રબર
આ લેખમાં વધુ સંદર્ભોની જરૂર છે.(February 2008) |
કુદરતી રબર એક પ્રકારનું ઈલસ્ટોમર (એક ઈલાસ્ટીક હાઈડ્રોકાર્બન પોલિમર) છે જે મૂળભૂત રીતે લેટેક્ષ, કેટલાંક ઝાડનાં સત્ત્વમાંથી નિકળતો દૂધ જેવો ચીકણો પદાર્થ, તેમાંથી મળી આવે છે. વનસ્પતિને "ટેપ" કરવામાં આવે છે, એટલે કે ઝાડનાં થડ પર કાપો મૂકીને લેટેક્ષનાં રસને એકત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ તેને શુદ્ધ કરીને ઉપયોગમાં લેવાય તેવું રબર બનાવવામાં આવે છે. શુદ્ધિકરણ કરવામાં આવેલું કુદરતી રબર એક પ્રકારે રાસાયણિક પોલીઆઈસોપ્રિન છે,જેને કૃત્રિમ રીતે પણ ઉત્પાદિત કરવામાં આવી શકે છે. કુદરતી રબરને કૃત્રિમ રબરની જેમ જ ઘણાં બધાં ઉપયોગો અને ઉત્પાદોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે.
વિવિધતાઓ
ફેરફાર કરોકુદરતી રબર લેટેક્ષનાં વ્યાવસાયિક સ્ત્રોત તરીકે પેરા રબર ઝાડ (હેવિઆ બ્રાઝિલીનસિસ ),ખાટાં ફળ ધરાવતી વનસ્પતિ પરિવારનું એક સભ્ય, યુફોર્બિઆસી છે. તેને ઝખમ આપવાથી પ્રતિક્રિયાત્મક રીતે તે વધુ લેટેક્ષ પેદા કરે છે, એટલે તેને આ શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે.
જે અન્ય છોડ કે જેમાંથી લેટેક્ષ વિદ્યમાન હોય છે તેમાં ગત્તા-પેર્ચા (પાલાક્વિયમ ગત્તા )[૧], રબર અંજીર(ફિકસ ઈલાસ્ટીકા ), પનામા રબર ઝાડ(કેસ્ટીલા ઈલાસ્ટીકા ), ખાટાં ફળ આપનારી વનસ્પતિ(યુફોર્બિઆ એસપીપી.), લેટીસ, સામાન્યપણે મળી રહેતો પીળાં ફુલનો એક પ્રકારનો છોડ - ડેંડિલિઅન (ટારાક્ષેકમ ઓફિશિનલ ), રશિયન ડેંડિલિઅન-પીળાં ફૂલનો એક પ્રકારનો છોડ (ટારાક્ષેકમ કૉક-સઘાઈઝ ), સ્કોર્ઝોનેરા(ટાઉ-સઘાઈઝ) ,અને ગુઆયુલ(પાર્થેનિયમ આર્જેંટેંટમ )નો સમાવેશ થાય છે. જો કે આ બધાં રબરનાં મુખ્ય સ્ત્રોત નથી, પરંતુ બીજા વિશ્વ યુદ્ધ વખતે જર્મની પર તેને મળતાં રબરનાં પુરવઠામાં રોક લગાવવામાં આવી ત્યારે આમાંના કેટલાંકમાંથી રબર મેળવવાનો પ્રયાસ કર્યો હતો.[સંદર્ભ આપો] ત્યાર પછીથી આ પ્રયાસોનું સ્થાન વિકસિત કરવામાં આવેલાં કૃત્રિમ રબરે લઈ લીધું હતું. ઝાડમાંથી પ્રાપ્ત થતાં કુદરતી રબરને કૃત્રિમ રબરથી અલગ પાડવા માટે ક્યારેક તેને ગમ રબર પણ કહેવામાં આવે છે.
વ્યાવસાયિક સંભાવ્યતાની શોધ
ફેરફાર કરોપેરા રબરનાં ઝાડ શરુઆતમાં દક્ષિણ અમેરિકામાં ઉગાડવામાં આવતા હતાં. 1736માં એકેડેમી રોયેલ દે સાયંસિસ ઑફ ફ્રાંસ ખાતે રબરનાં નમૂનાઓ રજૂ કરવાનો શ્રેય ચાર્લ્સ મેરી દ લા કોંડેમાઈનને જાય છે.[૨] 1751 માં, તેણે ફ્રાંકોઈસ ફ્રેસ્ન્યુ દ્વારા અકાદમીમાં દસ્તાવેજ રજૂ કર્યાં હતાં (જે છેવટે 1755 માં પ્રસિદ્ધ થયાં) જેમાં રબરનાં ઘણાં ગુણધર્મોનું વર્ણન કરવામાં આવ્યું હતું. તેનો રબર પરના પહેલાં વૈજ્ઞાનિક દસ્તાવેજી સંદર્ભ તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે.[૨]
પહેલી વખત જ્યારે રબરના નમૂનાઓ ઈંગ્લેંડ આવ્યાં ત્યારે, 1770 માં, જોસેફ પ્રિસ્ટલીએ નિરીક્ષણ કર્યું કે આ પદાર્થનો એક ટૂકડો પણ કાગળ પર કરવામાં આવેલાં પેંસિલના નિશાનોને બખુબીથી મિટાવી શકવામાં સક્ષમ છે, એટલે તેનું નામ રબર રાખવામાં આવ્યું. ત્યારબાદ તેને ધીમે ધીમે સમગ્ર ઈંગ્લેંડમાં સ્થાન લઈ લીધું.
19 મી સદીમાં મોટાં ભાગના સમય દરમ્યાન લેટેક્ષ રબરનો જે મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ થતો હતો તેનો મુખ્ય સ્ત્રોત દક્ષિણ અમેરિકા જ રહ્યું છે. 1876 માં, હેનરી વિકહેમ એ બ્રાઝિલમાંથી પેરા રબર ઝાડનાં હજારો બીજ એકત્રિત કર્યાં અને તેનું ઈંગ્લેંડના કયુ ગાર્ડન્સમાં વાવેતર કર્યું. ત્યારબાદ જે છોડવાં તૈયાર થયાં તેને સિલોન(શ્રીલંકા), ઈંડોનેશિયા, સિંગાપોર અને બ્રિટીશ મલાયા મોકલવામાં આવ્યાં. તે પછી મલાયા (હાલનું મલેશિયા) રબરનું સૌથી મોટું ઉત્પાદક થયું. 100 વર્ષ પહેલાં, આફ્રીકામાં સ્વતંત્ર રાજ્ય કોંગો પણ કુદરતી રબર લેટેક્ષનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત હતો જ્યાં વેઠ-મજૂરી પ્રથા દ્વારા તે એક્ત્ર કરવામાં આવતું હતું. લાઈબેરિયા અને નાઈજીરિયાએ પણ રબરનું ઉત્પાદન શરુ કર્યુ.
ભારતમાં, કુદરતી રબરનું વ્યાવસાયિક વાવેતર બ્રિટિશ બાગવાનો દ્વારા કરવામાં આવ્યું હતું, જો કે ભારતમાં રબરને વ્યાવસાયિક રીતે પ્રાયોગિક ધોરણે ઉગાડવાનાં પ્રયાસો છેક 1873માં કલકત્તાના બોટેનિકલ ગાર્ડનમાં કરવામાં આવ્યો હતો. ભારતમાં સૌ પહેલાં વ્યાવસાયિક હેવિયા છોડનું વાવેતર 1902માં કેરાલાના થટ્ટીકાડુ ખાતે શરુ કરવામાં આવ્યું હતું. 19મી અને 20મી સદીની શરુઆતમાં, તેને ઘણીવાર “ઈંડીયન રબર” તરીકે ઓળખવામાં આવતું હતું. બ્રિટીશરો દ્વારા પાકિસ્તાનમાં પણ કેટલાંક રબરના બગીચા શરુ કરવામાં આવ્યાં હતાં.
લક્ષણો
ફેરફાર કરોરબર અજોડ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે. રબરની ખેંચ-તાણવાળી વર્તણૂક મ્યુલિંસ અસર, પેયન અસર દર્શાવે છે અને ઘણીવાર અતિ લવચીક નમૂના તરીકે રજૂ કરવામાં આવે છે. રબરનું સ્ટ્રેન ક્રિસ્ટલાઇઝ થાય છે.
દરેક પુનરાવર્તિત એકમમાં બેવડા જોડની હાજરીને કારણે, કુદરતી રબર ઓઝોનના તુટવા પ્રત્યે વધુ સંવેદનશીલ છે.
દ્રાવકો
ફેરફાર કરોરબરમાં મુખ્યત્વે બે પ્રકારનાં દ્રાવકો હોય છે: ટર્પેંટાઈન અને નેપ્થા(પેટ્રોલીયમ). પહેલાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો વપરાશ ફ્રાંકોઈસ ફ્રેન્યુએ તેને શોધ્યું ત્યારથી 1764 થી કરવામાં આવે છે. 1779 માં જીઓવાન્ની ફેબ્રોન્નીને રબરના સૉલ્વેંટ તરીકે નેપ્થાની શોધ કરવાનો શ્રેય જાય છે. કેમકે રબર આસાનીથી રૂપાંતરીત થતું નથી, એટલે તે પદાર્થને ઓગાળવાં માટે પહેલાં તેને નાના-નાના ટૂકડાઓમાં વિભાજીત કરવામાં આવે છે.
એકત્રિત કરવામાં આવેલાં સ્થળેથી જ્યારે તેનું પરિવહન કરવામાં આવે છે ત્યારે કાચાં લેટેક્ષને ગંઠાઈ જતું રોકવા માટે એમોનિયા દ્રાવણનો ઉપયોગ કરી શકાય છે.
રાસાયણિક રૂપરેખા
ફેરફાર કરોલેટેક્ષ આઈસોપ્રિનનું એક બહુલક છે. (મોટેભાગે ઘણીવાર સીઆઈએસ-1, 4-પોલીઆઈસોપ્રિન) – જેનાં અણુંનું વજન 100,000થી લઈને 1,000,000 જેટલું હોય છે. લાક્ષણિક રીતે, કુદરતી રબરમાં પ્રોટિન્સ, ફેટી એસિડ્સ, રેસિન્સ અને નિરિન્દ્રિય સામગ્રીઓ (મીઠું) જેવી અન્ય સામગ્રીઓનું અશંત: વજન (5% જેટલો સુક્કો જથ્થો) રહેલો હોય છે. પોલીઆઈસોપ્રિનને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે, જેને ક્યારેક ‘સિંથેટીક કુદરતી રબર’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગત્તા-પર્ચા તરીકે ઓળખાતાં કેટલાંક કુદરતી રબર સ્ત્રોત ટ્રાંસ-1, 4-પોલીઆઈસોપ્રિન ધરાવતાં એક બંધારણીય આઈસોમર હોય છે, જે સમાન પરંતુ એકરૂપ ગુણધર્મ નથી ધરાવતાં.
કુદરતી રબર એક ઈલાસ્ટોમર અને એક થર્મોપ્લાસ્ટીક છે. જો કે,એ નોંધવુ જોઈએ કે રબરને જેવું તમે વલ્કેનાઈઝ કરો છો, તે તરત જ થર્મોસેટમાં રૂપાંતરિત થઈ જાય છે. રોજ-બ-રોજના ઉપયોગમાં લેવાતાં રબરને ત્યાં સુધી વલ્કેનાઈઝ કરવામાં આવે છે જ્યાં સુધી એ બન્ને ગુણધર્મો નિભાવી જાણે; એટલે કે, જો તેને ગરમ કરવામાં અને ઠંડુ કરવામાં આવે, તો તેની રચનામાં ફરક આવે પણ તે નાશ ન પામે.
લવચીકતા
ફેરફાર કરોમોટાભાગની સ્થિતીસ્થાપક સામગ્રીઓમાં, જેવી કે સ્પ્રિંગમાં વપરાતી ધાતુઓ, લવચીક વર્તણૂક તેને જોડી રાખનાર વસ્તુમાં સ્થાનફેરને કારણે ઉભી થાય છે. જ્યારે બળ લાગુ કરવામાં આવે છે, ત્યારે જોડાણની લંબાઈઓ તેની (ન્યૂનતમ ઉર્જા) દ્વારા સમતુલા ગુમાવી દે છે અને ખેંચાયેલી ઉર્જા ઈલેક્ટ્રોસ્ટેટીક રીતે સંગ્રહિત થાય છે. એવું માનવામાં આવે છે કે રબર હમેંશા તે જ રીતે કામ કરે છે, પરંતુ એ સાબિત કરવામાં આવ્યું છે કે આ વર્ણન ખોટું છે. રબર એક વિચિત્ર પદાર્થ છે કેમકે, ધાતુથી ભિન્ન, તેમાં ખેંચીને ભેગી કરવામાં આવેલી ઉર્જા ઉષ્ણતાથી સંગ્રહિત થાય છે. સાથે જ, કુદરતી રબર એટલું લવચીક હોય છે કે તેનાં પર જ્યારે બળ લગાવવામાં આવે છે ત્યારે, કુદરતી રબર પર જ્યારે તે જમીન પર ગાલીચાની જેમ હોય છે ત્યારે તેને જમીન પરથી ખેંચવું અઘરૂં પડે છે. તે ચોંટી જાય છે.
તે જ્યારે સામાન્ય સ્થિતિમાં હોય છે ત્યારે, રબર એક લાંબી પોલીમરની વિંટો વળેલી સાંકળ ધરાવે છે જે કેટલીક જગ્યાએ એકબીજાની સાથે આંતરજોડાણ ધરાવે છે. આંકડીઓની જોડીઓની વચ્ચે, દરેક મોનોમોર તેનાં પડોસની આસપાસ આરામથી ચકરાવો લઈ શકે છે, અને તેથી એક ખૂબ ઢીલી દોરીને કોઈ ચોક્કસ બિન્દુઓની જોડ વચ્ચે બાંધી ય તે રીતે, સાંકળનાં દરેક વિભાગને ખૂબ મોટાં પ્રમાણમાં ભૌમિતિક જગ્યાનો જરૂર કરતાં સહેજ વધુ અવકાશ પ્રદાન કરે છે. ખંડના તાપમાને, રબર પર્યાપ્ત માત્રામાં ક્રિયાત્મક ઉર્જાનો સંગ્રહ કરે છે જેથી સાંકળનાં બધાં જ વિભાગો ઉપર જણાવ્યાં મુજબ દોરડાંના ટૂકડાને જોરથી હલાવીએ ત્યારે જે રીતે બેફામપણે હલે તે જ રીતે અસ્તવ્યસ્ત આવર્તન રીતે ગતિમાન રહી શકે. રબરનાં ઉત્ક્રમ માપનો નમૂનો 1934માં વર્નર કુહ્ન દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું.
જ્યારે રબરને ખેંચવામાં આવે ત્યારે, “દોરડાંના ઢીલા ટૂકડાઓ” તંગ બને છે અને એટલે વધુ ઝોલાં ખાઈ શકતું નથી. ક્રિયાત્મક ઉર્જા, વધુ પડતી ગરમીના રૂપમાં પ્રદાન થાય છે. અને એટલે જ્યારે તેને સામાન્ય સ્થિતિમાંથી ખેંચાણની સ્થિતિમાં લઈ જઈએ છીએ ત્યારે ઉત્ક્રમ માપ ઘટે છે અને તેને જ્યારે છોડી દેવામાં આવે ત્યારે તે વધવા માંડે છે. ઉત્ક્રમ માપમાં થતા આ બદલાવને આપણે વાસ્તવિકતા સાથે એ રીતે પણ વર્ણવી શકીએ કે એક ચોક્ક્સ તાપમાને સાંકળનો ઢીલા વિભાગ કરતા સાંકળનો તંગ વિભાગ ઓછી રીતોએ વળી શક્શે (W) (નોંધ – ઉત્ક્રમ માપની વ્યાખ્યા આ રીતે આપી શકાય S=k*ln(W)). ખેંચાયેલા રબર બેંડને સામાન્ય સ્થિતિ એટલે જ અવક્રય માપને કારણે વધે છે, અને જે બળનો અનુભવ થાય છે તે ઈલેક્ટ્રોસ્ટેટીક નથી હોતો, સાચું કહીએ તો પદાર્થમાં રહેલી ઉષ્ણતા ધરાવતી ઉર્જા જ્યારે ગતિ ઉર્જામાં પરિવર્તિત થાય છે ત્યારે આ સ્થિતિ પરિણમે છે. રબરની સામાન્ય સ્થિતિ આંતરિક ઉષ્ણતામાન કારણે હોય છે, અને આ કારણસર જ ખેંચાયેલા રબરનો ટૂકડો જે શક્તિ છોડે છે તે તાપમાનની સાથે વધતી હોય છે. (ઉદાહરણ તરીકે,ધાતુ, જ્યારે તાપમાન વધે ત્યારે નરમ પડતી હોય છે). આ પદાર્થ સંકોચન સમય દરમ્યાન સમોષ્મ ઠંડક પકડે છે. રબરનો આ ગુણધર્મ તેને તમારાં હોઠ વચ્ચે દબાવીને પછી તેને ઢીલું મૂકી દેવાથી આસાનીથી ચકાસી શકાશે. રબર બેંડને ખેંચવું એ બરાબર એવું છે જે રીતે તમે કોઈ આદર્શ ગેસને દબાવીને ભરવું છે અને તેને સામાન્ય સ્થિતિમાં લાવવું બરાબર ગેસના ફેલાવા જેવું જ છે. એક વાત નોંધી લો કે ગેસને દબાવીને ભરવાની પ્રક્રિયામાં પણ "લવચીકતા"ના ગુણધર્મનું પ્રદર્શન થાય છે, જેમ કે ગાડીના ફુલેલાં ટાયરની અંદર. ખેંચાણ અને દબાણને એકસરખાં દર્શાવવા કદાચ પ્રતિઅંત:પ્રજ્ઞતા સભર સ્થિતિ તરીકે જોવામાં આવી શકે, પરંતુ જો રબરને એકલ-પરિમાણીય ગેસ તરીકે જોવામાં આવે તો કદાચ સારી રીતે સમજી શકાય તેમ બને. ખેંચાણ થાય ત્યારે સાંકળના દરેક વિભાગને ઉપલબ્ધ “જગ્યા” ઓછી થાય છે.
રબરનું વલ્કેનાઈઝેશન કરવાથી તેમાં સાંકળની વચ્ચે વધારાનાં ડાઇસલ્ફાઈડ જોડાણોનું નિર્માણ થાય છે, એટલે એ સાંકળના દરેક મુક્ત વિભાગને ટૂંકા બનાવે છે. તેનું પરિણામ એ આવે છે કે સાંકળો તેને આપવામાં આવેલી ખેંચાણની લંબાઈ માટે જલ્દીથી સજ્જડ બને છે, અને તેનાથી લવચીક બળ સાતત્યપૂર્ણ રીતે વધતું જાય છે અને રબરને વધારે કડક અને ઓછું ફેલાવી શકાય તેવું બનાવે છે.
કાચને ગરમ કરી શકે તે તાપમાનથી ઓછાં તાપમાને જ્યારે ઠંડુ કરવામાં આવે ત્યારે, સાંકળના કાસી-ફ્લડ ધરાવતાં વૃતખંડ એક ચોક્કસ ભુમિતિમાં “થીજી” જાય છે અને આ પ્રક્રિયા ઉલટાવી શકાય તેવી હોવાં છતાં, રબર તેની લવચીકતા ઓચિંતી જ ગુમાવી બેસે છે. આ એક એવો ગુણધર્મ છે જે તે મોટાભાગનાં ઈલાસ્ટોમર્સ સાથે વહેંચે છે. ખૂબ ઓછાં તાપમાનો પર, રબર કેટલાંક અંશે બરડ થઈ જાય છે; જ્યારે તેને ખેંચવા કે તાણવામાં આવે ત્યારે તે ટૂકડે-ટૂકડાં થઈ જાય છે. સામાન્ય ટાયરો કરતાં શિયાળાના ટાયરોમાં આ નિર્ણાયક તાપમાનને કારણે જ રબરનું નરમ રૂપ ઉપયોગમાં લેવામાં આવે છે. ચેલેંજર દુર્ઘટનામાં કારણરૂપ બનેલી રબરની ખામીયુક્ત ઓ-રીંગ સીલો તેના નિર્ણાયક તાપમાન કરતાં નીચાં તાપમાને ઠંડી થઇ હોવાનું વિચારાયું હતું. દુર્ઘટનાઓ અસામાન્ય ઠંડા દિવસે થઇ હતી.
વર્તમાન સ્ત્રોતો
ફેરફાર કરોવર્ષ 2005 માં લગભગ 21 મિલિયન ટન રબરનું ઉત્પાદન થયું જેમાંથી લગભગ 42% કુદરતી હતું. મોટાભાગનાં રબરનો જથ્થો પેટ્રોલીયમમાંથી કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે કુદરતી રબરનાં ભાવ પણ વ્યાપકપણે કાચાં તેલનાં પ્રવર્તમાન વૈશ્વિક ભાવો પરથી જ નક્કી કરવામાં આવે છે.[સંદર્ભ આપો] આજે એશિયા કુદરતી રબરનો મુખ્ય સ્ત્રોત છે, જે 2005 નાં કુલ ઉત્પાદનનો લગભગ 94% થાય છે. ત્રણ સૌથી વધારે ઉત્પાદન કરતાં રાષ્ટ્રો (ઈંડોનેશિયા, મલેશિયા અને થાઈલેંડ) સાથે મળીને કુદરતી રબરનાં કુલ ઉત્પાદનનો લગભગ 72% હિસ્સો આપે છે.
વાવેતર
ફેરફાર કરોરબર લેટેક્ષ રબરનાં ઝાડમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. બગીચાઓમાં ઉછેરવામાં આવેલાં રબરનાં ઝાડની અર્થશાસ્ત્રીય ઉંમરનો સમયગાળો લગભગ 32 વર્ષની આસપાસ હોય છે – 7 વર્ષની સુધીનો સમયગાળો અપરિપક્વ તબક્કો અને લગભગ 25 વર્ષ તેનાં ફળદ્રુપતાનો તબક્કો ગણવામાં આવે છે.
આ છોડને જે પ્રકારની માટીની જરૂરિયાત છે તેમાં સામાન્યત: સારી રીતે ગાળેલી હવામાનભરી સ્થિતિ ધરાવતી હોય તેવી લેટરાઈટ, લેટરીટીક પ્રકારો, અને ભુસ્તરિય ખડકોના પ્રકારની, બિનલેટરિટીક લાલ કે કાંપવાળી માટીનો સમાવેશ થાય છે.
રબરનાં ઝાડના સારામાં સારા વિકાસ માટે જે પ્રકારની આબોહવાની પરિસ્થિતિ હોવી જોઈએ તેમાં (અ) એક પણ મૌસમ કોરી કાઢ્યા વિનાનો સપ્રમાણ રીતે વિભાજીત 250 સે.મિ.વરસાદ અને ઓછામાં ઓછાં 100 વરસાદી દિવસ પ્રતિ વર્ષ (બ) માસિક 25°સે. થી 28°સે. ની સરેરાશ સાથે તાપમાનની શ્રેણી 20°સે. થી 34°સે. (ક) 80% જેટલો ઉચ્ચ વાતાવરણીય ભેજ (ડ) વર્ષભર રોજનાં 6 કલાક લેખે પ્રતિવર્ષ 2000 કલાકની આસપાસનો સૂર્યપ્રકાશ અને (ઈ) ભારે હવાઓની ગેરહાજરી હોય તે જરૂરી છે.
વ્યાવસાયિક રોપણ માટે ઉચ્ચ ઊપજ આપી શકે તેવાં ક્લોનસ વિકસિત કરવામાં આવ્યાં છે. આદર્શ પરિસ્થિતિઓમાં, આ ક્લોનસ પ્રતિવર્ષ પ્રતિ હેકટર દીઠ 2000 કિલોગ્રામ કરતાં વધુ સુકાં રબરની ઉપજ ધરાવે છે.
એકત્રિકરણ
ફેરફાર કરોકેરેલા જેવાં રાજ્યોમાં, કે જ્યાં નાળીયેર પ્રચુર માત્રામાં મળે છે, અહીં નાળીયેરની અર્ધી કાચલીનો ઉપયોગ લેટેક્ષને સંગ્રહ કરવાનાં વાસણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અન્ય જગ્યાએ ગ્લેઝડ્ – કાચ જેવાં, માટીનાં વાસણ કે એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિક કપોનો ઉપયોગ સામાન્ય રીતે કરવામાં આવે છે. કપને ઝાડને ફરતાં વાયર બાંધીને તેના આધારે રાખવામાં આવે છે. આ વાયર સ્પ્રિંગ સાથે જોડી દેવામાં આવે છે જેથી જેમ-જેમ ઝાડ વિકસિત થતું જાય તેમ-તેમ તે વાયર પણ ખેંચાતો જાય. ઝાડની છાલમાં એક ગેલ્વેનાઈઝ્ડ નાળચું ખોસીને તેનાં થકી લેટેક્ષને કપમાં ભેગું કરવામાં આવે છે. સામાન્યપણે જ્યારે ઝાડનું આંતરિક દબાણ સૌથી વધુ હોય ત્યારે વહેલી સવારે આ ટેપીંગ કરવામાં આવે છે. એક સારો ટેપર નિર્ધારિત ધોરણ પ્રમાણે અર્ધ-સ્પાયરલ પદ્ધતિ મુજબ દર 20 સેકંડે એક ઝાડ પર ટેપીંગ કરી શકે છે અને સામાન્ય કિસ્સામાં રોજનું "કામ" 450 અને 650 ઝાડ હોય છે. ઝાડનાં ટેપીંગને આમ તો એકાંતરે દિવસે કે દર ત્રીજા દિવસે કરવામાં આવે છે પરંતુ તેમાં સમય, તેનાં પર કરવામાં આવેલા કાપાંની સંખ્યા અને તેની લંબાઈમાં ઘણા બદલાવો હોય છે. લેટેક્ષ, જે 25-40% સુકું રબર ધરાવે છે, અને તે ઝાડની છાલમાં રહેલું હોય છે, એટલે ટેપીંગ કરનારે હમેંશા એ ધ્યાન રાખવું પડતું હોય છે કે તે ક્યાંક સીધું જ લાકડામાં જ કાપો ન પાડી દે નહિંતર વિકસિત થઈ રહેલી બાહ્ય સપાટીને નુકસાન થઈ શકે છે અને નવસર્જન પામી રહેલી છાલ એટલી ખરાબ રીતે ઉગશે કે તેના પર નવું ટેપીંગ કરવું અઘરૂં પડી શકે છે. ઝાડની પૂરી ઉંમર દરમિયાન, બે વાર કે ક્યારેક ત્રણ વખત પેનલને ટેપ કરવું એ એક સામાન્ય બાબત છે. ઝાડની અર્થશાસ્ત્રિય ઉંમર તેનાં પર ટેપીંગ કેટલી સારી રીતે કરવામાં આવ્યું છે તેનાં પર અવલંબે છે, કેમકે જે નિર્ણાયક બાબત છે તે તેની છાલના વપરાશની રીત છે. મલેશિયામાં એકાંતરે કરવામાં આવતાં દૈનિક ટેપીંગનું ધોરણ 25 સે.મિ.(ઉભી સપાટીએ) પ્રતિ વર્ષના દરે ઝાડની છાલને ઉપયોગ કરવા અંગેનું નક્કી કરવામાં આવ્યું છે. ઝાડની છાલમાં રહેલી લેટેક્ષની નળીઓ ગોળાકારે જમણી તરફ ઉપર ઉઠતી હોય છે. આ કારણસર, ટેપીંગ કરવામાં આવેલાં કાપાં હમેંશા ડાબી તરફ ઉપર ઉઠતાં રાખવામાં આવે છે જેથી વધારે નળીઓને કાપી શકાય.
ઝાડ લગભગ ચાર કલાક સુધી લેટેક્ષ ટપકાવે છે, જે ટેપીંગનાં કાપાઓ પર કુદરતી રીતે જ જામીને ગંઠાઈ જાય છે, અને એટલે લેટેક્ષ નળીઓને છાલ પર અવરોધી લે છે. તે દરમિયાન ટેપીંગ કરનારા સામાન્યપણે તેમનું ટેપીંગ કાર્ય પતાવીને આરામ કરે છે અને ભોજન વગેરે પતાવતાં હોય છે, ત્યારબાદ તેઓ લગભગ મધ્યાન્હ પછી લેટેક્ષ એકઠું કરવાની શરૂઆત કરતાં હોય છે. કેટલાંક ઝાડોમાં આ સંગ્રહણ બાદ પણ લેટેક્ષ ટપકવાનું ચાલું જ રહે છે જેના કારણે કપમાં ગઠ્ઠા ભેગાં થતાં રહે છે જે બીજાં ટેપીંગ સમયે એકત્ર કરી લેવામાં આવે છે. જે લેટેક્ષ કાપાઓ ઉપર જમા થયું હોય છે તેને પણ ઝાડની લેસની જેમ એકત્ર કરી લેવામાં આવે છે. ઝાડની લેસ અને કપમાં ગઠ્ઠા તરીકે જમા થતું સુકું રબર કુલ ઉત્પાદનનું લગભગ 10-20% ટકા જેટલું થાય છે.
જો લાંબો સમય પડી રહેવા દેવામાં આવે તો કપમાં જમા થયેલું લેટેક્ષ ગંઠાઈ જાય છે. લેટેક્ષ ગંઠાઈ જાય તે પહેલાં તેને એકત્ર કરી લેવું પડે છે. એકત્ર કરવામાં આવેલાં લેટેક્ષમાંથી સુકું રબર બનાવવા માટે તેને ગઠ્ઠા એકત્ર કરવાના ટાંકામાં ભેગું કરાય છે કે તેને હવા-ચુસ્ત કંટેનર્સમાં અમોનિએશન માટે ગાળવાં માટે ભરવામાં આવે છે. લેટેક્ષને લાંબા સમયે સુધી ગંઠાઈ જવાથી બચાવવા માટે એમોનિએશન જરૂરી છે.
લેટેક્ષને સામાન્યપણે તેનાં પર પ્રક્રિયા કરીને તેમાંથી ડુબાડીને બનાવાતાં ઉત્પાદો માટે ઘટ્ટ લેટેક્ષ બનાવામાં આવે છે અથવા તો પછી તેને નિયંત્રિત, સ્વચ્છ પરિસ્થિતિઓમાં ફોર્મિક એસિડનો ઉપયોગ કરીને ગઠ્ઠા તૈયાર કરવામાં આવી શકે છે. આ રીતે એકત્ર કરવામાં આવેલા લેટેક્ષને, તેનાં પર પ્રક્રિયા દ્વારા ઉચ્ચ કક્ષાનું તકનીકી રીતે સૂચવવામાં આવેલા બ્લૉક રબર જેવાં કે ટીએસઆર3એલ કે ટીએસઆરસીવી અથવા રિબ્ડ સ્મૉક શીટ ગ્રેડ્સ તરીકે ઉત્પાદન કરવામાં આવે છે.
કુદરતી રીતે ગઠ્ઠાનાં સ્વરૂપમાં એકત્ર કરવામાં આવેલા રબરને (કપમાં ગંઠાયેલુ) ટીએસઆર10 અને ટીએસઆર20 સ્તરના રબરો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આ સ્તરના રબર બનાવવા માટેની પ્રક્રિયામાં મૂળભૂત રીતે કદ ઘટાડવાની અને સફાઈ પ્રક્રિયા દ્વારા તેનામાં રહેલા કચરાંને દૂર કરીને તેને સ્વચ્છ બનાવાય છે અને પદાર્થને તેનાં અંતિમ તબક્કાની સુકવણી માટે તૈયાર કરવામાં આવે છે.
સુકાયેલાં આ પદાર્થને છેવટે ગાંસડી બાંધીને અને પાટ બનાવીને તેનાં પરિવહન માટે તૈયાર કરવામાં આવે છે.
ઉપયોગો
ફેરફાર કરોરબરનો ઉપયોગ, ઘરવપરાશથી લઈને ઔદ્યોગિક ઉપયોગ, ઉત્પાદન પ્રક્રિયાના વચ્ચેના સ્તરથી લઈને કે તૈયાર વસ્તુઓ સુધી ખૂબ વિસ્તૃત રીતે કરવામાં આવે છે. ટાયર અને ટ્યુબ ઉદ્યોગ રબરનાં સૌથી મોટાં ઉપભોક્તા છે. બાકીનાં 44% સામાન્ય રબરની વસ્તુઓ(જીઆરજી) ક્ષેત્રમાં વપરાય છે, જેમાં ટાયર અને ટ્યુબ સિવાયનાં બધાં જ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
પ્રાગૈતિહાસિક ઉપયોગો
ફેરફાર કરોરબરનો સૌપ્રથમ ઉપયોગ ઑલમેક્સ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમણે સદીઓ પછી હેવિઆ ના ઝાડ પરથી કુદરતી રીતે લેટેક્ષ મેળવી શકાતું હોવાનું જ્ઞાન 1600 ઈ.પૂ. માં પ્રાચીન માયન્સને પહોંચાડ્યું હતું.[સંદર્ભ આપો] તેમણે ઉગાડેલાં લેટેક્ષને ઉકાળીને તેમાંથી રમવાં માટે દડો બનાવ્યો હતો.[સંદર્ભ આપો]
નિર્માણ
ફેરફાર કરોરબરનાં અન્ય મહત્વનાં ઉપયોગોમાં દરવાજા અને બારીઓનાં ડટ્ટાઓ, હોસિસ પટ્ટાઓ, મેટીંગ, ફ્લોરિંગ અને ઑટોમોબાઈલ ઉદ્યોગ માટેનાં ડેમ્પનર્સ ( ધ્રુજારી રોકવા માટેનાં માઉંટિંગ્સ) જેને "અંડર ધ બૉનેટ" ઉત્પાદો તરીકે ઓળખવામાં આવે છે. હાથમોજાં (મેડીકલ, ઘરવપરાશ અને ઔદ્યોગિક વપરાશ માટે) અને રમકડાં ના ફુગ્ગાઓ પણ રબરના ખૂબ મોટાં વપરાશકાર છે, જો કે તેમાં જે રબર વાપરવામાં આવે છે તે ઘટ્ટ બનાવવામાં આવેલું લેટેક્ષ હોય છે. રબરનું સારું એવું પ્રમાણ એડહેસિવ તરીકે ઘણાં ઉત્પાદન કરતા ઉદ્યોગો અને ઉત્પાદનો કરે છે, તેમાં સૌથી નોંધપાત્ર બે છે કાગળ અને કાર્પેટ ઉદ્યોગ. રબરનો સામાન્ય રીતે રબર બેંડ અને પેંસિલ ઈરેઝર બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે.
ટેક્ષ્ટાઈલમાં થતો વપરાશ
ફેરફાર કરોવધુમાં, રબરને ક્યારેક રેસાં તરીકે પણ ઉત્પાદિત કરવામાં આવે છે જેને ઈલાસ્ટીક કહેવાય છે, તેનું ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં તેનાં વિસ્તરણ અને પૂન:સ્થાપનનાં ગુણધર્મોને કારણે મહત્વપૂર્ણ સ્થાન છે. આ હેતુઓ માટે, ઉત્પાદિત કરવામાં આવેલાં રબરનાં રેસાંઓને ક્યાં તો બીબાંઢાળ ગોળ રેસાં કે પછી લંબચોરસ રેસાંઓના સ્વરૂપમાં બનાવવામાં આવે છે જેને ફિલ્મમાંથી કાપીને પટ્ટીઓમાં આકાર આપવામાં આવે છે. તે ડાઈ સ્વીકારવાની, તેને મહસૂસ કરવાની અને દેખાવની ઓછી ક્ષમતા ધરાવતું હોવાને કારણે, રબરનાં રેસાંઓને અન્ય રેસાંઓના યાર્ન દ્વારા ઢાંકવામાં આવે છે કે સીધેસીધું અન્ય યાર્નની સાથે ફેબ્રિકમાં વણી લેવામાં આવે છે. 1900 ની શરૂઆતમાં, ઉદાહરણ તરીકે, રબર યાર્નનો ઉપયોગ આધારભૂત વસ્ત્રોમાં થતો હતો. જ્યારે કે રબરનો ઉપયોગ ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ ક્ષેત્રે આજે પણ કરવામાં આવી રહ્યો છે, તેની નિમ્ન સજ્જ્ડતાના કારણે હળવાં વસ્ત્રોમાં તેની ઉપયોગિતાને સીમિત બનાવી દે છે કેમકે લેટેક્ષમાં ઓક્સીડાઈઝીંગ એજંટ સામે ટકી રહેવાની ક્ષમતાનો અભાવ છે તેમ જ તે સમય જતાં, સૂર્યપ્રકાશ, તેલ અને પરસેવાથી નુકસાન પામે છે. આ ઉણપોને પહોંચી વળવા માટે, ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ દ્વારા હવે નિઓપ્રિન( ક્લોરોપ્રિનનું પોલીમર સ્વરૂપ), એક પ્રકારનું કૃત્રિમ રબર તેમજ એક અન્ય સામાન્ય રીતે વપરાશમાં લેવાતું ઈલાસ્ટોમર ફાઈબર, સ્પાન્ડેક્ષ (ઈલસ્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે) ને, રબર કરતાં ટકાઉ અને તાકાત બન્નેમાં તેમની શ્રેષ્ઠતાને કારણે વાપરવાનું શરુ કર્યું છે.
વલ્કેનાઈઝેશન
ફેરફાર કરોકુદરતી રબરને ઘણીવાર વલ્કેનાઈઝ કરવામાં આવે છે, આ એક પ્રક્રિયા છે જેમાં રબરને ગરમ કરવામાં આવે છે અને તેની પ્રતિકાર શક્તિ તેમજ લવચીકતામાં વધારો કરવાં માટે સલ્ફર, પેરોક્સાઈડ કે બાઈસ્ફિનોલ ઉમેરવામાં આવે છે, જેનાથી તેનો નાશ થતા પણ અટકાવી શકાય છે. વલ્કેનાઈઝેશનના વિકાસને ચાર્લ્સ ગૂડીયર સાથે 1839 થી જોડવામાં આવે છે.[૩] રબરની તાકાતની ગુણવત્તા સુધારવા માટે તેમાં કાર્બન બ્લેક ઉમેરવામાં આવે છે, ખાસ કરીને વાહનોનાં ટાયરમાં આ સવિશેષ જોવાં મળે છે.
એલર્જીક પ્રતિક્રિયાઓ
ફેરફાર કરોકેટલાંક લોકો ગંભીર લેટેક્ષ પ્રત્યેની એલર્જી ધરાવતાં હોય છે, અને જો તેઓ કોઈ ચોક્કસ પ્રકારનાં કુદરતી રબર લેટેક્ષ ઉત્પાદો જેવાં કે લેટેક્ષ હાથમોજાં, નાં સંપર્કમાં આવે તો તેઓ એનાફીલેક્ટિક શૉકનાં શિકાર થઈ જાય છે. ગુઆયુલ લેટેક્ષ હાઈપોએલર્જિનિક છે અને તેને એલર્જી ઉભી કરતાં હેવિયા લેટેક્સિસની અવેજી તરીકે ઉપયોગમાં લેવા માટેનાં સંશોધનો પણ હાથ ધરવામાં આવ્યાં છે. હેવિયા ઝાડનાં સત્ત્વને એક્ત્ર કરી શકાય છે તેનાથી તદ્દન ઉલ્ટું, પ્રમાણમાં આ નાનાં ઘાસ જેવી વનસ્પતિને આખી જ કાપવામાં આવશે અને તેનાં દરેક કોષમાંથી લેટેક્ષ કાઢવામાં આવશે. હેવિયા લેટેક્ષમાંથી એંટીજીનિક પ્રોટીનની માત્રાને ઘટાડવા માટે તેનાં પર રાસાયણિક પ્રક્રિયા પણ કરવામાં આવી શકે, જેનાં પરિણામ સ્વરૂપ એક વૈકલ્પિક હેવિયા આધારિત પદાર્થ મળી શક્શે જેમ કે વાઈટેક્ષ કુદરતી રબર લેટેક્ષ, જે સંપૂર્ણપણે હાઇપોએલર્જીક નથી, પરંતુ લેટેક્ષ એકર્જન્સ પ્રત્યે ઓછું એક્ષ્પોસર આપે છે.
કેટલીક એલર્જીક પ્રતિક્રિયાઓ લેટેક્ષમાંથી નથી હોતી પરંતુ લેટેક્ષને કપડાં, ગ્લવસ, ફોમ, વગેરેમાં પ્રક્રિયા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા અન્ય શેષ સામગ્રીઓથી થતી હોય છે. આ એલર્જીઓને સામાન્ય રીતે બહુવિધ રાસાયણિક સંવેદનશીલતા (એમસીએસ) તરીકે સંદર્ભ કરાય છે.
આ પણ જુઓ
ફેરફાર કરો- એક્રોન, ઓહિયો, રબર ઉદ્યોગનું કેન્દ્ર
- ચાર્લ્સ ગ્રેવિલે વિલિયમ્સ, સંશોધન કરાયેલ કુદરતી રબર એ મોનોમર આઇસોપ્રિનનું પોલિમર છે
- ઇલાસ્ટોમર
- ઇમલશન ડિસ્પરશન
- ફોર્ડલાન્ડિયા, બ્રાઝિલમાં રબરના વાવેતરનો એક નિષ્ફળ પ્રયોગ
- ગ્યુઆયુલે, હેવિયા માંથી મળતા કુદરતી રબર જે ઉત્તર એમેરિકામાં થાય છે તેનું ઉપયોગી, બિન-એલર્જીક વૈકલ્પિક સ્ત્રોત
- ઓઝોન તુટવું
- રબરના બીનું તેલ
- રેસિલિન, રબરની એક અવેજી
- રબર ટેપિંગ, રબરના સ્ત્રાવને કાઢવાની પ્રક્રિયા
- રબર ટેકનોલોજી
- રબરરિસાઇકલ
- સ્ટિવેન્સન પ્લાન, રબરના ભાવોને સ્થાયી કરવાની ઐતિહાસિક બ્રિટિશ યોજના
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Burns, Bill. "The Gutta Percha Company". History of the Atlantic Cable & Undersea Communications. મેળવેલ 2009-02-14.
- ↑ ૨.૦ ૨.૧ શિર્ષક વગરનો દસ્તાવેજ
- ↑ સ્લેક, ચાર્લ્સ. "નોબલ ઓબસેશન: ચાર્લ્સ ગુડઇયર, તોમસ હેનકોક, અને ધ રેસ ટુ અનલોક ધ ગ્રેટેસ્ટ ઇન્ડસ્ટ્રિયલ સિક્રેટ ઓફ ધ નાઇનટિન્થ સેન્સ્યુરી". હાઇપેરિયન 2002. આઇએસબીએન 0803959125.
- રબરી મટિરિયલ્સ એન્ડ ધેર કમ્પાઉન્ડ્સ જે.એ.બ્રાઇડસન દ્વારા
- રબર ટેકનોલોજી મોરિસ મોર્ટન દ્વારા
Hobhouse, Henry (2003, 2005). Seeds of Wealth: Five Plants That Made Men Rich. Shoemaker & Hoard. પૃષ્ઠ 125–185. ISBN 1-59376-089-2. Check date values in: |date=
(મદદ)
ગ્રંથસૂચિ
ફેરફાર કરો- એસચર્સન નીલ: ધ કિંગ ઇન્કોર્પોરેટેડ , એલન & અનવિન, 1963. આઇએસબીએન 1-86207-290-6 (1999 ગ્રાન્ટા એડિશન ).
- હોશચાઇલ્ડ, એડમ: કિંગ લેપર્ડ્સ ઘોસ્ટ: અ સ્ટોરી ઓફ ગ્રીડ, ટેરર અને હિરોઇઝમ ઇન કોલોનિયલ આફ્રિકા , મેરિનર બુક્સ, 1998. આઇએસબીએન 80-85905-48-5
- પેટ્રિંન્ગા મારિઆ: બ્રાઝા, અ લાઇફ ફોર આફ્રિકા . બ્લુમિંગ્ટન, આઇએન: ઓથરહાઉસ, 2006. આઇએસબીએન 978-1-4259-1198-0
બાહ્ય લિંક્સ
ફેરફાર કરો- એસોસિઆઓ પોલિસ્ટા દે પ્રોડુટોરેસ એ બેનેફિસિઆડોરેસ દે બોરાચ્ચા - અપાબોર, બ્રાઝિલ (માત્ર પોર્ટ્યુગિઝમાં)
- કેમિકલ રેસિસટન ગાઇડ સંગ્રહિત ૨૦૦૧-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન (જર્મન)
- EH.NET માંથી 1870–1930 સુધીનો આંતરરાષ્ટ્રિય રબર ઉદ્યોગનો ઇતિહાસ સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન
- આંતરરાષ્ટ્રિય રબર સંશોધન અને વિકાસ બોર્ડ - આઇઆરઆરડીબી સંગ્રહિત ૨૦૧૧-૦૫-૧૫ ના રોજ વેબેક મશિન
- આંતરરાષ્ટ્રિય રબર અભ્યાસ જૂથ - આઇઆરએસજી
- મેલેશિયન રબર બોર્ડ- એલજીએમ
- રેવિસ્ટા લેટેક્સ, બ્રાઝિલ (માત્ર પોર્ટ્યુગિઝમાં)
- રબર બોર્ડ ઓફ ઇન્ડિયા સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૭ ના રોજ વેબેક મશિન
- રબરની સમયરેખા
- સિંગાપોર કોમોડીટી એક્ષચેંજ - સીકોમ
- થાઈલેન્ડ રબર એસોશિયેશન - ટીઆરએ