે પસંદ કરતા હતા કારણ કે તે વધુ સુલભ કિંમતમાં મળતા હતા, તેના કેટલાંક ગેરફાયદા પણ હતા.એક્રેલિકની જેમ તે તરડ પ્રતિરોધક નથી અને તેનું વજન પણ એક્રેલિક કરતા બે ગણું વધારે હોય છે.તે એક્રેલિકના માછલીઘર કરતા ઓછુ વિદ્યુત રોધન પુરૂ પાડે છે અને તેના જેટલા આકર્ષક આકારમાં નથી મળતા.[૨૯] ઘણાં માછલીઘર રાખનારા અથવા જે લોકો માછલી પાળવાની શરૂઆત કરવા માંગે છે તેમને દુઃખદ બાબત લાગતી હતી કે ઘણાંઓનલાઇન સપ્લાયર્સ કાચના માછલીઘર નહોતા આપતા કારણ કે તેમાં તરડ પડવાની શક્યતા રહેલી હોય છે અને તેનું વજન ઘણું વધારે હોય છે.છતાં બીજા એક્વેરિસ્ટ માટે કાચની ટેન્ક્સ વધુ સુલભ હતી કારણ કે સમય જતા તે પીળી નહોતી પડતી અને એક્રેલિકના માછલીઘર જેટલા ટેકાની જરૂર કાચના ટેન્કને નહોતી પડતી.આ બેમાંથી કોઇપણ એક માછલીઘર ખરીદવા માંગતા હોય તેમના માટે કિંમત ધ્યાનમાં લેવાનો મુખ્ય બની રહેતો હોવા છતાં જ્યારે ઘણાં વિશાળ ટેન્ક્સની વાત હોય ત્યારે તેમની વચ્ચેનો ભેદ ગાયબ થઇ જતો હતો.એક્રેલિક માછલીઘરો પણ ઉપલબ્ધ હતા અને કાચના માછલીઘરોના મુખ્ય સ્પર્ધક હતા.એક્રેલિકના માછલીઘરો કાચ કરતા વધુ મજબૂત અને વજનમાં વધુ હલકા હતા.[૩૦]એક્રેલિકને જોડતી સિમેન્ટનો ઉપયોગ સીધો એક્રેલિકને જોડવા માટે થતો હતો(તડને બંધ કરવા કરતા અલગ).[૨૬]એક્રેલિકમાં ઘણાં વિવિધ આકાર બની શકતા હતાં જેમકે ષટકોણ.[૧૫]કાચ કરતા એક્રેલિકમાં સરળતાથી ઉઝરડા પડતા હતા, પણ એક્રેલિકમાં પોલીશ દ્વારા તે ઉઝરડાને દૂર કરી શકાતા હતા જે કાચમાં શક્ય નહોતું.[૨૬]કેટલીક વાર મઢેલા કાચનો ઉપયોગ પણ થતો હતો, તેમાં કાચ અને એક્રેલિક બન્નેના ફાયદા મેળવી શકાતા હતા.[૨૬]મોટા માછલીઘરમાં ફાઇબર ગ્લાસ એટલે કે વધુ મજબૂત કરેલા પ્લાસ્ટિક જેવી વધુ મજબૂત વસ્તુ વપરાતી હતી.જોકે આ વસ્તુ પારદર્શક નહોતી.[૨૬]જ્યાં વજન કે જગ્યાનો પ્રશ્ન ન હોય ત્યાં વધુ મજબૂત કરેલી કોંક્રિટનો ઉપયોગ માછલીઘરમાં થતો હતો.કોંક્રિટ પર પાણી પ્રતિરોધક આવરણ હોય તે જરૂરી છે જેથી પાણી કોંક્રિટને તોડે નહીં તેમજ કોંક્રિટને કારણે પાણી દૂષિત ન થાય.[૨૬]
પ્રકારો
ફેરફાર કરોમાછલીઘરની ફેશન કોફી ટેબલ્સ, સિંક અને ટોઇલેટમાં હતી.આ પ્રકારનું બીજુ એક ઉદાહરણ છે મેકક્વેરિયમ, એવું માછલીઘર જે એપલ મસીનટોશ કોમ્પ્યુટરના કોચલામાંથી બનેલું હોય છે.[૩૧]ક્રેઇસેલ ટેન્ક ગોળાકાર માછલીઘર હોય છે અને તે જેલીફીશ જેવા નાજૂક પ્રાણીઓ માટે ખાસ ડિઝાઇન થયેલા હોય છે.આ માછલીઘરમાં પાણીનો પ્રવાહ ધીમો અને ગોળ ફરતો હોય છે તેમાં કોઇ વસ્તુઓ રાખવામાં આવતી નથી.[૩૨] મુખ્યત્વે તે જર્મન ડિઝાઇન છે(ક્રેઇસેલ નો અર્થ થાય છે ફરતી ધરી), આ ટેન્કમાં કોઇ તિક્ષ્ણ ખૂણાઓ નથી હોતા અને તે તેમાં રહેલા પ્રાણીઓને તે તળિયાથી દૂર રાખે છે.ટેન્કમાં ફરતુ પાણી ધીમો પ્રવાહ પુરો પાડે છે, જેના કારણે તેમાં રહેતા પ્રાણીઓ સ્થગિત થતા નથી અને આ ટેન્ક એક નાજૂક સ્ક્રિન દ્વારા ઢંકાયેલી હોય છે જેથી તેમાં રહેતા પ્રાણીઓ કોઇ એક જગ્યાએ અટકી નથી જતા.ઘણી વિવિધ પ્રકારની ક્રેઇસેલ ટેન્ક્સ હોય છે. ખરી ક્રેઇસેલમાં ગોળ ફરતી ટેન્કમાં ગોળકાર માર્ગ હોય છે અને તે પ્રમાણેનું જ તેનું ઢાંકણ હોય છે.કૃત્રિમ ક્રેઇસેલમાં તળિયુ વળાંકવાળુ હોય છે પણ તેનો ઉપરનો હિસ્સો સળંગ હોય છે. તેનો આકાર અંગ્રેજી મુળાક્ષર "યુ" જેવો અથવા અર્ધવર્તુળ જેવો હોય છે.[૩૩]લાંબા ક્રેઇસેલ અથવા લેંગમુર ક્રેઇસેલ બેગણી ગોળ ક્રેઇસેલની ડિઝાઇન છે, જેમાં ટેન્કની લંબાઇ તેની ઊંચાઇ કરતા બેગણી વધારે હોય છે.ટેન્કની બન્ને બાજુ નીચેની તરફ જતા ફાંટા હોવાને કારણે ટેન્કમાં ગુરૂત્વાકર્ષણને લીધે બે વર્તુળ જેવી ડિઝાઇન તૈયાર થાય છે.
એક ઊંડા વર્તુળ ફાંટાનો ઉપયોગ કેન્દ્રમાં પણ થઇ શકે.પહોળા ક્રેઇસેલનો ઉપરનો ભાગ ખુલ્લો અથવા ઢાંકણ દ્વારા બંધ કરાયેલો હોઇ શકે. ટેન્કની બન્ને બાજુએ અંદરની તરફ અથવા ઉપર બન્ને તરફ સ્ક્રિન્સ પણ હોઇ શકે.[૩૪]આ ડિઝાઇનોને સંયોજિત કરવાનું પણ શક્ય છે, ગોળ આકારની ટેન્કનો ઉપયોગ ઢાંકણ કે કવર વગર પણ થઇ શકે છે, અને પાણીનો ઉપરનો ભાગ સતત ગોળાકાર પ્રવાહમાં વહેતો રહે છે.હવે જેલીફીશ એક્વેરિયમ સામાન્ય માછલીઘરની જેમ જ ઘરમાં રાખવાનું શક્ય છે.[૩૫]
બીજો જાણીતો પ્રકાર છે બાયોટોપ એક્વેરિયમ.[૩૬] બાયોટોપ એક્વેરિયમમાં કોઇ ખાસ પ્રકારના કુદરતી વાતાવરણને ઉભુ કરવામાં આવે છે. સૌથી વધુ લોકપ્રિય બાયોટોપ્સ(કેટલાંક નામ આપીયે તો) માં એમેઝોન નદી,[૩૭] રિઓ નેગ્રો નદી, માલાવીતળાવ,[૩૮] તંગાઇનિકા તળાવ, વિક્ટોરિયા તળાવ મુખ્ય છે. માછલી, ઝાડ, આધાર, ખડકો, લાકડુ અથવા બીજા કોઇપણ સાધનો પ્રાકૃતિક વાતાવરણ સાથે સુસંગત હોવા જોઇએ.આ પ્રકારનું વાતાવરણ ઊભુ કરવું તે ખરેખર એક પડકાર છે અને મોટાભાગના "સાચા" બાયોટોપ્સમાં ઘણી ઓછી જાતની માછલીઓ(કોઇ એક ન હોય તો) અને બીજા જળચર પ્રાણીઓ હોય છે.
માછલીઘરનું કદ અને ઘનત્વ
ફેરફાર કરોમાછલીઘર કાચના એક નાનકડા બોઉલ જેમાં એક લિટર(34 એફએલ.ઓઝ.)થી ઓછુ પાણી સમાતુ હોય ત્યાંથી લઇને મોટા જાહેર માછલીઘરો હોય છે જેમાં સમગ્ર પર્યાવરણ વ્યવસ્થા હોય જેમકે દરિયાઇ વનસ્પતિના જંગલ પણ હોય.આ રીતે ઘરમાં રખાતા વિશાળ માછલીઘરમાં તાપમાન અને પીએચનું સ્તર ખૂબજ જલ્દી ઉપર નીચે થતુ રહે છે, જેમાં વધુ સારી સ્થિરતા જાળવવાની જરૂર પડે છે.[૨૭]જેમાં પાણીનું શુદ્ધિકરણ ન થતુ હોય તેવા બોઉલ આકારના માછલીઘર મોટાભાગની માછલીઓ માટે અનુકૂળ માનવામાં આવતા નથી.તેના કરતા વધુ સારા વિકલ્પો હવે ઉપલબ્ધ છે.[૩૯]માછલીઘરમાં ત્રણ પ્રકારનું શુદ્ધિકરણ થવું જોઇએ, જૈવિક, યાંત્રિક અને રાસાયણિક જેથી પાણીની સ્થિતિનું યોગ્ય સ્તર જાળવી શકાય.100 લિટર(20 ગેલન)ની અંદરના રિફ એક્વેરિયમનું સ્થાન એક્વેરિયમના શોખીનોમાં કંઇક ખાસ છે, આ માછલીઘરને નેનો રિફ્સ(જે ખડકો રાખવા માટે વપરાય છે) કહેવાય છે, તેમાં પાણી ઓછુ હોય છે.[સંદર્ભ આપો]વ્યવહારૂ મર્યાદાની વાત કરીએ તો, સૌથી વધુ નોંધનીય છે વજન(એક લીટર તાજા પાણીનું વજન એક કિલો(8.3 lbગેલન-1) અને ખારૂ પાણી વધુ વજન ધરાવતુ હોય છે અને મોટા માછલીઘરમાં પાણીની અંદર દબાણ હોય છે(તેની બાજુઓ પર જાડા કાચની જરૂર પડે છે), ઘરમાં રખાતા માછલીઘરનો વિસ્તાર એક ક્યુબિક મીટર(1,000 kg અથવા 2,200 lb) રાખવામાં આવે છે.[૨૭]જોકે, કેટલાંક એક્વિરિસ્ટે હજારો લિટરના માછલીઘર બનાવ્યાછે.[૪૦][૪૧]જાહેર માછલીઘર જેમાં મોટા પ્રાણીઓ અથવા પર્યાવરણના પ્રદર્શન માટે જેને રખાતા હોય તેની ડિઝાઇન ઘરમાં રખાતા કોઇ માછલીઘર કરતા ઘણી વિશાળ હોય છે. ઉદાહરણ તરીકે, જ્યોર્જિયા માછલીઘર એક વ્યક્તિગત માછલીઘર છે.8,100,000 US gallons (31,000 m3)
ઘટકો
ફેરફાર કરોશોખ માટે રખાતા માછલીઘરમાં શુદ્ધિકરણની વ્યવસ્થા હોય છે, કૃત્રિમ પ્રકાશની વ્યવસ્થા અને માછલીઘરમાં રહેનારા પ્રાણીઓની પ્રકૃત્રિને આધારિત હીટર અથવા ચિલર હોય છે.ઘણાં માછલીઘરમાં હૂડ લગાવવામાં આવે છે જેથી બાષ્પીભવન ઓછુ થાય અને માછલીઓને માછલીઘર છોડીને જતી(અથવા બીજી કોઇ વસ્તુને માછલી ઘરમાં પ્રવેશતી) અટકાવી શકાય.તેમાં ઘણીવાર લાઇટ પણ હોય છે.[૨૭]માછલીઘરમાં જૈવિક અને યાંત્રિક શુદ્ધિકરણ વ્યવસ્થા સામાન્ય હોય છે. તે એમોનિયાને નાઇટ્રેટમાં બદલે છે(સમુદ્રી વનસ્પતિની જેમ નાઇટ્રોજન દૂર કરે છે), અથવા કેટલીકવાર ફોસ્ફેટ દૂર કરે છે.શુદ્ધિકરણની વ્યવસ્થામાં માઇક્રોબ્સ હોય છે જેના કારણે નાઇટ્રેશન થાય છે.ઘરના માછલીઘરમાં શુદ્ધિકરણની વ્યવસ્થા સૌથી જટિલ બાબત હોય છે.[૪૨]એક્વેરિયમ હીટર્સમાં ઉષ્મા સાથે તાપનિયંત્રણ પણ હોય છે, જેના કારણે એક્વેરિસ્ટ આસપાસની હવા પ્રમાણે પાણીનું તાપમાન જાળવી રાખે છે, જ્યારે કૂલર્સ અને ચિલર્સ(ઠંડુ કરવાના સાધનો)નો ઉપયોગ ગમે ત્યાં થઇ શકે, જેમકે ઠંડા પાણીના માછલીઘર, જેમાં રૂમનું તાપમાન ટેન્ક માટે જરૂરી તાપમાન કરતા વધારે હોય છે.[૨૭]તેમાં ગ્લાસ આલ્કોહોલ થર્મોમિટર્સ, બહાર ચોટાડી શકાય તેવા પ્લાસ્ટિકની પટ્ટી જેવા થર્મોમીટર્સ અને બેટરીથી ચાલતા એલસીડી થર્મોમીટર્સ વપરાય છે.[૨૭]વધુમાં, કેટલાંક લોકો એર સ્ટોન્સ અથવા વોટર પંપ સાથે જોડાયેલા એપ પંપ્સનો ઉપયોગ કરે છે જેથી પાણીનો પ્રવાહ વધારી શકાય તેમજ પાણીની સપાટી પર ગેસનો પુરવઠો યોગ્ય માત્રામાં મળતો રહે. પાણીમાં મોજા ઉત્પન્ન થાય તેવુ સાધન પણ બન્યું હતું જેનાથી મોજા બની શકે.[૨૬]માછલીઘરના દેખીતા લક્ષણો તેની ડિઝાઇનના બીજા પરિબળો હોય છે.
કદ, પ્રકાશની સ્થિતિ, તરતા અને રોપેલા છોડની ઘનતા, ભેજવાળા લાકડાની જગ્યા, ગુફાઓની બનાવટ અથવા ઉપર લટકાવેલી વસ્તુ, જૈવિક પ્રકારો અને બીજા પરિબળો(તેમાં માછલીઘર રૂમમાં કઇ જગ્યાએ રાખવામાં આવ્યું છે તેનો પણ સમાવેશ થાય છે)ની અસર ટેન્કમાં રહેતા જીવોના વર્તન અને તેમના અસ્તિત્વ પર થાય છે.માછલીઘરને તેના સ્ટેન્ડ પર રાખી શકાય.માછલીઘરના વજનને કારણે સ્ટેન્ડ ચોક્કસ મજબૂત અને સંતુલિત હોવુ જોઇએ.ટેન્ક સંતુલિત ન હોય તો તે ખેંચાઇ જાય છે, તેમાંથી પાણી ટપકે છે અથવા તેમાં તિરાડ પણ પડી શકે છે.[૨૭] ઘણીવાર તેને વસ્તુ રાખવા માટે વપરાતા કેબિનેટની સાથે બનાવવામાં આવે છે તે રૂમની સજાવટને અનુરૂપ બને તે માટે તે ઘણા પ્રકારમાં ઉપલબ્ધ હોય છે.સાદા ધાતુના ટેન્ક સ્ટેન્ડ પણ ઉપલબ્ધ છે.[૨૭]મોટાભાગના માછલીઘર પોલિસ્ટાયરીન પર મુકવામાં આવે છે જેથી ટેન્કના નીચેના ભાગમાં અથવા તળિયામાં થતી હીલચાલ સામે રક્ષણ મેળવી શકાય.[૨૭]જોકે, કેટલીક ટેન્ક્સમાં ફ્રેમ્સ અંદરની તરફ હોય છે જોકે આમ કરવું જરૂરી નથી. જો આમ હોય તો પરિચય પુસ્તિકા હોવી જોઇએ.
એક્વેરિયમની સંભાળ
ફેરફાર કરોપાણીનો વધુ જથ્થો ટેન્કમાં વધુ સ્થિરતા પ્રદાન કરે છે તે મૃત્યુ અથવા દૂષિતતાની અસર ઓછી કરી નાખે છે જેના કારણે માછલીઘરની સમતુલા ખોરવાઇ શકે. ટેન્ક જેટલી મોટી હશે તેટલી જ સરળતાથી તે કોઇ આંચકાનો પ્રતિકાર કરી શકશે. કારણ કે તે આંચકાની અસર ઓછી થઇ જશે.ઉદાહરણ તરીકે, ત્રણ યુએસ ગેલન ટેન્ક(11 લિટર)માં થયેલા માછલીના મૃત્યુને કારણે આખી વ્યવસ્થામાં નાટકીય ફેરફારો નોંધાયા હતા, જ્યારે 100 યુએસ ગેલન(400 લિટર)ની ટેન્કમાં તેજ માછલીનું મૃત્યુ થયું ત્યારે તેમાં રહેલી બીજી માછલીઓમાં ઘણો સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો.આ કારણે ઘણાં શોખીનો મોટેભાગે મોટી ટેન્ક્સની તરફેણ કરે છે, કારણ કે તેમાં ઓછુ ધ્યાન આપવાની જરૂર પડે છે.આ માછલીઘરમાં કેટલીક પોષણ શૃંખલાઓનું મહત્વ હોય છે.ઉપરની સપાટી પર પાણી અને હવાના માર્ગ દ્વારા અથવા એર પંપ દ્વારા ઓગળી શકે તેવો ઓક્સિજન પ્રવેશે છે.કાર્બન ડાયોક્સાઇડ હવા દ્વારા બહાર નીકળે છે. ફોસ્ફેટ સાયકલ મહત્વનું છે, જોકે ઘણીવાર તેની પર ધ્યાન આપવામાં નથી આવતુ તે પ્રકારની આ પોષણકડી છે.સલ્ફર, આર્યન, અને માઇક્રોન્યુટ્રીઅન્ટસ પણ પોષણ કડીનો છે. હિસ્સો છે, તે ખોરાકની રીતે પ્રવેશે છે અને કચરો બનીને રહે છે.જો નાઇટ્રોજનની પોષણ શૃંખલાને યોગ્ય રીતે જાળવવામાં આવે, યોગ્ય અને સંતુલિત આહાર પુરવઠો પુરો પાડવામાં આવે અને જૈવિક દબાણને ધ્યાનમાં રાખવામાં આવે છે, બીજી પોષણ કડીઓની સમતુલા જાળવવા માટે તે રાખવુ પુરતુ છે.
માછલીઘરની દૈનિક, સાપ્તાહિક અને માસિક સંભાળ લેવાવી જોઇએ તેથી માછલીને સ્વસ્થ રાખી શકાય.દૈનિક સંભાળમાં રોજ નિરિક્ષણ કરવું પડે છે કે માછલીમાં કોઇ તનાવ કે રોગનું લક્ષણ નથી.[૪૩]માછલીઘર રાખનારને ખાતરી મેળવવી પડે છે કે પાણીની ગુણવત્તા સારી છે તે ડહોળુ કે ફીણવાળુ નથી અને પાણીનું તાપમાન માછલીઘરમાં રહેતી માછલીની જે તે જાત માટે અનુકૂળ છે.શુધ્ધિકરણ કરનાર(ફિલ્ટર્સ)ની તપાસ પણ રોજ થવી જોઇએ, જેથી તે બરાબર કામ કરે છે અને તેમાં કોઇ ખામી નથી તેની જાણકારી મળે.ફિલ્ટરના મેમ્બ્રેનની સમાપ્ત અવધિ હોય છે જેનો અર્થ છે કે તે કામ કરતુ બંધ થઇ જાય કે બગડવાની શરૂઆત થાય તે પહેલા તેને બદલવું જોઇએ.સાપ્તાહિક સંભાળ એટલે દર બે અઠવાડિયે 20 ટકા પાણી બદલવું સાથે જો માછલીઘરમાં રેતી કે પથરા હોય તો તેને બરાબર સાફ કરવા જોઇએ.રેતી બહાર કાઢતી વખતે પાણી બદલવું તે સારી આદત છે, તેના કારણે તળિયે રહેલો નકામો ખોરાક અને બીજા અવશેષો પણ સાફ થઇ જશે. [૪૪]નળનું પાણી માછલીના જીવન માટે સુરક્ષિત માનવામાં આવતુ નથી કારણ કે તેમાં રહેલા રસાયણો માછલીને નુકસાન પહોચાડી શકે છે.પણ માછલીઘરનું 20 ટકા પાણી બહાર કાઢીને તેના સ્થાને નળનું પાણી ઉમેરવામાં આવે તો એવું માનવામાં આવે છે કે તેનાથી માછલી પર ખરાબ અસર નથી થતી.પણ 20 ટકા કરતા વધુ નળનું પાણી માછલીના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. [૪૫]ટેન્કમાં રહેલા અને બદલવામાં આવતા પાણીની ગુણવત્તા માપવી જોઇએ.માછલી માટે જે પાણી યોગ્ય હોય છે તે વધારે ક્ષારવાળુ હોય છે પણ તેમાં ક્લોરિન કે ક્લોરામાઇન નથી હોતા.માસિક સંભાળમાં દર અઠવાડિયે સંપૂર્ણરીતે માછલીઘરની સફાઇનો સમાવેશ થાય છે.આ સમયમાં જે કચરો જમા થયો હોય તે ચોક્કસ સાફ થવો જોઇએ. માછલીઘરને સાફ કરવા માટે ખાસ બનાવવામાં આવ્યા હોય તેવા ઘણાં ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ છે.માછલીઘરની સફાઇ માટે ન બનેલા હોય તેવા ઉત્પાદનો ન વાપવાની ભલામણ કરવામાં આવે છે જેમકે, બ્લિચ, સાબુ અથવા બીજા રસાયણો.સફાઇની પ્રક્રિયા પણ માછલીઘર કેવા પ્રકારનું છે તેને ધ્યાનમાં લઇને થવી જોઇએ.
પાણીની સ્થિતિ
ફેરફાર કરોપાણીમાં ઓગળી શકે તેવા પદાર્થો પાણીની સ્થિતિમાં સૌથી મહત્વનું પરિબળ હોય છે, પાણીમાં સંપૂર્ણરીતે ઓગળી જાય તેવા ઘન પદાર્થો અને બીજા ઘટકો પાણીની મૂળ રાસાયણિક સ્થિતિ પર અસર કરે છે, તેથી તે રીતે જીવતંત્ર તેના પર્યાવરણ સાથે સંતુલન સાધે છે.ખારાશનું પ્રમાણ, અથવા ક્ષારીયતા પાણીની સ્થિતિનું સૌથી પ્રાથમિક પ્રમાણ છે.માછલીઘરમાં તાજુ પાણી હોય(જેની ક્ષારીયતા મિલિયન દીઠ 500 થી ઓછી હોય) તે તળાવ કે નદીના વાતાવરણ સમાન હોય છે, જરાક ખારૂ પાણી (ક્ષારીયતાનું પ્રમાણ 500 થી 30,000 પીપીએમ) તેનું વાતાવરણ તાજા અને ક્ષારીય પાણીની વચ્ચેનું હોય છે જેમકે ખાડીનું પાણી, અને ખારૂ પાણી અથવા દરિયાનું પાણી (ક્ષારનું પ્રમાણ 30,000 થી 40,000 પીપીએમ), તે દરિયાના વાતાવરણ સમાન છે.
ભાગ્યેજ વધારે પડતી ક્ષારીયતા જાળવવામાં આવે છે ખાસ કરીને દરિયાઇ વનસ્પતિ કે જીવોને તેની જરૂર પડે છે.
ખારૂ પાણી મૂળભૂત રીતે આલ્કલાઇન હોય છે, જ્યારે તાજા પાણીનું પીએચ(આલ્કલિનીટી અથવા એસિડિસીટી) ઘણું અલગ હોય છે.ભારે પાણીમાં ખનીજ તત્વો ઓગળી જાય છે, ભારે અથવા હલકુ પાણી પસંદ કરવામાં આવતુ હોય છે.ભારે પાણી સામાન્ય રીતે આલ્કલાઇન હોય છે, જ્યારે હલકુ પાણી સામાન્ય રીતે તટસ્થ અથવા એસિડિક હોય છે.[૪૬]ઓગળી શકે તેવા પ્રાકૃતિક તત્વો અને ઓગળી શકે તેવો ગેસ તેમાં ઓગળે એ મહત્વના પરિબળો છે.
ઘરમાં માછલીઘર રાખતા લોકો સામાન્ય રીતે ટેન્ક ભરવા માટે સ્થાનિક પાણી પુરવઠા વ્યવસ્થા દ્વારા પુરા પાડવામાં આવતા નળના પાણીનો ઉપયોગ કરે છે.જે દેશોમાં ક્લોરિનવાળુ પાણી આપવામાં આવતુ હોય ત્યાં આમ સીધો નળના પાણીનો ઉપયોગ ન કરવો જોઇએ. ભૂતકાળમાં, એવું શક્ય હતું કે પાણીને એક બે દિવસ ભરી રાખવામાં આવતું હતું જેના કારણે ક્લોરિન ઉડી જતું હતું.[૪૬]
જોકે, હવે ઘણીવાર ક્લોરામાઇનનો ઉપયોગ થાય છે અને તે સહેલાઇથી પાણીમાંથી જતુ નથી.ક્લોરિન કે ક્લોરોમાઇન દૂર કરવા માટે બનેલા પદાર્થો(એડીટીવ્ઝ) પાણીને માછલીઘરના વપરાશ લાયક બનાવે તે જરૂરી છે. ખારા અથવા ક્ષારવાળા પાણીના માછલીઘરમાં વ્યવસાયિક રીતે ઉપલબ્ધ ક્ષારનું મિશ્રણ અને બીજા ખનીજોના મિશ્રણની જરૂર પડે છે.
વધુ સુસંસ્કૃત લોકો પાણીને માછલીઘરમાં ઉમેરતા પહેલા તેમાં રહેલા આલ્કલાઇનના સ્તર, ક્ષાર અથવા પ્રાકૃતિક તત્વો અને ગેસની પાણીમાં ઓગળવાની ક્ષમતામાં ફેરફાર કરે છે.બીજા કેટલાંક તત્વો દ્વારા આમ થઇ શકે છે, જેમ કે પીએચનું સ્તર વધારવા માટે સોડિયમ બાયકાર્બોનેટ.[૪૬]કેટલાંક લોકો પાણીનો ઉપયોગ કરતા પહેલા તેમના પાણીનું શુદ્ધિકરણ તેમાંથી આયર્ન દૂર કરીને અથવા તેને ઉલ્ટુ ગાળીને કરે છે.તેનાથી વિરૂદ્ધ જાહેર માછલીઘરો જેમાં વધુ પાણીની જરૂર હોય છે તે ઘણીવાર પાણીના કુદરતી સ્રોતની નજીક હોય છે(જેમકે નદી, તળાવ કે દરિયો) જેથી પાણી પર વધુ પ્રક્રિયા ન કરવી પડે.પાણીનું તાપમાન બે એકદમ પ્રાથમિક પ્રકાર મુજબ માછલીઘરને અલગ કરે છે. એક છે ઉષ્ણ અને બીજુ ઠંડુ પાણી.મોટાભાગની માછલીઓ અને વનસ્પતિની જાત મર્યાદિત તાપમાન જ સહન કરી શકે છે. ઉષ્ણ માછલીઘર જેનું સરેરાશ તાપમાન 25 °C (77 °F) હોય તે વધુ સામાન્ય છે.ઠંડા પાણીનું માછલીઘર એવી માછલીઓ માટે છે જેમને ઠંડુ વાતાવરણ જોઇએ છીએ.વધુ મહત્વની વાત છે સ્થિરતા. મોટા ભાગના દરિયાઇ જીવો તાપમાનમાં અચાનક આવતા ફેરફારને સહન કરવાની ક્ષમતા ધરાવતા નથી, જે તેમના માટે આંચકારૂપ હોય છે અને રોગ તરફ દોરી જાય છે.[૪૬]થર્મોસ્ટેટ અને હીટર અથવા કૂલર દ્વારા પાણીના તાપમાનનું નિયમન કરી શકાય છે.પાણીની હીલચાલ પ્રાકૃતિક પર્યાવરણને જાળવવા માટે પણ મહત્વનું છે. માછલીઘર રાખનારા તેમાં રહેતા પ્રાણીઓની અનુકૂળતાને આધારિત સ્થિર પાણીથી ઝડપી પ્રવાહ સુધીની પાણીની ગતિની પસંદગી કરે છે. પાણીની હીલચાલ પર અંકુશ એર પંપ, પાવર હેડ્સ દ્વારા અને પાણીના આંતરિક પ્રવાહની કાળજીપૂર્વકની ડિઝાઈન (જેમકે શુદ્ધિકરણ વ્યવસ્થાની યોગ્ય જગ્યા પાણીના અંદર આવતા અને બહાર જતા પ્રવાહની જગ્યા) દ્વારા લાવી શકાય છે.
નાઈટ્રોજન ચક્ર
ફેરફાર કરોમાછલીઘર રાખનારની સૌથી પહેલી ચિંતા માછલીઘરમાં રહેતી માછલીઓ દ્વારા કરવામાં આવતા કચરાની શું વ્યવસ્થા કરવી તે હોય છે. માછલીઓ, જળચર પ્રાણીઓ, ફૂગ અને બેકટેરિયા નાઈટ્રોજન કચરો એમોનિયા બહાર કાઢે છે (જે એમોનિયમ, એસિડવાળા પાણીમાં ફેરવાર છે) અને ત્યારબાદ તે નાઈટ્રોજન ચક્રમાંથી પસાર થાય તે જરૂરી છે.વનસ્પતિ અને પ્રાણીઓના પદાર્થોનું વિઘટન થઇ એમોનિયા ઊત્પન્ન થાય છે, તેમાં મળ અને અન્ય અવશેષોનો પણ સમાવેશ થાય છે. નાઈટ્રોજનમાંથી ઊત્પન્ન થતો કચરો વધુ પ્રમાણમાં હોય તો માછલીઓ અને માછલીઘરમાં રહેતા બીજા જીવો માટે ઝેરી સાબિત થઈ શકે છે.[૪૬]
પ્રક્રિયા
ફેરફાર કરોસારી રીતે સંતુલિત ટેન્કમાં રહેલા જીવો (બેકટેરિયા અને વાયરસ) માછલીઘરના બીજા જીવો ઉત્પાદિત કચરાની ચયાપચય ક્રિયા કરી શકે છે. માછલીઘર રાખવાના શોખમાં આ પ્રક્રિયાને નાઈટ્રોજન ચક્ર કહે છે. બેકટેરિયા તરીકે ઓળખાતતા નાઈટ્રીફાયર્સ (નાઈટ્રોસોમોનાસ ) નાઈટ્રોજન કચરાનો નિકાલ કરે છે. નાઈટ્રીફાય થયેલા બેકટેરિયા પાણીમાંથી એમોનિયા મેળવે છે અને તેનો ઉપયોગ નાઈટ્રાઈટ બનાવવા માટે કરે છે.[સંદર્ભ આપો] નાઈટ્રાઈટ જો વધુ પ્રમાણમાં હોય તો માછલીઓ માટે ઝેરી બને છે. બીજા પ્રકારના બેકટેરિયા જેને નાઈટ્રોસ્ફિરા કહેવાય છે તે નાઈટ્રાઈટને નાઈટ્રેટમાં ફેરવે છે, અને તે ઓછો ઝેરી હોય છે. નાઇટ્રોબેક્ટર બેક્ટેરિયા આ ભૂમિક ભજવે છે તેવું અગાઉ માનવામાં આવતું હતું.[સંદર્ભ આપો] જૈવિક રીતે તેઓ સૈદ્ધાંતિક રીતે નાઇટ્રોસ્પાઇરાની જેમ જીવનપદ્ધતિ ભરી શકે છે ત્યારે તાજેતરમાં જણાયું છે કે નાઇટ્રોબેક્ટર સ્થાપિત માછલીઘરમાં શોધી શકાય તેટલા સ્તરમાં હાજર હોતા નથી જ્યારે નાઇટ્રોસ્પાઇરા પુષ્કળ પ્રમાણમાં હોય છે.)[સંદર્ભ આપો] તાત્કાલિક રીતે નાઇટ્રોજન ચક્ર શરૂ કરવા માટે વેચાતી કમર્શિયલ પ્રોડક્ટ્સ પણ ઘણી વાર નાઇટ્રોબેક્ટર ધરાવે છે.[સંદર્ભ આપો] બેક્ટેરિયા ઉપરાંત જલીય છોડ પણ એમોનિયા અને નાઇટ્રેટનું ચયાપચય કરીને નાઇટ્રોજન કચરો દૂર કરે છે. છોડ જ્યારે નાઇટ્રોજન સંયોજનોને ચયાપચય કરે છે ત્યારે તેઓ પાણીમાંથી નાઇટ્રોજન દૂર કરે છે અને બાયોમાસ રચે છે જે પાણીમાં પહેલેથી ઓગળેલા એમોનિયા આધારિત પ્લેન્ક્ટોન કરતા ધીમા વિઘટન પામે છે.
નાઇટ્રોજન ચક્રની જાળવણી
ફેરફાર કરોમાછલીઘર શોખિનો જેને નાઇટ્રોજન ચક્ર કહે છે તે એક સંપૂર્ણ ચક્રનો માત્ર એક ભાગ છેઃ પ્રણાલીમાં નાઇટ્રોજન ઉમેરાવો જ જોઇએ (સામાન્ય રીતે ટાંકીમાં વસતા પ્રાણીનો આપવામાં આવતા ખોરાક દ્વારા) અને પ્રક્રિયાના અંતે નાઇટ્રેટ સંચયિત થાય છે અથવા છોડના બાયોમાસમાં બંધાય છે. નાઇટ્રેટની સાંદ્રતા વધ્યા બાદ માછલીઘર સંભાળકર્તાએ પાણી દૂર કરવું જોઇએ અથવા નાઇટ્રેટ્સમાંથી ઉગેલા છોડ દૂર કરવા જોઇએ.શોખના માછલીઘરોમાં ઘણીવાર કચરાને યોગ્ય રીતે ડિનાઇટ્રિફાય કરવા માટે પુરતા પ્રમાણમાં બેક્ટેરિયાની વસતિ હોતી નથી. આ સમસ્યા ઘણીવાર બે ફિલ્ટરેશન દ્વારા ઉકેલી શકાય છે: સક્રિય કાર્બન નાઇટ્રોજન સંયોજન અને અન્ય ઝેરી તત્વોને ગાળે છે અને શોષે છે અને જ્યારે જૈવિક ફિલ્ટર બેક્ટેરિયલ કોલોનાઇઝેશન વધારવા માટે એક માધ્યમ પુરું પાડે છે. સક્રિય કાર્બન અને એમોનિયાનું શોષણ કરતા રેઝિન્સ જેવા અન્ય પદાર્થો જ્યારે તેમના છિદ્રો પુરાઇ જાય છે ત્યારે કામ કરતા અટકી જાય છે. માટે આ પદાર્થો નિયમિત રીતે બદલાતા રહેવા જોઇએ.નવા માછલીઘરમાં ઘણીવાર અપુરતા લાભકારક બેક્ટેરિયાને કારણે નાઇટ્રોજન ચક્ર સાથે સંકળાયેલી સમસ્યા હોઇ શકે છે.[૪૭] માટે તાજા પાણીમાં માછલી રાખતા પહેલા તેને પરિપકવ કરવું જોઇએ. આ માટે ત્રણ અભિગમ છેઃ "માછલીરહિત ચક્ર", "શાંત ચક્ર" અને "ધીમી વૃદ્ધિ".માછલીરહિત ચક્રમાં ટાંકીમાં બેક્ટેરિયાને ખોરાક આપવા વસતી નહીં ધરાવતી ટાંકીમાં એમોનિયાની થોડી માત્રા ઉમેરવામાં આવે છે. પ્રક્રિયા દરમિયાન, પ્રગતી પર નજર રાખવા એમોનિયા, નાઇટ્રાઇટ, અને નાઇટ્રેટના સ્તરનું પરીક્ષણ કરાય છે. "શાંત" ચક્રમાં માછલીઘરમાં ઝડપથી વૃદ્ધિ પામતા જલીય છોડને મોટા પ્રમાણમાં રાખવામાં આવે છે અને નાઇટ્રોજન વાપરવા માટે તેમના પર આધાર રાખવામાં આવે છે. અને જરૂરી બેક્ટેરિયાની વસતીને વિકસવા માટે પુરતો સમય આપવામાં આવે છે. એનિક્ડોટર અહેવાલ મુજબ, છોડ નાઇટ્રોજનયુક્ત કચરાનો એટલી કાર્યક્ષમતાથી વપરાશ કરે છે કે પરંપરાગત
ચક્રીય પદ્ધતિમાં જોવા મળતું એમોનિયા અને નાઇટ્રાઇટ સ્તર મોટા પાયે ઘટાડે છે અથવા અદ્રશ્ય કરે છે. "ધીમી વૃદ્ધિ"માં 6થી 8 સપ્તાહના સમયગાળામાં માછલીની વસતિ ધીમે ધીમે વધારવામાં આવે છે અને બેક્ટેરિયા કોલોનીને માછલીના કચરામાં વધારા સાથે વૃદ્ધિ પામવા અને સ્થિર થવા સમય આપવામાં આવે છે.
બેક્ટેરિયાની સૌથી વધુ વસતિ ફિલ્ટરમા જોવા મળે છે. કાર્યક્ષમ ગાળણ મહત્ત્વનું છે. ઘણીવાર ફિલ્ટરને ઘસીઘસીને સાફ કરવાથી પણ માછલીઘરનું જૈવિક સંતુલન ખોરવાઇ જાય છે. માટે, મિકેનિકલ ફિલ્ટરને એક્વેરિયમના પાણીની બહાર ડોલમાં સાફ કરવું હિતાવહ છે જેથી નાઇટ્રેટ સમસ્યા ઉભી કરતા કાર્બિનક પદાર્થો દૂર થાય અને બેક્ટેરિયાની વસતિ જળવાઇ રહે. અન્ય સલામત પદ્ધતિમાં પ્રત્યેક સર્વિસ સમયે ફિલ્ટર મિડીયાના અડધા ભાગની જ સફાઇનો સમાવેશ થાય છે.
માછલીઘરને પુરવઠો
ફેરફાર કરોમાછલીઘરને સ્વચ્છ અને તાજુ રાખવા તેને ચોખ્ખુ રાખવાના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને પાણીને સાફ અને તાજુ રાખવા બનેલી છે વસ્તુઓનો તેમાં સમાવેશ થાય છે ઉપરાંત લીલ, ચુંબક, સાફ કરવાના પેડ્સ, બ્રશ, માટી સાફ કરવાના સાધનો, માછલીઘરને ચુસ્ત રીતે બંધ કરવાના પદાર્થો સીલન્ટ ચિપિયા અને પક્કડ પણ હોય છે. યોગ્ય રીતે સાફ કરેલુ માછલીઘર એટલે સ્વસ્થ અને ખુશ માછલીઓ. માછલીઘરની સફાઈ નિયમિત થવી જોઈએ જેથી માછલીઓ સ્વસ્થ રહી શકે. માછલીઘર સ્વચ્છ રાખવામાં આવે તો મુલાકાતીઓ ચોક્કસ તેના તરફ આકર્ષાય છે.
જાળી ઘણું મહત્વપૂર્ણ સફાઈનું સાધન છે કારણ કે માછલીને તેનું સંવર્ધન કરનાર પાસે કે બીજા સુરક્ષિત સ્થાને લઈ જવા કે પછી માછલીઘરને બરાબર સાફ કરવું હોય ત્યારે માછલીને બહાર કાઢવા માટે જાળી મદદપ થાય છે. જાળી વિવિધ કદ અને ડિઝાઈનમાં ઉપલબ્ધ હોય છે. ટેન્કને સાફ કરવા તેના કદ પર આધારિત જાળીની જરૂર હોય છે.
સફાઈ માટેના પ્રવાહી ખાસ માછલીઓને નુકસાન પહોચાડ્યા વગર પાણીને સાફ કરવા માટે બનાવાયેલા હોય છે. આ પ્રવાહીઓમાં ઉઝરડા દૂર કરનાર, લાઈમને ઓગાળનાર, કાચ અને એક્રેલિકને પોલીશ કરનાર, સાફ કરનાર, ક્ષાર દૂર કરનાર અને મેગ્નેટિક કિલનરનો સમાવેશ થાય છે. આ બધાનો ઉપયોગ ટેન્ક, અલંકારો અને સાધનો માટે થતો હોય છે.
માછલીઘરમાં થતી જીવાતને કાબુમાં રાખવા માટેના ઉત્પાદનોનો ઉપયોગ જે માછલીઘરમાં પરવાળા અથવા જીવંત ખડકો હોય તેમાં કરવો પડે છે. માછલીઘરમાં રાખવામાં આવતી નવી માછલીઓ, અથવા વનસ્પતિ, પરવાળા કે ખડકોમાંથી આવતા બેકટેરિયા કે વાયરસના ચેપ સામે લડવા જંતુનાશક મદદપ થાય છે. આ પ્રકારના ચેપનું ધ્યાન રાખવામાં ન આવે તો તે માછલીઘરમાં માંદગી ફેલાવીને નુકસાન કરી શકે છે. [૪૮]પાણીને સાફ કરવાના સાધનો માછલીઘર માટે સૌથી પહેલા ખરીદાવા જોઈએ. [૪૯] માછલીઘરના પાણીને સા બનાવનાર તેમજ કલોરિન દૂર કરનાર અને તનાવમાંથી રાહત આપનાર જેવા પ્રવાહીઓ નળના પાણીને માછલીઘરના ઉપયોગ માટે સુરક્ષિત બનાવે છે, અને તેનો ઉપયોગ ટેન્ક બનાવતી વખતે અથવા તેનું પાણી બદલતી વખતે કરવો જોઈએ. [૫૦] નાઈટ્રોજન ચક્ર સ્થાપવામાં આવે તો ન્યુ ટેન્ક સિન્ડ્રોમને ટાળી શકાય છે. પાણીની કુદરતી સ્થિતિની રચના કરવા માટે માછલીઘરમાં ખારાશ, વિટામિન્સ અને પોષકતત્વોની જરૂર પડે છે.
પાણીમાં એમોનિયાનું સ્તર કેટલું છે તેનું પણ નિકટથી નિરિક્ષણ થવું જોઈએ કારણ કે તેના વધારે પડતા સ્તરને કારણે માછલીઓ મરી શકે છે. બજારમાં ખાસ બનાવેલા એમોનિયા રિમુવર્સ મળે છે જે એમોનિયાને ફિલ્ટર તેની પ્રક્રિયા શરૂ કરે ત્યાં સુધીમાં તેને બિન ઝેરી બનાવે છે. આકસ્મિક જરૂરિયાતના સમય માટે માછલીઘર રાખનાર તાત્કાલિક ઉપયોગ માટે એમોનિયા રિમુવર આસપાસ રાખે તે સલાહ ભર્યું છે.પાણીને શુદ્ધ કરનાર તત્વોનો ઉપયોગ પાણીને સ્વચ્છ કરવા માટે કરવો જોઈએ જે રાસાયણિક અથવા જૈવિક પ્રક્રિયાને કારણે ફીણવાળું કે ડહોળુ થઈ જતુ હોય છે. વધારે પડતો ખોરાક અથવા માછલીના મૃત્યુને કારણે અચાનક કુદરતી કચરામાં વધારો થાય છે જે જૈવિક અસરમાં પરિણમી શકે છે. વોટર ક્લેરિફાયર આવા કિસ્સામાં મદદરૂપ થાય છે. જોકે, તેની જરૂર વારંવાર પડતી નથી કારણ કે પાણી વધારે પડતુ ડહોળુ થાય તો તેનો અર્થ છે કે ફિલ્ટર્સ અથવા શુદ્ધિકરણના માધ્યમો બરાબર કામ કરતા નથી અને તેને બદલવા જોઈએ.
વધુ પડતી લીલ અને સ્યાનોબેકટેરિયાનું વધુ પ્રમાણ હોય તો તેને આલ્ગીસાઈડ્સની મદદથી દૂર કરી શકાય છે. લીલ ઉભી થતી સમસ્યાઓ દૂર કરવાનો સૌથી ઝડપી માર્ગ અલગ્યુસાઈડ્સ છે, છતાં તે રીફ્સમાં પ્લાન્ટેડ ટેન્ક અથવા ક્રસ્ટાસીન્સ એથવા લાઇવબીયરર્સવાળી ટેન્કમાં તેનો ઉપયોગ સલાહભર્યો નથી. આ પ્રકારની સમસ્યાઓ માટે અલગ્યુસાઈડ્સ લાંબા ગાળાનો ઉકેલ નથી અને માછલીઘર રાખનારે સીધો સૂર્ય પ્રકાશ કે માછલીઘર માટે ન બનેલી હોય તેવો લાઈટ તેના પર ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેના કારણે લીલમાં વધારો થઈ શકે છે.
સાફ કરવા માટેના પ્રવાહીઓ જેમકે પાણીને શુદ્ધ કરનાર પ્યુરિફાયર અથવા કંડિશનરની સાથે સાથે સંપૂર્ણ સફાઈ બે સપ્તાહમાં એકવાર થવી જોઈએ. જોકે, માછલીઘર રાખનાર જયાં સુધી સંપૂર્ણ સફાઈનો સમય ન મેળવી શકે ત્યાં સુધી આ પ્રકારની સફાઈ માટેની વસ્તુઓ મદદપ સાબિત થાય છે.
બાયોલોજિકલ લોડિંગ (જૈવિક દબાણ)
ફેરફાર કરોબાયોલોજિકલ લોડએ માછલીઘરની ઇકોસિસ્ટમ પર તેના રહેવાસીઓ દ્વારા આવતા ભારણનું માપ છે. ઊંચું બોયોલોજિકલ લોડિગં ટાંકની ઇકોલોજી વધુ જટીલ છે એમ સૂચવે છે તેનો અર્થ એવો થયો કે તેમાં સંતુલન તોડવું વધું સહેલું છે. બોયોલોજિકલ લોડિંગ પર કેટલીક મૂળભૂત મર્યાદાઓ માછલીઘરના કદ પર આધાર રાખે છે. પાણીની સપાટી ઓક્સિજનના શોષણને મર્યાદિત બનાવે છે. બેક્ટેરીયાની વસતિ તેમને વૃદ્ધિ પામવા માટે કેટલી ભૌતિક જગ્યા ઉપલબ્ધ છે તેના પર આધાર રાખે છે. ભૌતિક રીતે, માત્ર મર્યાદિત કદ અને આંકડામાં છોડ અને પ્રાણીઓ માછલીઘરમાં રહી શકે છે તેમ છતાં તે હિલચાલને પુરો અવકાશ આપે છે. જૈવિક રીતે, બાયોલોજિક લોડિંગ ટાંકીના કદના ગુણોત્તરમાં જૈવિક ક્ષયના દરનો ઉલ્લેખ કરે છે.
ક્ષમતાની ગણતરી
ફેરફાર કરોમર્યાદા લાદતા પરિબળોમાં ઓક્સિજનની પ્રાપ્યતા અને ગાળણ પ્રક્રિયાનો સમાવેશ થાય છે. માછલીઘરરસિકો માછલીઘરમાં કેટલી સંખ્યામાં માછલી રાખી શકાય તેનો અંદાજ કાઢવા માટે કેટલાક સોનેરી નિયમો ધરાવે છે. નીચે દર્શાવેલા ઉદાહરણો તાજા પાણીની નાની માછલી, તાજા પાણીની મોટી માછલીઓના છે અને મોટા ભાગની દરીયાઇ માછલીઓને વધુ પ્રમાણમાં પોષણની જરૂર પડે છે.
- પ્રત્યેક 4 લિટર પાણીમાં 3 સેન્ટિમીટરની પુખ્ત માછલી (માટે 6 સેન્ટિમીટર લાંબી માછલી માટે લગભગ 8 લિટર પાણી જોઇશે).[૫૧]
- સપાટીના પ્રત્યેક 30 ચોરસ સેન્ટિમીટર વિસ્તારમાં એક સેન્ટિમીટર લંબાઈની પુખ્ત માછલી[૫૨]
- પ્રત્યેક ગેલન દીઠ પાણીમાં એક ઇંચ લંબાઇની એક પુખ્ત માછલી[૫૧]
- સપાટીના પ્રત્યેક 12 ચોરસ ઇંચના વિસ્તારમાં 1 ઇંચ લંબાઈની એક પુખ્ત માછલી[૫૨]
અનુભવી માછલીઘર પ્રેમીઓ આ નિયમોનો ચુસ્તપણે અમલ કરવા સામે ચેતવણી આપે છે કારણકે તેમાં વૃદ્ધિદર, સક્રિયતા સ્તર, સામાજિક વ્યવહાર, છોડના જીવનો સપાટી વિસ્તાર વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લેવાયા નથી.[૫૩] માછલીઘરમાં મહત્તમ ક્ષમતા ઉભી કરવા માટે ટ્રાયલ અને એરરનો અભિગમ અપનાવી તેમાં ધીમે ધીમે માછલીઓનો ઉમેરો કરો અને પાણીની ગુણવત્તા પર નજર રાખો.
ક્ષમતાને અસર કરતા અન્ય પરિબળો
ફેરફાર કરોમાછલી વચ્ચેનો તફાવત એક ચલન છે. નાની માછલીઓ મોટી માછલીઓની તુલનાએ તેમના શરીરના વજનના પ્રતિ ગ્રામ દીઠ વધુ ઓક્સિજન વાપરે છે. લેબિરિન્થ માછલી વાતાવરણીય ઓક્સિજન લઇ શકે છે અને તેને સપાટીના તેટલા વધુ વિસ્તારની જરૂર પડતી નથી (જો કે, આમાંની કેટલીક માછલી ક્ષેત્રીય છે અને તેમને ગીચતા ગમતી નથી). બાર્બને ટેટ્રાની તુલનાએ વધુ સપાટીનો વિસ્તારની જરૂર પડે છે.[૪૬]
સપાટી પર ઓક્સિજનનું આદાનપ્રદાન મહત્ત્વની મર્યાદા છે માટે માછલીઘરની સપાટીનો વિસ્તાર મહત્ત્વની બાબત છે. કેટલાક માછલીઘરવિદોનો દાવો છે કે ઊંડા માછલીઘર સમાન સપાટીના વિસ્તાર સાથે છીછરા માછલી ઘર કરતા વધુ માછલી રાખી શકતા નથી. સપાટીની હિલચાલ અને પાણીના વહન મારફતે ક્ષમતામાં વધારો કરી શકાય છે જેમ કે એરેશન મારફતે, એરેશન ઓક્સિજન આદાનપ્રદાન વધારવા ઉપરાંત કચરાના વિઘટનનો દર પણ વધારે છે.[૪૬]
કચરાની ઘનતા અન્ય એક પરિબળ છે. દ્વાવણમાં વિઘટનમાં ઓક્સિજનનો વપરાશ થાય છે. હુંફાળા પાણીમાં ઓક્સિજન બહુ ઓછો ઓગળે છે, આ એક બેવડી ધારની તલવાર જેવી બાબત છે કારણકે હુંફાળું પાણી માછલીને વધુ સક્રિય બનાવે છે પરિમાણે તેમને વધુ ઓક્સિજનની જરૂર પડે છે.[૪૬]
બાયોલોડ/રાસાયણિક ગણતરી ઉપરાંત માછલીઘરવિદો માછલીની પારસ્પરિક સુસંગતતાને પણ ધ્યાનમાં લે છે. દાખલા તરીકે, શિકારી માછલીને નાની માછલી, પરોક્ષ જાત સાથે નથી રાખી શકાતી અને ટેરિટોરીયલ માછલી ઘણી વખત શોલિંગ જાત માટે પ્રતિકૂળ સાથી પુરવાર થાય છે. વધુમાં, ટાંકી જો માછલીના કદને સાનુકૂળ હોય તો તે સારો વિકાસ કરે છે. માટે મોટી માછલી માટે મોટી ટાંકી જોઇએ અને નાની માછલી નાની ટાંકીમાં સારી રીતે રહી શકે છે. અંતે, ટાંકી વધુ પડતા જથ્થા વગર પણ ગીચ બની શકે છે. અન્ય શબ્દોમાં કહીએ તો, માછલીઘર ગાળણ ક્ષમતા, ઓક્સિજન લોડ અને પાણીની દ્રષ્ટિએ સાનુકૂળ હોય તો પણ તેમાં વસવાટ કરતા જીવ માટે તે વધુ ગીચ બની શકે છે.[૫૪]
સામાન્ય માછલીઘરનું વર્ણન (તાજુ પાણી)
ફેરફાર કરોતમામ માછલીઘરધારકોને લાગુ પડે તેવી કોઇ એક સમાન સંભાળ પદ્ધતિ શોધવી અત્યંત મુશ્કેલ છે કારણકે માછલીઘરની માછલીની સંભાળ માટે સફળ પુરવાર થઇ હોય તેવી ઘણી જાળવણી પદ્ધિતઓ છે. જો કે તાજા પાણીના માછલીઘરની પ્રણાલી પર કેટલાક અભ્યાસ થયા છે જે માછલીઘરની સંભાળ માટે સફળ રહ્યા છે. તાજા પાણીનું માછલીઘર ધરાવતા સેંકડો લોકોના સરવેના તારણ મુજબ, તાજાપાણીના માછલી ઘર માટે મેડિયન/સરેરાશ સ્થિતિ નીચે મુજબ છે[૫૫]:
- સરેરાશ ટાંકીનું કદઃ 37 ગેલન (અનિર્ણિત)
- સરેરાશ સ્ટોકિંગ ગીચતા: પ્રત્યેક 2 ઇંચ 13 માછલી (ઘાતકતાની દ્રષ્ટિએ તેનાથી વધુ ખરાબ છે પરંતુ જરૂરીરીતે કાર્યક્ષમ નથી)
- સરેરાશ પાણી બદલાવની આવૃત્તિ: 7 દિવસ (અનિર્ણિત, કોઇ વલણ નથી)
- સરેરાશ પાણી બદલાવ ટકાવારી: 30% (ઘણા મોટા પાણી બદલાવ અવરોધરૂપ સાબિત થઇ શકે છે પરંતુ ઘાતક નથી)
- સરેરાશ લાઇટિંગ વોટેજ: 40 વોટ (વધુ વોટ વધુ સારા)
- સરેરાશ પ્લાન્ટેડનેસ: માફકસરના છોડ (જો યોગ્ય રીતે સંભાળ લેવામાં આવે તો વધુ છોડ સારા)
- સરેરાશ ગોકળગાયની હાજરી: 53% (ગોકળગાયને વધુ કાર્યક્ષમતા અને નીચી ઘાતકતા સાથે સાંકળવામાં આવે છે)
- સરેરાશ ખાતર હાજરી: 48% (ખાતરો ગોકળગાયની જેમ કામ કરતા હોય તેમ જણાય છે)
- ફિલ્ટરનો શ્રેષ્ઠ પ્રકાર: કનિસ્ટર (એચઓબીનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. તે ઘાતકતાની દ્રષ્ટિએ સૌથી ખરાબ ફિલ્ટર છે જ્યારે એચઓબી+ ફિલ્ટર પણ વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તે કાર્યક્ષમતાની દ્રષ્ટિએ સૌથી ખરાબ છે)
ઉપરોક્ત યાદી તાજા પાણીના માછલીઘરની પ્રણાલીના મધ્યબિંદુઓ રજૂ કરે છે. તેનો અર્થ તે થયો કે તાજા પાણીના માછલીઘર, જેઓ આ માપદંડની વધુ નજીક છે, તે ઓછામાં ઓછા સફળ તો છે જ. જો કે અભ્યાસમાં એવી પણ પુષ્ટિ મળી છે કે કેટલાક માપદંડ ઉપરોક્ત મુજબ ના હોવા છતાં ઘણા સફળ હતા.
માછલીઘરનું વર્ગીકરણ
ફેરફાર કરોતળાવથી લઇને કાચની બરણીથી સુધી આધુનિક માછલીઘર વિવિધ પ્રકારની વિશિષ્ટ પ્રણાલીમાં વિકાસ પામ્યા છે. વ્યક્તિગત માછલીઘર કદમાં માત્ર એક નાની માછલી માટે પુરતા નાના બાઉલથી માંડીને સમગ્ર દરીયાઇ જીવસૃષ્ટિ ધરાવતા જંગી જાહેર માછલીઘર સુધીના હોઇ શકે છે.
માછલીઘરનું વર્ગીકરણ કરવાનો એક રસ્તો તેની ક્ષારતા છે. તાજા પાણીના માછલીઘર તેના નીચા ખર્ચને કારણે વધુ લોકપ્રિય છે.[૫૬]
દરીયાઇ પાણીનું માછલીઘર ઉભું કરવા અને તેની જાળવણી માટે વધુ મોંઘા અને જટીલ સાધનોની જરૂર પડે છે. દરીયાઇ પાણીનું માછલીઘર ઘણીવખત વિવિધ પ્રકારના અપૃષ્ઠવંશી પ્રાણીઓ ઉપરાંત માછલીની વિવિધ જાતો ધરાવે છે.[૪૨][૫૬]. બ્રાકીશ પાણીના માછલીઘર દરીયાઇ અને તાજા પાણીની માછલીની સંભાળ માટેના ઘટકોનું મિશ્રણ ધરાવે છે.[૫૬]. મિશ્ર પાણીવાળા માછલીઘરમાં રાખવામાં આવેલી માછલી વિવિધ પ્રકારની ખારાશવાળા વસવાટમાંથી આવે છે જેમકે પરવાળા અને નદીમુખ. પેટાપ્રકાર આ પ્રકારની અંદર જ અસ્તિત્વ ધરાવે છે જેમ કે રીફ માછલીઘર, એક લાક્ષણિક નાનું દરીયાઇ પાણીનું માછલી ઘર જે પરવાળા ધરાવે છે.[૫૬].
માછલીઘરનું અન્ય રીતે વર્ગીકરણ તાપમાનને આધારે કરાય છે. ઘણા માછલીઘરપ્રેમીઓ ઉષ્મકટીબંધીય માછલીઘર પસંદ કરે છે કારણકે ઉષ્મકટીબંધીય માછલીઓ વધુ રંગીન હોય છે.[૫૬] જો કે ઠંડાપાણીનું માછલી ઘર પણ તેટલું જ લોકપ્રિય છે જેમાં ગોલ્ડફિશ જેવી માછલીનો સમાવેશ હોઇ શકે છે.[૫૬]
માછલીઘરને તેની જાતની પસંદગીને આધારે વર્ગીકૃત કરી શકાય છે. સામુદાયિક ટાંકી આજના દિવસમાં બહુ સામાન્ય છે જ્યાં બિન આક્રમક જાતો એકસાથે શાંતિથી જીવે છે. આવા માછલીઘરમાં માછલી, અપૃષ્ઠવંશી પ્રાણીઓ, અને છોડ સંભવતઃ એક જ ભૌગોલિક ક્ષેત્રના નથી હોતા પરંતુ પાણીની સમાન સ્થિતિ સહન કરે છે. તેનાથી વિપરિત આક્રમક ટાંકીઓ મર્યાદિત સંખ્યામાં પ્રાણીની જાત રાખે છે. આ જાત અન્ય માછલીઓ પ્રત્યે આક્રમક હોઇ શકે છે અથવા હુમલાનો સામનો કરી શકે તેવી હોય છે. સ્પેસિમેન ટાંકી છોડ સાથે માછલીની માત્ર એક જ જાત ધરાવે છે. તે કદાચ માછલીના નૈસર્ગિક પર્યાવરણ અને સુશોભનમાં જોવા મળે છે. જે માછલીઓ અન્ય માછલી સાથે રહી શકતી નથી તેમના માટે આ પ્રકારનું માછલીઘર ઉપયોગી છે. જેમકે ઇલેક્ટ્રિક ઇલ તેનું મોટું ઉદાહરણ છે. આ પ્રકારની કેટલીક ટાંકીઓનો માત્ર પુખ્ત માછલીઓનો બ્રીડિંગ માટે ઉપયોગ થાય છે.
ઇકોટાઇપ, ઇકોટોપ અથવા બાયોટોપ એક્વેરિયા પસંદ કરેલી માછલીની જાતને આધારેનો વધુ એક પ્રકાર છે. તેમાં માછલીઘરપ્રેમી ચોક્કસ નૈસર્ગિક ઇકોસિસ્ટમ ઉભી કરે છે, જેમાં તે માછલી, અપૃષ્ઠવંશી જાત, છોડ, શણગાર અને પાણીની સ્થિતિને ભેગા કરે છે. આ બોયોટોપ એક્વેરિયા સૌથી આધુનિક હોબી એક્વેરિયા છે. જાહેર એક્વેરિયા જ્યારે શક્ય હોય ત્યારે આ અભિગમ અપનાવે છે. આ અભિગમ માછલીને તેના જંગલી સ્વરૂપમાં નિહાળવા માટેની તક પુરી પાડે છે. તે ટાંકીમાં રહેતા જીવોને સંભવિત શ્રેષ્ટ તંદુરસ્ત કૃત્રિમ પર્યાવરણ પુરુ પાડે છે.
તાજા પાણીના માછલીઘર ઘણા લોકપ્રિય હોવા છતાં તેની વિશેષ સંભાળ રાખવી જરૂરી છે. દાખલા તરીકે તાજા પાણીની માછલીની જાતને ખરીદતા પહેલા તેનો સંપૂર્ણ અભ્યાસ કરવો જરૂરી છે કારણકે ઘણી જાત બીજા જાત સાથે રહી શકતી નથી. [૫૭] કેટલીક જાત અન્ય કરતા વધુ આક્રમક હોય છે અને તે માછલીઘરમાં અન્ય માછલી માટે ખતરો સાબિત થઇ શકે છે.
જાહેર માછલીઘરો
ફેરફાર કરોમોટા ભાગના જાહેર માછલીઘરો અનેક નાના માછલીઘર ધરાવે છે. જો કે તે ઘરના માછલીઘર કરતા મોટા હોય છે. સૌથી મોટી ટાંકી લાખો ગેલન પાણી ધરાવે છે અને તે માછલીની મોટી જાતને રાખી શકે છે જેમ કે શાર્ક અથવા બેલ્યુગા વ્હેલ. ડોલ્ફિરિયા ખાસ કરીને ડોલ્ફિન્સ માટે છે. જળબિલાડી અને પેંગ્વિન સહિતના જલીય અને અર્ધજલીય પ્રાણીઓને જાહેર માછલી ઘરમાં રાખી શકાય છે. જાહેર માછલીઘરને મરિન મેમલ પાર્ક અથવા મરિન પાર્ક જેવા મોટા સંસ્થાનોમાં સમાવેશ કરી શકાય છે.
વર્ચ્યુઅલ માછલીઘર
ફેરફાર કરોવર્ચ્યુઅલ માછલીઘર એ એક કમ્પ્યુટર પ્રોગ્રામ છે જે થ્રી ગ્રાફિક્સનો ઉપયોગ કરીને પર્સનલ કમ્પ્યુટર પર એક આભાસી માછલીઘર ઉભું કરે છે. તરતી માછલીઓને રીયલ ટાઇમમાં રેન્ડર કરવામાં આવે છે જ્યારે ટાંકીના બેકગ્રાઉન્ડને સામાન્ય રીતે સ્થિર રાખવામાં આવે છે. ટાંકીના તળીયા પરના પદાર્થોને સાદા પ્લેનમાં મેપ કરાય છે જેથી માછલી તેની આગળ અને પાછળ તરતી હોય તેવું દેખાય. પરંતુ વાસ્તિક પડછાયા પેદા કરવા પાણીની સપાટી પર પ્રકાશ અને વલયો પેદા કરવા આવા પદાર્થોના પ્રમાણમાં સાદા થ્રીડી મેપનો ઉપયોગ કરાય છે. પરપોટા અને પાણીનો ખળખળાટ વર્ચ્યુઅલ માછલીઘર માટે સામાન્ય છે જનો ઘણીવખત સ્ક્રીનસેવર તરીકે ઉપયોગ થાય છે.
પ્રત્યેક પ્રકાની માછલીની સંખ્યા સામાન્ય રીતે પસંદ કરાય છે. ઘણીવાર સ્ટારફીશ, જેલીફીશ, દરીયાઇ ઘોડો અને દરીયાઇ કાચબો જેવા અન્ય પ્રાણીઓનો પણ તેમાં સમાવેશ થાય છે. વર્ચ્યુઅલ માછલીઘર સોફ્ટવેરનું ઉત્પાદન કરતી મોટા ભાગની કંપનીઓ ઇન્ટરનેટ ડાઉનલોડ મારફતે માછલીના અન્ય પ્રકારનું વેચાણ પણ કરતી હોય છે. માછલીઘરમાં જોવા મળતા અન્ય પદાર્થોને પણ કેટલાક સોફ્ટવેરમાં ઉમેરી અને ગોઠવી શકાય છે જેમકે ટ્રેઝર ચેસ્ટ અને જાયન્ટ ક્લેમ જે પાણીના પરપોટા સાથે ખૂલે છે અને બંધ થાય છે અથવા ગોતાખોરને ઉપરનીચે કરે છે. એવા પણ ફીચર્સ ઉપલબ્ધ છે જેમાં યુઝર ટોચ પર ખોરાક મુકી શકે છે અને માછલી તેના પર પ્રતિક્રિયા આપે છે. કેટલાક સોફ્ટવેરમાં યુઝર નવી જાતો પેદા કરવા માછલી અન્ય પદાર્થોને એડિટ કરી શકે છે.
આ પણ જોશો
ફેરફાર કરો- એક્વાસ્કેપિંગ
- એસોસિયેશન ઓફ ઝૂસ એન્ડ એક્વેરિયમ્સ (એઝેડએ)
- ગાળક (માછલીઘર)
- મત્સ્યસંભાળ
- માછલીઘર બિમારીઓની યાદી
- ખારા પાણીના માછલીઘરની માછલીઓની જાતની યાદી
- તાજા પાણીના માછલીઘરની ઉભયલિંગી જાતની યાદી
- તાજા પાણીના માછલીઘરની માછલીની જાતની યાદી
- તાજા પાણીના માછલીઘરની અપૃષ્ઠવંશી જાતની યાદી
- તાજા પાણીના માછલીઘરના છોડની જાતની યાદી
- મરિન માછલીઘરની માછલીની જાતની યાદી
- મેકક્વેરિયમ
- જાહેર માછલીઘર
- રીફ માછલીઘર
- વિવારિયમ
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Definition of aquarium". Merriam-Webster Online Dictionary. મેળવેલ 2007-04-03.
- ↑ Brunner, Bernd (2003). The Ocean at Home. New York: Princeton Architectural Press. પૃષ્ઠ 21–22. ISBN 1-56898-502-9.
- ↑ ૩.૦ ૩.૧ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 25
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 35
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 35-36
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 36
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 99
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 38
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 57
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 60-61
- ↑ ૧૧.૦ ૧૧.૧ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 75
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 69
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 71
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 76-77
- ↑ ૧૫.૦ ૧૫.૧ ૧૫.૨ ૧૫.૩ Sanford, Gina (1999). Aquarium Owner's Guide. New York: DK Publishing. પૃષ્ઠ 9–13. ISBN 0-7894-4614-6.
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 86-89
- ↑ http://reefkeeping.com/issues/2004-09/rv/feature/index.php
- ↑ વિટ્ટોલ રોબિન. "હાઉ ડિડ ઇટ ઓલ બિગીન? ધ રૂટ્સ ઓફ કેપ્ટિવ ફિશકિપીંગ ફ્રોમ ધ વિક્ટોરિયન્સ પરસ્પેક્ટિવ." 1999
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 93
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 78
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 82-83
- ↑ બ્રુનર, બી: ધ ઓસન એટ હોમ , પાનું 82
- ↑ ૨૩.૦ ૨૩.૧ Riehl, Rüdiger. Editor. (1996. 5th Edn.). Aquarium Atlas. Germany: Tetra Press. ISBN 3-88244-050-3. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Check date values in:|year=
(મદદ) - ↑ Emerson, Jim (1999-08-01). "Aquarium Hobbyists". મૂળ માંથી 2004-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-02.
- ↑ "National Pet Owners Survey". American Pet Products Manufacturers Association. 2005. મૂળ માંથી 2007-04-06 પર સંગ્રહિત. મેળવેલ 2007-05-02.
- ↑ ૨૬.૦ ૨૬.૧ ૨૬.૨ ૨૬.૩ ૨૬.૪ ૨૬.૫ ૨૬.૬ Adey, Walter H.; Loveland, Karen (1991). Dynamic Aquaria. San Diego: Academic Press. ISBN 0-12-043792-9.
- ↑ ૨૭.૦ ૨૭.૧ ૨૭.૨ ૨૭.૩ ૨૭.૪ ૨૭.૫ ૨૭.૬ ૨૭.૭ ૨૭.૮ Sanford, Gina (1999). Aquarium Owner's Guide. New York: DK Publishing. પૃષ્ઠ 162–169. ISBN 0-7894-4614-6.
- ↑ "History of Fish Tank Materials". મેળવેલ 2010/05/28. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Common Glass Tank Sizes". મેળવેલ 2010/05/28. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Crosswell, Tom. "Benefits of Acrylic for Home Aquariums". reef-one.com. મૂળ માંથી 2009-03-09 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-10.
- ↑ Ihnatko, Andy (1992). "The Original MacQuarium". મૂળ માંથી 2008-08-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-04.
- ↑ Blundell, Adam (2004). "Delicatessen Part I: Creating a system for rare and delicate animals". Advanced Aquarist's Online Magazine. મૂળ માંથી 2007-05-26 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-04. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑ Wrobel, Dave. "Captive Jellies: Keeping Jellies in an Aquarium". The Jellies Zone. મૂળ માંથી 2007-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2007-04-04.
- ↑ Raskoff et al 2005. "Collection and culture techniques for gelatinous zooplankton".
- ↑ http://www.wikihow.com/Start-a-Jellyfish-ટાંકી[હંમેશ માટે મૃત કડી]
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-07-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ Crosswell, Tom. "Advanced filtered bowl aquariums - biOrb Aquariums". reef-one.com. મૂળ માંથી 2009-07-03 પર સંગ્રહિત. મેળવેલ 2009-05-10.
- ↑ Salvatori, Joe. "Building a 1700 gallon Shark Tank". Cichlid-Forum.com. મેળવેલ 2007-04-03.
- ↑ "Building My 50,000 Gallon Monster Mega Tank". MonsterFishKeepers.com. 2005-10-30. મેળવેલ 2007-04-04.
- ↑ ૪૨.૦ ૪૨.૧ Dakin, Nick (1992). The Macmillan book of the Marine Aquarium. New York: Macmillan Publishing Company. ISBN 0-02-897108-6.
- ↑ "A Preventative Maintenance Schedule". મૂળ માંથી 2010-05-25 પર સંગ્રહિત. મેળવેલ 2010/05/28. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Aquarium Maintenance Tips". મેળવેલ 2010/05/28. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Warm Water Fish and Aquariums". મૂળ માંથી 2010-07-26 પર સંગ્રહિત. મેળવેલ 2010/05/28. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૪૬.૦ ૪૬.૧ ૪૬.૨ ૪૬.૩ ૪૬.૪ ૪૬.૫ ૪૬.૬ ૪૬.૭ Axelrod, Herbert, R. (1996). Exotic Tropical Fishes. T.F.H. Publications. ISBN 0-87666-543-1.
- ↑ ""New Tank Syndrome"". મૂળ માંથી 2008-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-18.
- ↑ "Aquarium Pest Control & Pest Traps". મેળવેલ 2010/06/07. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Aquarium Pet Supply Deals Online". મૂળ માંથી 2010-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2010/06/07. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Aquarium Water Conditioners and Additives". મેળવેલ 2010/06/07. Check date values in:
|access-date=
(મદદ) - ↑ ૫૧.૦ ૫૧.૧ Baensch, Ulrich (1983). Tropical Aquarium Fish. Tetra.
- ↑ ૫૨.૦ ૫૨.૧ Scott, Peter (1996). The Complete Aquarium. Dorling Kindersley. ISBN 0-7513-0427-1.
- ↑ Chris Andrews, Adrian Exell, & Neville Carrington (1988). The Interpet Manual of Fish Health. Salamander Books. ISBN 0-86101-368-9.CS1 maint: multiple names: authors list (link)
- ↑ હાઉ મેની ફિશ? સંગ્રહિત ૨૦૦૯-૧૧-૨૨ ના રોજ વેબેક મશિનgoogle.કોમ સાઇટ પર સંગ્રહિત ૨૦૦૯-૧૧-૨૨ ના રોજ વેબેક મશિન
- ↑ http://sites.google.com/site/moashowmanyfish/planted-ટાંકીs-contradictory-data[હંમેશ માટે મૃત કડી]
- ↑ ૫૬.૦ ૫૬.૧ ૫૬.૨ ૫૬.૩ ૫૬.૪ ૫૬.૫ Sanford, Gina (1999). Aquarium Owner's Guide. New York: DK Publishing. પૃષ્ઠ 180–199. ISBN 0-7894-4614-6.
- ↑ "Fish Tanks, Supplies and More". મૂળ માંથી 2010-05-23 પર સંગ્રહિત. મેળવેલ 2010/05/28. Check date values in:
|access-date=
(મદદ)
બાહ્ય લિંક્સ
ફેરફાર કરો- માછલીઘર at the Open Directory Project
- ધ એક્વેરિયમ વિકિ
- એક્વેરિયમના જથ્થાની ગણતરી અને જાતના અનુકૂલનના સંદર્ભ
- ટેન્ક સેટ અપ માટે સંસાધન સંગ્રહિત ૨૦૦૯-૧૧-૨૨ ના રોજ વેબેક મશિન
- મત્સ્ય સુસંગતતા પર સંસાધનો સંગ્રહિત ૨૦૧૦-૦૮-૦૧ ના રોજ વેબેક મશિન