લોહી શરીરના કોશિકાઓને પોષક (પદાર્થ)અને પ્રાણવાયુ જેવા જરૂરી તત્વો પુરૂ પાડતું તથા તે જ કોશિકાઓમાંથી બગાડનો નિકાલ કરતું શારીરિક પ્રવાહી છે.

સામાન્ય રક્તકણ, ત્રાકકણ અને શ્વેતકણનું સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ(SEM) ચિત્રણ

કરોડઅસ્થિધારીઓ માં તે બ્લડ પ્લાઝમા(રક્ત પ્રાણરસ)નામના પ્રવાહીમાં વચ્ચે તરતા રક્તકણોનું બનેલું હોય છે. પ્લાઝમામાં 55% લોહી પ્રવાહી હોય છે અને તે મહદ અંશે (90% જેટલા પ્રમાણમાં) પાણી હોય છે.[] તે પ્રવાહી નત્રલો, ગ્લુકોઝ, ખનીજ આયન, અંતઃસ્ત્રાવ, કાર્બન ડાયોક્સાઇડ (પ્લાઝમા પોતે જ બગાડનો નિકાલ કરનાર વાહક હોવાથી), પ્લેટલેટ્સઅને રક્તકણો ધરાવે છે. લોહીમાં હાજર રહેલા રક્ત કોશિકાઓમાં મુખ્યત્વે લાલ રક્તકણ (જેને આરબીસી (RBC) અથવા એરિથ્રોસાઇટ્સ પણ કહેવાય છે), શ્વેત કણ, લ્યુકોસાઈટ્સ અને પ્લેટલેટ્સનો સમાવેશ થાય છે. કરોડઅસ્થિધારી પ્રાણીના લોહીમાં લાલ રક્તકણ હોય છે. આ રક્તકણ હિમોગ્લોબિન, લોહ તત્વ ધરાવતા પ્રોટીન ધરાવે છે. તે શ્વસન વાયુ સાથે જોડાઇને રક્તમાં ઓક્સિજનની દ્રાવ્યતામાં વધારો કરે છે અને શરીરમાં ઓક્સિજનના પરિવહનમાં મદદ કરે છે. આનાથી વિપરિત, કાર્બન ડાયોક્સાઇડનું વહન પ્લાઝમા દ્વારા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ પ્લાઝમામાં ભળે છે અને બાયકાર્બોનેટ આયન તરીકે તેનું વહન થાય છે.

કરોડઅસ્થિધારી પ્રાણીના હિમોગ્લોબિનમાં ઓક્સિજન ભળે છે ત્યારે તેનું લોહી ચળકતું લાલ રંગનું થાય છે. કેટલાક પ્રાણીઓ જેવા કે શરીર પર કવચ કે ભીંગડા ધરાવતા પ્રાણીઓ અને કવચવાળા મૃદુકાય પ્રાણીઓ પ્રાણવાયુના વહન માટે હિમોગ્લોબિનની જગ્યાએ હિમોકેનિનનો ઉપયોગ કરે છે. કરોડઅસ્થિ વિનાના (કીડી જેવા જંતુઓ) અને કેટલાક કવચવાળા મૃદુકાય પ્રાણીઓ લોહીના સ્થાને હિમોલિમ્ફ તરીકે ઓળખાતા પ્રવાહીનો ઉપયોગ કરે છે, હિમોલિમ્ફનો તફાવત એ છે કે તે બંધ રુધિરાભિસરણ તંત્રમાં સમવિષ્ટ હોતા નથી. મોટા ભાગના જંતુઓમાં "રક્ત" પ્રાણવાયુનું વહન કરતા હિમોગ્લોબિન જેવા કણો ધરાવતું નથી કારણ કે, પ્રાણવાયુના વહન માટેના શ્વસન તંત્ર માટે તેમના શરીર અત્યંત નાના હોય છે.

જડબાવાળા કરોડઅસ્થિધારી પ્રાણીઓના અનુકૂલનશીલ રોગપ્રતિકારક તંત્રનો આધાર મોટાભાગે શ્વેતકણો પર હોય છે. ચેપ અને પરોપજીવીઓના પ્રતિકારમાં શ્વેત રક્તકણો મદદ કરે છે. લોહીના ગંઠાઈ જવા માટે પ્લેટલેટ મહત્વના છે.[] આર્થ્રોપોડ હેમોલિમ્ફનો ઉપયોગ કરીને તેની રોગપ્રતિકારક વ્યવસ્થાના ભાગરૂપે હિમોસાઇટ્સ ધરાવતા હોય છે.

હ્રદયની ધબકવાની પ્રક્રિયા દ્વારા રક્ત વાહિનીઓ મારફતે સમગ્ર શરીરમાં રક્તનું વહન થાય છે. ફેફ્સા ધરાવતા પ્રાણીઓમાં ધમનીમાં વહેતું રક્ત શ્વાસ દ્વારા લેવાતા પ્રાણવાયુને શરીરના કોશિકાઓ સુધી પહોંચાડે છે અને નસોમાં વહેતું રક્ત ચયાપચયની પ્રક્રિયામાં કોશિકાઓ દ્વારા બનતા નકામા ઉત્પાદન અંગારવાયુને કોશિકાઓમાંથી ફેફ્સામાં અને ત્યાંથી ઉચ્છવાસ સુધી લઈ જાય છે.

રક્ત સાથે સંકળાયેલી તબીબી પરિભાષા ઘણીવાર પ્રાચીન ગ્રીક ભાષામાં લોહી માટે વપરાતા શબ્દ હેઇમા પરથી ઉતરી આવેલા શબ્દો હિમો- અથવા હિમેટો- (તેને આ રીતે પણ બોલાય છે- હેઈમો - અને હેઈમેટો- )- પરથી ઉતરી આવ્યા છે. શરીરરચના શાસ્ત્ર અને સૂક્ષ્મપિંડરચનાશાસ્ત્રના સંદર્ભમાં રક્તને જોડાણકર્તા કોશિકાઓના વિશેષ સ્વરૂપ તરીકે ગણવામાં આવ્યું છે અને તેનું ઉદભવસ્થાન હાડકાં છે અને તે ફાઈબ્રિનોજન નામના સંભવિત પરમાણ્વીય રેસાઓની ઉપસ્થિતિમાં બને છે.

રૂધિરાભિષણઃ લાલ = ઓક્સિજનયુક્ત વાદળી = ઓક્સિજનહીન
માનવ રક્ત 600 ગણુ મોટું કરીને
દેડકાનું લોહી 600 ગણુ મોટું કરીને
માછલીનું લોહી 600 ગણુ મોટું કરીને
 
હિમોગ્લોબિનગ્રીન = હીમ ગ્રૂપ લાલ અને વાદળી= પ્રોટીન પેટાએકમો
 
હીમ

લોહી શરીરની અંદર ઘણી મહત્વની કામગીરીઓ બજાવે છે. જેવી કે,

લોહીનાં, પ્રતિદ્રવ્યો)દ્વારા બાહ્ય પદાર્થની ઓળખવાનો સમાવેશ થાય છે.

  • લોહીનું ગંઠાવું, કે જે શરીરની સ્વ-ઉપચાર પ્રક્રિયાનો એક ભાગ છે (ઈજા સમયે રક્તને વહી જતું અટકાવવા માટેની લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા)
  • સંદેશાવાહકના કાર્યોમાં અંતઃસ્ત્રાવો અને પેશીને નુકસાનના સંકેત આપવાનો સમાવેશ થાય છે.
  • શરીરનું નિયંત્રણ pH (શરીરનું સામાન્ય pH લોહી 7.35–7.45ની શ્રેણીમાં હોય છે)[] (જે માત્ર 0.1 pH એકમને આવરે છે)
  • શરીરના તાપમાનના નિયંત્રણની મુખ્ય કામગીરી
  • પ્રવાહી સંચાલન કામગીરી

માનવ રક્તના ઘટકો

ફેરફાર કરો
 
EDTA-એન્ટિકોએગ્યુલેટેડ રક્તની બે ટ્યુબડાબી ટ્યુબ: ઉભી કર્યા બાદ, RBCs ટ્યુબના તળીયે બેસી જાય છે.જમણી ટ્યુબ: તાજુ મેળવેલું લોહી ધરાવે છે.

માનવ શરીરમાં 7% વજન રક્તનું હોય છે,[] અને તેની અંદાજિત ઘનતા 1060 kg/m3 હોય છે, જે શુદ્ધ પાણીની 1000 kg/m3 ઘનતાની અત્યંત નજીક છે.[] પુખ્ત વયની વ્યક્તિમાં રક્તનું પ્રમાણ સરેરાશ 5 લિટર જેટલું (1.3 ગેલન) હોય છે. અનેક જાતના કોશિકાઓ અને પ્લાઝ્માનું મિશ્રણ (ક્યારેક તેને કોર્પસેલ્સ કહેવામાં આવે છે); આ રચાયેલા ઘટકો એરીથ્રોસાઈટ્સ (લાલ રક્તકણો), લ્યુકોસાઈટ્સ (શ્વેત રક્તકણો), અને થ્રોમ્બોસાઈટ્સ (પ્લેટલેટ) છે. રક્તના સમગ્રતયા પ્રમાણની દૃષ્ટિએ લાલ રક્તકણો 45%, પ્લાઝ્મા લગભગ 54.3%, અને શ્વેત કણો લગભગ 0.7% જેટલા હોય છે.

સમગ્ર લોહી (પ્લાઝમા અને કણો) નોન-ન્યૂટોનિયન પ્રવાહી ગતિશાસ્ત્ર દર્શાવે છે; નાની રક્તવાહિનીઓમાંથી અસરકારક પ્રવાહ અને તેના (લોહીના) પ્લાઝમા દ્વારા લઘુતમ અવરોધ માટે તેની પ્રવાહ લાક્ષિણકતાને લેવામાં આવી છે.

આ ઉપરાંત, જો તમામ માનવ હિમોગ્લોબિન RBCsમાં સમિવષ્ટ રહેવાના બદલે પ્લાઝમામાં મુક્ત હોત તો પ્રવાહિત થતું પ્રવાહી અત્યંત ચિકાશવાળું હોત અને આ ચિકાશના કારણે હ્રદય અને રક્તવાહિનીઓના માળખાની અસરકારક કામગીરી અઘરી બનત.

કોશિકાઓ

ફેરફાર કરો

એક માઈક્રોલિટર લોહીમાં નીચે મુજબના ઘટક હોય છે:

  • 4.7 થી 6.1 મિલિયન (નર), 4.2 to 5.4 મિલિયન (માદા) એરીથ્રોસીટ: [] મોટા ભાગના સસ્તન પ્રાણીઓમાં પુખ્ત લાલ રક્ત કોશિકાઓમાં ન્યુક્લીયસ(કેન્દ્રવર્તી ભાગ) અને ઓર્ગનેલ્સનો અભાવ હોય છે. તેઓ લોહીનું હિમોગ્લોબિન ધરાવે છે અને પ્રાણવાયુનું વિતરણ કરે છે. લાલ રક્તકણો(રક્ત કોશિકાઓ) (એન્ડોથેલિઅલ વાહક કોશિકાઓની અને અન્ય કોશિકાઓની સાથે)ની લાક્ષણિકતા ગ્લાયકોપ્રોટીન પણ છે અને તેના કારણે જ વિવિધ રક્ત પ્રકારોની વિભાવના થાય છે. લાલ રક્તકણો હસ્તકના લોહીના પ્રમાણને હીમેટોક્રિટતરીકે ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે તેનું પ્રમાણ 45% જેટલુ હોય છે. માનવ શરીરના તમામ લાલ રક્તકણોનો સંયુક્ત સપાટી વિસ્તાર આશરે શરીરની બહારની સપાટી કરતાં 2૦૦૦ ગણો વધારે હશે.[]
  • 4,000–11,000 લ્યુકોસાઈટ: [] શ્વેત રક્ત કોશિકાઓ પ્રતિરોધક માળખાનો ભાગ છે; તેઓ જૂના અથવા પોતાની જાતિથી જુદા પડતા કોશિકાઓને અને કોશિકાઓના ઢગલાને તથા આ સાથે જ ચેપી તત્વો (પેથોજેન્સ) અને બહારના પદાર્થોને દૂર કરે છે. લ્યુકોસાઈટ્સના કેન્સરને લ્યુકેમિયા કહેવામાં આવે છે.
  • 200,000–500,000 થ્રોમ્બોસાઈટ્સ: [] [[થ્રોમ્બોસાઈટ્સ/2}ને પ્લેટલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે લોહીના ગંઠાઈ|થ્રોમ્બોસાઈટ્સ/2}ને પ્લેટલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે લોહીના ગંઠાઈ]] જવા માટે જવાબદાર હોય છે. તેઓ ફાઈબ્રિનોજનને ફાઈબ્રિનમાં પરિવર્તિત કરે છે. આ ફાઈબ્રિન જાળી બનાવે છે અને આ જાળી પર લાલ રક્તકણો ગાંઠને એકઠી કરે છે. પરિણામે શરીરમાંથી વધારે લોહી વહી જતું અટકે છે અને તેના કારણે શરીરમાં બેક્ટેરિયાના પ્રવેશને અટકાવવામાં પણ મદદ મળે છે.
સામાન્ય લોહીનું બંધારણ
માપદંડો મૂલ્ય
હિમાટોક્રિટ 45 ± 7 (38–52%)પુરુષો માટે
42 ± 5 (37–47%) મહિલાઓ માટે
pH 7.35–7.45
પાયાનો સંપર્ક −3 to +3
PO2 10–13 kPa (80–100 mm Hg)
PCO2 4.8–5.8 kPa (35–45 mm Hg)
HCO3 21–27 mM
પ્રાણવાયુની સંતૃપ્તિ પ્રાણવાયુકૃત: 98–99%
પ્રાણવાયુહીન: 75%

પ્લાઝ્મા

ફેરફાર કરો

લગભગ સંપૂર્ણ રક્તનું 55% રક્ત પ્લાઝ્મા રક્ત , એક પ્રવાહી છે કે જે રક્તનું પ્રવાહી માધ્યમ છે અને તેનો પોતાનો રંગ પીળો છે. સામાન્ય રીતે માનવીના શરીરમાં રક્ત પ્લાઝમાનું કુલ પ્રમાણ 2.7–3.0 લિટર (2.8–3.2 ક્વાર્ટ્સ) હોય છે. તે મુખ્યત્વે પ્રવાહી મિશ્રણ છે અને તેમાં 92% પાણી, 8% રક્ત પ્લાઝ્મા પ્રોટીન, અને નજીવી માત્રામાં અન્ય પદાર્થો હોય છે. પ્લાઝમા ઓગળી ગયેલા શર્કરા, એમિનો એસિડ અને ફેટી એસિડ જેવા પોષકોને ફરતા કરે છે. (રક્ત અથવા પ્લાઝમા પ્રોટીનમાં ઓગળી ગયેલા), અને કાર્બન ડાયોક્સાઇડ, યુરીયા, અને લેક્ટિક એસિડ જેવી નકામી વસ્તુઓને દૂર કરે છે.

અન્ય મહત્વના ઘટકોમાં આ મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે.

લોહીનાં, પ્રતિદ્રવ્યો)

સિરમ શબ્દ ગંઠાઈ જવામાં મદદ કરતાં પ્રોટીન દૂર કરી દેવાયેલા પ્લાઝ્માનો સંદર્ભ આપે છે. બાકીના મોટાભાગના પ્રોટીન એલ્બુમિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન હોય છે.

રક્તને pHથી 7.35 થી 7.45ની સાંકડી મર્યાદામાં રાખવા માટે નિયંત્રિત કરાય છે, જે તેને સહેજ ખારાશવાળું બનાવે છે.[][] 7.35થી ઓછું pH ધરાવનાર રક્ત અત્યંત ખાટું હોય છે, જ્યારે 7.45થી વધુ pH ધરાવનાર રક્ત અત્યંત ખારાશવાળું હોય છે. વિવિધ સમ સ્થિતિમાં રાખતા તંત્ર દ્વારા કાળજીપૂર્વક રક્ત pH, પ્રાણવાયુના આંશિક દબાણ(pO2), કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણ (pCO2), અને HCO3(Health Care Organization-આરોગ્ય સંભાળ માળખા)ને કાળજીપૂર્વક નિયંત્રિત કરે છે, જે એસિડ-પિત્ત આધારિત સંતુલન અને શ્વસનને નિયંત્રિત રાખવા માટે મુખ્યત્વે શ્વસન તંત્ર અને મૂત્ર તંત્ર પર તેની અસરને ક્રિયાશીલ બનાવે છે. ધમનીય રક્ત વાયુ આનું માપ રાખે છે. પ્લાઝ્મા વિવિધ પેશીને સંદેશા મોકલતા અંતઃસ્ત્રાવનું પણ વહન કરે છે. વિવિધ રક્ત ઈલેક્ટ્રોલાઈટ્સ માટેની સાધારણ સંદર્ભ શ્રેણી ઘણી લાંબી છે.

રક્ત pHના કારણે હાડકાઓને સવિશેષ અસર પહોંચે છે. કારણ કે, pHના અનામત જથ્થામાં ખનિજ તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. ઊંચું પ્રમાણ ધરાવતા પ્રાણીજ પ્રોટીનથી માંડીને શાકભાજીના પ્રોટીનના કારણે મહિલાઓમાં હાડકાના નુકસાનની સમસ્યા થઈ શકે છે.[૧૦]

માનવી સિવાયના કરોડઅસ્થિધારીઓ પ્રાણીઓમાં રક્ત

ફેરફાર કરો

કોશિકાઓની સંખ્યા કદ, પ્રોટીન માળખુ વગેરેનો સારાંશ અને પ્રજાતિઓ વચ્ચેનો તફાવત હોવા છતાં મહદ્અંશે માનવીય રક્ત સસ્તન પ્રાણીઓને મળતું આવે છે. જો કે, બિન-સસ્તન કરોડઅસ્થિધારી પ્રાણીઓમાં કેટલાક મહત્વના તફાવતો છે:[૧૧]

  • બિન-સસ્તન કરોડઅસ્થિધારી પ્રાણીઓના લાલ રક્તકણો વધારે સપાટ થઈ ગયેલા હોય છે અને તેઓ સ્વરૂપમાં આવવાનું ટાળીને કોશિકાના કેન્દ્રમાં પાછા ફરે છે
  • શ્વેત રક્તકણોના પ્રકાર અને માત્રામાં નોંધપાત્ર વૈવિધ્ય છે.; ઉદાહરણ તરીકે, માનવીમાં એસિડોફિલ (એસિડ-ખટાશમાં ભળી જવાની પ્રક્રિયા)વધારે સામાન્ય હોય છે
  • સસ્તનો માટે પ્લેટલેટ્સ અપૂર્વ છે; આના બદલે અન્ય કરોડઅસ્થિધારી પ્રાણીઓમાં રક્ત ગંઠાઈ જવા માટે નાના, કેન્દ્રીત, સ્પિન્ડલ કોશિકાઓ જવાબદાર હોય છે

શરીર ક્રિયા વિજ્ઞાન

ફેરફાર કરો

હૃદય અને રક્તવાહિનીઓનું તંત્ર

ફેરફાર કરો
 
માનવ હૃદય મારફતે રૂધિરાભિષણ

હ્રદયની પમ્પિંગ પ્રક્રિયા દ્વારા રક્ત વાહિનીઓ મારફતે શરીરમાં રક્ત પહોંચે છે. માનવીમાં હ્રદયની મજબૂત ડાબી નળીઓમાંથી ધમનીઓ મારફતે પરિઘના પેશીઓમાં પહોંચે છે અને ત્યાંથી શિરા મારફતે હ્રદયની જમણી ધમનીઓમાં થઈને પાછું ફરે છે. ત્યાર બાદ તે જમણી [[નળી/0}ઓમાં પ્રવેશે છે અને તેને ફેફ્સાની ધમનીઓ મારફતે ફેફ્સામાં શોષવામાં આવે છે અને ફેફ્સાની નસ|નળી/0}ઓમાં પ્રવેશે છે અને તેને ફેફ્સાની ધમનીઓ મારફતે ફેફ્સામાં શોષવામાં આવે છે અને ફેફ્સાની નસ]] મારફતે ડાબી નળીમાં પરત ફરે છે. આ પ્રક્રિયા બાદ ફરી પરિભ્રમણ માટે રક્ત ડાબી નળીઓમાં પ્રવેશે છે. ધમનીય રક્ત શ્વાસમાં લેવાતી હવા મારફતે પ્રાણવાયુનું વહન કરે છે અને રક્તને શરીરના કોશિકાઓ સુધી પહોંચાડે છે, અને નસનું રક્ત અંગારવાયુને લઈ જાય છે અને કોશિકાઓ દ્વારા ચયાપચયના કચરાને નિકાલ માટે ફેફ્સા તરફ લઈ જાય છે. આમ છતાં, એક અપવાદ એ છે કે ફેફ્સાની ધમનીઓ મોટાભાગે ઓક્સિજનરહિતનું રક્ત ધરાવે છે જ્યારે ફેફ્સાની નસો ઓક્સિજન(પ્રાણવાયુ)વાળુ રક્ત ધરાવે છે.

હાડકાના સ્નાયુઓ દ્વારા પરત આવવાનો અતિરિક્ત પ્રવાહ ઉભો થઈ શકે છે. જેના લીધે નસો સંકોચાઈ શકે છે અને વાલ્વમાં રહેલી નસો દ્વારા રક્તને જમણી નળીઓ તરફ ધકેલી શકે છે.

વિલિયમ હાર્વેએ 1628માં કરેલા રક્તના પરિભ્રમણનું વર્ણન પ્રખ્યાત છે.[૧૨]

રક્તકણોનું નિર્માણ અને હ્રાસ

ફેરફાર કરો

કરોડઅસ્થિધારી પ્રાણીઓમાં રક્તના વિવિધ કોશિકાઓ હીમેટોપોએસિસનામે ઓળખાતી પ્રક્રિયા દરમિયાન બોન મેરોમાં બને છે, જેમાં એરીથ્રોપોએસિસ, લાલ રક્તકણોનું ઉત્પાદન; અને મીએલોપોએસિસ, શ્વેત રક્તકણો અને પ્લેટલેટ્સના ઉત્પાદનનો સમાવેશ થાય છે. બાળપણ દરમિયાન લગભગ દરેક માનવ શરીર લાલ રક્તકણોનું બનાવે છે; પુખ્ત વયમાં લાલ રક્તકણોનું ઉત્પાદન મોટા હાડકાંઓ સુધી મર્યાદિત રહે છે: કરોડઅસ્થિધારી પ્રાણીઓના શરીર, છાતીની પાંસળીઓ, કરોડરજ્જુ, થાપાના હાડકાંઓ અને ઉપરના હાથના તથા પગના હાડકાંઓ. આ ઉપરાંત લસિકા કોશિકાનો મહત્વનો સ્રોત ગણાતી ગરદનના મૂળ પાસેની થાઈમસ નામની ગ્રંથિ બાળપણ દરમિયાન થિમસ ફેફ્સાઓની વચ્ચેના વિસ્તારમાં હોય છે.[૧૩] રક્તના પ્રોટીનયુક્ત ઘટકો (રક્તને ગંઠાવી દેતા પ્રોટીન સહિત) મુખ્યત્વે યકૃત-પિત્તાશય દ્વારા બને છે, જ્યારે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતઃસ્ત્રાવ બનાવે છે અને પ્રવાહી ઘટકોનું નિયમન [[હાઈપોથેલેમસ- અધશ્ચેતક]] દ્વારા થાય છે અને તેનો નિભાવ કિડની કરે છે.

યકૃતમાં રહેલા બરોળ, અને કુપ્ફર કોશિકાઓ દ્વારા વિઘટન થાય તે પહેલા સ્વસ્થ એરીથ્રોસાઈટ્સ પાસે 120 દિવસ જેટલું પ્લાઝ્મા જીવન હોય છે. યકૃત કેટલાક પ્રોટીન લિપિડ અને એમિનો એસિડને પણ સ્વચ્છ કરે છે. કિડની સક્રિયતાથી નકામા ઉત્પાદનોને મૂત્ર સાથે ભેળવી દે છે.

ઓક્સિજન (પ્રાણવાયુ)નું પરિવહન

ફેરફાર કરો
 
મૂળ હિમોગ્લોબિન સાંદ્રતા વક્ર.ઉંચી એસિડિટીએ તે જમણી તરફ જાય છે (વધુ ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ) અને ઓછી એસિડિટીએ તે ડાબી બાજુ જાય છે (ઓછો ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ)

દરિયા-સ્તરના દબાણે સ્વસ્થ માનવ શ્વસન હવામાં ધમનીય લોહીના નમૂના પૈકીનો લગભગ 98.5% જેટલો પ્રાણવાયુ Hgb(હિમોગ્લોબિન) સાથે ભળી જાય છે. લગભગ 1.5% જેટલા નમૂના અન્ય રક્ત પ્રવાહીઓમાં ભળી જાય છે અને હિમોગ્લોબિન સાથે સંકળાતો નથી. સસ્તનોમાં અને અન્ય અનેક જાતોમાં હિમોગ્લોબિનના કણો એ પ્રાણવાયુના પ્રાથમિક પરિવાહકો છે(અપવાદ માટે જુઓ નીચે). હિમોગ્લોબિનની પ્રાણવાયુ બંધનકર્તા ક્ષમતા અંદાજે 1.36 અને.37 ml(મિલિ) O2 પ્રત્યેક હિમોગ્લોબિન પર હોય છે,[૧૪] અને તેના કારણે જો પ્રાણવાયુ એકલાને પ્રવાહીમાં ઓગળી જવાની તેની ક્ષમતા પ્રત્યેક લિટર રક્ત પ્રત્યેકને mmHg-મિમિહિમોગ્લોબિન આંશિક દબાણ સાથે સરખાવવામાં આવે તો O2 સંપૂર્ણ રક્ત પ્રાણવાયુ ક્ષમતામાં 70 ગણો વધારો થાય છે[૧૫] (ધમનીઓમાં લગભગ 100 mmHg).[૧૫]

ફેફ્સાની અને નાભિની નળીઓના અને તેમને સંલગ્ન નસોના અપવાદને બાદ કરતાં, ધમનીઓ નળીઓ અને રક્તવાહિનીઓ મારફતે પ્રાણવાયુવાળા રક્તને હ્રદયથી દૂર લઈ જાય છે અને તેને શરીરમાં પહોંચાડે છે અને અહીંયા પ્રાણવાયુનો વપરાશ થાય છે. ત્યાર બાદ, નાની રક્તવાહિનીઓ અને નળીઓ પ્રાણવાયુ રહિત બનેલા રક્તને ફરી પાછું હ્રદયમાં લઈ જાય છે.

સામાન્ય રીતે કોઈ વ્યક્તિ આરામની સ્થિતિમાં હોય ત્યારે ફેફ્સા છોડીને જઈ રહેલા રક્તમાં હિમોગ્લોબિનનું પ્રમાણ લગભગ 98–99% પ્રાણવાયુથી તરબતર હોય છે. પુખ્ત વયની સ્વસ્થ વ્યક્તિ આરામમાં હોય ત્યારે ફેફ્સામાં પરત ફરી રહેલું પ્રાણવાયુ વગરનું રક્ત હજુ પણ 75% પ્રમાણ ધરાવતું હોય છે.[૧૬][૧૭] લગાતાર કસરતના કારણે પ્રાણવાયુના વપરાશમાં થયેલો વધારાના કારણે નસોમાં રહેલા રક્તમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને તાલીમ એથલેટમાં તો આ પ્રમાણ 15% જેટલું નીચે જઈ શકે છે; જો કે, આ કમી દૂર કરવા શ્વાસનો દર અને રક્તનો પ્રવાહ પ્રયત્ન કરતી હોવા છતાં આ સ્થિતિમાં ધમનીના રક્તમાં પ્રાણવાયુની સંતૃપ્તિ 95% સુધી અથવા તેનાથી ઓછું ઘટી શકે છે.[૧૮] આરામ કરી રહેલી કોઈ વ્યક્તિમાં પ્રાણવાયુ સંતૃપ્તિનું આ પ્રમાણ ભયજનક હોય છે (ઉદાહરણ તરીકે શસ્ત્રક્રિયા અથવા બેભાવનાસ્થામાં. લાંબા સમયનો હીપોક્સિઆ (90% કરતાં ઓછું પ્રાણવાયુ કરણ), આરોગ્ય માટે જોખમી છે અને તીવ્ર હીપોક્સિઆ (30% ટકા કરતાં ઓછી સંતૃપ્તિ) ઝડપી મોતમાં પણ પરિણમી શકે છે.[૧૯]

