લાકડશી

એક પ્રકારના લાડુ

લાકડશી અથવા મોતૈયા લાડુ અથવા મોતીયા લાડુએ બૂંદીને ખાંડીને બનાવવામાં આવતી એક મીઠી વાનગી છે. [૧]કચ્છના વાગડ પ્રાંતમાં મોતૈયા લાડુ ખુબ લોકપ્રિય છે. એક અન્ય મત અનુસાર કઠણ અને સ્વાદવગરના લાડવાને પણ લાકડશી કહે છે. [૨]

આ વાનગીને ચણાનો લોટ, ઘી, ખાંડ, કેસર, એલચી, દૂધ, બરાસ (ખાદ્ય કપૂર - ભીમસેન કપૂર) વાપરીને બનાવાય છે. આ વાનગીને સૌપ્રથમ ચણાના લોટની (લાકડી, શેરવા, ગાંઠીયા) પાડી તેને પીસીને બનાવાય છે. [૩] આ પરથી તેનું નામ લાકડશી પડ્યું હોવું જોઈએ. એક અન્ય મત પ્રમાણે આ લાડુ લાકડા જેવા કઠણ હોવાથી તેને લાકડશી કહે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ગુજરાતી લેક્સિકોન પરની વ્યાખ્યા
  2. "ભાગવદ્ગોમંડળ પરની વ્યાખ્યા". મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ 2013-08-25.
  3. મોતૈયા કે લાકડશી લાડુ બનવવાની વિધી www.desigujju.com પર