લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ

ક્રિકેટ સ્ટેડિયમ

લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ભારત દેશના ગુજરાત રાજ્યમાં સુરત શહેર ખાતે આવેલ એક ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમની માલિકી સુરત જીલ્લા ક્રિકેટ એસોસિયેશન પાસે છે.

લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ
Locationવેસુ, સુરત, ગુજરાત
Coordinates21°9′19.4″N 72°46′9″E / 21.155389°N 72.76917°E / 21.155389; 72.76917
Establishment૨૦૧૧
Capacity7,000
Ownerસુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશન
Operatorગુજરાત ક્રિકેટ એસોસિએશન
Tenantsગુજરાત ક્રિકેટ ટીમ
End names
નોર્થ એન્ડ
સાઉથ એન્ડ
As of ૨૦૧૩
Source: લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, ક્રિકઇન્ફો

આ સ્ટેડિયમ માત્ર ૮૬,૭૩૦ ચોરસ યાર્ડ જેટલી જમીનના દાનને લીધે શક્ય બન્યું હતું. કનૈયાભાઈ અને હેમંતભાઈ નામના બે ભાઈઓ તથા તેમના બેન જ્યોતિબેન દ્વારા ૧૯૮૬-૮૭ના વર્ષમાં તેમના પિતા સ્વ. લાલભાઇ રામજીભાઈ કોન્ટ્રાક્ટરની યાદગીરીમાં આ જમીનનું દાન આપ્યું હતું, જેઓ ક્રિકેટની રમતના પ્રેમી હતા અને બોમ્બે ક્રિકેટ એસોસિયેશનના સ્થાપક સભ્ય પણ હતા.

વર્ષ ૨૦૦૯માં, એસડીસીએ દ્વારા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમને નવીનીકરણ કરી ફરી શરૂ કરવામાં આવ્યું. એસડીસીએ દ્વારા સ્ટેડિયમના નવીનીકરણ માટે રૂ. ૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ સ્ટેડિયમ ખાતે રમાયેલ મહત્ત્વની ક્રિકેટમેચોમાં રણજી ટ્રોફી, ઇરાની ટ્રોફી અને દુલીપ ટ્રોફી મેચોનો સમાવેશ થાય છે. આ સ્ટેડિયમ ૨૦૦૦ની ક્ષમતા ધરાવતા ફ્રેક મેદાનની નજીક છે, જે એસોસિયેશન ફૂટબોલ ક્લબ ફ્રેક એફસીનું પોતાનું મેદાન છે.

ભવિષ્યની યોજનાઓ

ફેરફાર કરો

એસડીસીએ દ્વારા આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા ૭૦૦૦ પ્રેક્ષકોથી વધારીને ૩૦૦૦૦ પ્રેક્ષકો સુધીની કરવા માટે સક્રિયપણે યોજના ઘડવામાં આવી રહી છે અને આથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ મેચો અને ટુર્નામેન્ટ્સનું આયોજન કરવા માટે એક યોગ્ય સ્થાન બન્યું છે. રહેઠાણના આવાસ, સ્પેશિયાલિટી રેસ્ટૉરન્ટ્સ, ભોજનસમારંભ ખંડ (બેન્ક્વેટ હોલ), સભા ખંડ (કોન્ફરન્સ હોલ), મિની થિયેટર અને સભ્યો માટે લૉકર સુવિધાઓ સાથેનું આધુનિક ક્લબ હાઉસ પણ એસોસિયેશનના એજન્ડા પર છે.[] એસડીસીએ શહેર, જિલ્લા અને રાજ્યના યુવાનોમાં ક્રિકેટની પ્રતિભા વિકસાવવા માટેના ઉદ્દેશ્ય સાથે સ્પોર્ટસ્ છાત્રાલય બનાવવાની પણ યોજના બનાવી રહી છે. એસડીસીએ નવી નવી સુવિધાઓ સાથે ઇન્ડોર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સની રચના કરવાની પણ યોજના બનાવી રહી છે: જેમાં બે બેડમિંટન કોર્ટ, ટેબલ ટેનિસ રૂમ (૮ ટેબલ), સ્ક્વોશ કોર્ટ, બિલિયર્ડ રૂમ, લાઇબ્રેરી રૂમ, કૅરમ અને ચેસ રૂમ, ટીવી લાઉન્જ, ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો સમાવેશ કરવામાં આવનાર છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Lalbhai Contractor Stadium to get state-of-the-art pavilion, floodlights soon - Indian Express". archive.indianexpress.com. મેળવેલ 2019-03-12.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો