ચમરી ગાય અથવા તો યાક એ લાંબા લાંબા વાળવાળું કાળા રંગનું ખૂંધ ધરાવતું ગાય કે બળદને મળતું આવતુ દૂધાળી જાતીનું પાલતું પ્રાણી છે. યાક તિબેટ, દક્ષિણ મધ્ય એશિયાના હિમાલયના ક્ષેત્ર તેમજ મંગોલિયામાં જોવા મળે છે. ભારતમાં હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પિતિ તથા કિન્નોર જિલ્લામાંં તથા જમ્મુ-કાશ્મીરના લડાખ ક્ષેત્રમાં આ પ્રાણી જોવા મળે છે. ગુજરાતીમાં યાક સુરાગાય ના નામે પણ ઓળખાય છે. અંગ્રેજીમાં નર અને માદા યાક માટે યાક શબ્દનો જ પ્રયોગ થાય છે પણ જ્યાં આ પ્રાણી સૌથી વધુ જોવા મળે છે એટલે કે તિબેટની સ્થાનિક ભાષા તિબેટમાં યાક શબ્દ નર ના સંદર્ભમાં વપરાય છે જ્યારે માદાને ડ્રી અથવા નાક થી ઓળખાય છે.

યાક મૂળ જંગલી પ્રાણી હતું, પણ એની ઉપયોગિતા ખ્યાલમાં લઇને મનુષ્યએ એને પાલતું બનાવ્યું. જંગલી યાકની ઊંચાઇ આશરે ૨ મીટર હોય છે જ્યારે પાળેલા યાકની ઊંચાઇ જંગલી યાક કરતાં લગભગ અડધી હોય છે. બંને વર્ગના યાકના શરીર પર લાંબા લાંબા વાળ હોય છે જે અતિશય ઠંડી સામે પણ એને રક્ષણ આપે છે. યાક બે પ્રકારના હોય છે - શીંગડાવાળા તથા શીંગડાવગરનાં. યાક ત્રણ રંગના જોવા મળે છે - કાળા, કાબરચીતરા અને ભૂરા. પાલતું યાક સફેદ રંગના પણ જોવા મળે છે.

જંગલી યાક

ફેરફાર કરો

યાકનું વજન આશરે ૧,૦૦૦ કિલો (૨,૨૦૦ પાઉન્ડ) હોય છે. ચારથી પાંચ યાક એક સમૂહમાં રહે છે. પણ નાની વયના યાક મોટા જૂથમાં રહે છે જેથી બચ્ચાંઓનું પરભક્ષીઓથી રક્ષણ કરી શકાય. યાક ૩,૨૦૦ મી (૧૦,૫૦૦ ફૂટ). યાકનું પ્રિય ખાધ્ય ઘાસ છે.

પાલતુ યાક

ફેરફાર કરો

યાકને દૂધ, વાળ, માંસ, ગોબર અને શીંગડા માટે પાળવામાં આવે છે. યાક દરરોજ એક થી બે લિટર દૂધ આપે છે. યાકનું દૂધ ઘાટું હોય છે એમાં ૧૨ ટકા ચરબી હોય છે. યાકના દૂધમાંથી માખણ અને ચીઝ બનાવાય છે. તિબેટમાં યાકના દૂધમાંથી બનાવેલી ચીઝને છુરપી કહેવાય છે, જ્યારે મંગોલિયામાં એને બ્યાસલાગ કહેવાય છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો