રાણીજી કી બાવડી, બુંદી

રાણીજી કી બાવડી, એટલે કે "રાણીની વાવ" એ નોંધનીય ઐતિહાસિક વાવ છે, કે જે ભારત દેશના રાજસ્થાન રાજ્યના બુંદી જિલ્લાના મુખ્યમથક બુંદી નગર ખાતે આવેલ છે. તેનું નિર્માણ ઈ. સ. ૧૬૯૯માં બુંદીના મહારાજા રાવ રાજા અનિરુદ્ધસિંહની યુવા રાણી નાથાવતીજી દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ ઈમારત ૪૬ મીટર ઊંડી પગથિયાવાળી વાવ છે, જે તેના થાંભલાઓ પર શાનદાર પર કોતરણી તેમ જ એક ઉચ્ચ કમાનવાળું દ્વાર ધરાવે છે. આ એક બહુમજલા માળખું છે, જેની સાથે પૂજા સ્થાનો દરેક મજલા પર આવેલ છે. આ વાવ એક સાંકડું પ્રવેશ દ્વાર ધરાવે છે, જેના પર ચાર થાંભલા ચિહ્નિત છે. સાથે પથ્થરની હાથીની મૂર્તિઓ છે કે જેના ચહેરા એકબીજા સામે છે. ગોખયુક્ત તમામ પગથિયાં ૪૬ મીટર ઊંડાઈ ધરાવતી રાણીજી કી બાવડીની ઈમારતને સજાવે છે, જે બુંદી નગરની સૌથી મોટી વાવ તરીકે પ્રતિષ્ઠિત છે. બાવડી એટલે કે વાવ એ મધ્યયુગીન બુંદી શહેરનું એક નોંધપાત્ર સામાજિક નિર્માણકાર્ય હતું, કારણ કે તેમણે તેમની જનતા માટે આ કામ કર્યું હતું. રાણીજી કી બાવડી તેના સ્તંભો પર શાનદાર કોતરણી અને એક ઉચ્ચ કમાનવાળું દ્વાર ધરાવે છે.

રાણીજી કી બાવડી  - રાણીની વાવ, બુંદી

આ બાવડી બુંદીના મહારાવ રાજા બુધસિંહના પુત્રના શાસન દરમિયાન ઈ. સ. ૧૬૯૫ થી ઈ. સ. ૧૭૨૯ ના સમયગાળામાં બાંધવામાં આવી હતી.

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો