મુંબઈ ઉપનગરી જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. બાંદ્રા(પૂર્વ) આ જિલ્લાનું મુખ્ય મથક છે. આ જિલ્લાનો વિસ્તાર ૩૬૯ ચો.કિમી. છે. વિસ્તારની દ્રષ્ટિએ આ જિલ્લો મહારાષ્ટ્રમાં છેલ્લેથી બીજો અને વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં પાંચમો આવે છે. તેની વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૯૩,૩૨,૪૮૧ છે. જે આ જિલ્લાનો ભારતમાં વસ્તી પ્રમાણે ૬૭૨માંથી પાંચમો ક્રમ આપે છે.

મુંબઈ ઉપનગરી જિલ્લો
મહારાષ્ટ્રનો જિલ્લો
મુંબઈ ઉપનગરી જિલ્લાનું મહાષ્ટ્રમાં સ્થાન
મુંબઈ ઉપનગરી જિલ્લાનું મહાષ્ટ્રમાં સ્થાન
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
વિભાગકોંકણ વિભાગ
મુખ્યમથકબાંદ્રા
તાલુકાઓ૧. કુર્લા, ૨. અંધેરી, ૩. બોરિવલી
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૯૩,૫૬,૯૬૨
સમય વિસ્તારUTC+૦૫:૩૦ (IST)
વિધાન સભા બેઠકો૨૬
લોક સભા બેઠકો૧. મુંબઈ ઉત્તર, ૨. મુંબઈ ઉત્તર પશ્ચિમ, ૩. મુંબઈ ઉત્તર પૂર્વ, ૪. મુંબઈ ઉત્તર મધ્ય, ૫. મુંબઈ દક્ષિણ મધ્ય (મુંબઈ શહેર સાથે જોડાણમાં)
વેબસાઇટhttps://mumbaisuburban.gov.in/

આ જિલ્લામાં તુલસી તળાવ, વિહાર તળાવ, પવઇ તળાવ જેવા તળાવો આવેલા છે. મીઠી નદી આ જિલ્લાની મુખ્ય નદી છે.

તાલુકાઓ

ફેરફાર કરો

મુંબઈ ઉપનગરી જિલ્લામાં નીચેની યાદી મુજબ તાલુકાઓ આવેલા છે:

  • કુર્લા
  • અંધેરી
  • બોરિવલી

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો