માન-મંદિર ઘાટ, વારાણસી
માન મંદિર ઘાટ વારાણસી ખાતે સ્થિત એક ગંગાનદી પરનો ઘાટ છે. આ ઘાટ જયપુરના મહારાજા જય સિંહ બીજા દ્વારા ૧૭૭૦ના વર્ષમાં બાંધવામાં આવ્યો હતો. આ ઘાટ કોતરણીઓથી અલંકૃત ઝરોખાઓ બનાવવામાં આવેલ છે. આ સાથે તેમણે વારાણસીમાં જંતર મંતર વેધશાળા પણ બંધાવી હતી, જે દિલ્હી, જયપુર, ઉજ્જૈન, મથુરા સહિત પાંચમી ખગોળશાસ્ત્રીય વેધશાળા છે. આ ઘાટની પર ઉત્તરી બાજુ પર એક સુંદર રવેશ (બાલ્કની) છે, જે સોમેશ્વર લિંગને અર્ધ્ય આપવા માટે બનાવવામાં આવી હતી.