નાળના માધ્યમથી પ્રાણવાયુ મેળવતા ભ્રૂણને અત્યંત ઓછા પ્રાણવાયુ દબાણમાંથી પસાર થવું પડે છે (પુખ્ત વ્યક્તિના ફેફ્સામાં દેખાતા પ્રમાણ કરતાં 21% જેટલું) અને આ જ રીતે ભ્રૂણ પોતે જ પ્રાણવાયુ સાથે ઘણી વધારે એકરૂપતા ધરાવતા હિમોગ્લોબિનના અન્ય સ્વરૂપને બનાવે છે (આ પ્રકારની સ્થિતિમાં કાર્યરત રહેવા માટે હિમોગ્લોબિન એફ)[૨૦]

કાર્બન ડાયોક્સાઈડનું પરિવહન

ફેરફાર કરો

રક્તવાહિનીઓ મારફતે રક્ત વહી રહ્યું હોય ત્યારે અંગારવાયુ પેશીઓમાંથી છૂટો પડીને રક્તમાં પ્રસરે છે. કેટલોક અંગારવાયુ રક્તમાં ભળી જાય છે. કાર્બામિનો સંયોજનો બનાવવા માટે કેટલોક અંગારવાયુ હિમોગ્લોબિન અને અન્ય પ્રોટીનો સાથે પ્રક્રિયા કરે છે. RBC કાર્બોનિક એનહાડ્રેસની સક્રિયતા મારફતે બાકી રહેલો અંગારવાયુ બાયકાર્બોનેટ અને હાઈડ્રોજન આયનમાં પરિવર્તિતત થાય છે. મોટાભાગનો અંગારવાયુ-કાર્બન ડાયોક્સાઈડનું બાયકાર્બોનેટ તત્વોના સ્વરૂપમાં રક્તમાં પરિવહન થાય છે.

રક્તમાં લઈ જવાયેલી કોશિકાઓની મુખ્ય નકામી બનાવટ અંગારવાયુ-કાર્બન ડાયોક્સાઈડ (CO2) બાયકાર્બોનેટ (HCO3-) અને કાર્બોનિક એસિડ (H2CO3)ના સંતુલનમાં પ્લાઝ્મામાં ભળી જાય છે. શરીરમાં રહેલા કાર્બન ડાયોક્સાઈઢ પૈકીનો 86–90% of CO2 કાર્બોનિક એસિડમાં રૂપાંતરિત થઈ જાય છે અને તે ઝડપથી બાયકાર્બોનેટ બની જાય છે. પ્લાઝ્માના pH અનાતમમાં રાસાયણિક સંતુલન મહત્વનું હોવાથી[૨૧] રક્ત pHને સાંકડી મર્યાદામાં રાખવામાં આવે છે (7.35 અને 7.45ની વચ્ચે pH).[૨૨]

હાઈડ્રોજન આયનોનું પરિવહન

ફેરફાર કરો

કેટલાક ઓક્સિહિમોગ્લોબિન ઓક્સિજન ગુમાવે છે અને ઓક્સિજન વગરના (પ્રાણવાયુ વગરના ડીઓક્સિહિમોગ્લોબિન) બને છે. ઓક્સિજન રહિત હિમોગ્લોબિન મોટાભાગના હાઈડ્રોજનના અણુઓને બાંધી લે છે અને તે ઓક્સિહિમોગ્લોબિન કરતાં વઘારે સામ્યતા હાઈડ્રોજન સાથે ધરાવે છે.

લસિકાવાહિની તંત્ર

ફેરફાર કરો

સસ્તનોમાં લોહી ઈન્દ્રિયોમાંથી નીકળતા પ્રવાહી સાથે સંતુલનમાં હોય છે અને રક્તવાહિનીઓના અત્યંત ઝીણવટભર્યા ફિલ્ટરના કારણે રક્તના કોશિકાઓમાં તેનું સતત નિર્માણ થતું રહે છે. નાની લસિકાવાહિનીઓના તંત્ર દ્વારા ઈન્દ્રિયોના પ્રવાહીને એકત્ર કરવામાં આવે છે અને છાતીની નલિકાઓમાં તેને મોકલવામાં આવે છે, જે ડાબી સબકેલ્વિયન નળીમાં નિકાલ કરે છે અને અહીંયા પ્રવાહીઓ ફરી પાછા પદ્ધતિસરના રુધિરાભિસરણમાં જોડાય છે.

તાપમાન નિયમન

ફેરફાર કરો

રુધિરાભિસરણથી સમગ્ર શરીરમાં ગરમીનું વહન થાય છે અને આ પ્રવાહનું અનુકૂલન એ તામાન નિયમનનો મહત્વનો ભાગ છે. સપાટી પર વધેલા લોહી પ્રવાહ(દા.ત., ગરમ ઋતુ કે શ્રમયુક્ત કસરત દરમિયાન)થી ત્વચા વધુ ગરમ બને છે અને તેના લીધે ઝડપથી ગરમીનો ક્ષય થાય છે. આથી વિપરિત, બાહ્ય તાપમાન નીચુ હોય ત્યારે લોહીનો પ્રવાહ અત્યંત વધારે હોય છે અને ગરમનીનો ક્ષય રોકવા ત્વચાની સપાટી ઘટી જાય છે અને શરીરના મહત્વના અંગોને પ્રાથમિકતા સાથે તેનું વહન થાય છે.

જલીય શક્તિના કાર્યો

ફેરફાર કરો

લોહી પ્રવાહ પરના નિયંત્રણનો ઉપયોગ વિશિષ્ટ પેશીઓમાં ભીનાશ લાવવા માટે થાય છે, પરિણામે તે પેશીઓ ફૂલે છે; શિશ્ન, સ્તનની ડીંટી, અને ભગ્ન શિશ્ન ફૂલેલા પેશીઓના ઉદાહરણ છે.

કૂદતો કરોળિયો જલીય કામગીરીનું અન્ય ઉદાહરણ છે, જેમાં દબાણ હેઠળના પગમાં વેગપૂર્વક ધકેલાયેલા લોહીને કારણે મોટા સ્નાયુબદ્ધ પગ વગર તે મજબૂત કૂદકા માટે ટટ્ટાર બને છે.[૨૩]

કરોડઅસ્થિહીન પ્રાણીઓ

ફેરફાર કરો

જંતુઓમાં રક્ત (હિમોલિમ્ફ કહેવું વધારે ઉચિત રહેશે) પ્રાણવાયુના વહનમાં સંકળાયેલું નથી. (શ્વાસનળી કહેવાતો શરૂઆતનો ભાગ હવામાં રહેલા પ્રાણવાયુને સીધો પેશીમાં ભળી જવા દે છે). જંતુ રક્ત પોષકોને પેશીઓમાં લઈ જાય છે અને ખુલ્લા તંત્રમાં કચરાનો નિકાલ કરે છે.

અન્ય કરોડઅસ્થિધારી પ્રાણીઓ પ્રાણવાયુ વહનની ક્ષમતામાં વૃદ્ધિ માટે શ્વસનીય પ્રોટીનનો ઉપયોગ કરે છે. હિમોગ્લોબિન એ કુદરતમાં સૌથી વધુ જોવા મળતું શ્વસન પ્રોટીન છે. હિમોસાયનિન(એક પ્રકારના શ્વસન પ્રોટીન) (બ્લ્યુ) તાંબુ ધરાવે છે અને તે સકવચ પ્રાણી તથા કવચવાળા મૃદુકાય પ્રાણીઓમાં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે ટુનિકેટ (દરિયાઈ પિચકારી-એક પ્રકારના જીવાશ્મિ) કદાચ વાનાબિન્સ (વેનેડિયમ ધરાવતા પ્રોટીન)નો શ્વસોચ્છવાસ રંગતંત્ર (ચળકતા-લીલા, ભૂરા અથવા નારંગી) માટે ઉપયોગ કરતા હતા.

ઘણા અપૃષ્ઠવંશીઓમાં પ્રાણવાયુનું વહન કરતાં આ પ્રકારના પ્રોટીન રક્તમાં મુક્તપણે ભળી જતા હોય છે; કરોડઅસ્થિધારી પ્રાણીઓમાં તેઓ વિશિષ્ટ લાલ રક્તકણોમાં અસ્તિત્વ ધરાવતા હોય છે, જેના કારણે શ્વસન રંગદ્રવ્યો ચિકાશ વધાર્યા વગર અથવા કિડની જેવા રક્તને શુદ્ધ કરતાં અવયવોને નુકસાન કર્યા વગર ઊંચું કેન્દ્રીકરણ કરી શકે છે.

વિશાળ ટ્યુબ કીડા પાસે અસામાન્ય હિમોગ્લોબિન હોય છે, જેના કારણે તે અસામાન્ય વાતાવરણમાં પણ જીવી શકે છે. આ હિમોગ્લોબ સલ્ફાઇડ પણ ધરાવે છે જે સામાન્ય રીતે અન્ય પ્રાણીઓ માટે ઘાતક હોય છે.

હિમોગ્લોબિન

ફેરફાર કરો
 
આંગળીની રક્તવાહિનીમાંથી નિકળતું લોહી
 
રક્તદાન દરમિયાન મેળવેલું લોહી

કરોડઅસ્થિધારી પ્રાણીઓમાં રક્તનો રંગ નિશ્ચિત કરનારું મુખ્ય તત્વ હિમોગ્લોબિન છે. દરેક કણ પાસે ચાર હીમ જૂથ હોય છે અને વિવિધ કણો સાથેની તેની પ્રક્રિયાના કારણે મૂળ રંગમાં પરિવર્તન આવે છે. પ્રાણવાયુના કારણે હીમ જૂથમાં ઘાટો લાલ રંગ ઉમેરાતો હોવાથી કરોડઅસ્થિધારી પ્રાણીઓ અને હિમોગ્લોબિનનો ઉપયોગ કરતાં અન્ય જીવોમાં ધમનીય રક્ત અને નળીનું રક્ત ચળકતા લાલ રંગનું હોય છે. ઓક્સિજનરહિત રક્ત વધારે ઘેરા લાલ રંગનું હોય છે; તે નસોમાં જોવા મળે છે અને રક્ત દાન દરમિયાન અથવા નસમાંથી લોહીના નમૂના લેવાય ત્યારે જોવા મળે છે. કાર્બન મોનોક્સાઈડના ઝેરવાળું રક્ત ચળકતું લાલ હોય છે. કારણ કે, કાર્બન મોનોક્સાઈડથી કાર્બોક્સિહિમોગ્લોબિન બને છે. સાઈનાઈડ ઝેરવાળું શરીર પ્રાણવાયુનો ઉપયોગ કરી શકતું નથી, પરિણામે નસોમાં રહેલું રક્ત પ્રાણવાયુવાળુ જ રહે છે અને તેની લાલાશ વધે છે. હિમોગ્લોબિન ધરાવતું રક્ત ક્યારેય ભૂરા રંગનું નથી હોતું પણ અનેક રોગ અને પરિસ્થિતિઓ એવી છે જેમાં હીમ જૂથનો રંગ ત્વચાના દેખાવને ભૂરાશ પડતો બનાવે છે. હીમ પ્રાણવાયુનું પડ ધરાવતા હોય તો વધારે કથ્થઈ રંગના અને પ્રાણવાયુનું વહન નહી કરી શકતું મિથેઇમોગ્લોબિન બને છે. અસાન્ય સ્થિતિમાં સલ્ફહિમોગ્લોબિનેમિયા, રક્તવાહિનીય રક્ત અંશતઃ ઓક્સિજન ધરાવતું હોય છે અને ભૂરાશ પડતા (સાયનોસિસ) સાથે ઘાટ્ટુ લાલ દેખાય છે.

ત્વચામાં રહેલી નસો વિવધ પરિબળોના લીધે ભૂરી દેખાય છે અને તેનો રંગ રક્તના રંગ પર બહુ ઓછો નિર્ભર હોય છે. ત્વચામાં પ્રકાશનો ફેલાવો અને અન્ય દૃશ્ય પ્રક્રિયાઓ પણ પોતાની ભૂમિકા ભજવે છે.[૨૪]

પ્રાણીઓમાં કાચિંડો પ્રાસિનોહીમિયા બિલિવેર્દિનના નકામા ઉત્પાદનના કારણે લીલુ રક્ત ધરાવે છે.[૨૫]

હિમોસાયનિન

ફેરફાર કરો

મોટાભાગના કવચવાળા મૃદુકાય પ્રાણીઓસીફાલોપોડ્સ અને ગેસ્ટ્રોપોડ્સ – તથા પ્રત્યેક લિટરે 50 ગ્રામ જેટલા તાંબાવાળા પ્રોટીન હિમોસાયનિન ધરાવતા હોવાના કારણે કેટલાક આર્થોપોડ્સ, જેવા કે દરિયાઈ કરચલાનો રંગ ભૂરો હોય છે.[૨૬] પ્રાણવાયુ કાઢી નાખેલું હિમોસાયનિન રંગરિહત હોય છે અને પ્રાણવાયુ હોય ત્યારે ભૂરુ હોય છે. આ જંતુઓમાં રક્તનું પરિભ્રમણ કે જે સામાન્ય રીતે ઠંડા વાતાવરણમાં નીચા પ્રાણવાયુ દબાણમાં જીવે છે, તે રાખોડી-સફેદથી માંડીને ફીક્કા પીળા રંગનું હોય છે,[૨૬] અને પ્રાણવાયુના સંપર્કમાં આવે ત્યારે તે લોહી નીકળતી વખતે દેખાય છે તેવું ઘેરુ ભૂરુ બની જાય છે.[૨૬] હિમોસાયનિન પ્રાણવાયુના સંપર્કમાં આવતો હોવાથી તેના રંગમાં ફેરફારના કારણે આમ બને છે.[૨૬] હિમોસાયનિન બાહ્યકોશીય પ્રવાહીમાં પ્રાણવાયુ લઈ જાય છે, પણ સસ્તનોમાં આનાથી વિપરિત અંતઃકોશીય પ્રાણવાયુનું વહન હિમોગ્લોબિનમાં રહેલા RBCs દ્વારા થાય છે.[૨૬]

પેથોલોજી (રોગવિજ્ઞાન)

ફેરફાર કરો

સામાન્ય તબીબી ગેરવ્યવસ્થા-વિકારો

ફેરફાર કરો
  • માત્રાની ગેરવ્યવસ્થા
  • રુધિરાભિસરણની ગેરવ્યવસ્થા
    • આંચકો એ રક્તવાહિનિઓ દ્વારા નળીઓને રક્ત પહોંચાડવાનું કામ છે અને રક્ત ઘટાડો, ચેપ, હ્રદયમાંથી મળતી વસ્તુઓની નબળી સ્થિતિ વગેરે જેવા કારણોના લીધે થઈ શકે છે.
    • ધમનીય દીવાલો જાડી થઈ જવાથી ધમનીઓ મારફતે આવતા રક્તનો પ્રવાહ ઘટે છે. કારણ કે, જાડી થઈ જવાથી દીવાલો સાંકડી બને છે. એથેરોમા (એક પ્રકારના કોશિકાની બનેલી ધમનીઓની દીવાલો)માં ઉંમરની સાથે વૃદ્ધિ થતી હોય છે અને ધૂમ્રપાન, ઊંચુ રક્ત દબાણ, કોશિકાઓમાં સ્રાવનું વધારે પ્રમાણમાં પરિભ્રમણ, (હાઈપરલિપિડેમિયા)) અને મધુપ્રમેહમાં શર્કરાનું વધું પ્રમાણ જેવા પરિબળોના પગલે તેમાં વૃદ્ધિ થઈ શકે છે.
    • ગંઠાઈ જવાના કારણે થ્રોમ્બોસિસ બની શકે છે. જે નળીઓને અવરોધી શકે છે.
    • રક્ત બંધારણની સમસ્યાઓ, હ્રદયની પમ્પિંગ પ્રક્રિયા, અથવા રક્તનળીઓમાં સંકોચનના પરિણામે પૂરા પડાતા પેશીઓમાં હાઈપોક્સિઆ (પ્રાણવાયુનો અભાવ) સહિતની સ્થિતિઓ ઉભી થઈ શકે છે. રક્ત સાથે અયોગ્ય રીતે ભળી ગયેલા કોશિકા સંદર્ભે આઇસ્કેમિઆ સ્થાનીય રક્તક્ષીણતા શબ્દનો ઉપયોગ થાય છે અને ઈન્ફેરક્શન શબ્દ કોશિકાઓના અંતનો સંદર્ભ આપે છે(નેક્રોસિસ), એટલે રક્તનો પુરવઠો અવરાધાયો હોય ત્યારે ઉભી થતી સ્થિતિ (અથવા તેનું અયોગ્ય પ્રમાણ).

હિમેટોલોજી ગેરવ્યવસ્થા

ફેરફાર કરો
  • રક્ત ગંઠાવામાં ગેરવ્યવસ્થા
    • હિમોફિલિયાએ જનીની બીમારી છે અને તેના કારણે રક્તના ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે. જો આમ થાય તો બિન-આનુશંગિક ઈજાઓને જીવલેણ બનાવી શકે છે. પરંતુ હિમારથ્રોસિસસ, અથવા સાંધાવાળી જગ્યામાં રક્તસ્રાવના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
    • બિનઅસરકારક અથવા અપૂરતા પ્લેટલેટ્સના કારણે કોઆગુલોપથી (રક્તસ્રાવ ગેરવ્યવસ્થા) થઈ શકે છે.
    • અતિશિય રક્ત ગંઠાઈ જવાનો તબક્કો (થ્રોમ્બોફિલિયા) પ્લેટલેટના નિયમન અથવા ગંઠાઈ જવાની કામગીરીમાં ખામીના કારણે આવી શકે છે.

ઝેરી કાર્બન મોનોક્સાઈડ

ફેરફાર કરો

પ્રાણવાયુ સિવાયના તત્વો હિમોગ્લોબિન સાથે બંધાઈ જાય; તો કેટલાક કિસ્સામાં તેના કારણે શરીરને આજીવન નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે શ્વાસોચ્છવા4સ દ્વારા ફેફ્સામાં થઈને રક્તમાં ભળી જાય ત્યારે કાર્બન મોનોક્સાઈડ એ અત્યંત ઘાતક હોય છે, તેથી ઓછું હિમોગ્લોબિન પ્રાણવાયુ સાથે જોડાવા મુક્ત હોય છે અને ઓછા પ્રાણવાયુનું રક્તમાં વહન થઈ શકે છે. તેના લીધે તીવ્ર ગૂંગળામણ થઈ શકે છે. ઓછો હવા-ઉજાસ ધરાવતા બંધ ઓરડામાં પ્રગટાવાયેલો અગ્નિ અત્યંત ઘાતક અડચણ સર્જી શકે છે. કારણ કે, તેનાથી હવામાં કાર્બન મોનોક્સાઈડનું સર્જન થઈ શકે છે. તમાકુના ધૂમ્રપાન વખતે કેટલાક કાર્બન મોનોક્સાઈડ હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય છે .

તબીબી-વૈદક સારવારો

ફેરફાર કરો

રક્ત પેદાશો

ફેરફાર કરો

તબદિલી માટેનું રક્ત માનવ દાતા પાસેથી રક્ત દાન દ્વારા મેળવવામાં આવે છે અને બ્લડ બેન્કમાં તેનો સંગ્રહ થાય છે. માનવમાં રક્ત પ્રકાર વિવિધ જાતના હોય છે, ABO રક્ત જૂથ માળખુ અને હેસીસ રક્ત જૂથ માળખુ સૌથી વધારે મહત્વનું છે. મેળ ન ખાતા હોય તેવા રક્તની તબદિલી કરવાથી ગંભીર સ્થિતિ થઈ શકે છે, ઘણી વાર જીવલેણ હોય છે, તેથી ક્રોસમેચિંગ(મેળ પડે છે કે નહીં તે ચકાસવાની પ્રક્રિયા) દ્વારા ઉચિત રક્ત તબદિલ થાય છે કે નહીં તે ચકાસવામાં આવે છે.

અંતઃનળીય રીતે સંચાલન થતું હોય તેવા અન્ય રક્ત ઉત્પાદનો પ્લેટલેટ્સ, પ્લાઝ્મા, ક્રાયોપ્રેસિપિટેટ અને કેટલાક લોહી ગંઠાવી દેતાં કેટલાક નિશ્ચિત મિશ્રણો છે.

અંતઃનળીય સંચાલન

ફેરફાર કરો

દવાના ઘણા સ્વરૂપો (એન્ટિબાયોટિકથી માંડીને કીમોથેરાપી)નું સંચાલન અંતઃનળીય રીતે થાય છે અને પાચન પ્રદેશ તેઓને યોગ્ય અથવા ત્વરિત રીતે શોષી લેતો નથી.

સામાન્ય રીતે પ્લાઝ્મા વિસ્તૃતકો તરીકે ઓળખાતું પ્રવાહી મીઠાનું કોઈ એક સંયોજન (NaCl, KCl, CaCl2 વગેરે...) શરીરક્રિયા વિજ્ઞાન કેન્દ્રીકરણ, અથવા અનેક શર્કરાના કોશિકા જેવા ગુંદરિયા સંયોજન, લોહી ગંઠાતી વખતે છુટુ પડતું સફેદ માનવીય પ્રવાહી , અથવા તાજા થીજેલા પ્લાઝ્મા અતિશય રક્ત હ્રાસ બાદ નસની અંદર આપી શકાય છે. આવી કટોકટીની પરિસ્થિતિમાં રક્ત તબદિલી કરતાં પ્લાઝ્મા વિસ્તૃતકો વધારે અસરકારક જીવનરક્ષક પ્રક્રિયા હોય છે.કારણ કે, તબદિલ થયેલા લાલ રક્ત કોશિકાઓનું ચયાપચય તબદિલી બાદ તરત જ ફરીથી શરૂ થઈ શકતું નથી..

રક્ત ખેંચવું

ફેરફાર કરો

આધુનિક પુરાવા આધારિત વૈદકમાં હિમોક્રોમાટોસિસ અને પોલીસીથેમિયા સહિતના કેટલાક વિરલ રોગોની સારવારમાં રક્ત ખેંચવામાં આવે છે. હીપ્પોક્રેટિક વૈદક અનુસાર, આમ છતાં ઘણા રોગો અતિરિક્ત રક્તના લીધે થતા હોવાની ગેરમાન્યતા પ્રચલિત હોવાના કારણે રક્ત ખેંચવાનું અને જળો જેવા અમાન્ય અંતઃનળીયનો ઉપયોગ 19મી સદી સુધી થતો હતો.

પ્રાચીન ગ્રીક વૈદક

ફેરફાર કરો

પ્રાચીન ગ્રીક વૈદકમાં લોહીને હવા, વસંત અને આનંદી અને અત્યંત આતુર (આશાસ્પદ) વ્યક્તિત્વ સાથે સાંકળવામાં આવ્યું છે. તે માત્ર યકૃત દ્વારા જ બની શકે છે તેવું પણ માનવામાં આવતું હતું.

હિપોક્રેટિક વૈદક

ફેરફાર કરો

હિપોક્રેટિક વૈદકમાં લોહીને શરીરના ચાર પ્રવાહી તત્વોમાંનું એક ગણવામાં આવતું હતું, શરીરના અન્ય ત્રણ પ્રવાહી તત્વોમાં કફ, પીળો પિત્ત, અને કાળા પિત્તનો સમાવેશ થતો હતો.

સાંસ્કૃતિક અને ધાર્મિક માન્યતા

ફેરફાર કરો

જીવનમાં લોહીનું અનેકગણું મહત્ત્વ હોવાથી લોહી અનેક માન્યતાઓ સાથે મોટી સંખ્યામાં જોડાયેલું છે. લોહીનો પ્રતીક તરીકે ઉપયોગ કરવાના સૌથી મૂળભૂત ઉપયોગો પૈકીના એકમાં લોહીને પારિવારિક સંબંધ માટે ઉલ્લેખ થાય છે. "લોહીથી જોડાયેલા હોવું"નો અર્થ લગ્ન નહીં પરંતુ વંશ અને પૂર્વજ સાથે સંબંધ હોવાનો વધુ છે. લોહી (અંગ્રેજીમાં બ્લ્ડ) શબ્દનો વિવિધ શબ્દ સમૂહમાં ઉપયોગ થયેલો છે. જેમ કે, બલ્ડલાઇન (વંશ), "બ્લ્ડ ઇસ થિકર ધેન વોટર" (લોહીની સગાઈ) અને "બેડ બ્લ્ડ" (ખરાબ લોહી), તેમજ "બ્લડ બ્રધર" (સગો ભાઈ). જેવિશ અને ખ્રિશ્ચીયન ધર્મમાં લોહી પર વિશેષ ભાર મૂકાયો છે કારણકે લેવિટિકસ 17:11 કહે છે કે "કોઇ પણ પ્રાણીનું જીવન લોહીમાં રહેલું છે." આ શબ્દસમૂહ લેવિટિકલ કાયદાનો એક ભાગ છે. આ કાયદા મુજબ, લોહી પીવા કે લોહીની સાથે માંસ ખાવા પર પ્રતિબંધ છે.

પુરાણકથાઓમાં ઘણીવાર લોહીનો સંદર્ભ તેના જીવનદાતા ગુણધર્મ સાથે જોડાયેલો છે, જેમકે બાળકના જન્મની ઘટનામાં જોવા મળે છે, તે ઇજાગ્રસ્ત લોહી અથવા મૃત્યુથી વિપરિત છે.

મૂળ ઓસ્ટ્રેલિયાવાસીઓ

ફેરફાર કરો

મૂળ ઓસ્ટ્રેલીયન એબઓરિજિનલ લોકોની કેટલીક પરંપરાઓમાં, કેટલીક વિધિ કરવામાં નૃત્યાંગનાના શરીર પર ગેરુ (ખાસ કરીને લાલ) અને લોહી, જે બંને લોહ તત્વ ધરાવતા હોવાનું માનવામાં આવે છે, તેમજ માબન લગાવવામાં આવે છે. લોલર જણાવે છે કેઃ

ઘણી એબઓરિજિનલ વિધિ અને ઉજવણીમાં નૃત્યકારના સમગ્ર નગ્ન શરીર પર લાલ ગેરુ ચોપડવામાં આવે છે. કેટલાક ગુપ્ત, પવિત્ર પુરૂષ ઉત્સવમાં, ઉજવણીમાં ભાગ લઇ રહેલા લોકોના કાંડાની નસમાંથી ખેંચેલા લોહીને એકબીજા સાથે બદલે છે અને તેમના શરીર પર ઘસે છે. લાલ ગેરુનો પણ ઓછી ગુપ્ત હોય તેવી ઉજવણીમાં આવી જ રીતે ઉપયોગ થાય છે. માણસના શરીર પર પક્ષીના પીંછા ચોટાડવા માટે પણ લોહીનો ઉપયોગ થાય છે. પક્ષીના પીંછા પ્રોટીન ધરાવે છે જે ચંબકીય દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે.[૨૮]

લોલર જણાવે છે કે આવી રીતે લગાવવામાં આવેલું લોહી નૃત્યકારોને ડ્રીમ ટાઇમના અદ્રશ્ય ઊર્જાસભર પ્રાંતમાં લઇ જાય છે. લોલર બાદમાં આ અદ્રશ્ય ઊર્જાસભર પ્રાંત અને ચુંબકીય ક્ષેત્રને એકબીજા સાથે જોડે છે કારણકે લોહી ચુબકીય ગુણધર્મ ધરાવે છે.

ઇન્ડો યુરોપીયન પેગનિઝમ

ફેરફાર કરો

(અંગ્લો સેક્સોન અને નોર્સમેન જેવા) કેટલાક જર્મન કલીબામાં તેમની બલી ચઢાવવાની વિધિ બ્લોટ માં લોહીનો ઉપયોગ કરતા હતા. લોહી તેમના પૂર્વજની શક્તિ ધરાવતું હોવાનું માનવામાં આવતું હતું અને બલી વિધિ માટેના પ્રાણીને કાપ્યા બાદ લોહીને દિવાલો, ભગવાનની મૂર્તિઓ અને વિધિમાં ભાગ લેનારા લોકો પર છાંટવામાં આવતું હતું. જૂના અંગ્રેજી માં લોહી છાંટવાની આ ક્રિયાને બ્લિઓડસીયન કહેવામાં આવતી હતી અને આ શબ્દનો ઉપયોગ રોમન કેથોલિક ચર્ચ દ્વારા આશિર્વાદ આપવા અને આશિર્વાદ માટે થતો હતો. હિટાઇટ ભાષાં લોહી માટેનો શબ્દ ઇશર "સોગંદ" અને "બંધન" સાથે સંબંધ ધરાવતો હતો, જુઓ ઇશરા. પ્રાચીન ઇજિપ્તવાસીઓ માનતા હતા કે ઇશ્વરનું લોહી ઇકોર એવું ખનીજ ધરાવે છે જે મરણાધીન પ્રાણીઓ માટે ઝેરી છે.

યહૂદી ધર્મ

ફેરફાર કરો

યહૂદી ધર્મમાં લોહી પીવા પર પ્રતિબંધ છે, થોડી માત્રામાં પણ લોહીનો ભોગ કરી શકાય નહીં(લેવિટિકસ 3:17 અને અન્ય); તેનો યહૂદી આહાર કાયદો (કશ્રુટ)માં ઉલ્લેખ થયો છે.. માંસમાં મીઠું ભેળવીને અને તેને પાણીમાં પલાળીને સાફ કરીને માંસને લોહીમુક્ત કરાય છે.

જેની સાથે લોહીં સંકળાયેલું હોય તેવી અન્ય વિધિમાં પક્ષીના લોહીને ઢાંકવાનો અને કતલ બાદ રમતનો સમાવેશ થાય છે.(લેવિટિકસ 17:13); તોરાહ દ્વારા કારણ આપવામાં આવ્યું છે કે: "પ્રાણીનો જીવ તેના લોહીમાં રહેલો છે." (ibid 17:14).

જો સંકુચિત યહૂદી ધર્મમાં આસ્થા રાખવાવાળો વ્યક્તિ હિંસક મોતમાં મરે તો ધાર્મિક કાયદો તેના દફનની સાથે તેના લોહીને પણ દફન કરવાનો આદેશ આપે છે.

ખ્રિસ્તી

ફેરફાર કરો

રોમન કેથોલિક, ઇસ્ટર્ન ઓર્થોડોક્સ, ઓરિએન્ટલ ઓર્થોડોક્સ અને એસિરીયન ચર્ચ ઓફ ઇસ્ટ સહિતના કેટલાક ખ્રિસ્તી ચર્ચ જ્યારે યુકેરિસ્ટિક વાઇનને પવિત્ર કરે છે ત્યારે તે [[ખરેખર ભગવાન ઇશુનું લોહી |ખરેખર ભગવાન ઇશુનું લોહી ' ]]બની જાય છે. આમ આ પવિત્ર કરાયેલા વાઇનમાં ભગવાન ઇશુ આધ્યાત્મિક અને શારીરિક રીતે હાજર હોય છે. બાઇબલમાં લખાયેલા ચાર ઉપદેશ મુજબ આ ઉપદેશના મૂળ લાસ્ટ સુપરમાં રહેલા છે. બાઇબલમાં ભગવાન ઇશુએ તેમના અનુયાયીઓને જણાવ્યું હતું કે તેઓ જે બ્રેડ ખાય છે તે તેમનું શરીર છે અને જે વાઇન પીએ છે તે તેમનું લોહી છે. “આ કપ મારા લોહીમાં નવી ટેસ્ટામેન્ટ છે જે તમારા માટે વહાવવામાં આવ્યું છે.” (ઢાંચો:Sourcetext) .

પ્રોટેસ્ટન્ટિઝમના વિવિધ સ્વરૂપો, તેમાં પણ ખાસ કરીને વેસલીયન અને પ્રસબિટિરીયનના કાળના, ઉપદેશ આપે છે કે વાઇન ભગવાન ઇશુના લોહીના પ્રતીકથી વધુ કશું નથી. ભગવાન ઇશું વાઇનમાં શારીરિક રીતે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે હાજર હોય છે. લ્યુથેરન આસ્થા જણાવે છે કે યુકેરિસ્ટિક આહારના બ્રેડ અને વાઇનની અંદર, સાથે અને હેઠળ શરીર અને લોહી હાજર હોય છે.

ઇશુના લોહીના ખ્રિસ્તીઓ મટે પાપના પ્રાયશ્ચિતના સાધન રૂપે પણ જોવામાં આવે છે.

કાઉન્સિલ ઓફ જેરુસલેમ ખાતે એપોસ્ટલ (ઇશુના શિષ્યનું પદ)એ ખ્રિસ્તીઓને લોહી પીવા પર પ્રતિબંધ મુક્યો હતો, આ એટલે કરાયું હતું કે કદાચ નોહ ને આ આદેશ આપવામાં આવ્યો હતો. (જીનેસિસ 9:4, જુઓ નોહાઇડ લો). ઇસ્ટર્ન ઓર્થોડોક્સ આ આદેશનું હજુ પણ પાલન કરે છે.

ઈસ્લામ ધર્મ

ફેરફાર કરો

ઇસ્લામિક આહાર નિયમ લોહીવાળો ખોરાક ખાવા પર પ્રતિબંધ મુકે છે. આ નિયમ કુરાન સુરા અલ મઇદા માં એક નિવદેન પરથી આવ્યો છે (5:3): "જે ખોરાક માટે તમારા પર પ્રતિબંધ છેઃ મૃતમાંસ, લોહી, ડુક્કરનું માસ અને એવી વસ્તુઓ કે જેના પર અલ્લાહ સિવાય અન્યના નામનો ઉલ્લેખ થયો હોય."

લોહીને એક ગંદકી ગણવામાં આવી છે અને ઇસ્લામ સ્વચ્છતા આસ્થાનો એક ભાગ છે માટે રક્તસ્ત્રાવ થયો હોય ત્યાર બાદ સ્વચ્છ થવા માટે કેટલીક શારીરિક અને ધાર્મિક પદ્ધતિઓ અમલમાં આવી છે. ચોકક્સ નિયમો અને પ્રતિબંધો સ્ત્રીઓના માસિક ધર્મ, પ્રસુતિ વખતના રક્તસ્ત્રાવ અને અનિયમિત યોની રક્તસ્ત્રાવ પર લાગુ પડે છે.

જેહોવાહસ વિટનેસિસ

ફેરફાર કરો

બાઇબલના “લોહી થી દૂર રહો” -એક્ટ્સ 15:28, 29, જેવા આદેશના પાલનથી દૂર જેહોવાહસ વિટનેસિસ લોહીનો વપરાશ કરતા નથી કે આખા લોહી કે તેના ચાર મુખ્ય તત્વો, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ (થ્રોમ્બોસાઇટ્સ)અને રક્તદ્રવ્યના દાનનો સ્વીકાર કરતા નથી. પોતાના લોહીને લગતી તબીબી કાર્યવાહીનો સ્વીકાર કરવો કે કેમ તેનો જાતે નિર્ણય લેવા માટે સભ્યોને સૂચના આપવામાં આવી છે.

ચીની અને જાપાની સંસ્કૃતિ

ફેરફાર કરો

ચીનની જાણીતી સંસ્કૃતિમાં એવું ઘણીવાર કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસના નાકમાંથી લોહીનો થોડો સ્ત્રાવ થાય તો તે દર્શાવે છે કે તે માણસ જાતિય ઇચ્છાઓનો અનુભવ કરી રહ્યો છે. ચીની ભાષા અને હોંગકોંગ ફિલ્મોમાં તેમજ એનિમ અને માંગામાં પેરોડી કરાયેલી જાપાની સંસ્કૃતિમાં તે અવારનવાર દેખાય છે. મોટે ભાગે પુરૂષ પાત્રો, જ્યારે તેઓ કોઇને નગ્ન અવસ્થા કે ઓછા કપડામાં જુએ છે અથવા તે કામુક વિચાર કે કલ્પના ધરાવે છે ત્યારે તેના નાકમાંથી રક્તસ્ત્રાવ થતો બતાવવામાં આવે છે. આ તે વિચારને આધારે છે કે પુરૂષ જ્યારે કામોત્તેજિત થાય છે ત્યારે તેનું લોહીનું દબાણ વધી જાય છે.

લોહી સાથે સંકળાયેલા આક્ષેપો

ફેરફાર કરો

કેટલાક ધર્મો અને અન્ય સમુદાયો પર ધાર્મિક વિધિમાં માનવ રક્તનો ઉપયોગ કરવાનો ખોટો આરોપ છે આવા આરોપને બ્લડ લાઇબેલ કહેવાય છે. આનું સૌથી સામાન્ય રૂપ યહૂદીઓ સામે બ્લડ લાઇબેલ છે. યહૂદી કાયદા કે રિવાજમાં માનવ રક્તના ઉપયોગની કોઇ વિધિ નથી તેમ છતાં મધ્ય યુગમાં યહૂદી વિરોધી કામગીરીમાં તેમના પર આવા પ્રકારના (કેટલીક વાર તો બાળકોની હત્યાના) આરોપો લગાવવામાં આવતા હતા.

વેમ્પાયર દંતકથાઓ

ફેરફાર કરો

વેમ્પાયર દંતકથાનું પાત્ર છે જે તેના અસ્તિત્વ માટે સીધું લોહી પીએ છે, તેમાં તે માનવ રક્તને પ્રથમ પસંદગી આપે છે. દુનિયાભરની સંસ્કૃતિઓ આ પ્રકારની ખોટી માન્યતાઓ ધરાવે છે. જેમકે, નોઝફેરાટુ નામના વ્યક્તિએ અન્ય લોકોનું લોહી પીને ચિંરતન નરકવાસ અને અમરત્વ પ્રાપ્ત કર્યું હતું. આ માન્યતા પૂર્વ યુરોપની દંતકથાઓમાંથી ચાલી આવે છે. બગાઇ, જળો, માદા મચ્છર, વેમ્પાયર ચામાચીડિયું અને અન્ય પ્રાણીઓ લોહી પીએ છે પરંતુ માત્ર ચામાચીડીયાને વેમ્પાયર સાથે સાંકળવામાં આવ્યું છે. તેનો વેમ્પાયર ચામાચીડિયાં સાથે સંબંધ નથી, તે નવા વિશ્વના પ્રાણીઓ છે અને તેમની યુરોપીયન માન્યતાના મૂળ બાદમાં શોધ થઇ હતી.

એપ્લાયઇડ સાયન્સમાં

ફેરફાર કરો

લોહીના અવશેષો ફોરેન્સિક તપાસકર્તાઓને હથિયારની ઓળખ કરવામાં, ગુનાહિત કૃત્યની કલ્પમાના કરવામાં અને શંકાસ્પદ આરોપીને ગુના સાથે સાંકળવામાં મદદ કરે છે. લોહીના ડાઘાની ભાતના વિશ્લેષણ દ્વારા ફોરેન્સિક માહિતી મેળવી શકાય છે.

લોહીના અવશેષોનું પરીક્ષણ, પણ પુરાતત્ત્વશાસ્ત્ર દ્વારા ઉપયોગમાં લેવાતી એક ટેકનિક છે.

લોહી શરીરના પ્રવાહી તત્વો પૈકીનું એક છે જેનો કળામાં ઉપયોગ થયેલો છે.[૨૯] તેમાં પણ ખાસ કરીને વિએનીઝ એક્શનિસ્ટ હર્મન નિટસ્ક, ફ્રાન્કો બી, લેની લી, રોન આથે, યાંગ ઝીકાઓ, અને કિરા ઓ રીલીના પર્ફોર્મન્સમાં એન્ડ્રીસ સેરાનોની ફોટોગ્રાફી સાથે લોહીને એક નોંધપાત્ર વિઝ્યુઅલ ઘટક તરીકે ઉપયોગ કર્યો છે. માર્ક ક્વિનએ થીજી ગયેલા લોહીનો ઉપયોગ કરીને શિલ્પકૃતિ બનાવેલી છે જેમાં તેના પોતાના લોહીનો ઉપયોગ કરીને બનાવેલા તેના પોતાના માથાના બીબાનો સમાવેશ થાય છે.

જીનીયલોજી અને પરિવાર ઇતિહાસમાં

ફેરફાર કરો

જીનીયલોજીમાં લોહી શબ્દનો ઉપયોગ કોઇના પૂર્વજ, મૂળ અને વંશીય ઇતિહાસનો ઉલ્લેખ કરવા બ્લડલાઇન શબ્દની જેમ થાય છે. પરિવાર ઇતિહાસમા જ્યાં લોહી શબ્દનો ઉપયોગ થાય છે તેમાં બ્લ્યુ-બ્લડ , રોયલ-બ્લડ , મિક્સ્ડ બ્લડ અને બ્લડ રિલેટિવ નો સમાવેશ થાય છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. The Franklin Institute Inc. "Blood – The Human Heart". મૂળ માંથી 5 માર્ચ 2009 પર સંગ્રહિત. મેળવેલ 19 March 2009.
  2. Maton, Anthea (1993). Human Biology and Health. Englewood Cliffs, New Jersey, USA: Prentice Hall. ISBN 0-13-981176-1. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  3. ૩.૦ ૩.૧ Waugh, Anne; Grant, Allison (2007). "2". Anatomy ans Physiology in Health and Illness (Tenth આવૃત્તિ). Churchill Livingstone Elsevier. પૃષ્ઠ 22. ISBN 978 0 443 10102 1.
  4. Alberts, Bruce (2005). "Leukocyte functions and percentage breakdown". Molecular Biology of the Cell. NCBI Bookshelf. મેળવેલ 2007-04-14.
  5. Shmukler, Michael (2004). "Density of Blood". The Physics Factbook. મેળવેલ 2006-10-04.
  6. "Medical Encyclopedia: RBC count". Medline Plus. મેળવેલ 18 November 2007. Unknown parameter |dateformat= ignored (મદદ)
  7. Robert B. Tallitsch; Martini, Frederic; Timmons, Michael J. (2006). Human anatomy (5th આવૃત્તિ). San Francisco: Pearson/Benjamin Cummings. પૃષ્ઠ 529. ISBN 0-8053-7211-3.CS1 maint: multiple names: authors list (link)
  8. ૮.૦ ૮.૧ Ganong, William F. (2003). Review of medical physiology (21 આવૃત્તિ). New York: Lange Medical Books/McGraw-Hill. પૃષ્ઠ 518. ISBN 0-07-121765-7.
  9. ઢાંચો:MerckManual
  10. Sellmeyer DE, Stone KL, Sebastian A, Cummings SR (2001). "A high ratio of dietary animal to vegetable protein increases the rate of bone loss and the risk of fracture in postmenopausal women. Study of Osteoporotic Fractures Research Group". Am. J. Clin. Nutr. 73 (1): 118–22. PMID 11124760. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  11. Romer, Alfred Sherwood; Parsons, Thomas S. (1977). The Vertebrate Body. Philadelphia, PA: Holt-Saunders International. પૃષ્ઠ 404–406. ISBN 0-03-910284-X.
  12. Harvey, William (1628). "[[Exercitatio Anatomica de Motu Cordis et Sanguinis in Animalibus]]" (Latinમાં). URL–wikilink conflict (મદદ)CS1 maint: discouraged parameter (link) CS1 maint: unrecognized language (link)
  13. Williams, Peter W.; Gray, Henry David (1989). Gray's anatomy (37th આવૃત્તિ). New York: C. Livingstone. ISBN 0-443-02588-6.CS1 maint: multiple names: authors list (link)
  14. Dominguez de Villota ED, Ruiz Carmona MT, Rubio JJ, de Andrés S (1981). "Equality of the in vivo and in vitro oxygen-binding capacity of haemoglobin in patients with severe respiratory disease". Br J Anaesth. 53 (12): 1325–8. doi:10.1093/bja/53.12.1325. PMID 7317251. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  15. ૧૫.૦ ૧૫.૧ Costanzo, Linda S. (2007). Physiology. Hagerstwon, MD: Lippincott Williams & Wilkins. ISBN 0-7817-7311-3.
  16. "વેન્ટિલેશન એન્ડ એન્ડ્યુરન્સ પર્ફોર્મન્સ". મૂળ માંથી 2010-03-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-16.
  17. ટ્રાન્સપ્લાન્ટ સપોર્ટ- ફેંફસા, હૃદય/ફેફસા, હૃદય સંગ્રહિત ૨૦૦૪-૦૨-૨૪ ના રોજ વેબેક મશિન MSN ગ્રૂપ્સ
  18. Mortensen SP, Dawson EA, Yoshiga CC; et al. (2005). "Limitations to systemic and locomotor limb muscle oxygen delivery and uptake during maximal exercise in humans". J. Physiol. (Lond.). 566 (Pt 1): 273–85. doi:10.1113/jphysiol.2005.086025. PMC 1464731. PMID 15860533. Unknown parameter |month= ignored (મદદ); Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  19. "ધ 'જ્યોર્જ' ગાઇડ ટુ પલ્મોનરી આર્ટરી કેથેટરાઇઝેશન". મૂળ માંથી 2010-09-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-16.
  20. "એક્સિજન કેરેજ ઇન બ્લ્ડ - હાઇ ઓલ્ટિટ્યુડ". મૂળ સંગ્રહિત માંથી 1999-05-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-16.
  21. Biology.arizona.edu. ઓક્ટોબર 2000. pH સ્તરનો તબીબી સહસંબંધ: બાયકાર્બોનેટ બફર તરીકે.
  22. ઢાંચો:MerckManual
  23. "Spiders: circulatory system". Encyclopedia Britannica online. મેળવેલ 2007-11-25.
  24. Kienle, Alwin (March 1, 1996). "Why do veins appear blue? A new look at an old question" (PDF). Applied Optics. 35 (7): 1151–60. doi:10.1364/AO.35.001151. મૂળ (PDF) માંથી ફેબ્રુઆરી 10, 2012 પર સંગ્રહિત. મેળવેલ જૂન 16, 2010. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: discouraged parameter (link)
  25. Austin CC, Perkins SL (2006). "Parasites in a biodiversity hotspot: a survey of hematozoa and a molecular phylogenetic analysis of Plasmodium in New Guinea skinks". J. Parasitol. 92 (4): 770–7. doi:10.1645/GE-693R.1. PMID 16995395.
  26. ૨૬.૦ ૨૬.૧ ૨૬.૨ ૨૬.૩ ૨૬.૪ Shuster, Carl N (2004). "Chapter 11: A blue blood: the circulatory system". માં Shuster, Carl N, Jr; Barlow, Robert B; Brockmann, H. Jane (સંપાદક). The American Horseshoe Crab. Harvard University Press. પૃષ્ઠ 276–7. ISBN 0674011597.CS1 maint: multiple names: editors list (link)
  27. "Blood - The Human heart". The Franklin Institute. મૂળ માંથી 5 માર્ચ 2009 પર સંગ્રહિત. મેળવેલ 19 March 2009. Unknown parameter |dateformat= ignored (મદદ)
  28. Lawlor, Robert (1991). Voices of the first day: awakening in the Aboriginal dreamtime. Rochester, Vt: Inner Traditions International. પૃષ્ઠ 102–3. ISBN 0-89281-355-5.
  29. "નોસ્ટાલ્જિયા" સંગ્રહિત ૨૦૦૯-૦૧-૦૮ ના રોજ વેબેક મશિન લોહીમાં આર્ટવર્ક

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો

ઢાંચો:Blood ઢાંચો:Lymphocytes ઢાંચો:Lymphatic flow ઢાંચો:Transfusion medicine