મોર બની થનગાટ કરે
મોર બની થનગાટ કરે, મૂળે નવી વર્ષા, એક જાણીતું ગુજરાતી ગીત છે, જેનો અનુવાદ ૧૯૪૪માં ઝવેરચંદ મેઘાણીએ કર્યો હતો. તેને સંગીતબદ્ધ હેમુ ગઢવીએ કર્યું હતું. આ ગીત હકીકતમાં રવિન્દ્રનાથ ટાગોરે રચેલા નવવર્ષા શીર્ષક ધરાવતા બંગાળી ગીતનો આછો-પાતળો અનુવાદ (અનુસર્જન) છે.
મેઘાણીએ આ ગીત ૧૯૨૦ના વર્ષમાં ટાગોરના મુખે કલકત્તામાં સાંભળ્યું હતું અને ત્યારબાદ ટાગોરના મૃત્યુ (૧૯૪૧) પછી ૧૯૪૪માં તેનો અનુવાદ ગુજરાતી ભાષામાં કર્યો હતો. આ ગીત તેમના કાવ્યસંગ્રહ રવીન્દ્ર-વીણા (૧૯૪૪)માં પ્રકાશિત થયું હતું.[૧][૨] આ ગીત અન્ય કેટલાક ગાયકો જેમ કે ચેતન ગઢવી અને આશિત દેસાઈએ પણ ગાયું છે. આ ગીતનો ઉપયોગ વર્ષ ૨૦૧૩માં રજૂ થયેલ હિન્દી ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલામાં શીર્ષક ગીત તરીકે કરવામાં આવ્યો હતો. જે સંજય લીલા ભણસાળી દ્વારા નિર્દેશિત હતી અને આ ગીતના ગાયક પ્રસિદ્ધ ગુજરાતી લોક ગાયક ઓસમાણ મીર હતા.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Ram-Leela song Man mor bani thanghat kare: Original poet to get credit in film". bollywoodlife.com. મેળવેલ ૨૭ નવેમ્બર ૨૦૧૩.
- ↑ "JHAVERCHAND MEGHANI's LITERATURE". meghani.com. મેળવેલ 2017-07-21.
- ↑ "Kutchi voice adds colour to Bhansali's epic love story in Gujarat | Latest News & Updates at Daily News & Analysis". dna. ૧૦ ઓક્ટોબર ૨૦૧૩. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૭.