યુનાઈટેડ કિંગડમમાં જે પોસ્ટલ કોડ વપરાય છે, તે પોસ્ટકોડ્સ કહેવાય છે.[] તે આલ્ફાન્યૂમેરિક (આંકડા અને અક્ષરના બનેલા) છે અને રોયલ મેઈલે ઓકટોબર ૧૯૫૯થી ૧૯૭૪ દરમિયાન ૧૫ વર્ષના ગાળામાં તેને રજૂ કર્યા હતા.[] સંપૂર્ણ પોસ્ટકોડ "પોસ્ટકોડ એકમ" તરીકે ઓળખાય છે અને સામાન્યપણે તે મર્યાદિત સંખ્યાના સરનામા કે કોઇ મોટા ડિલિવરી પોઈન્ટ સાથે વ્યવહાર કરે છે.[] પોસ્ટકોડ એકમ પાંચથી સાત અંકોના બનેલા છે અને સ્પેસ રાખીને તેના બે ભાગ પાડવામાં આવે છે. આશરે ૧૮ લાખ પોસ્ટકોડ એકમો છે.[] પોસ્ટકોડ એકમનો પ્રથમ ભાગ "પોસ્ટકોડ ડિસ્ટ્રિક્ટ",[] અથવા આઉટવર્ડ કોડ તરીકે ઓળખાય છે અને સામાન્યપણે તે પોસ્ટ ટાઉનના તમામ ભાગો સાથે વ્યવહાર કરે છે. એક કે બે અક્ષરોવાળા સમાન ઉપસર્ગ ધરાવતા પોસ્ટકોડ ડિસ્ટ્રિક્ટને ૧૨૩ પોસ્ટકોડ એરિયામાં ભેગા કરાયા છે.[] પત્રવ્યવહાર સરળ બને તે ઉપરાંત ઈન્શ્યોરન્સ પ્રિમીયમની ગણતરી, રૂટ પ્લાનિંગ સોફટવેરમાં જે-તે સ્થળની ઓળખ તેમજ વસતિ ગણતરીમાં વિવિધ હેતુઓથી તેનો ઉપયોગ થાય છે. પોસ્ટકોડ એડ્રેસ ફાઇલ ડેટાબેઝમાં પોસ્ટકોડ ડેટાને ૨.૭૫ કરોડ ડિલિવરી પોઈન્ટ્સ માટે સંપૂર્ણ સરનામાના ડેટા સાથે સંગ્રહ, જાળવણી અને સમયાંતરે અપડેટ કરવામાં આવે છે.[] પોસ્ટલ ડિસ્ટ્રિક્ટની પ્રારંભની વ્યવસ્થા ૧૮૫૭થી લંડન તથા અન્ય અગ્રણી શહેરોમાં અમલી બની હતી. લંડનમાં અંકોના સબડિવિઝન ઉમેરવા માટે ૧૯૧૭માં આ વ્યવસ્થામાં સુધારા કરવામાં આવ્યા હતા તથા ૧૯૩૪માં અન્ય શહેરોમાં સુધારા કરવામાં આવ્યા હતા. પ્રારંભના આ ડિસ્ટ્રિક્ટ્સ બાદમાં રાષ્ટ્રીય પોસ્ટકોડ સિસ્ટમમાં સામેલ થઇ ગયા.

સંક્ષિપ્ત અહેવાલ

ફેરફાર કરો

પોસ્ટકોડ્ઝ આલ્ફાન્યૂમેરિક છે. તેના અંકોની સંખ્યા પાંચથી આઠની વચ્ચે હોય છે (જેમાં કોડના આઉટવર્ડ અને ઈનવર્ડ ને અલગ પાડતી સ્પેસને પણ ગણી લેવામાં આવે છે) જેમ કે, હાઉસ ઓફ કોમન્સ માટેનો કોડ SW1A 0AA છે. આ કોડ્સ ૧૯૫૯[]થી ૧૯૭૪ દરમિયાન રોયલ મેઈલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.[][] પોસ્ટકોડ બહોળાપાયે સ્વીકૃત બન્યા તે પાછળનો આશય પત્રોની સરળતાથી વહેંચણી ઉપરાંત પણ ઘણાં આશયો હતાં.

પોસ્ટકોડનો 'આઉટવર્ડ' ભાગ પોસ્ટલ ડિસ્ટ્રિક્ટ દર્શાવે છે - જેમ કે રેડહિલ વિસ્તાર માટે RH, ત્યાર પછીનો નંબર પોસ્ટ ટાઉનનો નિર્દેશ કરે છે. પોસ્ટલ ટાઉન એટલે સ્થાનિક પ્રદેશમાં સેવા પૂરી પાડતી ડિલિવરી ઓફિસ. RH1 એટલે રેડહિલ પોતે અને RH10 એટલે ક્રૉલી. શહેરો મોટા હોય તો આઉટવર્ડ ભાગમાં એક કરતાં વધુ નંબર પણ હોઇ શકે છે - ક્રૉલીમાં RH10 અને RH11નો સમાવેશ કરવામાં આવ્યો છે. આના કરતાં ઉલટી પરિસ્થિતિ પણ કેટલીક વખત જોવા મળી શકે છે જેમાં એક જ પોસ્ટલ ડિસ્ટ્રિક્ટ એકથી વધુ પોસ્ટ ટાઉનમાં લાગુ પડતો હોય. 'ઇનવર્ડ' ભાગ ટાઉન અથવા ડિલિવરી ઓફિસના વિસ્તારના નિશ્ચિત ભાગો સૂચવે છે. તેમાં પહેલો ભાગ અંક હોય છે - જે સેકટરના નંબર પ્રમાણે આપવામાં આવે છે, અને છેલ્લા બે અક્ષરો તે પ્રદેશની અંદરની મિલકત કે મિલકતોનું જૂથ દર્શાવે છે. દાખલા તરીકે વિશાળ ઓફિસ બ્લોક હોય તો કોડનો ઈનવર્ડ ભાગ ઓફિસ બ્લોકના કોઇ ભાગ કે તે બ્લોકમાં આવતી એક કંપની (ખાસ કરીને જયારે કંપનીને મોટી સંખ્યામાં પત્રો મળતા હોય)નું જ સૂચન કરે છે. કેટલાક કિસ્સામાં (દાખલા તરીકે DVLA)ઇનવર્ડ કોડ એક જ સંગઠનના વિવિધ ભાગોમાં ટપાલ પહોંચવાનો આદેશ આપી શકે છે.[]

વ્યવસાયના પત્રોમાં પાંચ અંકના કોડ પણ ઉપયોગમાં લેવાય છે. તે મેઈલસોર્ટ તરીકે ઓળખાય છે, પરંતુ પત્રના કદની ઓછામાં ઓછી 4,000 આઈટમ પર જ તે ઉપલબ્ધ હોય છે.[] આવા થોકબંધ પત્રો ઉપર પત્રોના પ્રકારના આધારે ડિસ્કાઉન્ટ મળે છે.

૧૯૫૦ના દાયકામાં પોસ્ટ ઓફિસે ઈલેકટ્રોમિકેનિકલ સોર્ટિંગ મશીનોનો પ્રયોગ કરી જોયો હતો.[] આ મશીનો ઓપરેટર સામે એન્વેલપ મુકે અને ઓપરેટર તેનો પ્રકાર નક્કી કરીને જુદા-જુદા ડબ્બામાંથી કયા ડબ્બામાં તે પત્ર પડે તે સૂચવતું બટન દબાવે. આ પ્રક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે ઘણાં સ્થળોના ચોક્કસ પ્રકારો યાદ રાખવા માટે સોર્ટરની જરૂરિયાત દૂર કરવા માટે પોસ્ટકોડનું સૂચન કરવામાં આવ્યું.[] જાન્યુઆરી ૧૯૫૯માં પોસ્ટ ઓફિસે પોસ્ટલ કોડના ઉપયોગ અંગે પ્રજાના અભિપ્રાય અંગે હાથ ધરેલા સર્વેના પરિણામોનું વિશ્લેષણ કર્યું. ત્યાર પછીનું પગલું હતું જેના પર કોડ સાથેના સરનામાનો પ્રયોગ કરી શકાય તેવું ટાઉન શોધવાનું. આ ફોર્મેટમાં છ અંકોનો કોડ હતો - જેના ત્રણ આંકડા ભૌગોલિક પ્રદેશ સૂચવતા હતા અને ત્રણ આંકડા વ્યકિતગત સરનામું દર્શાવતા હતા.[] ૨૮મી જુલાઇના રોજ પોસ્ટમાસ્ટર જનરલ અર્નેસ્ટ માર્પ્લેસે જાહેર કર્યું કે, નોર્વિચની પસંદગી થઇ હતી અને ૧,૫૦,૦૦૦ ખાનગી તથા વ્યાવસાયિક સરનામાને ઓકટોબર સુધીમાં કોડ મળી જશે. નોર્વિચની પસંદગી થવા પાછળનું કારણ એ હતું કે, તેની પાસે પહેલેથી જ આઠ ઓટોમેટિક મેઈલ સોર્ટિંગ મશીન હતા.[૧૦] કોડ ઉપસર્ગ એનઓઆર (NOR)વાળા હતા.

ઓકટોબર ૧૯૬૫માં આગામી થોડાં વર્ષોમાં પોસ્ટલ કોડની વ્યવસ્થાનું વિસ્તરણ કરવામાં આવનાર હોવાનું નક્કી થઇ ગયું.[૧૧] પહેલી મે, ૧૯૬૭ના રોજ ક્રોયડન ખાતે પોસ્ટકોડનો પ્રારંભ કરવામાં આવ્યો. મધ્ય ક્રોયડનનો કોડ સીઆર શૂન્ય (CRO) એ ત્રણ અક્ષરોથી શરૂ થતો હતો, જયારે આસપાસના પોસ્ટ ટાઉનનો કોડ સીઆર2 (CR2), સીઆર3 (CR3) અને સીઆર4 (CR4) હતો. દસ વર્ષની યોજનાની આ શરૂઆત હતી, જેનો અંદાજિત ખર્ચ ૨.૪ કરોડ પાઉન્ડ હતો. બે વર્ષમાં એબરડીન, બેલફાસ્ટ, બ્રાઇટન, બ્રિસ્ટલ, બ્રોમલી, કાર્ડિફ, કોવેન્ટ્રી, માન્ચેસ્ટર, ન્યૂકેસલ અપોન ટાઇન, ન્યૂપોર્ટ, રિડીંગ, શેફિલ્ડ, સાઉધેમ્પ્ટન અને લંડનના પશ્ચિમ ડિસ્ટ્રિક્ટ્સમાં પણ કોડિંગ વ્યવસ્થા દાખલ કરવાની અપેક્ષા હતી.[૧૨] ૧૯૬૬ સુધીમાં એબરડીન, સાઉધેમ્પ્ટન, બ્રાઇટન અને ડર્બીમાં કોડ વ્યવસ્થા આવી ગઇ હતી.[૧૩] ૧૯૭૦માં લંડનના પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી પ્રદેશોમાં કોડની શરૂઆત થઇ.[૧૪] ડિસેમ્બર, ૧૯૭૦ના ગાળામાં માત્ર ગણીગાંઠી સોર્ટિંગ ઓફિસમાં જ પત્રોનું વિભાજન કરવા માટે પોસ્ટકોડનો ઉપયોગ થતો હોવાં છતાં તે સમયના ક્રિસમસ પત્રમાં "પોસ્ટકોડનો ઉપયોગ કરવાનું યાદ રાખો" તેવી સૂચના લખવામાં આવી હતી.[૧૫]

૧૯૭૧ દરમિયાન સરનામાના સ્થળે રહેનાર લોકોને તેમના પોસ્ટકોડની સૂચના મળવા માંડી. હાઉસ ઓફ કોમન્સમાં કોડિંગની પ્રક્રિયાની પૂર્ણાહૂતિ અંગે સવાલ પૂછાતાં સર જહોન એડને જણાવ્યું કે, આ પ્રક્રિયા ૧૯૭૨ દરમિયાન પૂરી થઇ જવાની અપેક્ષા છે.[૧૬] નોર્વિચ જ્યારે સંપૂર્ણપણે રિકોડેડ હતો ત્યારે ૧૯૭૪માં આ યોજના નક્કી થઇ હતી પરંતુ ક્રોયડનમાં પરીક્ષણ કરાયેલી યોજના અંતિમ ડિઝાઇનની નજીક હતી. આ માટે સીઆર ઝીરોને સીઆરઓ (ડિસ્ટ્રિક્ટ ઝીરો) તરીકે પ્રમાણભૂત કરવાની જરૂર હતી.[૧૭] મધ્ય ન્યૂપોર્ટ વિસ્તારને અગાઉ નોર્વિચ અને ક્રોયડનની માફક એનટીપી (NPT)થી શરૂ થતો કોડ ફાળવવામાં આવ્યો હતો તથા આસપાસના વિસ્તારને એનપી1- એનપી8 (NP1–NP8)ની ફાળવણી થઇ હતી. ૧૯૮૪ સુધી આમ ચાલ્યું, ત્યાર બાદ કામગીરીના કારણો (NPT નોન-સ્ટાન્ડર્ડ હોવા ઉપરાંત NP7ને ઘણો મળતો આવતો હતો)ને કારણે તેને NP9 કરવામાં આવ્યો.[૧૮] ગિરોબકનો GIR 0AA એ પાછલા ભાગે સંપૂર્ણપણે અંગ્રેજી અક્ષરો ધરાવતો એકમાત્ર સ્થાનિક પોસ્ટકોડ છે.

અગાઉના પોસ્ટલ ડિસ્ટ્રિક્ટ્સ

ફેરફાર કરો

લંડન પોસ્ટ ટાઉન ગ્રેટર લંડનના ૪૦ ટકા વિસ્તારને આવરી લે છે. ૧૮૫૭/૮માં તેનો પ્રારંભ થયો, ત્યારે તે દસ વિસ્તારોમાં વિભાજિત હતો અને વિસ્તાર પ્રમાણે અલગ-અલગ કોડ આપવામાં આવ્યા હતા: EC, WC, N, NE, E, SE, S, SW, W, અને NW. S અને NE સેકટરને આગળ જતાં નાબૂદ કરવામાં આવ્યા હતા અને ૧૯૧૭માં યુદ્ધસમયના પગલાંરૂપે કાર્યક્ષમતા વધારવા માટે ડિસ્ટ્રિક્ટ્સને વિભાજિત કરવામાં આવ્યા હતા અને દરેક સબડિસ્ટ્રિક્ટ્સને નંબર અપાયો હતો. હેડ ઓફિસ દ્વારા સીધી સેવા અપાતા ડિસ્ટ્રિક્ટને "1" અને બાદમાં પ્રત્યેક ડિલીવરી ઓફિસના સ્થળના નામના મૂળાક્ષર મુજબ અન્ય આંકડાની ફાળવણી કરીને (દા.ત. N2 ઇસ્ટ ફિન્ચલી, N3 ફિન્ચલી, N4 ફિન્સબરી પાર્ક)ઉપરોક્ત લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું હતું.

અન્ય મોટા શહેરો

ફેરફાર કરો
 
બર્ડબ્રૂક રોડ, ગ્રેટ બાર, બર્મિંગહામ ખાતે જૂનું "બર્મિંગહામ 22 (ઉપર) અને આધુનિક "B44" પોસ્ટકોડ્ઝ દર્શાવતા શેરીના સાઈનબોર્ડ્ઝ.

લંડનમાં પોસ્ટલ ડિસ્ટ્રિક્ટ્સની સફળ શરૂઆતને પગલે યુનાઈટેડ કિંગડમના અન્ય મોટાં શહેરોમાં પણ આ વ્યવસ્થા ક્રમશ: વિસ્તારવામાં આવી. 1864/65માં લિવરપૂલને પૂર્વીય, ઉત્તરીય, દક્ષિણ અને પશ્ચિમી એમ ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યું અને 1867/68માં માન્ચેસ્ટર અને સેલ્ફોર્ડ જુદા-જુદા આઠ નંબર ધરાવતા ડિસ્ટ્રિક્ટ્સમાં વિભાજિત કરાયા.[૧૭]

1917માં ડબ્લિનને જુદા-જુદા નંબર ધરાવતા પોસ્ટલ ડિસ્ટ્રિક્ટ્સમાં વિભાજિત કરાયું. સ્વતંત્ર રિપબ્લિક ઓફ આયર્લેન્ડની પોસ્ટલ ર્સિવસે પણ સુધારાઓ કરીને આ વ્યવસ્થાનો અમલ કર્યો. 1923માં ગ્લાસગો પણ લંડનની જેમ વિભાજિત થયું અને નંબરવાળા ડિસ્ટ્રિક્ટ્સની આગળ દિશા સૂચવતા શબ્દો (C, W, NW, N, E, S, SW, SE) સાથે શરૂઆત કરાઇ.[૧૭]

જાન્યુઆરી 1932માં પોસ્ટમાસ્ટર જનરલે મોટા શહેરોના નંબર ધરાવતા ડિસ્ટ્રિક્ટ્સમાં વિભાજનને સ્વીકૃત રાખ્યું.[૧૭] 1934માં પોસ્ટ ઓફિસે "યુનાઇટેડ કિંગડમમાં પ્રત્યેક પ્રોવિન્સિયલ શહેરમાં તેને યોગ્ય ઠેરવી શકાય તેટલા મોટા" ડિસ્ટ્રિક્ટ્સ રજૂ કરવાની જાહેરાત કરી. દસ પસંદગીયુકત પ્રદેશોના દરેક રહેઠાણ અને વ્યવસાયના સ્થળોને પત્રિકાઓ આપવામાં આવી, જેમાં તેમને તેમના રહેઠાણો કે વ્યવસાયનાં સ્થળો જે ડિસ્ટ્રિક્ટ્સમાં આવેલા હોય તેના નંબરો અંગેની સૂચના અપાઇ. વળી, આ પત્રિકામાં વિભાગોનો નકશો પણ સામેલ હતો. પત્રિકાઓની નકલ સ્થાનિક કક્ષાની મુખ્ય પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ હતી. અંગત કે વ્યવસાયનાં પત્રોના સરનામામાં ડિસ્ટ્રિક્ટ્સ નંબર પણ ઉમેરવા માટે જનતાને ખાસ સૂચના અપાઇ હતી.[૧૯] ત્યાર પછીના વર્ષે ડિસ્ટ્રિક્ટ્સ નંબરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રચાર અભિયાન હાથ ધરાયું હતું. પ્રચારનું સ્લોગન હતું - "પત્ર ઝડપથી અને ચોકસાઇપૂર્ણ રીતે પહાચે તે માટે હંમેશા તેની ઉપર ડિસ્ટ્રિક્ટ્સ નંબર લખો" . જે-તે વિસ્તારની દરેક ટપાલ-પેટી ઉપર ડિસ્ટ્રિક્ટ્સનો નંબર લખેલું અને લોકોનો સહકાર માંગતું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. નંબર ધરાવતા દરેક ડિસ્ટ્રિક્ટ્સની પેસ્ટ ઓફિસમાં પણ આ માહિતી પૂરી પાડવામાં આવતી. ક્રિસમસ કાર્ડના પ્રિન્ટર્સ તથા સ્ટેશનરીને સરનામામાં ડિસ્ટ્રિક્ટ્સ નંબર લખવાની વિનંતી કરવામાં આવતી તથા આગામી સામાન્ય ચૂંટણીના ઉમેદવારો માટેના ચૂંટણી એજન્ટોને તેઓ જે કાગળો પોસ્ટ કરતા હોય, તે તમામ પર યોગ્ય સરનામું લખે તેવી સૂચના અપાતી. વળી, વ્યવસાયો માટે નિ:શુલ્ક પુસ્તિકા પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં દસ વિભાગોની દરેક શેરી માટેના ડિસ્ટ્રિક્ટ્સ નંબર તથા નકશાની વિગતો આપવામાં આવી હતી.[૨૦]

આ દસ વિસ્તારો આ પ્રમાણે હતા :[૨૦]

આ દરેક પ્રદેશ નંબર ધરાવતા પોસ્ટલ ડિસ્ટ્રિક્ટ્સમાં વિભાજિત હતો. જેમ કે, લિવરપૂલમાં આવેલા ટોકસટેધનો નંબર હતો લિવરપૂલ 8 . માન્ચેસ્ટર અને સેલફર્ડ વચ્ચે નંબર વિભાજિત થયેલા હતા. પત્રોમાં માન્ચેસ્ટર 1 કે સેલફર્ડ 4 લખવામાં આવતું. બર્મિંગહામના કેટલાક કોડ્ઝનું પેટાવિભાજન કરવામાં આવ્યું હતું, જેમ કે, ગ્રેટ બાર, બર્મિંગહામ 22 અથવા બર્મિંગહામ 22a [૨૧] - જે આજે પણ ઘણી શેરીઓના જૂના સાઇનબોર્ડ પર જોવા મળે છે.

રાષ્ટ્રીય પ્રણાલીમાં અમલ

ફેરફાર કરો

રાષ્ટ્રીય પોસ્ટકોડ સિસ્ટમની શરૂઆત થઇ, ત્યારે પ્રવર્તમાન પોસ્ટલ ડિસ્ટ્રિક્ટ્સને તેમાં ભેળવી દેવાયા, જેથી ટોકસટેધ (લિવરપૂલ 8)ના પોસ્ટકોડ L8 થી શરૂ થતા હતા. માન્ચેસ્ટર અને સેલફર્ડ બંનેના ડિસ્ટ્રિક્ટ્સને "M" પોસ્ટકોડ્ઝ મળ્યા હોવાથી "સેલફર્ડ 4" M4 બન્યો. કેટલીક શેરીઓના સાઈનબોર્ડ પર આજે પણ નીચે "સેલફર્ડ 4" લખાયેલું જોવા મળે છે. ગ્લાસગોમાં પોસ્ટકોડ નવા 'G' પોસ્ટકોડ વિસ્તારમાં સમાવિષ્ટ થઇ ગયા હતા. 1 નો વિસ્તાર G1 બની ગયો. 1 G11 બન્યો, N1 G21 બન્યો, E1 G31 બન્યો, S1 G41 બન્યો, SW1 G51 બન્યો, વગેરે. લંડનમાં 1917 પોસ્ટલ ડિસ્ટ્રિક્ટ્સને સીધા જ નવા પોસ્ટકોડ ડિસ્ટ્રિક્ટ્સમાં દર્શાવવામાં આવ્યા હતા. ગ્રેટર લંડનના બાકીના 60 ટકા પ્રદેશને રાષ્ટ્રીય યોજના હેઠળ પોસ્ટકોડ ફાળવવામાં આવ્યા હતા.

લંડનના હેકની વિસ્તારમાં આવેલી કેટલીક જૂની રોડ સાઈન આજે પણ નોર્થ ઈસ્ટ (NE) પોસ્ટકોડ સૂચવે છે.

કામગીરી અને ઉપયોગ

ફેરફાર કરો

ફોર્મેટ

ફેરફાર કરો
 
યુનાઈટેડ કિંગડમના પોસ્ટકોડ વિસ્તારો

યુકે પોસ્ટકોડ્ઝનું માળખું (GIR 0AAને બાદ કરતાં) નીચે પ્રમાણે છે, જેમાં A એ અક્ષર સૂચવે છે અને 9 અંક સૂચવે છે:

ફોર્મેટ ઉદાહરણ કવરેજ
A9 9AA M1 1AA B, E, G, L, M, N, S, W પોસ્ટકોડ વિસ્તારો
A99 9AA M60 1NW
AA9 9AA CR2 6XH B, E, G, L, M, N, S, W, WC સિવાયના તમામ પોસ્ટકોડ વિસ્તારો
AA99 9AA DN55 1PT
A9A 9AA W1A 1HQ E1W, N1C, N1P, W1 પોસ્ટકોડ વિસ્તારો (ભારે ગીચતાવાળા વિસ્તારો જ્યાં કોડ ખૂટી પડ્યાં છે.)
AA9A 9AA EC1A 1BB WC પોસ્ટકોડ વિસ્તાર; EC1–EC4, NW1W, SE1P, SW1 પોસ્ટકોડ વિસ્તારો (ભારે ગીચતાવાળા વિસ્તારો જ્યાં કોડ ખૂટી પડ્યાં છે)

આ કોટિક્રમિક વ્યવસ્થા છે, જે ડાબાથી જમણા તરફ ચાલે છે:

  • સ્પેસ પહેલાના બેથી ચાર અક્ષરો કે અંકોમાં આઉટવર્ડ કોડ અથવા આઉટકોડ આવેલા છે:
    • પ્રથમ અક્ષર અથવા તો બે અક્ષરો પોસ્ટકોડ વિસ્તાર દર્શાવે છે.
    • ત્યાર પછીનો 0થી 99 સુધીનો કોઇપણ નંબર તે વિસ્તારનો પોસ્ટકોડ જિલ્લો સૂચવે છે.
      • BR, FY, GY, HA, HD, HG, HR, HS, HX, JE, LD, SM, SR, WC, WN, ZE : આ વિસ્તારોના ડિસ્ટ્રિક્ટ્સ માત્ર એક અંક જ ધરાવે છે.
      • બે અંક ધરાવતા ડિસ્ટ્રિક્ટ્સના પ્રદેશો :: AB, LL, SO.
      • માત્ર અમુક વિસ્તારોના ડિસ્ટ્રિક્ટ્સ જ 0 (શૂન્ય) ધરાવે છે : BL, CM, CR, FY, HA, PR, SL, SS. આ પૈકીના કોઇ વિસ્તારોનો જિલ્લો 10 નંબર ધરાવતો નથી, તેમ છતાં જિલ્લો - 0ને કેટલીક વખત દસમા ડિસ્ટ્રિક્ટ્સ તરીકે સૂચવવામાં આવે છે અને ડિસ્ટ્રિક્ટ્સ - 9 પછી તેને મુકવામાં આવે છે.
      • મધ્ય લંડનમાં એક જ અંક ધરાવતા વધુ વસ્તીવાળા પોસ્ટકોડના કેટલાક ડિસ્ટ્રિક્ટ્સમાં અંકની પાછળ અને સ્પેસ પહેલાં અક્ષર ઉમેરીને તેનું પેટાવિભાજન કરવામાં આવ્યું છે. આ તમામ EC1–EC4 (EC50 સિવાય), SW1, W1, WC1 અને WC2; તેમજ E1 (E1W), N1 (N1C અને N1P), NW1 (NW1W) અને SE1 (SE1P)ના કેટલાક ભાગમાં લાગુ પડે છે. ABCDEFGHJKMNPRSTUVWXY ના સેટમાં આવેલા તમામ અક્ષરો (ILOQZ ને બાદ કરતાં) હાલમાં એક કે તેથી વધુ વિભાજિત ડિસ્ટ્રિક્ટ્સના પાછળના પેટાવિભાગ તરીકે ઉપયોગમાં લખવામાં આવે છે.
      • સામાન્ય વપરાશમાં "પોસ્ટકોડ ડિસ્ટ્રિક્ટ" શબ્દ અસ્પષ્ટ છે કારણકે તે (જૂના) ડિસ્ટ્રિક્ટમાં તમામ મૂળાક્ષરી અને બિનમૂળાક્ષરી ભાગને સંયુક્ત રીતે અથવા આવા માત્ર એક જ ભાગને દર્શાવે છે. જેમકે, N1ના ઉલ્લેખમાં સંદર્ભ પ્રમાણે N1C અને N1Pને સામેલ કે રદ કરવાના હોય અને N1Cને ડિસ્ટ્રિક્ટ્સ કે N1 ડિસ્ટ્રિક્ટ્સનો ભાગ ગણી શકાય.
  • આગલા કોડ પછી સ્પેસ આવે છે.
  • સ્પેસ પછીના ત્રણ અક્ષરોમાં ઈનવર્ડ કોડ કે ઈન કોડ હોય છે જે ટપાલને અંતિમ ડિલિવરી ઓફિસ સુધી પહાચાડે છે:
    • સ્પેસ પછીનો પ્રથમ અંક શૂન્યથી 9 સુધીનો કોઇ પણ અંક હોય છે, જે પોસ્ટકોડ સેકટર સૂચવે છે. રોયલ મેઈલે શૂન્યને 1ની પહેલાં મુકવાને બદલે 9 પછી મૂકયું હતું અને તેને 10મા સેકટર તરીકે ગણવામાં આવતું હતું.
    • છેલ્લા બે અક્ષરો પોસ્ટકોડ યુનિટ દર્શાવે છે. ઇનવર્ડ કોડમાં અક્ષરો ABDEFGHJLNPQRSTUWXYZ સુધી મર્યાદિત રાખવામાં આવ્યા છે તેમાંથી છ અક્ષરો CIKMOV બાકાત રાખવામાં આવ્યા છે માટે જ્યારે હાથથી લખવામાં આવે ત્યારે ડિજીટ્સ કે એકબીજા સાથે એક સરખા ના લાગે.

દરેક પોસ્ટકોડ એકમ સામાન્યપણે શેરી કે શેરીનો ભાગ સૂચવે છે. રૂટ પ્લાનિંગ સોફટવેર માટે પોસ્ટકોડનો આ ભાગ ઘણો ઉપયોગી બને છે.

ઘટક ભાગ ઉદાહરણ લાઈવ કોડ[૨૨] ટર્મિનેટેડ કોડ્સ[૨૩] અન્ય કોડ્ઝ
(GIR 0AA , SAN TA1 , BX )[૨૪]
કુલ
પોસ્ટકોડ વિસ્તાર આઉટ કોડ YO 124 0 3 127
પોસ્ટકોડ જિલ્લો આઉટ કોડ YO31 2,971 103 4 3,078
પોસ્ટકોડ સેકટર ઈન કોડ YO31 1 10,631 1,071 4 11,706
પોસ્ટકોડ એકમ ઈન કોડ YO31 1EB 1,762,464[૨૩] 650,417 4 2,412,885
પોસ્ટકોડ સરનામા અંદાજે 27,000,000 [૨૫]

આગલા કોડમાં આવેલા અક્ષરો તેના ભૌગોલિક પ્રદેશ વિશે થોડો અંદાજ આપે છે. જેમ કે, L લિવરપૂલ સૂચવે છે, EH એડિનબર્ગ સૂચવે છે અને AB એબરડીન સૂચવે છે. સંપૂર્ણ યાદી માટે જૂઓ યુનાઈટેડ કિંગડમમાં પોસ્ટકોડ વિસ્તારોની યાદી. લંડન બહારના મોટાભાગના પોસ્ટકોડ વિસ્તારો શહેર બહાર આવેલા ઘણાં ટાઉન અને સ્થળોને આવરી લે છે. અને તેના પરથી જ તેમના નામ પડ્યા છે. જેમ કે, BT બેલફાસ્ટ માટે વપરાય છે, છતાં તે આખા ઉત્તર આયર્લેન્ડને આવરી લે છે.

બિનભૌગોલિક કોડ

ફેરફાર કરો

મોટાભાગના પોસ્ટકોડ ભૌગોલિક વિસ્તારના નકશા પ્રમાણેના હોય છે, પરંતુ કેટલાક પોસ્ટકોડને દિશાસૂચન કે અંતરનો અંદાજ મેળવવા માટે ઉપયોગમાં લઇ શકાય નહીં.[૨૬] બિનભૌગોલિક પોસ્ટકોડ ઘણી વખત ડાયરેકટ માર્કેટિંગ અને પોસ્ટઓફિસ બોકસ માટે વપરાય છે. BS98, BS99, BT58, E98, NE98, NE99 and WC99 સહિતનાં કેટલાંક પોસ્ટકોડ સેકટર કે ડિસ્ટ્રિક્ટ્સ ફકત બિનભૌગોલિક પોસ્ટકોડ માટે જ રાખવામાં આવ્યા છે.

બૂટલમાં ગિરોબેન્કનાં મુખ્ય મથકો બિનભૌગોલિક પોસ્ટકોડ GIR 0AA નો ઉપયોગ કરે છે, જે આગવું ફોર્મેટ છે. બિનભૌગોલિક સરનામાંઓ માટે બિનભૌગોલિક પોસ્ટકોડ વિસ્તાર BX પણ છે. BXથી શરૂ થતા પોસ્ટકોડ્સ સ્ટાન્ડર્ડ ફોર્મેટને અનુસરે છે પરંતુ સ્વીકારનારના સ્થલથી સ્વતંત્ર રીતે તેને ફાળવવામાં આવે છે. અને સ્વીકારનાર એક સ્થળથી બીજા સ્થળે જતો હોય તેવી ઘટનામાં તેને જાળવી શકાય છે. અગ્રણી વપરાશકર્તાઓમાં લોઈડ્ઝ TSB[૨૪] અને HM રેવન્યૂ અને કસ્ટમ્સનો સમાવેશ થાય છે.[૨૭] ફાધર ક્રિસમસ : SAN TA1 માટેના પત્રો માટે વિશિષ્ટ પોસ્ટકોડ છે.[૨૮]

રોયલ મેઈલમાં XYથી શરૂ થતા આઉટવર્ડ કોડનો ભૂલભરેલા સરનામાના પત્ર અને આંતરરાષ્ટ્રીય પત્રો માટેના કોડ તરીકે આંતરિક ઉપયોગ થાય છે.[સંદર્ભ આપો]

વિશિષ્ટ પોસ્ટકોડ

ફેરફાર કરો

વ્યવસ્થા અને સુવિધા જળવાય તે પોસ્ટકોડ આપવા પાછળનું પ્રમુખ કારણ છે. જોકે, તેમાં કેટલાંક અનૌપચારિક અપવાદો રહેલાં છે.

બિ્રટનનો બંધારણીય કોટિક્રમ નીચેનાં ત્રણ પોસ્ટકોડના ક્રમમાં પ્રતિબબિત થાય છે:

પોસ્ટકોડ સ્થળ[૨૯]
SW1A 0 AA હાઉસ ઓફ કોમન્સ (લોકશાહીની ચર્ચાસભા, હાઉસ ઓફ લોર્ડ્ઝ માટે નીચેનું ટેબલ જૂઓ)
SW1A 1 AA બંકિંગહામ પેલેસ (દેશના વડાનું અધિકૃત નિવાસસ્થાન)
SW1A 2 AA 10 ડાઉનિંગ સ્ટ્રીટ (સરકારના વડાનું અધિકૃત રહેઠાણ)

જે સંસ્થાઓ અલગ પોસ્ટ કોડ ધરાવવા જેટલી પુરતા પ્રમાણમાં ટપાલ મેળવતી હોય તેવા કિસ્સામાં કોડના છેલ્લા ભાગમાં સંસ્થાનું નામ દર્શાવવામાં આવે છે, જો કે આવા કિસ્સા બહુ ઓછી સંખ્યામાં જોવા મળે છે.

યંત્રોનો ઉપયોગ

ફેરફાર કરો

રોયલ મેઈલ ઈન્ટિગ્રેટેડ મેઈલ પ્રોસેસર્સ - આઈએમપીનો ઉપયોગ કરે છે. આઈએમપી પત્ર પરનો પોસ્ટકોડ વાંચીને તેનું બે ફોસ્ફરસ બારકોડમાં રૂપાંતર કરે છે. પત્રના આઉટવર્ડ પોસ્ટકોડની કેટેગરી નક્કી કરવા માટે મશીન પોસ્ટકોડના ઈનવર્ડ અને આઉટવર્ડ ભાગ પ્રિન્ટ કરીને વાંચે છે. પત્રોને તેના ક્રમ પ્રમાણે સીએસએસ મશીન દ્વારા આઉટવર્ડ પોસ્ટકોડ વાંચીને પણ ગોઠવી શકાય છે, જેથી પોસ્ટમેન તેને ડોર ટુ ડોર પહાચાડી શકે. ટોચનો ફોસ્ફરસ બારકોડ કોડનો ઈનવર્ડ ભાગ છે, જયારે નીચેનો બારકોડ કોડનો આઉટવર્ડ ભાગ છે.

આઈએમપી RM4SCC જેવી આઈટમો પણ વાંચી શકે છે, જે કિલનમેઈલમાં વપરાય છે. કિલનમેઈલ ઉપર કરતાં તદ્દન અલગ ફોર્મેટ છે.

ત્રીજા પક્ષો દ્વારા ઉપયોગ

ફેરફાર કરો

PAFનું વ્યાવસાયિક સ્તરે લાઈસન્સ મેળવી શકાય છે અને ઘણી વખત તેને એડ્રેસ મેનેજમેન્ટ સોફટવેર પેકેજમાં સમાવિષ્ટ કરવામાં આવે છે. આવા પેકેજની ક્ષમતાઓથી સરનામામાં માત્ર પોસ્ટકોડ અને ઘરનો નંબર રાખી શકાય છે. સરનામાના ડેટાબેઝમાં નકશાનો સંદર્ભ રાખવાથી નકશા પર પોસ્ટકોડનો નિર્દેશ કરવા માટે પોસ્ટકોડ વાપરી શકાય છે. PAFમાં દર મહિને આશરે 4,000 પોસ્ટકોડ નવા ઉમેરાય છે અને 2,000 પ્રવર્તમાન પોસ્ટકોડ રદ થાય છે.[૩૦]

ક્રાઉન ડિપેન્ડેન્સી

ફેરફાર કરો

ચેનલ ટાપુઓ અને આઈલ ઓફ મેન દ્વારા 1969માં યુકેથી અલગ તેમનું અલાયદું પોસ્ટલ વહીવટતંત્ર સ્થાપવામાં આવ્યું. તેમ છતાં, પોસ્ટકોડ આપતી વખતે તેમણે યુકેનું ફોર્મેટ જ અપનાવ્યું અને 1993માં ગર્નઝી માટે GY કોડ અપનાવ્યો. તે જ રીતે આઈલ ઓફ મેન માટે તે જ વર્ષે IM અને જર્સી માટે 1994માં JE કોડ અપનાવવામાં આવ્યો.[૩૧]

બ્રિટીશ દળો

ફેરફાર કરો

બ્રિટીશ દળો પોસ્ટ ઓફિસ એ યુનાઈટેડ કિંગડમમાં રોયલ મેઈલથી અલાયદી એજન્સી છે, જે એચએમ દળોને ટપાલ સેવા પૂરી પાડે છે. બીએફપીઓના સરનામા યુકે અને વિશ્વભરમાં ટપાલ પહાચાડવા માટે ઉપયોગમાં લેવાય છે. BFPO કોડ જેમકે BFPO 801 નાગરિક સરનામા માટે પોસ્ટલ કોડની જેમ જ કામ કરે છે.

તે ઉત્તર પશ્ચિમ લંડન ખાતે સ્થિત છે.

દરિયાપારનાં પ્રાંતો

ફેરફાર કરો

યુકેના કેટલાક દરિયાપારના પ્રાંતો તેમના પોતાના પોસ્ટકોડ ધરાવે છે. દરેક પોસ્ટકોડ જે-તે પ્રાંતનું સંપૂર્ણ સરનામું આવરી લે છે:

સ્થળ
AI-2640 એન્ગ્વિલા[૩૨]
ASCN 1ZZ એસેન્શન ટાપુ
BBND 1ZZ બ્રિટીશ ઈન્ડિયન મહાસાગર વિસ્તાર
BIQQ 1ZZ બ્રિટીશ એન્ટાર્ક્ટિક વિસ્તાર
FIQQ 1ZZ ફોકલેન્ડ ટાપુઓ
PCRN 1ZZ પિટકેઈર્ન ટાપુઓ
SIQQ 1ZZ દક્ષિણ જ્યોર્જિયા અને દક્ષિણ સેન્ડવિચ ટાપુઓ
STHL 1ZZ સેન્ટ હેલેના
TDCU 1ZZ ટ્રાઈસ્ટન દ કુન્હા[૩૩]
TKCA 1ZZ તુર્ક્સ અને કેઈકસ ટાપુઓ[૩૪]

ઘણી વખત ટપાલ ખોટા સરનામે પહાચી જતી હોવાથી સ્થળનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ઉદાહરણરૂપે, ટપાલ સેન્ટ હેલેનાને બદલે સેઈન્ટ હેલેન્સ, મર્સીસાઈડ ખાતે અને એસેન્શન આઈલેન્ડને બદલે એસન્શન, પેરાગ્વે ખાતે પહાચી જતી હતી. વળી, ઘણી ઓનલાઈન કંપનીઓ પોસ્ટકોડ વિનાના સરનામા સ્વીકારતી નથી. યુકેથી મળતી ટપાલો આંતરરાષ્ટ્રીય ટપાલો ગણાય છે, આંતરિક ટપાલો નહીં તથા તેના માટે પૂરતી રકમ ચૂકવાય તેવો આગ્રહ રખાય છે. રોયલ મેઇલનું હિથ્રો સેન્ટર સરચાર્જિંગ માટે તમામ લાઇવ અન્ડરપેઇડ મેઇલ એકત્ર કરે છે અને વિશ્વભરમાં પોસ્ટલ સર્વિસ સાથે પૂરક ગોઠવણ છે. વાર્ષિક ધોરણે કદના આધારે ચૂકવણી કરવામાં આવે છે. ટપાલના અન્ય સ્વરૂપો સ્થાનિક મેઇલ સેન્ટર પર એકત્ર કરવામાં આવે છે પરંતુ હિથ્રો એવી ટપાલ એકત્ર કરે છે જે તેમને મોકલવામાં આવી છે અને તે ત્યાં પહોંચવામાં સફળ થઇ છે. યુકેના દરિયાપાર સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રાંત બર્મુડાએ તેની આગવી, અલગ પોસ્ટકોડ વ્યવસ્થા વિકસાવી છે. તેણે કેમેન ટાપુઓ[૩૫] અને બ્રિટીશ વર્જિન ટાપુઓની માફક શેરી અને પોસ્ટબોકસ સરનામા માટે અલગ પોસ્ટકોડ તૈયાર કર્યા છે.[૩૬] મોન્ટેસેરેટ અને જિબ્રાલ્ટરમાં પોસ્ટકોડ વ્યવસ્થા નથી. જોકે, જિબ્રાલ્ટરમાં પોસ્ટકોડ સિસ્ટમ વિચારણા હેઠળ છે.[૩૭] તુર્ક અને કેઇકસ ટાપુઓમાં પોસ્ટકોડ વપરાતા નથી અને TKCA 1 જેવા કોડ અંગે જાણકારી પ્રવર્તતી નથી.

માન્યતા

ફેરફાર કરો

ઉપર દર્શાવેલી જટીલતા યુકેના પોસ્ટકોડને લગતા લગભગ તમામ નિયમને લાગુ પડે છે તેમાં કોઇ અપવાદ મળી શકે છે. તેથી જ પેટર્નની વ્યવહારુ શકયતાના આધારે પોસ્ટકોડ આપમેળે અધિકૃત થાય તે લગભગ અશકય છે અને આ વ્યવસ્થામાં સ્વ-અધિકૃતતા માટેનું કોઇ પરિબળ નથી. સંપૂર્ણ ચોકસાઇપૂર્ણ અધિકૃતતા સરનામા પર ટપાલ પહાચાડવાથી અને ટપાલ મેળવનારની ખરાઇના આધારે જ મેળવી શકાય છે. સામાન્યપણે અધિકૃતતા પોસ્ટકોડ એડ્રેસ ફાઈલ (પીએએફ)થી વિપરિત રીતે કામ કરે છે. પીએએફનું સંચાલન રોયલ મેઈલ કરે છે, તે યુકેના 2.7 કરોડ વ્યાવસાયિક તથા રહેઠાણના સરનામા ધરાવે છે અને તેમાં 17 લાખ પોસ્ટકોડ આવરી લેવાયા છે.[૩૮] જોકે, પીએએફ પર પણ આધાર રાખી શકાય નહીં, કારણ કે તેમાં પણ ભૂલો રહેલી છે અને નવા પોસ્ટકોડ ઘણી વખત બનાવવામાં આવે છે અને પીએએફની નકલ વપરાશકર્તાઓને પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનો વપરાશ કરવામાં આવે છે.

બ્રિટીશ સ્ટાન્ડર્ડ BS 7666માં જણાવેલા સિદ્ધાંતોના ઉપયોગથી પોસ્ટકોડના ફોર્મેટ ને અધિકૃત કરવું શકય છે.[૩૯] સામાન્યપણે ફોર્મેટ "A9 9AA", "A99 9AA", "AA9 9AA", "AA99 9AA", "A9A 9AA" અથવા "AA9A 9AA" પૈકીનું એક છે, જેમાં અ એ વર્ણમાળાનો અક્ષર છે અને 9 એક અંક છે. મૂળાક્ષરના સ્થાનને આધારિત મૂળાક્ષરના જૂથ પર મર્યાદા છે. જેમ જોવા મળે છે તેમ, પ્રથમ અક્ષર હંમેશા મૂળાયર અને અંતિમ ત્રણ અક્ષર હંમેશા આંકડા હોય છે અને ત્યાર બાદ બે મૂળાક્ષર આપે છે. સ્કેમામાં નિયમિત અભિવ્યક્તિ આપવામાં આવી છે. સ્કેમાં તમામ BS 7666 પોસ્ટકોડ ફોર્મેટના નિયમો પર સંપૂર્ણ નજર રાખે છે. તે નિયમિત અભિવ્યકિતને પરંપરાગત નિયમિત અભિવ્યકિત કહી શકાય:

(GIR 0AA

|[A-PR-UWYZ]([0-9]{1,2}|([A-HK-Y][0-9]|[A-HK-Y][0-9]([0-9]|[ABEHMNPRV-Y]))|[0-9][A-HJKPS-UW]) [0-9][ABD-HJLNP-UW-Z]{2})

બ્રિટીશ દળો પોસ્ટ ઓફિસ પોસ્ટકોડ BS 7666ના નિયમોને અનુસરતા નથી, પરંતુ તે "BFPO NNN" કે "BFPO c/o NNN"નું ફોર્મેટ ધરાવે છે, જેમાં NNN એ 1થી 4અંકો છે. BS 7666 નિયમોના અમલ માટે નિયમિત અભિવ્યક્તિ:[૪૦]

(GIR 0AA)

|((([A-Z-[QVX]][0-9][0-9]?)|(([A-Z-[QVX]][A-Z-[IJZ]][0-9][0-9]?)|(([A-Z-[QVX]][0-9][A-HJKSTUW])|([A-Z-[QVX]][A-Z-[IJZ]][0-9][ABEHMNPRVWXY])))) [0-9][A-Z-[CIKMOV]]{2})

BS7666 સ્કેમાની વૈકલ્પિક ટૂંકી નિયમિત અભિવ્યક્તિ:

[A-Z]{1,2}[0-9R][0-9A-Z]? [0-9][ABD-HJLNP-UW-Z]{2}

ઉપરોકત પ્રણાલિ અસ્તિત્વ ન ધરાવતા ઘણાં વિસ્તારના કોડ (જેમ કે A, AA, Z અને ZY)ને બાકાત રાખવામાં નિષ્ફળ ગઇ છે. સુધારા સાથે તમામ અમાન્ય વિસ્તારો અને કેટલાક અમાન્ય ડિસ્ટ્રિક્ટ્સને બાકાત રાખતા કોડ આ પ્રમાણે છે:

((A[BL]|B[ABDHLNRST]?|C[ABFHMORTVW]|D[ADEGHLNTY]|E[HNX]?|F[KY]|G[LUY]?|H[ADGPRSUX]|I[GMPV]|JE|K[ATWY]|L[ADELNSU]?|M[EKL]?|N[EGNPRW]?|O[LX]|P[AEHLOR]|R[GHM]|S[AEGKLMNOPRSTY]?|T[ADFNQRSW]|UB|W[ADFNRSV]|YO|ZE)[1-9]?[0-9]|([E|N|NW|SE|SW|W]1|EC[1-4]|WC[12])[A-HJKMNPR-Y]|[SW|W]([1-9][0-9]|[2-9])|EC[1-9][0-9]) [0-9][ABD-HJLNP-UW-Z]{2}

મેઈલસોર્ટ

ફેરફાર કરો

કોડનું ફોર્મેટ આઇટમને કામગીરીની દ્રષ્ટિએ બ્લોકમાં નોંધપાત્ર રીતે જૂથમાં મુકવું સરળ નથી માટે તેને પૂરકમાં પાંચ ડિજીટ કોડની મેઇલસોર્ટ નામની નવી પ્રણાલી અમલમાં મુકવામાં આવે છે. જો કે આ પ્રણાલી લઘુત્તમ 4,000 અક્ષરની આઇટમના મેઇલિંગ માટે જ છે. મેઇલસોર્ટ કોડમાં વિભાજન કરેલી ટપાલ પોસ્ટ ઓફિસમાં ડિલીવર કરી શકે તેવા મેઇલ યુઝર ડિસ્કાઉન્ટ મેળવે છે પરંતુ પોસ્ટકોડ દ્વારા [બલ્ક] ડિલીવરીમાં આવું કોઇ વળતર મળતું નથી.

ટપાલ સિવાયના ઉપયોગો અને આર્થિક પાસાંઓ

ફેરફાર કરો

ટપાલ ઝડપથી અને સરળતાથી પહાચે તે માટે પોસ્ટકોડની શરૂઆત થઇ હતી તે સાચું, પરંતુ તે સિવાય પણ ઘણાં હેતુઓ માટે તે ઉપયોગી છે, ખાસ કારણ એ છે કે કોડ ઘણાં વિગતવાર અને ચોકસાઇપૂર્ણ હોય છે. તેના મુખ્ય ઉપયોગો આ પ્રમાણે છે :

  • સૂચિત સંગઠનના સરનામાની નજીકની શાખા શોધવી. કમ્પ્યુટર પ્રોગ્રામ સરનામું અને અંતરના ક્રમમાં સૌથી નજીકની શાખા નિશાન બનાવવા માટે પોસ્ટકોડનો (અથવા શેરીનકશા સોફ્ટવેર, રસ્તાના અંતરનો) ઉપયોગ કરે છે. કંપનીઓ સંભવિત ગ્રાહકોને કયાં જવું તે જણાવવા માટે, જોબ સેન્ટર નોકરી કરવા ઇચ્છતા લોકો માટે નોકરી શોધવા માટે, જે-તે પ્રદેશમાં લોકોને ટાઉન પ્લાનિંગ અંગે સાવચેત કરવા તથા અન્ય ઘણી પ્રવાૃત્તિઓ માટે તેનો ઉપયોગ થઇ શકે છે[૪૧].
  • સરનામાને શેરીના નંબર અને પોસ્ટકોડ દ્વારા દિશાસૂચન આપવા માટે સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમ સાથે પોસ્ટકોડનો ઉપયોગ થઇ શકે.
  • મોટરગ/વ્યવસાય/સ્થાનિક પોલિસીના પ્રમિયમની આકારણી કરવા માટે નોન-લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ પોસ્ટકોડનો ઉપયોગ કરે છે.
  • જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ કમત અને જાળવણીના આયુષ્યની આકારણી કરવા માટે પોસ્ટકોડનો ઉપયોગ કરે છે.[૪૨]

ઉપલબ્ધતા

ફેરફાર કરો

પોસ્ટકોડની માહિતીની પ્રાપ્યતા નાધપાત્ર આર્થિક લાભ ધરાવે છે.As of October 2009 રોયલ મેઈલ વર્ષે 4000 પાઉન્ડનો ચાર્જ વસૂલીને પોસ્ટકોડ ડેટાબેઝનો ઉપયોગ કરવાનું લાઈસન્સ આપતી હતી.[૪૧] સરકાર સાથેની મંત્રણાને અનુસરીને[૪૩] 1 એપ્રિલ 2010ના રોજ ઓર્ડનન્સ સરવેએ ઓએસ ઓપનડેટાના ભાગ રૂપે એટ્રિબ્યુશન ઓન્લી હેઠળ નિશુલ્ક ફેર ઉપયોગ માટે તમામ ગ્રેટ બ્રિટેન પોસ્ટકોડ માટે (પરંતુ તેમના સરનામાના ઘટકો માટે નહીં) કો-ઓર્ડિનેટ ડેટા પ્રસિદ્ધ કર્યા હતા.


સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ Royal Mail (2004). Address Management Guide (4 આવૃત્તિ). Royal Mail Group. Unknown parameter |month= ignored (મદદ)
  2. ૨.૦ ૨.૧ "A short history of the postcode". The Independent. 2002-01-26. મૂળ માંથી 2009-08-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-03.
  3. "Modern postcodes are 50 years old". BBC News. 2009-10-02. મેળવેલ 2009-10-03.
  4. "Postcodes to celebrate 50th year". BBC News. 2008-12-30. મેળવેલ 2009-10-03.
  5. "Elite School of Motoring - Your Driving Licence". elite School of Motoring. મૂળ માંથી 2008-12-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-03-27.
  6. મેઈલસોર્ટ એફએકયૂ , રોયલ મેઈલ[હંમેશ માટે મૃત કડી]સુધારો ૨ ઓક્ટોબર ૨૦૦૯
  7. "આધુનિક પોસ્ટકોડ્સ ૫૦ વર્ષ જૂના છે", બીબીસી ન્યૂઝ, ૨ ઓકટોબર, ૨૦૦૯.
  8. new scientist, ૨૧ જુલાઇ, ૨૦૦૭, પ.૧૬.
  9. "પોસ્ટલ કોડ પત્રને ઝડપથી પહોંચાડે છે", ધ ટાઈમ્સ , ૧૫ જાન્યુઆરી, ૧૯૫૯.
  10. "નોર્વિચ પોસ્ટલ કોડનો ઉપયોગ કરશે", ધ ટાઈમ્સ, ૨૯ જુલાઇ, ૧૯૫૯.
  11. "જીપીઓ રોબોટ પોસ્ટમેન કલાકમાં ૨૦,૦૦૦ પત્રો છૂટા પાડે છે, ધ ટાઈમ્સ , ૫ ઓકટોબર, ૧૯૬૫.
  12. "સમવન, સમવ્હેર ઈન ધ પોસ્ટલ કોડ, ધ ટાઈમ્સ , ૧૨ ઓકટોબર, ૧૯૬૬.
  13. "ઝડપી સેવા પૂરી પાડવાની પોસ્ટ ઓફિસની યોજના" - ધ ટાઈમ્સ , ૪ જુલાઇ, ૧૯૬૭.
  14. "લંડન ટૂંકાણમાં", ધ ટાઈમ્સ , ૧૫ સપ્ટેમ્બર ૧૯૭૦
  15. "પોસ્ટ ઓફિસની અંદર", ધ ટાઈમ્સ , ૧૮ જાન્યુઆરી, ૧૯૭૧.
  16. "પોસ્ટલ કોડ પ્રોગ્રામ", ધ ટાઈમ્સ , ૨૦ એપ્રિલ, ૧૯૭૨.
  17. ૧૭.૦ ૧૭.૧ ૧૭.૨ ૧૭.૩ ઈન્ફર્મેશન શીટ: પોસ્ટકોડ્ઝ સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૦ ના રોજ વેબેક મશિન, બ્રિટીશ પોસ્ટલ મ્યુઝિયમ અને આર્કાઈવ્ઝ
  18. Newport Borough Council (17 December 1984). "Borough of Newport (Kingsway) (Business Parking Places) Order 1985" (PDF). The London Gazette (No. 49959). HMSO. પૃષ્ઠ 17064. મૂળ (PDF) માંથી 2011-11-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-05.
  19. "Numbered P.O. Districts In Country Towns. Aid To Accurate Delivery". The Times. 20 November 1934. પૃષ્ઠ 14.
  20. ૨૦.૦ ૨૦.૧ "Postal District Numbers Appeal For Use In Addresses". The Times. 29 October 1935. પૃષ્ઠ 14.
  21. "1951 વિલ, બર્મિંગહામ 22ટ્ઠ માં સરનામાનો ઉપયોગ". મૂળ માંથી 2007-02-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  22. રોયલ મેઈલ, મેઈલસોર્ટ ડેટાબેઝ 2007 રિલીઝ 1 સંગ્રહિત ૨૦૦૨-૦૨-૧૫ ના રોજ વેબેક મશિન , (23મી જુલાઇ, 2007)
  23. ૨૩.૦ ૨૩.૧ રાષ્ટ્રીય આંકડા, પોસ્ટકોડ ડિરેકટરી વર્ઝન નોટ્સ , (2006)
  24. ૨૪.૦ ૨૪.૧ Lloyds TSB Bank. "Contact Us".
  25. "Royal Mail guide to using the PAF file" (PDF).[હંમેશ માટે મૃત કડી]
  26. રોયલ મેઈલ બિનભૌગોલિક પોસ્ટકોડ[હંમેશ માટે મૃત કડી]
  27. Institute of Chartered Accountants in England and Wales (2008-09-07). "Relocation of HMRC's VAT Central Unit". Tax Faculty news. મેળવેલ 2009-10-04.
  28. BBC News (2004-12-10). "Royal Mail's Christmas rush". મેળવેલ 2009-10-04.
  29. સંપૂર્ણ પોસ્ટલ સરનામા માટે જૂઓ રોયલ મેઈલ્સ ઓનલાઈન એડ્રેસ ફાઈન્ડર[હંમેશ માટે મૃત કડી]
  30. લૂડી સિમ્પસન અને એન યૂ, પબ્લિક એકસેસ ટુ કન્વર્ઝન ઓફ ડેટા બિટવીન જીયોગ્રાફીઝ , કમ્પ્યુટર્સ, એન્વાયર્મેન્ટ એન્ડ અર્બન સિસ્ટમ્ઝ, વોલ્યૂમ - 27, ઈશ્યૂ 3, મે 2003, પાના નં. 283-307
  31. Written Answer [87341], House of Commons Hansard, 17 December 2002, column 739W.
  32. "એન્ગ્વિલા હેઝ એ પોસ્ટલ કોડ, AI-2640" સંગ્રહિત ૨૦૧૦-૦૫-૧૪ ના રોજ વેબેક મશિન, ધ એન્ગ્વિલિયન , 12 ઓક્ટોબર 2007
  33. અંતરિયાળ યુકે આઈલ માટે પ્રથમ પોસ્ટકોડ બીબીસી ન્યૂઝ ઓગસ્ટ 6, 1998.
  34. તુર્ક્સ અને કૈકસ ટાપુઓ સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૦ ના રોજ વેબેક મશિન બ્યૂરો ઈન્ટરનેશનલ યુપીયુ
  35. "કેમેન આઈલેન્ડ્ઝ પોસ્ટલ ર્સિવસ પોસ્ટકોડ ફાઈન્ડર". મૂળ માંથી 2022-11-27 પર સંગ્રહિત. મેળવેલ 2023-08-31.
  36. બ્રિટીશ ર્વિજન આઈલેન્ડ્ઝ તેમના અલાયદા પોસ્ટલ કોડ મેળવશે
  37. સરકાર પોસ્ટ કોડ રજૂ કરવા સજજ સંગ્રહિત ૨૦૦૬-૧૦-૨૦ ના રોજ વેબેક મશિન જિબ્રાલ્ટર સમાચાર જૂન 30, 2006.
  38. પોસ્ટકોડ 50મું વર્ષ ઉજવશે, બીબીસી ન્યૂઝ, 30મી ડિસેમ્બર 2008
  39. "UK Government Data Standards Catalogue - BS7666 Address". મૂળ માંથી 2013-01-28 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  40. "BS7666 XML schema". મૂળ માંથી 2010-11-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  41. ૪૧.૦ ૪૧.૧ પોસ્ટકોડ વિશે ગાર્ડિયન સમાચારપત્રનો લેખ
  42. "રિચર્ડ્ઝ, એસ. જે. પેન્શનર મોર્ટાલિટી ડેટા પર સર્વાઈવલ મોડેલ્સ લાગુ કરશે, બ્રિટીશ એકચુરિયલ જર્નલ" (PDF). મૂળ (PDF) માંથી 2009-01-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.
  43. "ડીસીએલજી: ઓર્ડેનન્સ સર્વે પાસેથી મળતી ભૌગોલિક માહિતી માટેના પોલિસીના વિકલ્પો: કન્સલ્ટેશન". મૂળ માંથી 2009-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07.

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો