રાજસ્થાન સરકાર
રાજસ્થાન સરકાર એ ભારતના રાજસ્થાન રાજ્ય અને તેનાં ૩૩ જિલ્લાઓનું સંચાલન કરતી સર્વોચ્ચ સત્તા છે. તે રાજસ્થાન સરકારની આગેવાની હેઠળની ન્યાયિક અને સંચાલન શાખાઓ ધરાવે છે.
પાટનગર | જયપુર |
---|---|
બંધારણીય શાખા | |
વિધાનસભા | રાજસ્થાન વિધાનસભા |
સ્પીકર | સી. પી. જોશી |
સભ્યો | ૨૦૦ |
સરકારી શાખા | |
ગવર્નર | કલરાજ મિશ્રા |
મુખ્યમંત્રી | અશોક ગેહલોત |
ન્યાય શાખા | |
હાઇકોર્ટ | રાજસ્થાન હાઇકોર્ટ |
મુખ્ય ન્યાયમૂર્તિ | મનીન્દ્ર મોહન શ્રીવાસ્તવ (કાર્યકારી) |
ભારતના અન્ય રાજ્યોની જેમ રાજ્યપાલ એ રાજ્યના વડા છે, જેમની નિમણુક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્ર સરકારની સલાહ પ્રમાણે થાય છે. રાજ્યના મુખ્ય મંત્રી પાસે મોટાભાગની સત્તાઓ હોય છે. રાજસ્થાનની રાજધાની જયપુર છે અને વિધાનસભા પણ ત્યાં આવેલી છે. રાજસ્થાનની વડી અદાલત જોધપુર ખાતે આવેલી છે.
રાજસ્થાનની વિધાનસભા ૨०० સભ્યો ધરાવે છે, જેઓ ૫ વર્ષની અથવા વિધાનસભા વિખેરી નખાય ત્યાં સુધીની મુદ્દત ધરાવે છે.