યુવા ગૌરવ પુરસ્કાર

સાહિત્યિક પુરસ્કાર


યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર દ્વારા યુવાન ગુજરાતી લેખકોને અપાતો સાહિત્યનો પુરસ્કાર છે. આ પુરસ્કારની સ્થાપના ૨૦૦૭માં યુવાન ગુજરાતી લેખકોને પ્રોત્સાહન આપવા માટે થઇ હતી.

યુવા ગૌરવ પુરસ્કાર
પુરસ્કારની માહિતી
શ્રેણી સાહિત્ય
શરૂઆત ૨૦૦૭
પ્રથમ પુરસ્કાર ૨૦૦૭
અંતિમ પુરસ્કાર ૨૦૨૧
કુલ પુરસ્કાર ૧૪
પુરસ્કાર આપનાર ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર
રોકડ પુરસ્કાર ૫૦,૦૦૦
વર્ણન યુવાન ગુજરાતી લેખકોને અપાતો સાહિત્યનો પુરસ્કાર
પ્રથમ વિજેતા સૌમ્ય જોષી
અંતિમ વિજેતા રામ મોરી

પુરસ્કાર પ્રમાણપત્ર, શાલ અને ₹ ૫૦,૦૦૦નો સમાવેશ કરે છે.[૧]

વિજેતાઓ ફેરફાર કરો

વર્ષ વિજેતા
૨૦૦૭ સૌમ્ય જોશી
૨૦૦૮ ધ્વનિલ પારેખ
૨૦૦૯ હરદ્વાર ગોસ્વામી
૨૦૧૦ અનિલ ચાવડા[૨]
૨૦૧૧ અંકિત ત્રિવેદી[૩]
૨૦૧૨ અશોક ચાવડા
૨૦૧૩ એષા દાદાવાળા
૨૦૧૪ ઇશિતા દવે
૨૦૧૫ ગિરીશ પરમાર
૨૦૧૬ અજયસિંહ ચૌહાણ
૨૦૧૭ જિગર જોશી[૪]
૨૦૧૮ સાગર શાહ[૪]
૨૦૧૯ પ્રશાંત પટેલ[૫]
૨૦૨૦ રીન્કુ રાઠોડ[૬]
૨૦૨૧ રામ મોરી[૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. ત્રિવેદી, ડો. રમેશ એમ. (૨૦૧૫). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ. અમદાવાદ: આદર્શ પ્રકાશન. પૃષ્ઠ ૪૨૦. ISBN 978-93-82593-88-1.
  2. "ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર – 2010". અનિલ ચાવડા. ૬ ડિસેમ્બર ૨૦૧૧. મેળવેલ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૬.
  3. "યુવા ગૌરવ : ૨૦૧૧ : અંકિત ત્રિવેદી". લયસ્તરો. ૧૨ એપ્રિલ ૨૦૧૨. મેળવેલ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૬.
  4. ૪.૦ ૪.૧ "યુવા અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર અપાશે". Divya Bhaskar. 28 January 2020. મેળવેલ 27 July 2021.
  5. Dave, Vishvesh (15 July 2021). "'ગુજરાત સાહિત્ય અકાદમી'ના વિવિધ એવોર્ડ જાહેર". GSTV. મેળવેલ 27 July 2021.
  6. "ગૌરવ: દાહોદની આદિવાસી દીકરીને 'યુવા ગૌરવ પુરસ્કાર' જાહેર". Divya Bhaskar. 16 July 2021. મેળવેલ 27 July 2021.
  7. "ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કારની જાહેરાત, આ લેખકોને મળ્યા પુરસ્કાર". thechabuk. 14 December 2022. મેળવેલ 27 January 2023.