રીમા સાઠે
રીમા સાઠે (જન્મ ૨૦ મી સદી) એક ભારતીય કેમિકલ એન્જિનિયર (રસાયણ ઇજનેર) અને સામાજિક કાર્યકર્તા છે. તેમણે એક નાસ્તાની કંપની ખોલી છે જે તેનો નફો નાના ખેડૂતો સાથે વધુ વ્યાજબી રીતે વહેંચે છે. તેમને ૨૦૧૭ માં નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
રીમા સાઠે | |
---|---|
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર | |
જન્મની વિગત | ૨૦મી સદી |
રાષ્ટ્રીયતા | ભારત |
વ્યવસાય | સમાજ સેવા |
જીવન
ફેરફાર કરોતેમણે કેમિકલ એન્જિનિયર તરીકે તાલીમ લીધી હતી. [૧]
તૈયાર ખાદ્ય પદાર્થોના ઉદ્યોગમાં સાત વર્ષ સુધી કામ કર્યા બાદ તેમણે "હેપી રૂટ્સ" નામની પોતાની બેવરેજ કંપની શરૂ કરી. [૨] તેણીએ સ્વ-રોજગાર મેળવવા માટે ૨૦૧૪ માં તેમની સ્થિર નોકરી છોડી દીધી હતી. [૩] [૨] જ્યારે તે કૃષી સ્ટાર નામની એક નવી કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરતા હતા ત્યારે નાના ખેડૂતોની આત્મહત્યાની સંખ્યાથી તેઓ ચિંતિત બન્યા હતા.[૧]
તેમણે ખેડૂતોને મરઘીઓ આપવાનો પ્રયત્ન કર્યો જેથી તેઓ ઇંડા આગળ વેચી શકે. આ વ્યવસાયે સ્વાદિષ્ટ ઇંડા નિર્માણ કરાવ્યા પરંતુ સપ્લાય લાઇનની તકલીફોને કારણે ઇંડા તૂટી પડતા અને સડી જતા. તેણી પાસે માળખું હતું પરંતુ અયોગ્ય વસ્તુ હતી તેથી તેમણે ટકે એવી ખાદ્ય સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. તેમણે ખેડૂતોને નાસ્તો બનાવવા માટે કાચો માલ પૂરો પાડવા માટે સામાન્ય કરતાં ૫૦% વધુ ચૂકવ્યા. અહમદનગરમાં મહિલા ખેડૂતોએ સાઠેના ઉદ્યોગ માટે બકવ્હીટ (કુટ્ટુ) ઉઘાડ્યા જેથી તેમની આવક ત્રણ ગણી થઈ ગઈ. [૪] તેની ઉત્પાદન શ્રેણીમાં ઘઉં, અમરનાથ બીજ (રાજગરો), અળસીના બીજ અને જવમાંથી બનેલી કુકીઝ અને ક્રેકર્સનો સમાવેશ થાય છે. [૫]
તેમને જુલાઈ ૨૦૨૦ માં "સેરેન મીડોવ્ઝ" માં નાના ફેરફારોની શક્તિ પર ટૅડ્ એક્સ(TEDx) વ્યાખ્યાન આપ્યું હતું. [૬]
પુરસ્કારો
ફેરફાર કરોતેમને ૨૦૧૭ માં "બિઝનેસ ટુડે" નો "સૌથી શક્તિશાળી મહિલા" એવોર્ડ એનાયત કરાયો હતો. [૫]
૨૦૧૬ માં નારી શક્તિ પુરસ્કાર એનાયત કરવા માટે ૨૦૧૭ માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમને નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. [૭] તે પુરસ્કાર મેળવનાર ૨૭ મહિલાઓમાંના તેઓ એક હતા આ સાથે પાંચ સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી. [૩] આ કાર્યક્ર્મમાં તેઓ મણિપુરના અન્ય પુરસ્કાર વિજેતા રિંગયુઇકોન વશુમને મળ્યા. તે પછીથી મણિપુરની મુલાકાત લેશે કે જેથી ત્યાંના લોકોને કેવી રીતે મદદ કરી શકે તે વિશે કાર્ય થઈ શકે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "This Chemical Engineer Read One Story on 'The Better India' and Is Helping 10,000 Farmers Now". The Better India (અંગ્રેજીમાં). 2016-10-21. મેળવેલ 2021-02-24.
- ↑ ૨.૦ ૨.૧ "That Happy Feeling- Business News". www.businesstoday.in. મેળવેલ 2021-02-24.
- ↑ ૩.૦ ૩.૧ admin. "Five Ngo's, 27 Women given Nari Shakti Award" (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-26 પર સંગ્રહિત. મેળવેલ 2021-02-24.
- ↑ "That Happy Feeling". Business Today (અંગ્રેજીમાં). મેળવેલ 2021-07-29.
- ↑ ૫.૦ ૫.૧ World, Editorial Brewer (2018-07-31). "Commercialising the Grain » Brewer World-Everything about beer is here". Brewer World-Everything about beer is here (અંગ્રેજીમાં). મેળવેલ 2021-07-29.
- ↑ (in en) The power of small changes | Reema Sathe | TEDxSereneMeadows, https://www.youtube.com/watch?v=UknJi1-rFGg, retrieved 2021-07-29
- ↑ "Nari Shakti Awardees- Ms. Reema Sathe, Maharashtra | Ministry of Women & Child Development". wcd.nic.in. મેળવેલ 2021-07-29.