મીઠુબેન પેટીટ

ભારતીય સ્વાતંત્ર્ય સેનાની

મીઠુબેન હોરમસજી પેટીટ (૧૧ એપ્રિલ ૧૮૯૨ - ૧૬ જુલાઇ ૧૯૭૩) એ એક આગળ પડતા ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા.[૧][૨] તેમણે મહાત્મા ગાંધી સાથે દાંડી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.[૩][૪]

ગાંધીજી દાંડીમાં ૫ એપ્રિલ ૧૯૩૦ તેમની પાછળ તેમના બીજા પુત્ર મણિલાલ ગાંધી અને મીઠુબેન પેટીટ.
મહાત્મા ગાંધી, મીઠુબેન પેટીટ અને સરોજીની નાયડુ, ૧૯૩૦.

જીવન ફેરફાર કરો

મીઠુબેન પેટીટનો જન્મ ૧૧ એપ્રિલ ૧૮૯૨ના દિવસે મુંબઈના એક ધનિક પારસી કુટુંબમાં થયો હતો. તેમના પિતા દિનશા માણેકજી પેટીટ એક ઉદ્યોગપતિ અને વંશપરંપરાગત અમીર હતા.[૫][૬]

ભારતીય સ્વાતંત્ર્ય આંદોલન ફેરફાર કરો

યુવાન મીઠુબેન તેમના ગાંધીવાદી માસીથી ખૂબ પ્રભાવિત હતા જેઓ રાષ્ટ્રીય સ્ત્રી સભાના સેક્રેટરી હતા.[૭] કસ્તુરબા ગાંધી અને સરોજીને નાયડુ સાથે મીઠુબેને પણ દાંડી સત્યાગ્રહમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો,[૮] કસ્તુરબાએ સાબરમતીથી દાંડી યાત્રા શરૂ કરી હતી, ૬ એપ્રિલ ૧૯૩૦ના દિવસે સરોજીની નાયડુએ દાંડીમાં સૌ પ્રથમ મીઠું ઉઠાવ્યું, અને ૯ એપ્રિલ ૧૯૩૦ના ફરી એક વખત મીઠાનો કાયદો તોડતા ગાંધીજીની પછવાડે મીઠુબેન ઉભા હતા. આ યાત્રા ભારતીય સ્વાતંત્ર્યના ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટના રહી.[૧] જે જમાનામાં ભારતીય મહિલાઓ સામાજિક રૂઢિ અને બંધનોને કારણે ઘરથી બહાર ન નીકળતી તેવા સમયે પેટીટે કર અને મીઠા પર કરના વિરોધમાં સવિનય કાનૂન ભંગની ચળવળમાં સક્રીય ભાગ લીધો.[૮] મીઠુબેને સરદાર પટેલની આગેવાની હેઠળ બ્રિટિશ રાજ વિરૂદ્ધ થયેલા કર વિરોધી બારડોલી સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો.[૯] દારૂ બંદીની ચળવળમાં પણ મીઠુબેને ભાગ લીધો. મહાત્મા ગાંધી સાથે તેમણે ગુજરાતની અનુસુચિત જાતિમાં દારૂના ગેરફાયદા સમજાવ્યા.[૧૦]

સામાજિક કાર્ય ફેરફાર કરો

મીઠુબેન પેટીટે મરોલીમાં કસ્તુરબા વનાત શાળા નામે એક આશ્રમ સ્થાપ્યો હતો. આ આશ્રમમાં આદિવાસી, હરિજન અને માછીમારોના પરિવારજનોને કાંતણ, પીંજણ, વણાટ, દુગ્ધ વ્યવસાય, ચામડાનો વ્યવસાય શીખવવામાં આવતો અને મહિલાઓને સ્વરોજગાર અર્થે માટે સીવણનો ડિપ્લોમા કાર્યક્રમ ચલાવવામાં આવતો.[૧૧] આજ નામે તેમણે માનસિક રોગીઓ માટે એક હોસ્પિટલ પણ શરૂ કરી હતી.[૧૨]

તેઓ ૧૬ જુલાઈ ૧૯૭૩માં અવસાન પામ્યા.

પુરસ્કાર ફેરફાર કરો

મીઠુબેનને તેમની સમાજ સેવા માટે ૧૯૬૧માં પદ્મશ્રીનો ખિતાબ મળ્યો.[૧૩][૧૪]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Nawaz B. Mody (૨૦૦૦). Women in India's freedom struggle. Allied Publishers. ISBN 9788177640700.
  2. Kamla Mankekar (૨૦૦૨). Women pioneers in India's renaissance, as I remember her: contributions from eminent women of present-day India. National Book Trust, India. ISBN 978-81-237-3766-9.
  3. "Mahatma Gandhi, Sarojini Naidu and Mithuben Petit". gandhiheritageportal.org. મેળવેલ ૨ જુલાઇ ૨૦૧૭.
  4. Simmi Jain (૨૦૦૩). women pioneers in India's resistance. Kalpaz Publications.
  5. Marzban J. Giara (૨૦૦૦). Parsi statues. Marzban J. Giara.
  6. Gawalkar, Rohini (૨૮ સપ્ટેમ્બર ૨૦૧૩). "पद्मश्री 'दीनभगिनी'". Loksatta (મરાઠીમાં). મૂળ માંથી ૨૮ જુલાઇ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨૮ જુલાઇ ૨૦૧૭.
  7. Suruchi Thapar-Björkert (૨૦૦૬). Women in the Indian national movement : unseen faces and unheard voices, 1930-42. SAGE Publications India Pvt Ltd. ISBN 9789351502869.
  8. ૮.૦ ૮.૧ "The Great Dandi March – eighty years after". thehindu.com. મેળવેલ ૨ જુલાઇ ૨૦૧૭.
  9. "Encyclopaedia of Indian Women Through the Ages: Period of freedom struggle".[વધુ સંદર્ભ જરૂરી]
  10. "anti-liquor movement". mkgandhi.org. મેળવેલ ૩ જુલાઇ ૨૦૧૭.
  11. "Trustees". Kasturbasevashram.org. મૂળ માંથી 2018-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૧૭.
  12. "Kasturba Sevashram". kasturbasevashram.org. મૂળ માંથી 2018-06-12 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જુલાઇ ૨૦૧૭.
  13. "Padma Shri in 1965 for social work". padmaawards.gov.in. મૂળ માંથી ૨૮ જુલાઇ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૨ જુલાઇ ૨૦૧૭.
  14. "Mithuben Petit Padma Shri" (PDF). pib.nic.in/archive/docs. મૂળ (PDF) માંથી ૨૮ જુલાઇ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૬ જુલાઇ ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો