લસિકા ગાંઠ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
લસિકા ગાંઠ એ રોગપ્રતિકારકતંત્રનું નાનુ ગોળ દડા આકારનું અવયવ છે. રોગપ્રતિકારકતંત્ર સમગ્ર શરીરમાં ફેલાયેલું હોય છે અને તે લસિકાવાહિનીઓથી જોડાયેલું હોય છે. લસિકા ગાંઠો B, T, અને પ્રતિરક્ષા કોશિકાઓના લશ્કરી થાણા છે. લસિકા ગાંઠો સમગ્ર શરીરમાં જોવા મળે છે અને બહારથી શરીરમાં પ્રવેશતા બાહ્ય પદાર્થો માટે એક ફિલ્ટર અથવા જાળ તરીકે કામ કરે છે. રોગપ્રતિકારકતંત્રની યોગ્ય રીતે કામગીરી માટે તેઓ મહત્ત્વની છે.
લસિકા ગાંઠ | |
---|---|
A lymph node showing afferent and efferent lymphatic vessels | |
Lymph node, showing (1) capsule, (2) subscapular sinus, (3) germinal centers, (4) lymphoid nodule, (5?) HEVs. | |
Latin | nodus lymphoideus |
લસિકા ગાંઠો નૈદાનિક મહત્ત્વ ધરાવે છે. લસિકા ગાંઠો વિવિધ પરિસ્થિતિમાં ફુલે છે અથવા મોટી થાય છે જેમાં ગળાનો ચેપથી લઇને પ્રાણઘાતક કેન્સર જેવી બિમારીઓનો સમાવેશ થાય છે. કેન્સરની બિમારીમાં લસિકા ગાંઠોની સ્થિત એટલી મહત્ત્વની છે કે તેનો કેન્સર સ્ટેજિંગ તરીકે ઉપયોગ થાય છે જે દર્દીને કઇ સારવાર આપવી અને રોગનિદાન ચિકિત્સાનો પ્રકાર નક્કી કરે છે.
લસિકા ગાંઠો પર જ્યારે પણ સોજો આવે છે ત્યારે તેનું બાયોપ્સી દ્વારા રોગનિદાન કરી શકાય છે. કેટલીક બિમારીઓ લાક્ષણિક સાતત્ય અને સ્થળને આધારે લસિકા ગાંઠોને અસર કરે છે.
કાર્યો
ફેરફાર કરોરોગકારક સૂક્ષ્મજીવો, અથવા જીવાણુઓ શરીરના કોઇ પણ ભાગમાં ચેપ પેદા કરી શકે છે. જો કે શ્વેતકણનો એક પ્રકાર લસિકા કોષ આવરણીય લસિકા અવયવમાં પ્રતિજન, અથવા પ્રોટીનને મળશે જેમાં લસિકા ગાંઠોનો પણ સમાવેશ થાય છે. લસિકા ગાંઠોમાં પ્રતિજન વિશેષ કોશિકાઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. નેઇવ લસિકા કોષ (એટલે કે કોશિકાઓને હજુ સુધી પ્રતિજન સામે ભેટો થયો નથી) વિશિષ્ટ રૂધિરકેશિકા મારફતે રૂધિરપ્રવાહમાંથી ગાઠમાં પ્રવેશે છે. લસિકા કોષ નિપૂણ બન્યા બાદ તેઓ વધારાની લસિકા સાથે અલગ લસિકાવાહિની મારફતે લસિકાગાંઢમાંથી બહાર નિકળી જશે. લસિકા કોષ સતત આવરણીય લસિકા અવયવોનું વહન કરતું રહે છે અને લસિકાગાંઠોની સ્થિતિનો આધાર ચેપ પર રહે છે. ચેપ દરમિયાન, અંકુર કેન્દ્રોમાં B-કોશિકાના તીવ્ર પ્રચુરોદભવને કારણે લસિકા ગાંઠો ફૂલે છે. આ સ્થિતિને સામાન્ય રીતે "સુજેલી ઉત્સેચક ગ્રંથીઓ" કહેવાય છે.
માળખું
ફેરફાર કરોલસિકા ગાંઠ તંતુમય કેપ્સ્યુલથી ઘેરાયેલી હોય છે ને લસિકા ગાંઠની અંદર તંતુમય કેપ્સ્યુલ ટ્રેબિક્યુલી રચવા માટે લંબાય છે. લસિકા ગાંઠના પદાર્થ બાહ્ય આચ્છાદન અને આંતરિક અસ્થિમજ્જામાં વહેંચાયેલા છે. તે હિલેમ સિવાય આચ્છાદનથી ઘેરાયેલા હોય છે. જેમાં અસ્થિમજ્જા સપાટીના સીધા સંપર્કમાં આવે છે[૧]
પાતળા જાળીદાર તાંતણા, ઇલાસ્ટિન અને જાળીદાર તાંતણા ગાંઠમાં રેટિક્યુલર નેટવર્ક (RN) (જાળીદાર માળખું) તરીકે ઓળખાતું મેશવર્ક રચે છે. જેમાં આચ્છાદનમાં શ્વેતકણો (ડબલ્યુબીસી) ખાસ કરીને લસિકા કોષ ઠાંસીઠાંસીને ભરેલા હોય છે. અન્યત્ર, ભાગ્યેજ શ્વેતકણો હોય છે. રેટિક્યુલર નેટવર્ક માળખાકીય ટેકો પુરો પાડવા ઉપરાંત ડેન્ડ્રિટિક કોશિકાઓ, મેક્રોફેઝ અને લસિકા કોષને ચોંટવા માટે એક સપાટી પણ પુરી પાડે છે. તેનાથી હાઇ ઇન્ડોથિલાયલ વેન્યુલ્સ દ્વારા લોહીની સાથે પદાર્થનું આદાન-પ્રદાન થાય છે. તે પ્રતિકારક કોશિકાઓની સક્રિયતા અને પરિવપકવતા માટે જરૂરી વૃદ્ધિ અને નિયામકી પરિબળો પુરા પાડે છે.[૨]
ગ્રંથીઓની સંખ્યા અને બંધારણ બદલી શકે છે તેમાં પણ ખાસ કરીને જ્યારે પ્રતિજન દ્વારા પડકારવામાં આવે ત્યારે. જ્યારે તેઓ અંકુરણ કેન્દ્ર વિકસાવે છે ત્યારે.[૧]લસિકા સાઇનસ લસિકાગાંઠમાં આવેલી એક ચેનલ છે જે એન્ડોથેલિયલ કોશિકાઓ અને ફાઇબરોબ્લાસ્ટિક જાળીદાર કોશિકાઓ દ્વારા રચાય છે. લસિકા સાઇનસ તેના મારફતે લસિકાનું સરળતાથી વહન કરે છે. આમ સબકેપ્સ્યુલર સાઇનસ કેપ્સ્યુલની નજીકમાં સૌથી નજીકમાં આવેલી ઊંડી સાઇનસ છે અને તેનું એન્ડોથિલિયમ અંતર્વાહી લસિકા વાહિની સાથે સતત છે. તે ટ્રાબિક્યુલી અને આચ્છાદનની અંદર આવેલા સાઇનસને પણ સમાન છે. કોર્ટિકલ સાઇનસ અને ફ્લેન્કિંગ ટ્રાબિક્યુલી અસ્થિમજ્જીય સાઇનસ માં જાય છે જ્યાંથી લસિકા અંતર્વાહી લસિકા વાહિનીમાં વહે છે.[૧]
કેપ્સ્યુલની અંદર શાખાઓ ધરાવતી અને વ્યાપક નેટવર્ક ધરાવતી અંતર્વાહી લસિકા વાહિનીઓ લસિકાને લસિકા ગાંઠમાં લાવે છે. આ લસિકા સબકેપ્સ્યુલર સાઇનસમાં પ્રવેશે છે. અંતર્વાહી લસિકા વાહિનીઓની સૌથી અંદરની રેખા લસિકા સાઇનસની રેખા બનાવતી કોશિકાઓને સળંગ હોય છે.[૧] લસિકા લસિકા ગાંઠના પદાર્થો મારફતે ગળાય છે અને અંતે અસ્થિમજ્જામાં પહોંચે છે. દરમિયાનમાં તેનો લસિકા કોષ સામે સામનો થાય છે અને અનુકૂલન પ્રતિરક્ષા પ્રતિભાવ પ્રણાલીના ભાગ રૂપે તે સક્રિય થાય છે. લસિકા ગાંઠની અંદર્ગોળ બાજુને હાઇલમ કહેવાય છે. અહીં હાજર કોશિકા અને રક્તવાહિનીઓની બનેલી પ્રમાણમાં ગીચ નેટવર્ક સાથે અંતર્વાહી જોડાય છે અને લસિકાને લસિકા ગાંઠની બહાર લઇ જાય છે.
આચ્છાદન
ફેરફાર કરોઆચ્છાદનમાં, સબકેપસ્યુલર સાઇનસ ટ્રેબીક્યુલર સાઇનસ માં જાય છે અને બાદમાં લસિકા "અસ્થિમજ્જીય સાઇનસ"માં વહે છે. બાહ્ય આચ્છાદન મુખ્યત્વે B કોશિકાઓ બનેલું હોય છે અને ગ્રંથીઓ તરીકે ગોઠવાય છે, અને જ્યારે પ્રતિજન દ્વારા પડકારવામાં આવે છે ત્યારે અંકુરણ કેન્દ્ર વિકસાવી શકે છે. અને અંદરનું આચ્છાદન મુખ્યત્વે T કોશિકાઓનું બનેલું હોય છે. અહીં સબકોર્ટિકલ ઝોન તરીકે ઓળખાતો ઝોન હોય છે જેમાં T-કોશિકાઓ (અથવા કોશિકાઓ જે મોટે ભાગે લાલ હોય છે તે) મુખ્યત્વે ડેન્ડ્રિટિક કોશિકાઓ સાથે પ્રક્રિયા કરે છે, સબકોર્ટિકલ જોનમાં જાળીદાર નેટવર્ક ગીચ હોય છે.[૩]
અસ્થિમજ્જા
ફેરફાર કરોઅસ્થિમજ્જામાં બે માળખા હોય છે.
- અસ્થિમજ્જીય કોર્ડ લસિકા પેશીના કોર્ડ હોય છે જેમાં કોસરસ કોશિકાઓ અને B કોશિકાઓનો સમાવેશ થાય છે.
- અસ્થિમજ્જીય સાઇનસ (અથવા સાઇનસોઇડ ) વાહિની-જેવી જગ્યા છે જે અસ્થિમજ્જીય કોર્ડને છૂટી પાડે છે. લસિકા કોર્ટિકલ સાઇનસમાંથી અસ્થિમજ્જીય સાયનસ અને અંતર્વાહી લસિકાવાહિનીઓમાં વહે છે. અસ્થિમજ્જીય સાયનસ હિસ્ટોસાઇટ (સ્થિર મેક્રોફેજ) અને જાળીદાર કોશિકાઓ ધરાવે છે.
આકાર અને કદ
ફેરફાર કરોમાનવ લસિકા ગાંઠો વાલ આકારની હોય છે અને તેનું કદ કેટલાક મિલિમીટરથી માંડીને 1–2 સેન્ટિમીટર સુધીનું હોય છે.[૧] તેઓ ગાંઠ અથવા ચેપને કારણે ફુલે છે. લસિકા કોષ શ્વેતકણો તરીકે પણ ઓળખાય છે અને તે લસિકા કોષોના જાળીવાળા માળખામાં આવેલા હોય છે. શરીરને જ્યારે ચેપ લાગે છે ત્યારે લસિકા કોષો ફૂલે છે કારણકે લસિકા કોષનો લોહીમાંથી ગાંઠમાં વહન વધી જાય છે જેને પરિણામે ગાંઠમાંથી બાહ્યપ્રવાહનો દર વધે છે. લસિકા ગાંઠ ફૂલવાનું બીજું મુખ્ય કારણ પ્રતિજન લક્ષિત ટી અને બી કોશિકાઓની સક્રિયતા અને પ્રચુરોદભવ છે. કેટલાક કિસ્સામાં અગાઉના ચેપને કારણે તે ફૂલેલી રહે છે. તે તંદુરસ્ત હોવા છતાં તે ફૂલેલી દેખાય છે.
લસિકા પરિભ્રમણ
ફેરફાર કરોલસિકા અંતર્વાહી લસિકાવાહિનીઓ મારફતે લસિકા ગાંઠ તરફ જાય છે અને સબકેપ્સ્યુલર સાઇનસ તરીકે ઓળખાતી જગ્યામાં આવેલી કેપ્સ્યુલની અંદર આવેલી ગાંઠમાં જાય છે. સબકેપ્સ્યુલર સાઇનસ, ટ્રેબિક્યુલર સાઇનસિસમાં જાય છે અને અંતે અસ્થિમજ્જીય સાયનસમાં ખાલી થાય છે. સાઇનસની જગ્યા મેક્રોફેજના સ્યુડોપોડ દ્વારા છેદાય છે. મેક્રોફેજ બાહ્ય પદાર્થોને સપડાવવા અને લસિકાને ગાળવા માટે કામ કરે છે. અસ્થિમજ્જીય સાયનસ હાઇલમ ખાતે ભેગા થાય છે અને બાદમાં લસિકા અંતર્વાહી લસિકાવાહિની મારફતે લસિકા ગાંઠ છોડે છે અને વધુ કેન્દ્રીય લસિકા ગાંઠ તરફ આગળ વધે છે અથવા કેન્દ્રીય વેનસ સબક્લાવિયન રક્ત વાહિનીમાં ખાલી થાય છે, મોટે ભાગે પોસ્ટરૂધિરકેશિકા વેન્યુલ, અને ડાયપિડિસિસની પ્રક્રિયા મારફતે દિવાલને પાર કરે છે.
- B કોશિકાઓ નોડ્યુલર આચ્છાદન અને અસ્થિમજ્જા તરફ સ્થાળાંતરિત થાય છે
- T કોશિકાઓ ઘેરા આચ્છાદન ("પેરાકોર્ટેક્સ") તરફ સ્થાળાંતરિત થાય છે.
જ્યારે લસિકા કોષ પ્રતિજનને ઓળખી કાઢે છે, B કોશિકાઓ સક્રિય બને છે અને અંકુર કેન્દ્રો તરફ સ્થળાંતર કરે છે (વ્યાખ્યા મુજબ "સેકન્ડરી નોડ્યુલ" અંકુરણ કેન્દ્ર ધરાવે છે, જ્યારે "પ્રાઇમરી નોડ્યુલ" અંકુરણ કેન્દ્ર ધરાવતું નથી). જ્યારે એન્ટિબોડીનું ઉત્પાદન કરતી કોસરસ કોશિકાઓ રચાય છે ત્યારે તેઓ અસ્થિમજ્જીય કોર્ડ તરફ સ્થળાંતર કરે છે. પ્રતિજન દ્વારા લસિકા કોષનું ઉત્તેજન સ્થળાંતર પ્રક્રિયાને દસ ગણી ઝડપી બનાવી શકે છે જેને પગલે લસિકા ગાંઠો ફૂલી જાય છે. બરોળ અને કાકડા મોટા લસિકા અવયવો છે લસિકા ગાંઠો જેવું જ કામ કરે છે જો કે બરોળ લસિકાના સ્થાને રક્તકોશિકાઓનું ગાળણ કરે છે.
વિતરણ
ફેરફાર કરોમાનવ શરીરમાં લગભગ 500-600 લસિકા ગાંઠો હોય છે. તે બગલ, ગળુ, છાતી અને પેટના ભાગમાં આવેલી હોય છે.
માથુ અને ગળાની લસિકા ગાંઠો
ફેરફાર કરો- ગરદનની લસિકા ગાંઠો
- એન્ટિરીયર સર્વાઇકલ: સપાટી પરની અને ઊંડીં બંને સ્ટેર્નોક્લીડોમાસ્ટોઇડ સ્નાયુની ઉપર અને તળે આવેલી હોય છે. તે ગળુ, ફેરિન્ક્સ, કાકડા અને થાઇરોઇડ ગંથીને ડ્રેઇન કરે છે.
- પોસ્ટીરીયર સર્વાઇકલઃ આ ગાંઠો ટ્રેપિઝીયસની સામે સ્ટેર્નોક્લીડોમાસ્ટોઇડને પોસ્ટીરીયર લાઇન બનાવે છે. તે ટેમ્પોરલ હાડકાના માસ્ટોઇડ ભાગથી લઇને ક્લેવિકલ સુધી હોય છે. તે શ્વસન માર્ગના ઉપરના ભાગમાં ચેપ લાગવાને કારણે અવારનવાર ફૂલી જાય છે.
- ટોન્સિલાર (સબ મેન્ડિબ્યુલર): આ ગાંઠો મેન્ડિબલના ખૂણાની તુરંત જ નીચે આવેલી હોય છે. તે ટોન્સિલાર અને પોસ્ટીરીયર ફેરીનજીયલ ક્ષેત્રોને ડ્રેઇન કરે છે.
- સબ-મેન્ડિબ્યુલરછ આ ગાંઠો જડબાની કોઇ પણ એક બાજુએ આવેલી હોય છે. તે મોઢાના ફ્લાના માળખું, મેક્સિલરી એન્ટીરીયર, બાઇકસ્પિડ અને પ્રથમ અને બીજા મોલરને ડ્રેઇન કરે છે. તે કેન્દ્રીય ઇનસિઝર્સ સિવાયના તમામ મેન્ડિબ્યુલર દાંતને ડ્રેઇન કરે છે.
