લક્ષ્મી મિત્તલ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
લક્ષ્મી નારાયણ મિત્તલ (ઢાંચો:Lang-rajજન્મ 15 જૂન 1950)[૧] મૂળ ભારતીય નાગરિકsteel tycoon અને વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલરમિત્તલના ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે.[૨]
લક્ષ્મી મિત્તલ | |
---|---|
જન્મ | ૧૫ જૂન ૧૯૫૦ Rajgarh |
વ્યવસાય | વ્યાપારી, ઉદ્યોગ સાહસિક |
બાળકો | Aditya Mittal, Vanisha Mittal |
માતા-પિતા | |
પુરસ્કારો |
જુલાઈ 2010ના અંતે મિત્તલ યુરોપમાં સૌથી વધુ ધનવાન વ્યક્તિ અને વિશ્વની પાંચમાં ક્રમની સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે જેમની અંગત સંપત્તિ 28.7 અબજ અમેરિકન ડોલર અથવા 19.3 અબજ પાઉન્ડ છે.[૨] ફાઇનાન્શિયલ ટાઇમ્સ એ મિત્તલને 2006માં પર્સન ઓફ ધી યર જાહેર કર્યા હતા. ટાઇમ મેગેઝિને મે 2007માં તેમને “100 સૌથી વધુ પ્રભાવશાળી લોકો”માં સ્થાન આપ્યું હતું.2007ના અંતે 946 અબજોપતિઓમાંથી લક્ષ્મી મિત્તલનો સમાવેશ એવી સાત વ્યક્તિમાં થતો હતો જેમણે અંડર ગ્રેજ્યુએટ બિઝનેસ ડિગ્રી ન હોતી મેળવી અને છતાં અબજોપતિ બન્યા હતા.[૩]
ભારતના વડાપ્રધાનની ગ્લોબલ એડવાઇઝરી કાઉન્સિલ ઓફ ઓવરસિઝ ઇન્ડિયન્સમાં તેઓ બોર્ડ કાઉન્સિલના સભ્ય છે.[૪] તેઓ ગોલ્ડમેન સૅક્સ, ઇએડીએસ (EADS) અને આઇસીઆઇસીઆઇ (ICICI) બેન્કમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે[૫] અને હાલમાં વર્લ્ડ સ્ટીલ એસોસિયેશનના વાઇસ ચેરમેન છે. મિત્તલ કઝાખસ્તાનમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ, સાઉથ આફ્રિકામાં ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ઇન્ટરનેશનલ બિઝનેસ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ આયર્ન એન્ડ સ્ટીલ ઇન્સ્ટિટ્યૂટની કારોબારી સમિતિના સભ્ય છે.[૬] તેઓ કેલ્લોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટના એડવાઇઝરી બોર્ડના સભ્ય અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ, કલકત્તાના એલ્યુમ્ની એસોસિયેશન, લંડન ચેપ્ટરમાં સભ્ય છે.
વિશ્વની 6.8 અબજની વસ્તીમાં 68 સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓમાં લક્ષ્મી મિત્તલ 44મા સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિ છે. વિશ્વમાં દર 5માંથી એક કારમાં વપરાતી સ્ટીલની સામગ્રી તેમના સ્ટીલના સામ્રાજ્યમાંથી બનેલી હોય છે. તેમની પુત્રી વનિષા મિત્તલના લગ્ન વિશ્વના નોંધાયેલા ઇતિહાસમાં સૌથી ખર્ચાળ લગ્ન હતા.[૭][૮]
પ્રારંભિક જીવન
ફેરફાર કરોતેમનો ઉછેર ભારતમાં રાજસ્થાનના ચુરુ જિલ્લામાં થયો હતો. લક્ષ્મી નિવાસ મિત્તલનો જન્મ રાજસ્થાનના મારવાડી વ્યાપારી પરિવારમાં થયો હતો. તેઓ ધનાઢ્ય ભારતીય સ્ટીલ પરિવારમાંથી આવે છે- તેમના પિતા મોહન લાલ મિત્તલ નિપ્પોન ડેનરો ઇસ્પાત નામે સ્ટીલ બિઝનેસ ચલાવતા હતા. 1990ના દાયકા સુધી ભારતમાં તેમના પરિવારની મૂળ સંપત્તિમાં નાગપુર ખાતે સ્ટીલ શીટ્સ માટે કોલ્ડ-રોલિંગ મિલ અને પૂણે નજીક એક એલોય સ્ટીલ પ્લાન્ટનો સમાવેશ થતો હતો. આજે, પરિવારના બિઝનેસમાં મુંબઈ પાસે વિશાળ સંકલિત સ્ટીલ પ્લાન્ટનો સમાવેશ થાય છે જે લક્ષ્મીના ભાઈઓ પ્રમોદ અને વિનોદ ચલાવે છે, પરંતુ લક્ષ્મીનો તેની સાથે કોઇ સંબંધ નથી.[૯]
મિત્તલે તેમની કારકિર્દી ભારતમાં પરિવારના સ્ટીલ ઉત્પાદન બિઝનેસમાં કામ સાથે શરૂ કરી હતી અને 1976માં જ્યારે તેમના પરિવારે પોતાનો સ્ટીલ બિઝનેસ સ્થાપ્યો ત્યારે તેઓ તેનું આંતરરાષ્ટ્રીય ડિવિઝન સ્થાપવા ગયા હતા. તેમણે ઇન્ડોનેશિયામાં એક જૂના પ્લાન્ટની ખરીદીથી શરૂઆત કરી હતી. ત્યાર બાદ તુરંત તેમણે એક ધનાઢ્ય શાહુકારની પુત્રી ઉષા સાથે લગ્ન કર્યા હતા. 1976માં પિતા, માતા અને ભાઈઓ સાથે મતભેદ થતા તેમણે પોતાના એલએનએમ (LNM) જૂથની રચના કરી હતી અને ત્યાર બાદ તેના બિઝનેસના વિકાસ માટે જવાબદાર રહ્યા છે. મિત્તલ સ્ટીલ વૈશ્વિક સ્ટીલ ઉત્પાદક છે જે 14 દેશોમાં કામગીરી ધરાવે છે.
મિત્તલે ઇન્ટીગ્રેટેડ મિની-મિલ્સના વિકાસ અને સ્ટીલ ઉત્પાદનમાં સ્ક્રેપ તરીકે ડાયરેક્ટ રિડ્યુસ્ડ આયર્ન અથવા “ડીઆરઆઇ” (DRI)ના ઉપયોગમાં આગેવાની લીધી હતી જેનાથી વૈશ્વિક સ્ટીલ ઉદ્યોગમાં એકત્રીકરણની શરૂઆત થઈ હતી. મિત્તલ સ્ટીલ વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક છે જેણે 2004માં 42.1 મિલિયન ટન સ્ટીલની નિકાસ કરી હતી અને 22 અબજ ડોલરથી વધુ નફો મેળવ્યો હતો.
મિત્તલને ફોર્ચ્યુન મેગેઝિન દ્વારા “યુરોપિયન બિઝનેસમેન ઓફ ધ યર 2004” જાહેર કરવામાં આવ્યા હતા અને ન્યૂ સ્ટીલ દ્વારા 1996માં “સ્ટીલમેકર ઓફ ધ યર” તથા અસામાન્ય દૂરંદેશી, ઉદ્યોગ સાહસિકતા, નેતૃત્વ અને વૈશ્વિક સ્ટીલ વિકાસમાં સફળતા બદલ 1998માં મેટલ માર્કેટ અને પેઇનવેબરના વર્લ્ડ સ્ટીલ ડાયનામિક્સ દ્વારા “વિલિ કોર્ફ સ્ટીલ વિઝન એવોર્ડ” અપાયો હતો. 2002માં તેઓ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર સાથે રાજકીય કૌભાંડમાં સામેલ હતા જ્યારે તેમણે લેબર પાર્ટીને આપેલા દાનના કારણે બ્લેરે મિત્તલની તરફેણ કરે તેવા બિઝનેસ સોદામાં દરમિયાનગીરી કરી હતી. ત્યાર બાદ એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેમણે લેબર પાર્ટીને 2 મિલિયન પાઉન્ડનું ભંડોળ આપ્યું હતું.તેમણે પોતાના માદરે વતનમાં પણ દાનપ્રવૃત્તિ કરી છે.
પરિવાર
ફેરફાર કરોલક્ષ્મી મિત્તલના પિતા મોહન લાલ મિત્તલ અને તેમના ભાઈ પ્રમોદ મિત્તલ છે. તેમના પુત્ર આદિત્ય મિત્તલ આર્સેલર મિત્તલમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે સેવા આપે છે. વનિષા મિત્તલ તેમની પુત્રી છે.
લંડન 2012 ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક ગેમ્સ
ફેરફાર કરોચેરમેન અને સીઇઓ (CEO) લક્ષ્મી મિત્તલની આગેવાની હેઠળ આર્સેલરમિત્તલ 19.1 મિલિયન પાઉન્ડના પ્રોજેક્ટમાં 16 મિલિયન પાઉન્ડનું ભંડોળ આપશે, જેમાં બાકીના 3.1 મિલિયન પાઉન્ડ લંડન ડેવલપમેન્ટ એજન્સી દ્વારા પૂરા પાડવામાં આવશે. આ દૃષ્ટિએ આ શિલ્પ માત્ર સાંસ્કૃતિક રોકાણનું પ્રતિનિધિત્વ નથી કરતું- જે કોઇ પણ ઓલિમ્પિયાડ માટે શરૂ કરવામાં આવેલું સૌથી મોટું આર્ટવર્ક છે – પરંતુ તે પૂર્વ લંડનમાં લાંબા ગાળાના નવજીવનમાં નોંધપાત્ર નાણાકીય યોગદાન પણ આપશે.[૧૦]
વિશ્વનું સૌથી મોટું કળાકૃતિ સંબંધિત કમિશન ધ આર્સેલરમિત્તલ ઓર્બિટ અત્યાધુનિક એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરલ તકનીકનો ઉપયોગ કરશે. આર્સેલરમિત્તલ દ્વારા પૂરા પાડવામાં આવેલા સ્ટીલથી બનેલી આ કૃતિમાં ટ્યુબ્યુલર સ્ટીલના સતત લૂપિંગ લેટાઇસ હશે અને સ્પેશિયલ વ્યૂઇંગ પ્લેટફોર્મ પરથી સમગ્ર ઓલિમ્પિક પાર્ક અને લંડનનું અસામાન્ય દૃશ્ય જોવા મળશે.[૧૦]
અંગત અને વૃદ્ધિમાન સંપત્તિ
ફેરફાર કરો2010માં ફોર્બ્સ મેગેઝિને મિત્તલને 28.7 અબજ અમેરિકન ડોલરની અંગત સંપત્તિ સાથે વિશ્વના પાંચમા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ ગણાવ્યા હતા. 2009ની સરખામણીમાં તેમની સંપત્તિમાં 9 અબજ અમેરિકન ડોલરથી વધુ વધારો થયો હતો અને ફોર્બ્સના રેન્કિંગમાં તેઓ 3 ક્રમ ઉપર ગયા હતા.[૨]
2009માં ફોર્બ્સ મેગેઝિને મિત્તલને 19.3 અબજ અમેરિકન ડોલરની અંગત સંપત્તિ સાથે વિશ્વના આઠમા ક્રમના સૌથી ધનવાન વ્યક્તિ ગણ્યા હતા.[૨]
2008માં ફોર્બ્સ મેગેઝિન દ્વારા મિત્તલ વિશ્વના ચોથા ક્રમના ધનવાન અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ (2004માં 61મા સૌથી વધુ ધનવાન) હોવાનું નોંધાયું હતું જે એક વર્ષ અગાઉ કરતા એક સ્થાન આગળ હતું. મિત્તલ પરિવાર વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની આર્સેલરમિત્તલમાં નિયંત્રણાત્મક બહુમતી હિસ્સો ધરાવે છે.[૧૧]
દાનકાર્ય
ફેરફાર કરો2000 સમર ઓલિમ્પિક્સમાં ભારતે માત્ર એક કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો અને 2004 સમર ઓલિમ્પિક્સમાં ભારતને માત્ર એક રજત ચંદ્રક મળતા મિત્તલે વિશ્વ સ્તરની ક્ષમતા ધરાવતા 10 ભારતીય એથલેટ્સને મદદ કરવા માટે 90 લાખ અમેરિકન ડોલરના ભંડોળ સાથે મિત્તલ ચેમ્પિયન્સ ટ્રસ્ટની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું.[૧૨] 2008માં મિત્તલે અભિનવ બિન્દ્રાને રૂ. 1.5 કરોડ (રૂ. 15 મિલિયન)નો પુરસ્કાર ભારતને શૂટિંગમાં પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક અપાવવા બદલ આપ્યો હતો.
કોમિક રિલીફ 2007 માટે તેમણે સેલિબ્રિટી સ્પેશિયલ બીબીસી (BBC) પ્રોગ્રામ ધ એપ્રેન્ટિસ માટે એકત્ર થયેલી રકમ (1 મિલિયન પાઉન્ડ)ની બરોબરી કરી હતી.
આર્સેલરમિત્તલ એક અત્યંત સક્રિય સીએસઆર (CSR) કાર્યક્રમ પણ ચલાવે છે જેના હેઠળ તે સેફ સસ્ટેનેબલ સ્ટીલ ઉત્પાદન માટે કામ કરે છે. કંપની આર્સેલરમિત્તલ ફાઉન્ડેશનનું સંચાલન પણ કરે છે જે વિશ્વમાં આર્સેલરમિત્તલ જ્યાં સક્રિય છે તેવા દેશોમાં ઘણા વિવિધ સામુદાયિક પ્રોજેક્ટને ભંડોળ પુરું પાડે છે.
ટીકા અને આક્ષેપો
ફેરફાર કરોપીએચએસ (PHS)
ફેરફાર કરોપોલેન્ડના સૌથી મોટા પીએચએસ (PHS) સ્ટીલ ગ્રૂપના ખાનગીકરણ માટે પોલેન્ડના અધિકારીઓ પર પ્રભાવ પાડવા માટે લક્ષ્મી મિત્તલે સફળતાપૂર્વક મેરેક ડોકનેલની કન્સલ્ટન્સીની નિમણૂક કરી હતી. ત્યાર બાદ એક અન્ય કેસમાં રશિયન એજન્ટો વતી પોલેન્ડના અધિકારીઓને લાંચ આપવાના ગુના હેઠળ ડોકનેલની ધરપકડ કરવામાં આવી હતી.[૧૩]
2007માં પોલેન્ડ સરકારે કહ્યું હતું કે તે આર્સેલરમિત્તલને વેચાણના 2004ના સોદા વિશે પુનઃવાટાઘાટ કરવા માંગે છે.[૧૪]
ગુલામ-કામદાર આરોપો અને વાંધાજનક સુરક્ષાનો ઇતિહાસ
ફેરફાર કરોમિત્તલની ખાણોમાં અનેક મજૂરોના મોત બાદ મિત્તલના કર્મચારીઓએ તેમના પર “ગુલામીભરી મજૂરી”ની સ્થિતિ સર્જવાના આરોપ મૂક્યા છે.[૧૫] ડિસેમ્બર 2004માં કઝાખસ્તાનમાં ખામીયુક્ત ગેસ ડિટેક્ટર્સના કારણે તેમની ખાણમાં ત્રેવીસ ખાણિયાઓના મોત નિપજ્યાં હતા.
મિત્તલ સામે આરોપ છે કે તેઓ કઝાખસ્તાનમાં વાંધાજનક સુરક્ષા રેકોર્ડ ધરાવતી અનેક કોલસાની ખાણો ચલાવે છે. 2004 અને 2007 વચ્ચે નબળા ધોરણોના કારણે 91 ખાણિયાઓના મોત નિપજ્યાં હતાં અને તેની ફોજદારી તપાસ થઈ હતી . 2006નો ધડાકો, જેમાં 41 વ્યક્તિનો મોત થયા હતા, તેના સાક્ષીઓ જણાવે છે કે જ્વલનશીલ ગેસના ગોટા નીકળતા હોવા છતાં ખાણ ખાતેના મેનેજરોએ કર્મચારીઓને કામ ચાલુ રાખવા ધકેલ્યા હતા જેથી તેઓ ઉત્પાદન તથા અન્ય લક્ષ્યાંક સિદ્ધ કરી શકે. એક કર્મચારીએ ટાઇમ્સને જણાવ્યું હતું કે, “સ્થાનિક મેનેજરો પોતાના લક્ષ્ય સિદ્ધ કરી શકે જેથી તેમને બોનસ મળે તે માટે અમારા પર મૂકવામાં આવતું દબાણ સતત વધતું જાય છે. અમારું પ્રાણીઓની જેમ શોષણ કરવામાં આવે છે.” ભૂતપૂર્વ ખાણિયા અને કામદાર સંઘના આગેવાન પાવેલ શુમકીને દાવો કર્યો હતો કે, “તમામ ખાણિયા એ બાબતમાં સહમત છેઃ મિત્તલના હેઠળના જીવનની સરખામણી કરવામાં આવે તો દરેક માટે સોવિયેત યુગમાં સ્થિતિ વધુ સારી હતી.”[૧૬]
મિત્તલ વિવાદઃ “પ્રભાવ માટે નાણાં”
ફેરફાર કરો2002માં પ્લેઇડ એમપી (MP) આદમ પ્રિન્સે યુકે (UK)ના વડાપ્રધાન ટોની બ્લેર અને મિત્તલ વચ્ચે મિત્તલ વિવાદમાં જોડાણનો ભાંડો ફોડ્યો ત્યારે વિવાદ જાગ્યો હતો, જેને “ગાર્બેજગેટ” અથવા કેશ ફોર ઇનફ્યુઅન્સ કહેવામાં આવે છે.[૧૭][૧૮][૧૯] ડચ એન્ટિલસ ખાતે નોંધાયેલી મિત્તલની એલએનએમ (LNM) સ્ટીલ કંપની તેના 1,00,000થી વધુ શ્રમબળનો 1 ટકાથી ઓછો હિસ્સો યુકે (UK)માં રાખે છે, તેમણે રોમાનિયાના સરકારી સ્ટીલ ઉદ્યોગને ખરીદવા બ્લેરની મદદ માંગી હતી.[૧૯] બ્લેર દ્વારા રોમાનિયાની સરકારને લખવામાં આવેલા પત્રમાં, જેની નકલ પ્રાઇસને મળી ગઇ હતી, તેમાં એવો સંકેત અપાયો હતો કે કંપનીનું ખાનગીકરણ અને મિત્તલને વેચાણ રોમાનિયાને યુરોપીયન યુનિયનમાં સરળ પ્રવેશ અપાવવામાં મદદરૂપ બની શકે છે.[૧૭]
બ્લેકે સહી કરી તેના અગાઉ તેમાંથી એક ફકરો દૂર કરવામાં આવ્યો હતો જેમાં મિત્તલને “એક મિત્ર” તરીકે ઓળખાવાયા હતા.[૨૦]
ક્વીન્સ પાર્ક રેન્જર્સ
ફેરફાર કરોતાજેતરમાં મિત્તલ બાર્કલેઝ પ્રીમિયરશિપ ક્લબ્સ વિગાન અને એવર્ટનની ખરીદી અને વેચાણ માટે અગ્રણી સ્પર્ધક તરીકે ઉભરી આવ્યા હતા. જોકે 20 ડિસેમ્બર 2007ના રોજ એવું ધારવામાં આવ્યું હતું કે મિત્તલ પરિવારે ક્વિન્સ પાર્ક રેન્જર્સ ફુટબોલ ક્લબમાં 20 ટકા હિસ્સો ખરીદ્યો છે જેમાં તેઓ ફ્લેવિયો બ્રિયાટોર અને મિત્તલના મિત્ર બર્ની એક્લેસ્ટોન સાથે જોડાયા હતા.[૨૧] રોકાણના ભાગરુપે મિત્તલના જમાઇ અમિત ભાટિયાએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન મેળવ્યું હતું. સંઘર્ષ કરતી ક્લબમાં સંયુક્ત રોકાણના કારણે એવું માનવામાં આવતું હતું કે મિત્તલ એવા ધનાઢ્ય વ્યક્તિઓની રેન્કમાં જોડાવા માંગે છે જેઓ ઇંગ્લિશ ફુટબોલમાં ભારે રોકાણ કરીને રોમન એમ્બ્રામોવિક જેવા લોકોનું અનુકરણ કરવા માંગે છે જેમણે લાભ મેળવ્યો હતો.[૨૨]
19 ફેબ્રુઆરી 2010ના રોજ ફ્લેવિયો બ્રિયાટોરે ક્યુપીઆર (QPR)ના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું હતું અને ક્લબના વધુ શેર મિત્તલને વેચ્યા હતા જેનાથી મિત્તલ સૌથી મોટા શેરધારક બન્યા હતા.[૨૩]
પર્યાવરણને નુકસાન
ફેરફાર કરોમિત્તલે કોર્ક ખાતે આયરિશ સ્ટીલ પ્લાન્ટ સરકાર પાસેથી માત્ર 1 પાઉન્ડની નજીવી ફી ચૂકવીને ખરીદ્યો હતો. ત્રણ વર્ષ બાદ 2001માં તે બંધ કરી દેવાતા 400 વ્યક્તિ ફાજલ થયા હતા. ત્યાર બાદ તે સ્થળે પર્યાવરણના મુદ્દા ઉઠતા તેની ટીકા થઈ હતી. સરકારે કોર્ક હાર્બરને સ્વચ્છ કરવા માટે મિત્તલ પાસેથી નાણાં વસુલવા તેમની સામે હાઇ કોર્ટમાં કેસ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળતા મળી હતી. જગ્યાને સાફ કરવા 70 મિલિયન યુરોનો ખર્ચ થવાની અપેક્ષા છે.[૨૪]
અંગત જીવન
ફેરફાર કરોતેઓ હાલમાં કેન્સિંગ્ટન, લંડન ખાતે રહે છે. તેમનું 18-19 કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડન્સ ખાતેનું નિવાસસ્થાન 2004માં ફોર્મ્યુલા વનના બોસ બર્ની એક્લેસ્ટન પાસેથી 57 મિલિયન પાઉન્ડ (128 મિલિયન ડોલર)માં ખરીદવામાં આવ્યું હતું. જેનાથી તે સમયનું સૌથી મોંઘું ઘર બન્યું હતું.[૨૫] કેન્સિંગ્ટન, લંડન ખાતે મિત્તલનું નિવાસસ્થાન જે આરસથી શણગારવામાં આવ્યું છે તે આરસની ખાણમાંથી તાજ મહલ માટે આરસ પહોંચાડાયો હતો. સંપત્તિના આ ભવ્ય દેખાડાને તાજ મિત્તલ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.[૨૬] તેમાં 12 શયનખંડ, એક ઇનડોર પુલ, ટર્કીશ બાથ અને 20 કાર માટે પાર્કિંગ છે.[૨૭]
મિત્તલે નં. 6 પેલેસ ગ્રીન્સ, કેન્સિંગ્ટન ગાર્ડન્સની ખરીદી કરી હતી જે અગાઉ ફાઇનાન્શિયર નોમ ગોટ્ટેસમેનની માલિકીનું હતું. આ ખરીદી તેમના પુત્ર આદિત્ય મિત્તલ માટે 117 મિલિયન પાઉન્ડમાં કરવામાં આવી હતી જેણે જર્મન ફેશન લક્ઝરી બ્રાન્ડ એસ્કાડાના માલિક અને ડાયરેક્ટર ઓફ ધ બોર્ડ મેઘા મિત્તલ સાથે લગ્ન કર્યા છે.
મિત્તલે 2008માં તેમની પુત્રી વનિષા મિત્તલ ભાટિયા માટે 70 મિલિયન પાઉન્ડમાં નં.9એ પેલેસ ગ્રીન્સ, કેન્સિંગ્ટન ગાર્ડન્સની ખરીદી કરી હતી જે અગાઉ ફિલિપાઇન્સનું રાજદૂતાવાસ હતું. વનિષાએ બિઝનેસમેન અને દાતાર અમિત ભાટિયા સાથે લગ્ન કર્યા છે.
મિત્તલ કેન્સિંગ્ટન પેલેસ ગાર્ડન્સ ખાતે ત્રણ મોકાની મિલકતો ધરાવે છે જેનુ મૂલ્ય “બિલિયોનેર્સ રો” ખાતે સંયુક્ત રીતે 500 મિલિયન પાઉન્ડ થાય છે. [૨૮]
મિત્તલ 46 બી, ધ બિશપ્સ એવેન્યૂ ખાતે સમર પેલેસ તરીકે ઓળખાતું એક મકાન ધરાવે છે જેને “મિલિયોનર્સ રો” નામ અપાયું છે અને 40 મિલિયન પાઉન્ડ માટે વેચાણ પર હોવાનું કહેવાય છે.
2005માં તેમણે ભારતમાં નવી દિલ્હી ખાતે ઔરંગઝેબ રોડ પર બ્રિટિશ યુગનો બંગલો નં. 22 પણ 7.5 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો, આ રોડ વિશિષ્ટ છે જ્યાં દૂતાવાસો અને કરોડોપતિઓ રહે છે. મિત્તલે બંગલાને ઘર તરીકે પુનઃનિર્માણ કર્યો હતો.
સન્માનો અને પુરસ્કારો
ફેરફાર કરો- 2010: "ડોસ્ટીક" 1, રિપબ્લિક ઓફ કઝાખસ્તાનના વિકાસમાં તેમના યોગદાન બદલ સૌથી ઊંચો નાગરિક પુરસ્કાર
- 2008 : ગોલ્ડમેન સૅક્સમાં મિત્તલ જૂન 2008થી ડિરેક્ટર છે.
- 2007: ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદ્મ વિભૂષણ એનાયત કરાયો હતો જે નાગરિક પુરસ્કારોમાં બીજા ક્રમે છે.[૨૯]
- 2007: તેમને ડ્વાઇડ ડી આઇઝનહોવર ગ્વોબલ લીડરશિપ એવોર્ડ, સ્પેનમાં ગ્રાન્ટ ક્રોસ ઓફ સિવિલ મેરિટ અને “ફેલોશિપ ફ્રોમ કિંગ્સ કોલેજ” અપાયા હતા.[૨૯]
- 2006: ટાઇમ મેગેઝિન દ્વારા તેમને ઇન્ટરનેશનલ ન્યુઝમેકર ઓફ ધ યર અને ફાઇનાન્શિયલ ટાઇમ્સ દ્વારા “પર્સન ઓફ ધ યર 2006” જાહેર કરવામાં આવ્યા હતા.
- 2004: ફોર્ચ્યુન મેગેઝિન દ્વારા તેમને યુરોપીયન બિઝનેસમેન ઓફ ધ યર જાહેર કરાયા હતા.
- 1998: વિલી કોર્ફ સ્ટીલ વિઝન એવોર્ડ- અમેરિકન સ્ટીલ માર્કેટ અને પેઇનવેબરનું વર્લ્ડ સ્ટીલ સ્ટેટિક્સ
- 1996: સ્ટીલમેકર ઓફ ધ યર- ન્યૂ સ્ટીલ
ગ્રંથસૂચિ
ફેરફાર કરો- ટિમ બુકેટ અને બાયરોન ઓસી- કોલ્ડ સ્ટીલ (લિટલ, બ્રાઉન, 2008).
- યોગેશ છાબરિયા – ઇન્વેસ્ટ ધ હેપિયોનેર વે (સીએનબીસી (CNBC)- નેટવર્ક 18, 2008).
- નવલપ્રિત રાંગી – ડોક્યુમેન્ટરી ફિલ્મ (ધ મેન વિથ એ મિશન, 2010).
આ પણ જોશો
ફેરફાર કરો- આર્સેલર મિત્તલ
- મારવાડી લોકો
- બી4યુ (B4U)
- રાજસ્થાન
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Lakshmi N. Mittal / Chairman of the Board of Directors and CEO". Arcelor Mittal. મૂળ માંથી 22 ઑગસ્ટ 2011 પર સંગ્રહિત. મેળવેલ 7 October 2010. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય
<ref>
ટેગ;forbes1
નામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી - ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 26 સપ્ટેમ્બર 2010 પર સંગ્રહિત. મેળવેલ 12 મે 2011.
- ↑ "Full page fax print" (PDF). મૂળ (PDF) માંથી 11 મે 2011 પર સંગ્રહિત. મેળવેલ 28 ઓક્ટોબર 2010.
- ↑ આઇએચટી (IHT) (2008)મિત્તલ જોઇન્સ ગોલ્ડમેન સેક્સ બોર્ડ. સુધારો, નવેમ્બર 1 2008
- ↑ ઇએડીએસ એનવી (EADS NV) (2009)ઇએડીએસ એનવી (EADS NV)[હંમેશ માટે મૃત કડી]. સુધારો જૂન 30 2009
- ↑ શક્તિશાળી લોકોની યાદી
- ↑ ફોર્બ્સ ઇન પિક્ચર્સ: 20 મોસ્ટ ઇન્ટ્રિગ્યુઇંગ બિલિયોનેર હેરેસિસ
- ↑ "Search leadership, business and management news and news analysis from MT and Management Today magazine". Managementtoday.co.uk. 3 સપ્ટેમ્બર 2010. મેળવેલ 7 સપ્ટેમ્બર 2010.[હંમેશ માટે મૃત કડી]
- ↑ ૧૦.૦ ૧૦.૧ આર્સેલરમિત્તલ (2010)આર્સેલરમિત્તલ સંગ્રહિત ૨૦૧૧-૧૨-૦૨ ના રોજ વેબેક મશિન. સુધારો 3 એપ્રિલ 2010
- ↑ "Mittal announces bid for rival Arcelor". London: The Guardian. 27 જાન્યુઆરી 2006. [મૃત કડી]
- ↑ "ડીએનએ (DNA) - સ્પોર્ટ - મિત્તલનું ઓલિમ્પિક સ્વપ્ન રૂ. 40 કરોડનું છે- ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસિસ". મૂળ માંથી 4 જાન્યુઆરી 2009 પર સંગ્રહિત. મેળવેલ 12 મે 2011.
- ↑ હાઉ ટાયકૂન વેન્ટ ફ્રોમ પોલો લોન ટુ પોલિશ જેલ[હંમેશ માટે મૃત કડી] ધ ટાઇમ્સ નવેમ્બર 27, 2004
- ↑ "Poland wants to renegotiate terms of PHS sale to Arcelor Mittal". Abcmoney.co.uk. મૂળ માંથી 30 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 7 સપ્ટેમ્બર 2010.
- ↑ "યુકે (UK)ની સૌથી ઢનાઢ્ય વ્યક્તિ શ્રમ કાયદા મુદ્દે જેલમાં". મૂળ માંથી 6 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 12 મે 2011.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 19 સપ્ટેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 12 મે 2011.
- ↑ ૧૭.૦ ૧૭.૧ પ્લેઇડ રિવીલ્સ લેબર સ્ટીલ કેશ લિન્ક મન્ડે, 11 ફેબ્રુઆરી 2002, 11-01-07
- ↑ લક્ષ્મી મિત્તલ, સ્ટીલ મીલ મિલિયોનર થર્સડે, 14 ફેબ્રુઆરી 2002, 11-01-07
- ↑ ૧૯.૦ ૧૯.૧ ક્યુ એન્ડ એ (Q&A): 'ગાર્બેજગેટ' થર્સડે, 14 ફેબ્રુઆરી 2002, 11-01-07
- ↑ ક્યુ એન્ડ એ (Q&A): 'ગાર્બેજગેટ' 14 ફેબ્રુઆરી 2002, 11-01-07
- ↑ "QPR secure huge investment boost". BBC. London. 20 ડિસેમ્બર 2007. મેળવેલ 20 ડિસેમ્બર 2007.
