વિષ્ણુ પુરાણ હિંદૂ ધર્મના ૧૮ મહાપુરાણમાંથી એક છે. જે ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે. આ પુરાણ સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ પુરાણો માંથી એક છે. મહર્ષિ વ્યાસ રચિત આ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમના પ્રહલાદ, નારદ વગેરે ભક્તો ની કથાઓ સુપેરે આલેખાઈ છે. આ સિવાય આ પુરાણમાં વિષ્ણુજી ની પૂજા વિધિ , વર્ણાશ્રમ ધર્મ, જ્યોતિષ, વિજ્ઞાન, ઇતિહાસ, વંશાવળી, ભૂગોળ, બ્રહ્માંડ ઉત્પત્તિ, વગેરે ની માહિતીઓ આપવામાં આવી છે.

વિષ્ણુ પુરાણ
માહિતી
ધર્મહિંદુ ધર્મ
લેખકવ્યાસ, પરાશર
ભાષાસંસ્કૃત
શ્લોકો૨૪,૦૦૦

આ પુરાણમાં ભગવાન વિષ્ણુ ને સર્વોપરી ભગવાન તરીકે વર્ણવ્યા હોવાથી વૈષ્ણવ સંપ્રદાયોમાં આ પુરાણનું મહત્વ સવિશેષ છે. આ પુરાણ વિષ્ણુ પરખ હોવા છતાં આમા શિવજી ની કથાઓ પણ સુંદર રીતે આલેખાઈ છે. પદ્મ પુરાણ આ પુરાણ ને સાત્વિક પુરાણ તરીકે વ્યાખ્યાયિત કરે છે.