મુવિટોન ધ્વનિ પ્રણાલી
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
મુવિટોન ધ્વનિ પ્રણાલી એ કચકડાની ફિલ્મની પટ્ટી પર ધ્વનિમુદ્રણ કરવાની ચોક્કસાઇ ભરેલી પધ્ધતી છે, જે આધુનિક ચલચિત્ર બનાવવા માટે જરુરી છે. આ પધ્ધતીથી ખાસતો ફિલ્મની પટ્ટી પર થતું દ્રશ્ય અને શ્રાવ્ય સંકેતોનાં મુદ્રણમાં સમકાલિકતા (synchronisation) રહે છે.
આ પધ્ધતિને થીયોડોર કેઇસ (Theodore Case) અને તેમના મદદનીશ ઇર્લ આઇ. સ્પોનાબલ (Earl I. Sponable) દ્વારા ઈ. સ. ૧૯૨૫ના વર્ષમાં કેઇસ રિસર્ચ લેબ, ઔબર્ન, ન્યુયોર્ક ખાતે વ્યવસ્થિત કરવામાં આવી હતી.