- ↑ લક્ષ્મી મિત્તલ પુશિશ ક્યુપીઆર (QPR) અપ ધ રિચ લિસ્ટ સંગ્રહિત ૨૦૦૮-૦૬-૨૪ ના રોજ વેબેક મશિન કેવિન ગારસાઇડ દ્વારા, ડેઇલી ટેલિગ્રાફ, 21 ડિસેમ્બર 2007
- ↑ "Briatore resigns as QPR chairman". Reuters. 19 February 2010. મૂળ માંથી 30 ઑક્ટોબર 2020 પર સંગ્રહિત. મેળવેલ 2010-02-20. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ O'Connor, Lisa (8 ઓગસ્ટ 2004). "STEEL PLANT MESS BILL HAS DOUBLED | Sunday Mirror Newspaper | Find Articles at BNET". Findarticles.com. મેળવેલ 7 સપ્ટેમ્બર 2010.
- ↑ "$128M Spend for London House". MSNBC. 12 April 2004. મૂળ માંથી 27 ઑક્ટોબર 2006 પર સંગ્રહિત. મેળવેલ 12 મે 2011. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ટેકઓવર વીક: બિલિયોનેર રો (રોબ) - ગૂગલ સાઇટસીઇંગ
- ↑ "Photo Gallery: Homes Of The Billionaires". Forbes.com. 2002-05-22. મૂળ માંથી 16 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-07. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ ધ મિત્તલ મોનોપોલી: બ્રિટેન્સ રિચેસ્ટ મેન બાય પ્રોપર્ટી
- ↑ ૨૯.૦ ૨૯.૧ http://www.eads.com/1024/en/corporate_governance/Board_of_Directors/members/Mittal.html[હંમેશ માટે મૃત કડી] EADS N.V.
બાહ્ય લિંક્સ
ફેરફાર કરો- આર્સેલરમિત્તલ વેબસાઇટ
- આર્સેલરમિત્તલ વેબ ટીવી સંગ્રહિત ૨૦૧૧-૦૧-૧૨ ના રોજ વેબેક મશિન
- આર્સેલર ખરીદવાની બિડની પાશ્ચભૂમિકા સાથે મિત્તલ અંગે લેખ સંગ્રહિત ૨૦૦૮-૦૮-૩૦ ના રોજ વેબેક મશિન - ટાઇમ
- લક્ષ્મી એન. મિત્તલ મુખ્યનોંધઃ યુનિવર્સિટીઓ ઓફ પેન્સિલવેનિયાની વ્હોર્ટન સ્કૂલ - એમબીએ (MBA) 13મી ઉજવણીની જાહેરાત સંગ્રહિત ૨૦૦૯-૦૯-૦૨ ના રોજ વેબેક મશિન
- લક્ષ્મી મિત્તલ બ્રિટનનું સૌથી મોંઘુ ઘર ખરીદશે સંગ્રહિત ૨૦૦૮-૦૬-૨૫ ના રોજ વેબેક મશિન - ધ ગાર્ડીયન
- મિત્તલ પર લેખ[હંમેશ માટે મૃત કડી] - ટાઇમ્સ ઓનલાઇન
- ક્યુ એન્ડ એ (Q&A) ઓન ધ મિત્તલગેટ સ્કેન્ડલ - બીબીસી (BBC) ન્યૂઝ
- બીબીસી (BBC) - ""ગ્લિમ્પ્સિંગ એ ફેરી ટેલ વેડિંગ"" - બીબીસી (BBC) ન્યૂઝ
- કોલ્ડ સ્ટીલ [હંમેશ માટે મૃત કડી]
- મિત્તલ એવિલ સંગ્રહિત ૨૦૧૧-૦૨-૦૨ ના રોજ વેબેક મશિન
- મિત્તલ સ્ટીલ ક્લેવીલેન્ડ વર્ક્સ સંગ્રહિત ૨૦૧૨-૧૨-૨૦ ના રોજ archive.today
- મિત્તલ પરિવારની એસ્કડા ખરીદી અંગે લેખ - બ્લૂમ્બર્ગ
- લક્ષ્મી મિત્તલ પર ફોર્બ્સ ટોપિક પેજ સંગ્રહિત ૨૦૧૦-૧૨-૩૧ ના રોજ વેબેક મશિન
વ્યક્તિગત માહિતી | |
---|---|
નામ | |
અન્ય નામો | |
ટુંકમાં વર્ણન | |
જન્મ | |
જન્મ સ્થળ | |
મૃત્યુ | |
મૃત્યુ સ્થળ |