મેચી નદી (હિન્દી:मेची नदी;અંગ્રેજી:Mechi River) ભારતીય ઉપખંડના નેપાળ અને ભારત દેશમાંથી વહેતી એક નદી છે. આ નદી મહાનંદા નદીની ઉપનદી છે. નેપાળ દેશના મેચી પ્રાંતમાં આવેલી મહાભારત પર્વતમાળામાંથી નીકળતી આ નદી નેપાળ અને ભારત વચ્ચે આવેલી સરહદ પાર કરી બિહાર રાજ્યના કિશનગંજ જિલ્લામાં મહનંદા નદી સાથે ભળી જાય છે.