ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ના પ્રખ્યાત આશ્રમરોડ પર સ્થિત છે. જેની સ્થાપના મહાત્મા ગાંધીએ ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦માં કરી હતી. સામાન્ય રીતે ગુજરાતની જોડણીમાં હ્રસ્વ 'ઉ' નો ઉપયોગ થાય છે પણ વિદ્યાપીઠ પોતાની જોડણી ગૂજરાત દીર્ઘ 'ઊ' વાપરી ગૂજરાત વિદ્યાપીઠ એમ કરે છે.[]

ગુજરાત વિદ્યાપીઠ
ગૂજરાત વિદ્યાપીઠ
પ્રકારજાહેર સંસ્થા, સાર્વજનિક
સ્થાપના૧૯૨૦
કુલપતિશ્રીમતિ ઇલાબેન ભટ્ટ[]
ઉપકુલપતિડો. રાજેન્દ્ર ખીમાણી[]
સ્થાનઅમદાવાદ, ગુજરાત, ભારત
કેમ્પસશહેરી
જોડાણોયુજીસી
વેબસાઇટગુજરાત વિદ્યાપીઠનું અધિકૃત વેબસાઇટ
ગુજરાત વિદ્યાપીઠનું પ્રવેશદ્વાર

ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત કોચરબ આશ્રમની પાછળ ડાહ્યાભાઈ ના બંગલામાં કરવામાં આવી હતી.

આ વિદ્યાલયની પેટા શાખાઓ પણ છે. જેમાં ઉચ્ચશિક્ષણની બે મહત્વની શાખાઓ ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. જે નીચે મુજબ છે.

  1. રાંધેજા
  2. સાદરા

રાંધેજા સંકુલમાં કુલ ચાર પેટા સંકુલો આવેલા છે.

  1. કૃષિવિજ્ઞાન કેન્દ્ર
  2. જમનાલાલ બજાજ નિર્સગોપચાર કેન્દ્ર
  3. મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિધાલય
  4. ગ્રામવ્યવસ્થાપન કેન્દ્ર

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "GVP :: Administration". gujaratvidyapith.org. મેળવેલ 2018-10-30.
  2. "Welcome to Gujarat Vidyapith - Ahmedabad". www.gujaratvidyapith.org. મેળવેલ 2018-10-30.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો