માળો (પક્ષી)
માળો એ પ્રાણી, ખાસ કરીને પક્ષીના, રહેઠાણનું સ્થળ છે. કેટલાક પ્રાણીઓ, જેવા કે ખિસકોલી, પણ માળા જેવી રચના તૈયાર કરે છે.
વિગત
ફેરફાર કરોમાળામાં પક્ષીઓ ઈંડાં મુકે છે, તેને સેવે છે, પોતે રહે છે અને પોતાના સંતાનોને પાળે છે. કોઇપણ માળો સામાન્ય રીતે કાર્બનિક સામગ્રી જેમ કે ડાંખળીઓ, ઘાસ અને પાંદડાં વગેરેમાંથી પંખી પોતે બનાવતું હોય છે. ક્યારેક ક્યારેક અમુક પક્ષીઓ જમીનમાં એક ખાડો કે દર બનાવી, ઝાડના પોલાણોમાં, પથ્થર અથવા ઇમારતનાં પોલાણોમાં પણ પોતાનો માળો બનાવતાં જોવા મળે છે. માનવ નિર્મિત દોરાઓ, પ્લાસ્ટિક, કાપડ, વાળ અથવા કાગળ જેવા પદાર્થોનો ઉપયોગ પણ પક્ષીઓ માળો બનાવવામાં કરતાં જોવા મળે છે.
સામાન્ય રીતે પક્ષીઓની પ્રત્યેક પ્રજાતિના માળાની એક વિશિષ્ટ શૈલી હોય છે. માળાઓ ઘણાં બધાં અલગ અલગ પર્યાવાસોમાં જોવા મળે છે. આ મુખ્યતઃ પક્ષીઓ દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ કેટલાંક સસ્તન પ્રાણીઓ (જેમ કે ખિસકોલી), માછલી, કીટક અને સરીસૃપ પ્રાણીઓ પણ પોતે માળો બનાવી તેમાં નિવાસ કરતાં જોવા મળે છે.
છબીઓ
ફેરફાર કરો-
નીલકંઠ પક્ષીનાં બચ્ચાં માળામાં
-
સુઘરીનો માળો
-
ટોપલી જેવા આકારનો એક માળો
સંદર્ભ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- https://www.earthlife.net/birds/nests.html - માળાઓ વિશે વધુ માહિતી.