મુંબઈ શેર બજાર કે જે બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) ના નામે ઓળખાય છે તે મુંબઈમાં આવેલ ભારતનું એક મહ્ત્વનું શેર બજાર છે અને ભારત સરકારના નાણાં મંત્રાલયની દેખરેખ હેઠળ ચાલે છે. તે મુમ્બઈના ફોર્ટ વિસ્તારની દલાલ સ્ર્ટીટ ખાતે આવેલ છે. BSEની શરુઆત ૧૮૭૫માં જાણીતા રુના વ્યાપારી પ્રેમચંદ રાયચંદ દ્વારા કરવામાં આવી હતી અને તે એશીયાનું સૌથી જુનુ સ્ટોક માર્કેટ છે અને દુનીયાનુ દસમાં નંબરે સ્થપાયેલ બજાર છે. હાલમાં નાણાંકીય લેવડદેવડના આધારે તે દુનિયાનું ૮મુ સૌથી મોટું શેર બજાર છે અને માર્કેટ કેપીટલાઈઝેશન આશરે ૨૭૬ લાખ કરોડ રુ જેટલુ છે. દેશની ૭૪૦૦ જેટલી કંપનીઓ આ બજારમાં નોંધાયેલી છે જેમાંથી ૪૦૦૦ જેટલી કંપનીઓ સક્રીય રીતે કાર્યરત છે અને તે દેશનાં અર્થતંત્રના ૪% જેટલી છે.

બોમ્બે સ્ટોક એક્સચેંજ લિ.
દલાલ સ્ટ્રીટ પર કોર્પોરેટ મુખ્યમથક
Typeશેર બજાર
Locationમુંબઈ, ભારત
Founded૯ જુલાઇ ૧૮૭૫[]
Key people
  • જસ્ટિસ એસએસ મુદ્રા
    (ચેરમેન)[]
Currencyભારતીય રૂપિયો ()
No. of listings૫,૪૩૯[]
Market cap૨૭૬.૭૧૩ lakh crore (US$૩.૬ trillion) (જાન. ૨૦૨૨)[]
IndicesBSE સેન્સેક્સ
S&P BSE SmallCap
S&P BSE MidCap
S&P BSE LargeCap
BSE 500
Websitebseindia.com
મુંબઈ શેર બજાર
શેરબજારનાં નામોNSE: BSE

ઈ.સ, ૧૮૫૦માં હાલના હોર્નિમન સર્કલ પાસે આવેલ વડના ઝાડ હેઠળ પાંચ શેર દલાલોએ ભેગા મળીને આ બજારની શરુઆત કરેલ હતી જે થોડા દાયકાઓ બાદ ત્યારનાં એસ્પ્લેનેડ રોડ અને મેડોઝ સ્ટ્રીટ ચોક પાસે ખસેડાયુ હતું. ૧૮૭૪માં બજારમાં કાયમી જગ્યા મળતાં નેટીવ શેર સ્ટોક બ્રોકર એસોશિએશનનાં નેજા હેઠળ ૧૮૭૫માં નાંમાકીત થયુ હતું. ૧૯૨૮ સુધી ટાઉન હોલ પાસેના વિસ્તારમાં કાર્યરત થયા બાદ ૧૯૨૮ની સાલમાં હોર્નીમન સર્કલ પાસે લઈ જવામાં આવ્યુ હતું અને ત્યારબાદ તે દલાલ સ્ટ્રીટના નામે જાણીતું થયુ હતુ. ૩૧મી ઓગસ્ટ ૧૯૫૭ના રોજ ભારત સરકાર દ્વારા ભારતનાં સૌપ્રથમ શેર બજાર તરીકેને માન્યતા મળી હતી. હાલમાં આ બજાર જીજીભોય ટાવર સ્થીત કાર્યન્વીત છે જેના બાંધકામની શરુઆત ૧૯૭૭માં થઈ હતી અને ૧૯૮૦માં પુર્ણ થઈ હતી. મકાનનુ નામ તત્કાલીન પ્રમુખ ફિરોઝ જમશેદજી જીજીભોયની યાદમાં રાખવામાં આવેલુ હતુ.

૧૯૮૬માં બી.એસ.ઈ દ્વારા "સેન્સેક્ષ" ની શરુઆત કરી હતી જેથી બજારના નાણાંકીય દેખાવનુ આલેખન કરી શકાય. ૨૦૦૦ની સાલ્થી બી.એસ.ઇ દ્વારા 'ડેરીવેટીવ' અને 'ફયુચર/ઓપ્શન' માર્કેટ પણ ચાલુ કરવામાં આવેલ્ છે. શરુઆતમાં બજારનાં લે-વેચનાં સોદા 'ટ્રેડીંગ ફ્લોર' પર થતા હતા પરંતુ ૧૯૯૫ની સાલથી સી.એમ.સી દ્વારા બનાવેલ વિજાણુ ટ્રેડીંગ પ્લેટફોર્મ પર થાય છે. હાલનાં સ્વ્યંસચાલીત બોલ્ટ પ્લેટફોર્મ ઉપર રોજનાં ૮૦ લાખથી પણ વધારે સોદાઓ કરવા સક્ષમ છે. ૨૦૧૭માં બી.એસ.ઈ.નું જાહેર કંપનીમાં રુપાંતરણ થયેલ છે અને એન.એસ.ઈ. ઉપર તેના શેરના સોદાઓ થઈ શકે છે.

  1. India, BSE. "Corporate profile" (PDF).
  2. "bse bod".
  3. "Monthly Reports - World Federation of Exchanges". WFE.
  4. "BSE (formerly Bombay Stock Exchange) - LIVE stock/share market updates from Asia's premier stock exchange. Get all the current stock/share market news; real-time information to investors on S&P BSE SENSEX, stock quotes, indices, derivatives and corporate announcements". www.bseindia.com (અંગ્રેજીમાં). મેળવેલ 6 Sep 2021.