રાજકુમાર શુક્લ

ભારતીય કાર્યકર્તા

રાજકુમાર શુક્લ (૨૩ ઓગસ્ટ ૧૮૭૫ – ૨૦ મે ૧૯૨૯) એ ચંપારણ સત્યાગ્રહના અગ્રણી નેતા હતા.

રાજકુમાર શુક્લ
વર્ષ ૨૦૦૦ની ભારતીય ટપાલટિકિટ પર શુક્લ
જન્મની વિગત(1875-08-23)23 August 1875
મુરલી ભરાહાવા, ચંપારણ, બિહાર
મૃત્યુ20 May 1929(1929-05-20) (ઉંમર 53)
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયસ્વાતંત્ર્ય સેનાની, ખેડૂત
સંતાનો૨ પુત્રીઓ

જીવન ફેરફાર કરો

રાજકુમાર શુક્લનો જન્મ ૧૮૭૫માં પશ્ચિમ ચંપારણના નરકટિયાગંજ નજીક સતવારિયા ગામમાં ભટ્ટ (બ્રાહ્મણ) પરિવારમાં થયો હતો.[૧] તેઓ બિહારના પશ્ચિમોત્તર ક્ષેત્રમાં આવેલા ચંપારણના એક સમૃદ્ધ ખેડૂત હતા. અંગ્રેજો દ્વારા આ વિસ્તારમાં પ્રત્યેક વિઘા જમીનમાં ત્રણ ભાગ પર ગળીની ખેતી કરવા માટે ખેડૂતોને બાધ્ય કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમના પર અલગ અલગ પ્રકારના કર નાખવામાં આવ્યા હતા. શુક્લએ શોષણની આ વ્યવસ્થાનો પૂરજોર વિરોધ કર્યો. તેમણે ગળી ઉત્પાદન બાબતે ખેડૂતોની પીડા અને અંગ્રેજો દ્વારા થતા શોષણ વિશે મહાત્મા ગાંધીને માહિતગાર કર્યા. શરૂઆતમાં ગાંધીજી આ બાબતે ગંભીર નહોતા પરંતુ શુક્લા દ્વારા વારંવાર ધ્યાન દોરવામાં આવતા તેઓ ચંપારણ જવા તૈયાર થયા હતા.[૨] ૧૦ એપ્રિલ ૧૯૧૭ના રોજ ગાંધીજી ચંપારણ પહોંચ્યા.[૩] ચંપારણ સત્યાગ્રહ એ પ્રથમ સફળ અને લોકપ્રિય સત્યાગ્રહ હતો જેણે ભારતના યુવાનો અને ભારતીય સ્વતંત્રતા ચળવળને યોગ્ય દિશા આપી. પાછળથી ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે, "મારે કબૂલ કરવું જોઈએ કે એ વખતે હું ચંપારણનું નામ પણ જાણતો ન હતો, ભૌગોલિક સ્થિતિ પણ બહુ ઓછી હતી, અને મને ગળીના વાવેતર વિશે ભાગ્યે જ કોઈ ખ્યાલ હતો."[૪] શુક્લએ આ રીતે ચંપારણમાં ખેડૂતોની દુર્દશાથી વાકેફ થવા માટે ગાંધીને મળ્યા અને તેમને ત્યાં જવા માટે સમજાવ્યા. તેઓ પશ્ચિમ ચંપારણના નરકટિયાગંજ નજીક આવેલા મુરલી ભરહાવા ગામના નાણાં ધીરનાર હોવાથી આ વિસ્તારના જાણીતા ગળી ખેડૂત હતા, તેઓ પ્રાન્તીય સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિ સમક્ષ તેમના પોતાના નિવેદન મુજબ, દર મહિને બે હજાર રૂપિયાની રકમ વ્યાજમાંથી મળતી હતી.[૫][૬]

સન્માન ફેરફાર કરો

 
૨૦૧૮ની ટપાલટિકિટ પર શુક્લ

તેમની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી કરવા માટે ટપાલ વિભાગે ૨૦૦૦માં તેમના સન્માનમાં એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ચંપારણ સત્યાગ્રહનાં ૧૦૦ વર્ષનાં પ્રસંગે બિહારની સત્યાગ્રહ સરકારે ગાંધી સંગ્રહાલયમાં તેમની એક પ્રતિમાની સ્થાપના કરી હતી.

પુસ્તકો ફેરફાર કરો

ચંપારણ સત્યાગ્રહના ૧૦૦ વર્ષ પૂરા થવાના પ્રસંગે અરવિંદ મોહને શુક્લ અને તેમના ટેકેદારો પર ચંપારણ : સત્યાગ્રહ કે સહયોગી નામનું પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકનું વિમોચન ૧૦ એપ્રિલ ૨૦૧૭ના રોજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૧૭માં મોહને એક અન્ય પુસ્તક મિ.એમ. કે. ગાંધી કી ચંપારણ ડાયરી લખ્યું, જેમાં રાજકુમાર શુક્લને મહાત્મા ગાંધીના સત્યાગ્રહમાં મુખ્ય યોગદાન આપનાર તરીકે દર્શાવામાં આવ્યા હતા.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Singh, Ashok K. (2021-04-18). "Champaran Satyagraha: The Man Who 'Shadowed' Gandhi". www.livehistoryindia.com (અંગ્રેજીમાં). મેળવેલ 2022-01-11.
  2. A struggle for freedom સંગ્રહિત ૨૦૨૨-૦૧-૦૩ ના રોજ વેબેક મશિન. Champaransatyagrah.org (5 March 2016). Retrieved on 2018-11-21.
  3. Brown, Judith Margaret (1972). Gandhi's Rise to Power, Indian Politics 1915–1922: Indian Politics 1915–1922. New Delhi: Cambridge University Press Archive. પૃષ્ઠ 384. ISBN 978-0-521-09873-1.
  4. [૧]. Champaransatyagrah.org. Retrieved on 21 November 2018.
  5. Tidrick, Kathryn (2006). Gandhi: A Political and Spiritual Life. I.B.Tauris. પૃષ્ઠ 117. ISBN 978-1-84511-166-3. મેળવેલ 6 October 2008. CS1 maint: discouraged parameter (link)
  6. "West Chaparan District at a Glance". Tirhut Division. મેળવેલ 6 October 2008. CS1 maint: discouraged parameter (link)

બાહ્ય કડીઓ ફેરફાર કરો