મુરબ્બો
મુરબ્બો (અંગ્રેજી:Jam; હિન્દી:मुरब्बा) એ એક ભારતીય અથાણું છે જેને ફળ અને ખાંડમાંથી બનાવવામાં આવે છે[૧]. આને રોટલી, થેપલા સાથે અથવા તો ફરસાણ સાથે ચટણી જેમ ખાવામાં આવે છે. આની બનાવટમાં ફળ સિવાય અન્ય શાકભાજી પણ વાપરી શકાય છે. મુરબ્બો આમ તો ભારતીય ઉપખંડની વાનગી છે પણ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ખવાય છે.
ફળો માત્ર ચોક્કસ ઋતુ દરમિયાન મળતાં હોવાથી જે રીતે કેરીમાંથી બનતા અથાણાઓને તેલ કે ખાંડના આધારમાં અથાણા બનાવીને કાચની બરણીમાં સાચવવામાં આવે છે, તે રીતે મુરબ્બો પણ સાચવવામાં આવે છે. આ રીતે મુરબ્બો અને અન્ય અથાણાનો આનંદ આખા વર્ષ દરમ્યાન માણી શકાય છે.