અશોક ચાવડા
અશોક ચાવડા, જે તેમના તખલ્લુસ બેદિલથી પણ જાણીતા છે, તે એક ગુજરાતી કવિ, લેખક અને ગુજરાત, ભારતના વિવેચક છે. તેમને તેમનાં કાવ્યસંગ્રહ, ડાળખીથી સાવ છૂટાં (૨૦૧૨) માટે ૨૦૧૩ માં સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતા. તેમના જાણીતા લખાણોના સંગ્રહમાં પગલાં તળાવમાં (૨૦૦૩), પગરવ તળાવમાં (૨૦૧૨), તું કહુ કે તમે (૨૦૧૨), પિટ્યો અશ્કો (૨૦૧૨), શબ્દોદય (૨૦૧૨), અને ગઝલિસ્તાન (૨૦૧૨) સામેલ છે. ગઝલિસ્તાન ઉર્દૂ ગઝલનો અનુવાદ છે, જે ભારતીય અને પાકિસ્તાની કવિઓ દ્વારા લખાયેલ હતો. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી યુવા ગૌરવ એવોર્ડ (૨૦૧૨), અને ગુજરાત સરકાર તરફથી દાસી જીવણ એવોર્ડ (૨૦૧૩–૧૪)ના પ્રાપ્તકર્તા પણ છે. તેઓ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના અનેક ટીવી અને રેડિયો કાર્યક્રમોમાં આવ્યાં છે.[૧]
અશોક ચાવડા | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
અશોક ચાવડા, અમદાવાદ ખાતે, ઓગસ્ટ ૨૦૧૨ | |||||||||||
જન્મની વિગત | |||||||||||
શિક્ષણ |
| ||||||||||
શિક્ષણ સંસ્થા |
| ||||||||||
વ્યવસાય | કવિ, લેખક, વિવેચક, અનુવાદક, સંશોધક | ||||||||||
સક્રિય વર્ષો | ૧૯૯૫- | ||||||||||
સમયગાળો | અનુ આધુનિક ગુજરાતી સાહિત્ય | ||||||||||
નોંધપાત્ર કાર્ય |
| ||||||||||
જીવનસાથી | મધુ ચાવડા (૨૦૦૪–વર્તમાન) | ||||||||||
પુરસ્કારો |
| ||||||||||
| |||||||||||
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ | ||||||||||
હસ્તાક્ષર | |||||||||||
પ્રારંભિક જીવન
ફેરફાર કરોઅશોક ચાવડાનો જન્મ ૨૩ ઑગસ્ટ ૧૯૭૮ ના રોજ ગુજરાતના સુરેન્દ્રનગરમાં પિતામ્બરભાઇ અને હંસાબહેનના ત્યાં થયો હતો. ૧૯૯૮માં ચાવડાએ અમદાવાદની સી.યુ. શાહ કોમર્સ કોલેજમાંથી એકાઉન્ટિંગમાં બેચલર ઓફ કોમર્સની પદવી મેળવી. ૨૦૦૧ માં તેમણે અમદાવાદની એચ.કે. આર્ટસ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં વિનયન સ્નાતકની પદવી મેળવી. ૨૦૦૩ માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઑફ ડેવલપમેન્ટ કમ્યુનિકેશન (MDC)ની પદવી મેળવી. એમડીસી માટે તેમના સંશોધનનું નામ ગુજરાતી દલિત કવિતાનો ઉદ્ભવ અને વિકાસ: ૧૯૭૫-૮૫ હતું.
તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પી.એચ.ડી. મેળવવા માટે રહ્યા હતા. ગુજરાતી દલિત સામયિક પત્રકારત્વની વિકાસયાત્રા નામના તેમના સંશોધન માટે ચંદ્રકાંત મહેતાની અધ્યક્ષતામાં જર્નાલિઝમ અને માસ મીડિયા વિભાગમાં તેમણે પદવી મેળવી. તેમણે ૨૦૧૨માં માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમની રાષ્ટ્રીય પાત્રતા પરીક્ષા (યુજીસી નેટ) પાસ કરી. ત્યાર બાદ તેમણે પોતાની કાયદાઓની સ્નાતક પદવી કેપી શાહ લો કોલેજ, જામનગર ખાતે ૨૦૧૪માં મેળવી. તેમણે એક અનુસ્નાતક પદવી 'ગાંધીવાદી વિચાર અને સામાજિક વિજ્ઞાન'માં ગુજરાત વિદ્યાપીઠ ખાતે ૨૦૧૬માં પણ મેળવી. તેમણે મહાવિદ્યાલયમાં પમરાટ નામનું સામયિક બનાવ્યું અને સંપાદિત પણ કર્યું.[૨]
પુરસ્કારો
ફેરફાર કરોચાવડાને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર (૨૦૧૨) અને ગુજરાત સરકાર દ્વારા દાસી જીવણ ઍવોર્ડ (૨૦૧૩-૧૪)માં આપવામાં આવ્યો. તેમના પુસ્તક ડાળખી થી સાવ છુટાં ને સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર (૨૦૧૩) એનાયત કરાયો હતો. ૨૦૧૪માં તેમને દક્ષિણ ગુજરાત પ્રોફેસર એસોસિએશન તરફથી વિશેષ સન્માન પ્રાપ્ત થયું. તેમના પુસ્તકો પિટ્યો અશ્કો અને પગરવ તળાવમાં ને રમૂજી અને કવિતા વિભાગમાં સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તક પુરસ્કાર (૨૦૧૨) એનાયત કરાયો હતો.[૩]
૨૦૧૭માં તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવન [૪] ના રાઈટર્સ રેસિડેન્સ પ્રોગ્રામમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું અને રવજી પટેલ યુવા પ્રતિભા એવોર્ડ પણ મળ્યો હતો. [૫]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Shukla, Kirit (2013). Gujarati Sahityakar Kosh. Gandhinagar: Gujarat Sahitya Akadami. પૃષ્ઠ 88. ISBN 9789383317028.
- ↑ Parikh, Dr. Dhiru (December 2015). "Navya Kavi Navya Kavita". Kavilok.
- ↑ "જામનગરના બેદિલને 2 એવોર્ડ". Divya Bhaskar. 2016-03-10. મેળવેલ 2016-03-11.
- ↑ ગુજરાત આયુ. યુનિવર્સિટીના આસી. રજિસ્ટ્રાર અને પ્રસિદ્ધ કવિ ડો. અશોક ચાવડા 'બેદિલ'નો વિદાય સમારંભ યોજાયો. મૂળ માંથી 1 June 2018 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2018.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અશોક ચાવડા ગુજલિટ પર.