લલ્લુભાઈ શામળદાસ
સર લલ્લુભાઈ શામળદાસ મહેતા (૧૪ ઑક્ટોબર, ૧૮૬૩ – ૧૪ ઑક્ટોબર, ૧૯૩૬) ભાવનગર રાજ્યના મહારાજાના દરબારમાં ૧૮ વર્ષની ઉંમરથી જ શ્રીમંત ઉમરાવવર્ગ અને મહેસૂલ કમિશનર હતા. તેઓ પશ્ચિમ ભારતમાં અસંખ્ય ઉદ્યોગોની સ્થાપનામાં ખાસ કરીને વહાણવટા ઉદ્યોગમાં સંકળાયેલા હતા. તેમણે સહકારી ચળવળમાં રસ લીધો હતો અને સ્વદેશી લીગના અધ્યક્ષ હતા અને ભારતમાં સહકારી ચળવળના પિતા તરીકે ઓળખાય છે. ભાવનગરની શામળદાસ કોલેજની સ્થાપના ભાવનગર રાજ્યના મહારાજા તખ્તસિંહજીએ તેમના પિતાની સ્મૃતિમાં કરી હતી. તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પણ રસ લીધો હતો અને તે સમયના નેતાઓ સાથે સંકળાયેલા હતા.
જીવન અને કાર્ય
ફેરફાર કરોલલ્લુભાઈનો જન્મ સૌરાષ્ટ્રના ભાવનગરમાં થયો હતો. તેમના પિતા શામળદાસ ભાવનગર રાજ્યમાં મુખ્ય ન્યાયાધીશ અને દિવાન હતા. આ પદ તેમના દાદા પરમાનંદદાસ મહેતાએ પણ ૧૮૨૮ થી ૧૮૭૭ સુધી સંભાળ્યું હતું. ઉમરાવવર્ગમાં જન્મેલા તેઓ ભાવનગરના મહારાજા માટે કામ કરતા પહેલા ભાવનગરમાં અને ત્યારબાદ એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કરવા ગયા હતા. તેમણે ૧૮૮૪માં ભોળાનાથ સારાભાઈની પૌત્રી સત્યવતી સાથે લગ્ન કર્યા. ૧૮૮૪માં તેઓ મહેસૂલ કમિશનર બન્યા. ૧૯૨૬માં તેમણે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની માટે જહાજોનું આયોજન કરવા માટે ઇંગ્લેન્ડની મુલાકાત લીધી હતી. આ કંપની તેમણે વાલચંદ હીરાચંદ અને નરોત્તમ મોરારજી સાથે મળીને વિકસાવી હતી. તેઓ ૧૯૩૩માં જાપાન પણ ગયા હતા, જેના વિશે તેમણે એક પુસ્તક લખ્યું હતું, "માય ઇમ્પ્રેશન્સ ઓફ જાપાન". તેમણે એક મિલની સ્થાપના કરી હતી.[૧] તથા ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની, ટાટા હાઇડ્રો એન્ડ એડવાન્સ મિલ્સના નિર્દેશક તરીકે સેવા આપી હતી. તેઓ ભારતીય સહકારી ચળવળના પિતા માનવામાં આવે છે, જે તેમના સૌથી મોટા પુત્ર, વૈકુંઠ મહેતા દ્વારા આગળ ધપાવવામાં આવી હતી. લલ્લુભાઈ જીવન વીમા, સિમેન્ટ અને ખાંડ ઉદ્યોગોના પ્રણેતા પણ હતા. તેમને ૧૯૧૪ માં સીઆઈઇ (CIE) બનાવવામાં આવ્યા હતા અને ૧૯૨૬ માં લંડનના બકિંગહામ પેલેસમાં રાજા જ્યોર્જ પાંચમા દ્વારા તેમને નાઈટની પદવી આપવામાં આવી હતી.[૨] તેમના પુત્રો - વૈકુંઠ, જ્યોતેન્દ્ર અને ગગનવિહારી સાથે મળીને તેમણે સહકારી બેંકિંગ, વીમા અને અર્થતંત્રનો પાયો નાખ્યો હતો.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Kannangara, A. P. (1968). "Indian Millowners and Indian Nationalism before 1914". Past & Present (40): 147–164. doi:10.1093/past/40.1.147. ISSN 0031-2746. JSTOR 650072.
- ↑ Sen, S.P., સંપાદક (1974). Dictionary of National Biography. Volume III. Calcutta: Institute of Historical Studies. પૃષ્ઠ 79–81.