રમેશ તન્ના
ગુજરાતી લેખક અને પત્રકાર છે
રમેશ પ્રભુરામ તન્ના (૧ ડિસેમ્બર ૧૯૬૬) ગુજરાતી લેખક અને પત્રકાર છે.
રમેશ તન્ના | |
---|---|
જન્મ | રમેશ તન્ના ૧ ડિસેમબર ૧૯૬૬ અમરાપુર |
વ્યવસાય | લેખક, પત્રકાર |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | પત્રકારત્વ (અનુસ્નાતક) |
લેખન પ્રકાર | લેખક, પત્રકાર |
જીવનસાથી | અનિતા રમેશ તન્ના |
વેબસાઇટ | |
https://rameshtanna.com/ |
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ ૧ ડિસેમ્બર ૧૯૬૬ના દિવસે ઉત્તર ગુજરાતના અમરાપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રભુરામ તન્ના અને માતાનું નામ પ્રભાબેન હતું. તેઓએ પત્રકારત્વ વિષયમાં અનુસ્નાતક કર્યું છે. તેમણે ૨ વર્ષ સુધી ગુજરાત વિદ્યાપીઠમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી છે. તેમણે અમેરિકાના ન્યુ યોર્કથી પ્રકાશિત થતાં ગુજરાત ટાઈમ્સ સાપ્તાહિકમાં પત્રકાર સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ૧૪ વર્ષ સુધી સેવા આપી છે.[૧]
સર્જન
ફેરફાર કરોપુસ્તકો
ફેરફાર કરોતેમણે સમાજ વિષય પર ઘણાં પુસ્તકો લખ્યાં છે[૨] જે હકારાત્મક વાર્તાઓનો વિષય ધરાવે છે.[૩]
- સમાજની સુગંધ
- સમાજની સંવેદના
- સમાજનું અજવાળું
- સમાજની શ્રધ્ધા
- સમાજની કરુણા
- સમાજની સારપ
- સમાજની નિસબત
- સમાજની સુંદરતા
- સમાજની મિત્રતા
- સમાજનો છાંયડો
- મીઠડી માતૃભાષા
- પત્રકાર શિરોમણી વાસુદેવ મહેતા
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "પત્રકાર પરિચય:: RR Sheth". RR Sheth.com. 2017-06-28. મેળવેલ 2017-07-30.
- ↑ "સમાજનો છાંયડો: પુસ્તક વિમોચન". newsonair.gov.in આકાશવાણી.
- ↑ "સમાજની સુગંધ". Divya Bhashkar.