રાણા સાંગા
રાણા સાંગા (રાણા સંગ્રામ સિંહ) (રાજ્યકાળ ૧૫૦૯-૧૫૨૭) ઉદયપુર ખાતે સિસોદિયા વંશના રાજા હતા.
રાણા સાંગાનું પૂર્ણ નામ મહારાણા સંગ્રામસિંહ હતું. રાણા સાંગા દ્વારા મેવાડ પર ઈ. સ. ૧૫૦૯ થી ઈ. સ. ૧૫૨૭ સુધી શાસન કર્યું હતું, જે આજે ભારત દેશના રાજસ્થાન રાજ્યના રણપ્રદેશમાં આવેલ છે. રાણા સાંગા સિસોદિયા (સુર્યવંશી રાજપૂત) હતા. રાણા સાંગાએ વિદેશી આક્રમણકારો સામે તમામ રાજપૂતોને એકજૂથ કર્યા હતા. રાણા સાંગા ખરેખર એક બહાદુર યોદ્ધા અને શાસક હતા, જે તેમની બહાદુરી અને ઉદારતા માટે પ્રખ્યાત થયા હતા. એક વિશ્વાસઘાતીને કારણે તેઓ બાબર સામે યુદ્ધમાં હાર્યા હતા, પરંતુ તેમણે પોતાના શૌર્યથી અન્યને પ્રોત્સાહિત કર્યા હતા.
રાણા રણમલ પછી સને ૧૫૦૯ના વર્ષમાં રાણા સાંગા મેવાડના અનુગામી બન્યા હતા. તેમણે દિલ્હી, ગુજરાત અને માળવા, મુઘલ સમ્રાટોના હુમલાથી પોતાના રાજ્યની બહાદુરીપૂર્વક રક્ષા કરી હતી. તે સમયે તેઓ સૌથી શક્તિશાળી હિન્દુ રાજા હતા.
એના શાસનકાળ દરમ્યાન મેવાડ તેની સમૃદ્ધિના સૌથી વધુ ઊંચા શિખર પર હતું. એક આદર્શ રાજાની જેમ તેમણે રાજ્યને સુરક્ષિત રાખી અને પ્રગતિ કરી હતી.
રાણા સાંગા અદમ્ય સાહસી (અજેય આત્મા) હતા. એક હાથ, એક આંખ ગુમાવી અને અસંખ્ય જખ્મો હોવા છતાં તેમણે વીરતા ગુમાવી ન હતી, સુલતાન મોહમ્મદ શાસક માંડુને યુદ્ધમાં હરાવ્યા અને બંદી બનાવ્યા પછી તેને તેનું રાજ્ય ફરી ઉદારતાપૂર્વક પાછું સોંપ્યું હતું, તે તેમની બહાદુરી દર્શાવે છે.