લાઇબેરીયાનો રાષ્ટ્રધ્વજ

લાઈબેરીયાનો રાષ્ટ્રધ્વજ અમેરિકાનો રાષ્ટ્રધ્વજ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. લાઇબેરીયાની પ્રજામાં અમેરિકાથી છૂટેલા અથવા ભાગી નીકળેલા ગુલામો અને તેમના સંતાનોની વસ્તીનું મોટું પ્રમાણ દર્શાવે છે.[૧] તેમાં લાલ અને સફેદ રંગની પટ્ટીઓ છે અને ધ્વજદંડ તરફના ઉપરના ખૂણે ભૂરો ચોરસ પણ છે. તે ચોરસમાં સફેદ રંગનો એક સિતારો પણ છે.[૨]

લાઇબેરીયા
પ્રમાણમાપ૧૦:૧૯
અપનાવ્યોજુલાઈ ૨૬, ૧૮૪૭
રચનાલાલ અને સફેદ રંગની આડી ૧૧ પટ્ટીઓ તેમજ ધ્વજદંડ પાસે ઉપરના ખૂણામાં ભૂરા રંગનો ચોરસ અને તેમાં પાંચ ખૂણાવાળો એક સિતારો

પ્રતિક ફેરફાર કરો

ધ્વજમાંની ૧૧ પટ્ટીઓ લાઇબેરીયાની સ્વતંત્રતાની જાહેરાતના મૂળ હસ્તાક્ષરીઓ સૂચવે છે અને તેમના લાલ અને સફેદ રંગ અનુક્રમે બહાદુરી અને નૈતિકતા સૂચવે છે. સફેદ સિતારો ગુલામોને મળેલી આઝાદી અને ભૂરો રંગ આફ્રિકાનો સૂચક છે.[૩]

લાઇબેરીયાનો ધ્વજ ધરાવતિ વાણિજ્ય નૌકાઓ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે કારણે કે તે દેશ આ પ્રમાણેની છૂટ આપે છે તેમજ નોંધણી કરાવનાર નૌકાના માલિકો કરમાંથી અને નિયમોથી બચવા આમ કરે છે. લાઇબેરીયાનો ધ્વજ પનામાનો રાષ્ટ્રધ્વજ પછી નૌકાજગતમાં વપરાતો બીજા ક્રમાંકનો ધ્વજ છે.[૪] આશરે ૧૭૦૦ નૌકાઓ જે અન્ય દેશની માલિકીની છે તે આ ધ્વજ ફરકાવે છે. તેને કારણે દેશમાં મોટા પ્રમાણમાં હુંડિયામણ આવે છે.[૫]

સામ્યતા ધરાવતા રાષ્ટ્રધ્વજો ફેરફાર કરો

ટોગોનો રાષ્ટ્રધ્વજ
ચીલીનો રાષ્ટ્રધ્વજ
મલેશિયાનો રાષ્ટ્રધ્વજ
અમેરિકાનો રાષ્ટ્રધ્વજ

સંદર્ભ ફેરફાર કરો

  1. "Background on conflict in Liberia". મૂળ માંથી 5 November 2007 પર સંગ્રહિત. Paul Cuffee advocated settling freed slaves in Africa. He gained support from free black leaders in the U.S., and members of Congress for an early emigration plan. From 1815-1816, he financed and captained a successful voyage to British-ruled Sierra Leone where he helped a small group of African-American immigrants establish themselves. Cuffee believed that African Americans could more easily "rise to be a people" in Africa than in the U.S. where slavery and legislated limits on black freedom were still in place. Although Cuffee died in 1817, his early efforts to help repatriate African-Americans encouraged the American Colonization Society (ACS) to lead further settlements. The ACS was made up mostly of Quakers and slaveholders, who disagreed on the issue of slavery but found common ground in support of repatriation. Friends opposed slavery but believed blacks would face better chances for freedom in Africa than in the U.S. The White Americans slaveholders opposed freedom for blacks, but saw repatriation as a way of avoiding rebellions
  2. http://www.worldatlas.com/webimage/flags/countrys/africa/liberia.htm
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-05-12 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-05.
  4. http://www.msnbc.msn.com/id/3072983/t/liberian-shipping-draws-scrutiny/
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2016-01-05.