રેણુકા તળાવ, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ, ભારત નુ સરોવર
રેણુકા તળાવ એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલા સિરમૌર જિલ્લામાં આવેલ એક જળાશય છે. આ જળાશય દરિયાઈ સપાટી થી ૬૭૨ મીટર જેટલી ઊંંચાઈ પર આવેલું છે.[૧] ૩,૨૧૪ મીટર જેટલી પરિમિતિ ધરાવતું આ જળાશય હિમાચલ પ્રદેશનાં મોટાં જળાશયો પૈકીનું એક ગણાય છે. આ સ્થળનું નામ રેણુકાદેવીના નામ પર થી પડ્યું છે. આ સ્થળ સડક માર્ગ વડે જોડાયેલ હોવાથી સહેલાઈથી પંહોચી શકાય છે.
આ જળાશય ખાતે પર્યટકો માટે નૌકા-વિહારની સવલત પણ છે. આ ઉપરાંત પર્યટકો માટે અહીં પ્રાણી સંગ્રહાલય તેમ જ જંગલ સફારી જેવાં આકર્ષણો પણ હાજર છે. અહીં દર વર્ષે નવેમ્બર મહિનામાં મેળો ભરાય છે.
અંતર સારણી
ફેરફાર કરો- પરવાનુ થી અંતર: ૧૨૩ કિલોમીટર
- પનોતા સાહિબ (વાયા સતુવાન) થી અંતર: ૫૧ કિલોમીટર
- નાહન થી અંતર: ૩૮ કિલોમીટર[૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-04-29 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-21.
- ↑ "himachaltourism.gov.in". મૂળ માંથી 2010-03-24 પર સંગ્રહિત. મેળવેલ 2021-10-01.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર category:Renuka Lake વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- હિમાચલ પ્રદેશ પર્યટન વિભાગ સંગ્રહિત ૨૦૦૭-૦૧-૧૫ ના રોજ વેબેક મશિન
- હિમાચલ પ્રદેશ સરકાર સંગ્રહિત ૨૦૧૯-૦૩-૧૫ ના રોજ વેબેક મશિન