મીઠા જળના સાગરો
હિંદુ ધર્મના મહત્વના પૌરાણિક ગ્રંથ વિષ્ણુ પુરાણ અનુસાર આ પૃથ્વી સાત દ્વીપોમાં વહંચાયેલી છે. આ સાતે ય દ્વીપ ચારે તરફથી સાત સમુદ્રો વડે ઘેરાયેલા છે. આ બધા દ્વીપ એક પછી એક બીજાને ઘેરતા હોય તેમ બનેલા છે, અને એને ઘેરતા સાત સમુદ્ર આવેલા છે. મીઠા જળના સાગર પુષ્કરદ્વીપને ઘેરે છે. પુષ્કર દ્વીપને ઘેરતા મીઠા જળના સાગરની પાર ઉસસે દૂની સુવર્ણમયી ભૂમિ દિલ્ખાયી દેતી હૈ અહીંયા દસ સહસ્ર યોજન વાળા લોક-આલોક પર્વત છે. આ પર્વત ઊંચાઈમાં પણ એટલા જ સહસ્ર યોજન છે. એની આગળ પૃથ્વીને ચારે તરફથી ઘેરીને ઘોર અંધકાર છવાયેલો હોય છે. આ અંધકાર ચારે તરફથી બ્રહ્માંડ કટાહથી આવૃત્ત છે. અણ્ડ-કટાહ સહિત બધા દ્વીપો મળીને સમસ્ત ભૂ-મણ્ડલનું પરિમાણ પચાસ કરોડ યોજન છે.