મુસા(હિબ્રુ:મોઝીસ)એ બાઇબલ નાં જુનાકરાર માં આવતુ એક અગત્યનું પાત્ર છે. ઇબ્રાહિમ પછીતે ઇઝરાયેલીપ્રજા નો સૌથી મોટો અને મહત્વનો વ્યકિત હતો. પ્રાચિન કાળમાં ઇજીપ્ત એક ખુબજ બળવાન રાષ્ટ્ર હતું, તેમણે અનેક ઇઝરાઇલીઓને ગુલામ બનાવ્યા હતાં અને તેમની પાસે પિરામીડ જેવા સ્થાપત્યો બનાવતા હતાં, ઇઝરાયેલી પ્રજાની વસ્તી ખુબજ વધારે હતી તેથી ઇજીપ્તવાસીઓને ડર લાગતો હતો તેથી તેઓ નવા જન્મેલા દરેક પુરૂષ બાળકને મારી નંખાવતા હતાં આ સમયે ઇઝરાયેલી પ્રજાને બચાવવા મુસાનો જન્મ થયો.

મુસાનો જન્મ અને બાળપણ

ફેરફાર કરો
ચિત્ર:Musa child.jpg
મુસાનું બાળપણ

જ્યારે ઇજીપ્તવાસીઓ દ્વારા બધા બાળકોની હત્યા થતી હતી ત્યારે એક ગુલામં ઇઝરાયેલી કુટુંબમાં મુસાનો જન્મ થયો, જ્યારે માતાએ જોયું કે છોકરો ખૂબ રૂપાળો છે ત્યારે તેણે તેને ત્રણ મહિના સુધી સંતાળી રાખ્યો , પણ પછી વધુ સમય છુપાવી રાખવાનુ શક્ય હતું નહી તેથી તેણે નેતરની એક ટોપલીમાં તેને મુકી નાઇલનદીમાં છોળી દીધો, તેજ સમયે ઇજીપ્તનાં રાજાની કુંવરી તેની દાસીઓ સાથે નદીમાં સ્નાન કરવા આવી, અને તેમને તે ટોપલી મળી જોયુંતો તેમાં સુંદર બાળક હતું, આ તમામ બનાવ મુસાને પાણીમાં છોડવા ગયેલી તેની બહેને છુપાઇને જોઇ લીધો હતો.