રેટ્રોફેરિનગીયલઃ સોફ્ટ પેલેટ અને ત્રીજા મોલરમાંથી લસિકા ડ્રેઇન કરે છે.
- સબ-મેન્ટલઃ આ ગાંઠો હડપચીની તુરુંત જ નીચે આવેલી હોય તે. તે મધ્ય ઇનસિઝર અને નીચલા હોઠની મિડલાઇન અને જીભની ટોચને ડ્રેઇન કરે છે.
- સુપ્રાક્લાવિક્યુલર લસિકા ગાંઠો: આ ગાંઠો ક્લેવિકલની ઉપર ગુહામાં આવેલી હોય છે. તે સ્રટર્નમને જોડે છે ત્યાં લેટરલ થાય છે. તે થોરાસિક ગુહા અને પેટના ભાગને ડ્રેઇન કરે છે. વિર્કોસ ગાંઠ એ ડાબી સુપ્રાક્લાવિક્યુલર લસિકા ગાંઠ છે અને તે થોરાસિક ડક્ટ મારફતે સમગ્ર શરીરમાંથી લસિકા ડ્રેનેજ મેળવે છે અને આમ વિવિધ મલાઇનાસિસ માટે મેટાસ્ટેસિસની વહેલી સાઇટ છે.
વક્ષ સ્થળની લસિકા ગાંઠો
ફેરફાર કરો- ફેફસાની લસિકા ગાંઠો: સબસેગમેન્ટલ , સેગમેન્ટલ , લોબર અને ઇન્ટરલોબર લસિકા ગાંઠો દ્વારા ફેફસાની પેશીમાંથી લસિકા હિલર લસિકા ગાંઠોમાં ડ્રેઇન થાય છે જે પ્રત્યેક ફેફસાની હાઇલમની ફરતે આવેલી છે. (હાઇલમ એક પેડિકલ છે જે ફુપ્સુસધમનિઓ , ફુપ્સસશિરા, મુખ્ય બ્રોન્કસ કેટલીક વેજિટેટિવ ચેતા અને લિમ્ફોટિક્સ ધરાવતા મેડિસ્ટાઇનલ સ્ટ્રકચરને ફેફસા સાથે જોડે છે.) લસિકા બાદમાં મેડિયાસ્ટાઇનલ લસિકા ગાંઠોમાં વહે.
- મેડિયાસ્ટાઇનલ લસિકા ગાંઠો: તે લસિકા ગાંઠોના કેટલાક જૂથ ધરાવે છે ખાસ કરીને શ્વાસનળી (5 જૂથ) અને અન્નનળી ને સમાંતર ફેફસા અને પડદાની વચ્ચે. મેડિયાસ્ટાઇનલ લસિકા ગાંઠો લિમ્ફેટિક ડકટ્સ વધારે છે જે લસિકાને ડાબી સબક્લાવિયન શીરામાં ડ્રેઇન કરે છે. અન્નનળીને સમાંતર આવેલી મેડિયાસ્ટાઇનલ લસિકા ગાંઠો પેટની લસિકા ગાંઠો અન્નનળી અને પેટને સમાંતર ગાંઠો સાથે ચુસ્ત સંપર્કમાં હોય છે. પેટ અને તેમાં પણ ખાસ કરીને અન્નનળીના કેન્સરના કિસ્સામાં આ લિમ્ફેટિક્સ મારફતે ગાંઠ કોશિકાઓને ફેલાવવામાં મદદ મળે છે. મિડીયાસ્ટિનમ મારફતે પેટના અવયવો માંથી મુખ્ય લિમ્ફેટિક ડ્રેનેજ વાયા થોરેસિક ડક્ટ (ડક્ટસ થોરેસિકસ ) થઇને જાય છે. જે પેટમાંથી મોટા ભાગની લસિકા ઉપરોક્ત ડાબા વેનસ એન્લગ સુધી ડ્રેઇન કરે છે.
કાંડાની લસિકાગાંઠો
ફેરફાર કરોતે સમગ્ર કાંડામાં ડ્રેઇન કરે છે અને બે ભાગ સુપરફિસિયલ અને ડીપમાં વહેંચાયેલી હોય છે. સુપરફિસિયલ ગાંઠો લિમ્ફેટિક્સ દ્વારા સપ્લાય થાય છે જે સમગ્ર કાંડામાં હાજર હોય છે. પરંતુ ડિજીટ્સની બાબતમાં પામ અને ફ્લેક્સોરમાં સમૃદ્ધ હોય છે.
- કાંડાની સુપરફિસિયલ લસિકા ઉત્સેચક ગ્રંથીઓઃ
- સુપ્રાટ્રોકલીયર ઉત્સેચક ગ્રંથીઓ: હ્યુમરસના મેડિયલ એપિકોન્ડાઇલની ઉપર આવેલી ગ્રંથી બેસિલિક શીરાને મેડિયલ છે, તેઓ C7 અને C8 ડર્માટોમ ડ્રેઇન કરે છે.
- ડેલ્ટોઇડીયોપેક્ટોરલ ઉત્સેચક ગ્રંથીઓ: ક્લાવિકલની નીચી કક્ષાએ પેક્ટોરાલિસ મેજર અને ડેલ્ટોઇડ સ્નાયુની વચ્ચે આવેલી છે.
- કાંડાની ડીપ લસિકા ઉત્સેચક ગ્રંથીઓ: જેમાં એક્સિલરી ઉત્સેચક ગ્રંથીઓનો સમાવેશ થાય છે જે વ્યક્તિગત 20-30 ઉત્સેચક ગ્રંથીઓ છે અને નીચે મુજબ પેટાવિભાગમાં વિભાજિત કરી શકાય છે.
- પાશ્વઅંગીય ઉત્સેચક ગ્રંથીઓ
- એન્ટીરીયર અથવા પેક્ટોરલ ઉત્સેચક ગ્રંથીઓ
- પોસ્ટીરીયર અથવા સબસ્કેપ્યુલર ઉત્સેચક ગ્રંથીઓ
- મધ્ય અથવા ઇન્ટરમિડીયેટ ઉત્સેચક ગ્રંથીઓ
- મેડિયલ અથવા સબક્લાવિક્યુલર ઉત્સેચક ગ્રંથીઓ
લોઅર લિમ્બ
ફેરફાર કરો- સુપરફિસિયલ ઇન્ગ્વીનલ લસિકા ગાંઠો
- ડીપ ઇન્ગ્વીનલ લસિકા ગાંઠો
- પોપ્લીટીયલ લસિકા ગાંઠો
પેથોલોજી (રોગવિજ્ઞાન)
ફેરફાર કરોલિમ્ફેડિનોપેથી શબ્દનો અર્થ છે "લસિકા ગાંઠોની બિમારી." જો કે તેનો "સુઝેલી / ફૂલેલી લસિકા ગાંઠો" માટે પણ ઉપયોગ થાય છે. આ કિસ્સામાં લસિકાગાંઠો સ્પર્શી શકાય તેવી હોય છે અને તે વિવિધ ચેપ અને બિમારીનો સંકેત આપે છે.
વધારાની તસવીરો
ફેરફાર કરો-
લસિકાવાહિની તંત્ર
-
માનવ લસિકા તંત્ર
-
સસલાની લસિકા ગાંઠનો છેદX 100.
-
કાંડાની લિમ્ફેટિક્સ
-
એક્સિલરી રિજનની લિમ્ફેટિક્સ
-
માનવ વર્મીફોર્મ પ્રક્રિયાનું ટ્રાન્સવર્સ સેક્શનX 20.
-
માનવ મળાશયના મક્યુકસ અંતરાલનો છેદX 60.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ Warwick, Roger (1973) [1858]. "Angiology (Chapter 6)". Gray's anatomy. illustrated by Richard E. M. Moore (Thirty-fifth આવૃત્તિ). London: Longman. પૃષ્ઠ 588–785. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ);|access-date=
requires|url=
(મદદ)CS1 maint: discouraged parameter (link) - ↑ Kaldjian, Eric P. (2001). "Spatial and molecular organization of lymph node T cell cortex: a labyrinthine cavity bounded by an epithelium-like monolayer of fibroblastic reticular cells anchored to basement membrane-like extracellular matrix". International Immunology. Oxford Journals. 13 (10): 1243–1253. doi:10.1093/intimm/13.10.1243. PMID 11581169. મેળવેલ 2008-07-11. Unknown parameter
|month=
ignored (મદદ); Unknown parameter|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ Katakai, Tomoya (2004-07-05). "A novel reticular stromal structure in lymph node cortex: an immuno-platform for interactions among dendritic cells, T cells and B cells". International Immunology. 16 (8): 1133–1142. doi:10.1093/intimm/dxh113. PMID 15237106. મેળવેલ 2008-07-11. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ)