મુંગેલી જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના ૨૭ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. મુંગેલી જિલ્લાનું મુખ્યાલય મુંગેલી નગરમાં આવેલું છે. ૧લી જાન્યુઆરી, ૨૦૧૨ના દિવસે તત્કાલીન બિલાસપુર જિલ્લામાંથી અલગ કરી આ જિલ્લાની રચના કરવામાં આવી હતી.[].

આ નવરચિત જિલ્લામાં મુંગેલી તાલુકો, પથરિયા તાલુકો તેમ જ લોરભી તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૧,૬૩,૯૮૨ હેક્ટર જેટલો વિસ્તાર ધરાવતા આ નવા જિલ્લામાં કુલ ૬૬૯ ગામો આવેલાં છે. આ જિલ્લાની કુલ વસ્તી ૪,૭૨,૦૦૦ જેટલી છે.

આગર નદી, મનિયારી નદી, રહન નદી અને શિવનાથ નદી આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. આ જિલ્લામાં અચાનકમાર, સેતગંગા ટાઈગર રીઝર્વ, મદકૂ દ્વિપ જેવાં પર્યટન સ્થળો આવેલાં છે.

  1. "Blocks of Mungeli, Chhattisgarh". National Panchayat Directory. Ministry of Panchayati Raj. મેળવેલ ૯ મે ૨૦૧૩.