માણેકચંદ વાજપેયી રાષ્ટ્રીય પત્રકારત્વ પુરસ્કાર
માણેકચંદ્ર વાજપેયી રાષ્ટ્રીય પત્રકારત્વ પુરસ્કાર મધ્ય પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ યોગદાન બદલ એનાયત કરવામાં આવતો એક પુરસ્કાર છે. આ પુરસ્કાર મધ્ય પ્રદેશ રાજ્યના યશસ્વી પત્રકાર સ્વ. માણેકચંદ્ર વાજપેયીની યાદમાં આપવામાં આવે છે. આ પુરસ્કાર રૂપે એક લાખ રૂપિયા, શાલ, શ્રીફળ તેમ જ સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના સને ૨૦૦૬ના વર્ષમાં કરવામાં આવી હતી.
સ્વ. વાજપેયીની પ્રથમ પુણ્ય તિથિ વખતે સને ૨૦૦૬ના વર્ષ માટે આ પુરસ્કાર વરિષ્ઠ પત્રકાર તેમ જ રાષ્ટ્રધર્મના ભૂતપૂર્વ સંપાદક શ્રી ભગવતીધર વાજપેયી, (જબલપુર)ને એનાયત કરવામાં આવ્યો હતો.
સને ૨૦૦૭ના વર્ષ માટે આ પુરસ્કાર શ્રી ઓમપ્રકાશ કુન્દ્રા, ભોપાલને એનાયત કરવામાં આવ્યો હતો.
સને ૨૦૦૮ના વર્ષ માટે આ પુરસ્કાર શ્રી રામશંકર અગ્નિહોત્રીને એનાયત કરવામાં આવ્યો હતો.