રૂઢિપ્રયોગ (Latin: idioma"વિશિષ્ટ ગુણધર્મ", f. ઢાંચો:Lang-gr "વિશિષ્ટ પ્રયોગ", "વિશિષ્ટ શબ્દ સમૂહ", f. ઢાંચો:Lang-gr "પોતાનું આગવું") એવી અભિવ્યકિત, શબ્દ અથવા શબ્દ સમૂહ છે જે તેમાં રહેલા શબ્દના શાબ્દિક અર્થ અથવા તેની શાબ્દિક વ્યાખ્યા કરતાં અલગ અને સામાન્ય વપરાશના સંદર્ભમાં અલંકારિક અર્થ ધરાવે છે.[૧] એક અંદાજ મુજબ અમેરિકન અંગ્રેજીમાં લગભગ 25,000 જેટલા રૂઢિપ્રયોગિક અભિવ્યક્તિ છે.[૨]

ભાષાવિજ્ઞાનમાં રૂઢિપ્રયોગોને સામાન્ય રીતે વાકયરચનાના સિદ્ધાંતો સાથે વિરોધાભાસ ધરાવતા અલંકાર તરીકે માનવામાં આવે છે, જો કે આ માન્યતા પણ ચર્ચાસ્પદ રહી છે. જહોન સઇદે "રૂઢિપ્રયોગ"ને એવા શબ્દસમૂહ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે જેમાં શબ્દો એકબીજા સાથે ત્યાં સુધી જોડાયેલા રહે છે જયાં સુધી તેનું રૂપાંતરણ થઇને એક નિશ્ચિત અર્થ તેની સાથે ન જોડાય.[૩] આ શબ્દસમૂહ - સામાન્ય રીતે સાથે ઊપયોગમાં લેવામાં આવતા શબ્દોનો સમૂહ - શબ્દ સમૂહમાં રહેલા દરેક શબ્દને પુનઃવ્યાખ્યાયિત કરીને રૂઢિપ્રાયોગિક અભિવ્યકિત બને છે. આ શબ્દો રૂઢિપ્રયોગ તરીકે પોતાનો આગવો અર્થ ઊભો કરે છે. વધુમાં રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત, શબ્દ કે શબ્દસમૂહ છે જેનો અર્થ તેમાં રહેલા શબ્દોના શાબ્દિક અર્થથી અલગ હોય છે. જયારે બોલનાર વ્યકિત રૂઢિપ્રયોગનો ઊપયોગ કરે છે ત્યારે સાંભળનાર વ્યકિતને તે અલંકારનું પહેલેથી જ્ઞાન ન હોય તો તે ભૂલથી તે શબ્દોના શાબ્દિક અર્થ સમજણમાં લે તેવી શકયતા છે.[૪] સામાન્ય રીતે રૂઢિપ્રયોગોનું યોગ્ય રીતે ભાષાંતર થઇ શકતું નથી, કેટલાક કિસ્સાઓમાં રૂઢિપ્રયોગોનું અન્ય ભાષામાં ભાષાંતર કરવામાં આવે ત્યારે અર્થ બદલાઇ જાય છે અથવા તો તે ગેરમાર્ગે દોરનારું બની જાય છે.

પશ્ચાદ્ભૂમિફેરફાર કરો

અંગ્રેજી રૂઢિપ્રયોગ to kick the bucket માં સાંભળનારને જો માત્ર kick અને bucket શબ્દના અર્થ જ માલૂમ હોય તો તે આ રૂઢિપ્રયોગના સાચા અર્થ મૃત્યુ પામવું ને સમજી શકતો નથી. હકીકતમાં આ રૂઢિપ્રાયોગિક શબ્દ સમૂહનો ઉપયોગ to kicking a bucket ના સંદર્ભમાં પણ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અંગ્રેજીનો બોલી તરીકે ઉપયોગ કરતાં મૂળ રહેવાસીઓ ભાગ્યે જ તેનો ઉપયોગ કરે છે. રૂઢિપ્રયોગનું શાબ્દિક ભાષાંતર (શબ્દવાર) અન્ય ભાષામાં સમાન અર્થ જણાવી શકતું નથી - આ જ પ્રકારનો પોલિશ રૂઢિપ્રયોગ છે kopnąć w kalendarz (“to kick the calendar”), જેમાં “calendar” શબ્દનો અર્થ અંગ્રેજી રૂઢિપ્રયોગમાં રહેલા “bucket”ની જેમ જ તેના શાબ્દિક અર્થથી જુદો થાય છે. બલ્ગેરીયન ભાષામાં સમાન અર્થ ધરાવતો રૂઢિપ્રયોગ છે da gushnesh buketa (in Cyrillic: "да гушнеш букета") “to hug the bunch of flowers”; ડચ ભાષામાં het loodje leggen (“to lay the piece of lead”); ફિનિશ ભાષામાં, heittää lusikka nurkkaan (“to throw the spoon into the corner”); લેટીવિયન ભાષામાં, nolikt karoti (“to put the spoon down”); પોર્ટુગીઝમાં bater as botas (“to beat the boots”), ડેનિશ ભાષામાં, at stille træskoene ("to take off the clogs"); સ્વિડીશ ભાષામાં, trilla av pinn ("to fall off the stick"); અને ગ્રીકમાં, "to shake the horse-shoes" છે. બ્રાઝિલમાં “to kick the bucket” (chutar o balde )નો અર્થ સાવ જ જુદો (પુષ્કળ શરાબ પીવો) થાય છે.

રૂઢિપ્રયોગનો અન્ય એક વર્ગ ઘણાં અર્થ ધરાવે છે, કેટલીક વખત એકસાથે, કેટલીક વખત જુદા-જુદા સંદર્ભમાં ઉપયોગ કરવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં આ પ્રકારના પ્રયોગ એક જ પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવાતા સામાન્ય શબ્દો, તેમાં સંકળાયેલા લોકો માટે, ઉપયોગમાં લેવાતી વસ્તુ માટે, પ્રવૃત્તિના સમય અથવા સ્થળ માટે અને કેટલીક વખત ક્રિયાપદ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

રૂઢિપ્રયોગથી પરિચિત ન હોય તેવા લોકો રૂઢિપ્રયોગના પ્રયોગને કારણે ગૂંચવણમાં મૂકાઇ જાય છે, નવી ભાષા શીખતા લોકોએ રૂઢિપ્રયોગને શબ્દભંડોળ તરીકે શીખવા જોઇએ. ઘણી કુદરતી ભાષાઓમાં શબ્દો રૂઢિપ્રાયોગિક મૂળ ધરાવતા હોય છે પરંતુ તેને ભાષામાં વણી લેવામાં આવ્યા હોવાને કારણે તેની અલંકારિક લાક્ષણિકતા નષ્ટ થઇ જાય છે.

સંસ્કૃતિ સાથે સંબંધફેરફાર કરો

રૂઢિપ્રયોગ સામાન્ય રીતે બોલચાલનું રૂપક છે[સંદર્ભ આપો] - એવો શબ્દ જેના ઉપયોગ માટે સંસ્કૃતિમાં જ ઉપયોગમાં લેવા માટે મૂળભૂત જ્ઞાન, માહિતી, અથવા અનુભવની જરૂર રહેલી હોય છે અને વાતચીતમાં સામેલ લોકો સમાન સાંસ્કૃતિક સંદર્ભ ધરાવતા હોવા જોઇએ. તેથી જ, રૂઢિપ્રયોગને ભાષાના ભાગ તરીકે નહીં પરંતુ સંસ્કૃતિના ભાગ તરીકે ગણવામાં આવે છે. સંસ્કૃતિ સામાન્ય રીતે સ્થાનિક હોવાને કારણે સ્થાનિક સંદર્ભ વિના રૂઢિપ્રયોગ બિનઉપયોગી બની રહે છે, છતાં પણ કેટલાક રૂઢિપ્રયોગ અન્યની સરખામણીએ વધારે સાર્વત્રિક અર્થ ધરાવતા હોવાને કારણે તેને સહેલાઇથી ભાષાંતર કરી શકાય છે અને તેના અલંકારિક અર્થને પણ સમજી શકાય છે.

ધ ન્યૂ ઈન્ટરનેશનલ વેબસ્ટર્સ કોલેજ ડિકશનરીમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા મુજબ, રૂઢિપ્રયોગ એક એવી અભિવ્યકિત છે જેનું વિશ્લેષણ તેના વ્યાકરણના બંધારણ અથવા તો તેમાં રહેલા શબ્દોના અર્થ પરથી કરી શકાતું નથી. તે કોઈ નિશ્ચિત ભાષાના એવા પ્રકારના વિશિષ્ટ સ્વરૂપ કે બંધારણનો ભાગ છે જેનું નિશ્ચિત સ્વરૂપ કે શૈલી માત્ર તે જ ભાષામાં રહેલી છે.ઢાંચો:Cite quote રેન્ડમ હાઉસ વેબસ્ટર્સ ડિકશનરી પણ આ વ્યાખ્યા સાથે સંમત થતી હોય તેમ લાગે છે, અને વધારે વિસ્તરણ કરતાં જણાવે છે કે રૂઢિપ્રયોગ એવી અભિવ્યકિત છે જેનો અર્થ ભાષાના વ્યાકરણના નિયમો કે તેમાં રહેલા તત્વોના સામાન્ય અર્થને આધારે કાઢી શકાતો નથી.ઢાંચો:Cite quote ભાષાના અન્ય અનેક પાસાઓથી વિપરીત, રૂઢિપ્રયોગમાં સમયની સાથે ઝડપથી પરિવર્તન થતું નથી. કેટલાક રૂઢિપ્રયોગોનો ઉપયોગ લોકપ્રિય સંસ્કૃતિમાં વધે કે ઘટે છે, પરંતુ તેના બંધારણમાં ભાગ્યે જ કોઇ પ્રકારનું પરિવર્તન કરવામાં આવે છે. લોકોમાં ઘણીવખત તે જે કહેવા માંગે છે તેને વધારે મોટું સ્વરૂપ આપવાની ટેવ રહેલી હોય છે, જેના કારણે અકસ્માતે જ નવા રૂઢિપ્રયોગોનું સર્જન થાય છે.

ઘણી રૂઢિપ્રયોગાત્મક અભિવ્યકિતઓ કાલ્પનિક રૂપકો પર આધારિત હોય છે, જેમ કે "time as a substance", "time as a path", "love as war", અને "up is more"; અહીં રૂપક જરૂરી છે, રૂઢિપ્રયોગ નહીં. ઉદાહરણ તરીકે, "spend time", "battle of the sexes", અને "back in the day" રૂઢિપ્રયોગાત્મક છે અને જરૂરી રૂપકો પર આધારિત છે. આ ગૂઢ રૂપકો અને તેના માનવની સમજણશકિત સાથેનો સંબંધની ચર્ચા જયોર્જ લેકોફ અને માર્ક જહોનસને મેટાફર્સ વી લીવ બાય (1980)માં કરી છે.

કેટલાક સ્વરૂપો જેમ કે "profits are up", રૂપક "up" દ્વારા જ લઇ આવવામાં આવે છે. શબ્દસમૂહ "profits are up" રૂઢિપ્રયોગ નથી, જેને પણ માપી શકાય તેમ હોય તે દરેક વસ્તુ "profits"નું સ્થાન લઇ શકે છે, જેમ કે, "crime is up", "satisfaction is up", "complaints are up" વગેરે. જરૂરી રૂઢિપ્રયોગો સામાન્ય રીતે પ્રત્યય ધરાવતા હોય છે જેમ કે "out of" અને "turn into".

તેવી જ રીતે, ઘણાં ચાઈનીઝ અક્ષરો રૂઢિપ્રયોગાત્મક રીતે બનેલા હોય છે. ઘણીવખત તેમના અર્થ તેના મૂળ ના શાબ્દિક (પિક્ટોગ્રાફિક) અર્થને અનુસરીને જાણી શકાતા નથી. આ અક્ષરો લગભગ 214 મૂળાક્ષરોનો આધાર લઇને તૈયાર કરવામાં આવતા હોવાને કારણે તેના સંયુકત અર્થ જાણવા માટે સાંકેતિકથી માંડીને રૂપક ઉપરાંત પોતાનો મૂળ અર્થ ગુમાવી દીધો છે તેવી પદ્ધતિ સહિતની અર્થઘટનની વિવિધ પદ્ધતિઓનું અનુસરણ જરૂરી બને છે.

આ પણ જુઓફેરફાર કરો

સંદર્ભોફેરફાર કરો

  1. ધ ઓક્સફર્ડ કમ્પેનિયન ટુ ધ ઇંગ્લિશ લેંગ્વેજ (1992) પાના 495–96.
  2. જેકનડોફ, આર. (1997). ધ આર્કિટેક્ચર ઓફ ધ લેંગ્વેજ ફેકલ્ટી કેમ્બ્રીજ, એમએ: એમઆઇટી પ્રેસ.
  3. સઇદ, જોહન આઇ. (2003), સિમેન્ટિક . બીજી આવૃત્તિ. ઓક્સફર્ડઃ બ્લેકવેલ પાનું. 60.
  4. સઇદ, જોહન આઇ. (2003), સિમેન્ટિક . બીજી આવૃત્તિ. ઓક્સફર્ડઃ બ્લેકવેલ.

બાહ્ય લિંક્સફેરફાર કરો

ઢાંચો:Lexicography