મિસ્ત્રી
મિસ્ત્રી, એ કુશળ કલાકાર અથવા કારીગરોના ઉપરી-દેખરેખ રાખનાર માટે ભારતમાં વપરાતો શબ્દ - અટક છે.[૧] તાજેતરમાં, મિસ્ત્રીની જગ્યાએ સુપરવાઇઝર અને અન્ય શબ્દો વપરાય છે. ભારતીય રેલ્વે એ ૨૦૦૫માં આ શબ્દ બદલી નાખ્યો હતો.[૨]
ગુજરાતી ભાષામાં આ શબ્દ પોર્ટુગીઝ શબ્દ, "મેસ્ત્રે" જેનો અર્થ "માસ્ટર" અથવા "ટીચર" (શિક્ષક) થાય છે, પરથી આવ્યો છે.[૩] ક્ષત્રિયોએ દીવના કિલ્લાનું બાંધકામ કરેલું - જે પાછળથી દીવ શહેર બન્યો. પોર્ટુગીઝો ૧૫૩૫ થી ૧૯૬૧ સુધી અહીં હાજર હતા અને તેઓ કારીગરોને તેમની કિલ્લો બાંધવાની ક્ષમતાને કારણે મેસ્ત્રે કહેતા હતાં.[૪][વધુ સંદર્ભ જરૂરી][૫][વધુ સંદર્ભ જરૂરી]
સુથાર સમાજમાં મિસ્ત્રીનો અર્થ કોન્ટ્રાકટર પણ થાય છે.[૬] – મુખ્યત્વે કચ્છના મિસ્ત્રીઓ રેલ્વે, પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ અને જંગલના ઠેકેદારો તરીકે કામ કર્યું હતું. ઘણાં પારસીઓએ પણ કોન્ટ્રાકટર તરીકે કામ કરેલું તેથી તેઓએ પણ આ અટક અપનાવી. દાખલા તરીકે, ફાલૂનજી મિસ્ત્રી જાણીતાં પારસી છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Indian journal of psychology". ૩૧-૩૨. Indian Psychological Association. ૧૯૫૬: ૮૯. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૧. Cite journal requires
|journal=
(મદદ) - ↑ "Sub: Filling up of promotion quota vacancies in the category of JE Gr.II scale Rs.5000-8000 consequent upon the implementation of V Pay Commission scales of pay". GOVERNMENT OF INDIA/BHARAT SARKAR MINISTRY OF RAILWAYS/RAIL MANTRALAYA (RAILWAY BOARD). ૨૨ ફેબ્રુઆરી ૨૦૦૫. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૧.
The avenue for promotion of Mistries (Redesignated as Supervisors)
- ↑ "Collins Portuguese Dictionary 2nd edition". Collins. ૨૦૦૧. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૧.
- ↑ Kshatriya Ithihas : 1896
- ↑ Kshatriya Abhudaya : Kutch
- ↑ [૧] American anthropology, 1971-1995: papers from the American anthropologist edited by Regna Darnell page 768