મુંબઈ શહેરી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્રનો એક જિલ્લો છે. તે કોંકણ પ્રાંતમાં આવે છે. તેના કોઈ મુખ્યાલય કે ઉપભાગો નથી. તે અને મુંબઈ ઉપનગરી જિલ્લો બંને મળી અને મુંબઈ શહેરને આવરે છે. હાલમાં મુંબઈ મહાનગરપાલિકા બંને જિલ્લાનો વહીવટ ચલાવે છે.

આ જિલ્લો વિસ્તારમાં આશરે ૬૭ વર્ગ કિમીમાં ફેલાયેલ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ મુંબઈ શહેરી જિલ્લાની વસ્તી ૩૧,૪૫,૯૬૬ છે.[૧] તે ભારતના કુલ ૬૪૦ જિલ્લાઓમાં વસ્તીની દૃષ્ટિએ ૧૧૦મું સ્થાન ધરાવે છે.[૧] તેનો સાક્ષરતા દર ૮૮% જેટલો છે[૧] અને દર ૧૦૦૦ પુરુષોએ ૮૩૮ મહિલાઓ ધરાવે છે.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "વસ્તી ગણતરી ૨૦૧૧". Census2011.co.in. 2011. મેળવેલ 2011-09-30.