આ નદી ભારત દેશની પવિત્ર નદીઓ પૈકીની એક નદી છે. પૌરાણિક કથા મુજબ, યમુનાને યમની બહેન માનવામાં આવે છે. આ નદી હિમાલય પર્વતમાળામાં આવેલા યમનોત્રી નામના સ્થળેથી નીકળે છે અને રાજધાનીના શહેર દિલ્હી તેમજ ઐતિહાસિક શહેર આગ્રા નજીકથી પસાર થતી અલ્હાબાદ શહેર નજીક ગંગા નદીમાં મળી જાય છે.

યમુના નદી દિલ્હી પાસે.

પૌરાણિક કથા ફેરફાર કરો

પૌરાણિક કથા અનુસાર આ નદીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કાલિયા નાગને નાથ્યો હતો. કૃષ્ણ અને તેમના મિત્રો ગેડી-દડાની રમત રમતા હતા ત્યારે દડો નદીમાં પડતા કૃષ્ણ દડો લેવા જાય છે અને કાલિયા નાગ સાથે લડીને તેનો પરાજય કરી તેની ઉપર નૃત્ય કરી દડો પાછો લાવ્યા અને કાલિયા નાગને યમુના નદી છોડી જવાનો આદેશ આપ્યો.