લાટવિયાનો રાષ્ટ્રધ્વજ

રાષ્ટ્રધ્વજ

લાટવિયાનો રાષ્ટ્રધ્વજ ૧૯૧૮માં સ્વતંત્ર સમયથી ૧૯૪૦માં સોવિયેત યુનિયનના કબ્જામાં ગયું ત્યાર સુધી અમલમાં હતો. સોવિયેત શાસનમાં તેના વપરાશને અટકાવવામાં આવ્યો. ૨૭ ફેબ્રુઆરી ૧૯૯૦ના રોજ ફરીથી તેને અપનાવવામાં આવ્યો.

લાટવિયા
Flag of Latvia.svg
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યો૧૮ નવેમ્બર ૧૯૧૮
રચનામધ્યમાં સફેદ આડો પટ્ટો તેમજ ઉપર નીચે લાલ પટ્ટા
લાટવિયા નૌ સેના ધ્વજ

આ ધ્વજ અથવા તેનું કોઈને કોઈ સ્વરૂપ ૧૩મી સદીથી વપરાશમાં છે. તેનો લાલ રંગ કેટલાક સમયે લાટવિયાની પ્રજાની આઝાદી માટે લોહી વહાવવાની તૈયારી તેમજ સ્વતંત્રતાને બચાવવા લડવાની તૈયારી બતાવે છે.

ધ્વજનું માળખું

ધ્વજનું પ્રદર્શનફેરફાર કરો

લાટવિયાના કાયદા અનુસાર ધ્વજનું જો માન યોગ્ય રીતે જળવાતું હોય તો તેને આભુષણ તરીકે પણ પ્રદર્શિત કરી શકાય. ધ્વજના અપમાન માટે સજા કરવાની જોગવાઈ છે.

ધ્વજને જમીનથી ઓછામાં ઓછો ૨.૫ મિટરની ઉંચાર પર ફરકાવવો. ધ્વજની સૌથી લાંબી બાજુ કરતાં ધ્વજદંડની લંબાઈ વધુ હોવી જોઈએ. તે સફેદ રંગનો, સીધો અને લાકડાનો હોવો જોઈએ.

બાહ્ય કડીઓફેરફાર કરો