લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ

લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ (એલએલપી (LLP) ) એક પ્રકારની ભાગીદારી છે જેમાં કેટલાક અથવા તમામ ભાગીદારો (ન્યાયક્ષેત્રના આધારે) મર્યાદિત જવાબદારી ધરાવે છે. તેથી તેમાં ભાગીદારી અને કોર્પોરેશનના લક્ષણો જોવા મળે છે.[] એલએલપીમાં કોઇ એક ભાગીદાર બીજા ભાગીદારની ગેરવર્તણુક કે બેદરકારી માટે જવાબદાર ગણાતો નથી. મર્યાદિત ભાગીદારી કરતા આ સૌથી મહત્વનો તફાવત છે. એલએલપીમાં કેટલાક ભાગીદારો પાસે મર્યાદિત જવાબદારી હોય છે જે કોર્પોરેશનના શેરધારકોની સમકક્ષ હોય છે.[] કેટલાક દેશોમાં એલએલપીમાં ઓછામાં ઓછો એક ‘જનરલ પાર્ટનર’ હોય છે જે અમર્યાદિત જવાબદારી ધરાવે છે. કોર્પોરેટ શેરધારકોથી વિપરીત ભાગીદારો બિઝનેસનું સીધું સંચાલન કરવાનો અધિકાર ધરાવતા હોય છે. તેનાથી વિપરીત કોર્પોરેટ શેરધારકોએ વિવિધ રાજ્યોના ચાર્ટર પ્રમાણેના કાયદા હેઠળ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પસંદગી કરવાની હોય છે. બોર્ડ પોતાનું પુનઃગઠન કરે છે (વિવિધ રાજ્યોના ચાર્ટર હેઠળના કાયદા પ્રમાણે) અને કોર્પોરેટ ઓફિસ ભાડે રાખે છે જેઓ ત્યાર બાદ કોર્પોરેટ વ્યક્તિઓ તરીકે કોર્પોરેશનના શ્રેષ્ઠ હિત માટે કોર્પોરેશનના સંચાલનની કાનૂની જવાબદારી સંભાળે છે. એલએલપી કોર્પોરેશનની સરખામણીમાં અલગ પ્રકારના સ્તરની ટેક્સ જવાબદારી ધરાવે છે.

મર્યાદિત જવાબદારીની ભાગીદારી કેટલાક દેશોમાં મર્યાદિત ભાગીદારીથી અલગ પ્રકારની હોય છે જે તમામ એલએલપી ભાગીદારોને મર્યાદિત જવાબદારી આપી શકે છે. મર્યાદિત ભાગીદારીમાં ઓછામાં ઓછા એક અમર્યાદિત ભાગીદારની જરૂર પડે છે અને અને બાકીનાને પરોક્ષ અને મર્યાદિત જવાબદારી રોકાણકારની ભૂમિકા મળે છે. પરિણામે આ દેશોમાં એલએલપી એવા બિઝનેસ માટે વધુ યોગ્ય છે જેમાં તમામ રોકાણકારો મેનેજમેન્ટમાં સક્રિય ભૂમિકા લેવા માંગે છે.

અમેરિકામાં સક્રિય એલએલપી અને યુકેમાં 2001માં શરૂ થયેલા એલએલપીમાં તથા બીજે અમલ થાય છે તેમની વચ્ચે મોટા પ્રમાણમાં ગુંચવણ છે કારણ કે તેના નામ છતાં યુકે એલએલપી ભાગીદારીના બદલે કોર્પોરેટ બોડી તરીકે સ્થાન ધરાવે છે.

રાષ્ટ્રીય વિવિધતા

ફેરફાર કરો
ભાગીદારી અને કંપનીના દેશ પ્રમાણે પ્રકારની યાદી જોવા માટે બિઝનેસ કંપનીના પ્રકાર જુઓ

ક્વેબેક, ઓન્ટારિયો, મેનિટોબા, આલ્બર્ટાના પ્રાંત અને નુનાવુટ અને તાજેતરમાં નોવા સ્કોટિયા વિસ્તારમાં વકીલો માટે એલએલપીની છુટ આપવામાં આવી છે. બીસીમાં પાર્ટનરશિપ એમેન્ડમેન્ડ એક્ટ, 2004 (બિલ 35)થી વકીલોને અને અન્ય પ્રોફેશનલોને તથા બિઝનેસ માટે એલએલપીની છુટ આપી હતી.[]

ચીનમાં એલએલપી સ્પેશિયલ જનરલ પાર્ટનરશિપ (特殊普通合伙) તરીકે ઓળખાય છે. સંસ્થાકીય સ્વરૂપ જ્ઞાન આધારિત વ્યવસાયો અને ટેકનિકલ સર્વિસ ઉદ્યોગ પૂરતું મર્યાદિત છે. આ માળખું સહ ભાગીદારોને એક ભાગીદાર અથવા ભાગીદારોના જૂથ દ્વારા યોજનાપૂર્વકની ગેરવર્તણુક અથવા બેદરકારીથી પેદા થતી જવાબદારીમાંથી રક્ષણ આપે છે.

જર્મન Partnerschaftsgesellschaft અથવા પાર્ટજી એ બિન વ્યવસાયિક પ્રોફેશનલ્સનું સંગઠન છે જે સાથે કામ કરે છે. તે કોર્પોરેટ સંસ્થા નથી છતાં તે કેસ કરી શકે છે અને તેની સામે કેસ થઇ શકે છે, મિલકત ધરાવી શકે છે અને ભાગીદારીના નામ હેઠળ કામ કરી શકે છે. ભાગીદારો જોકે સંયુક્ત રીતે ભાગીદારીના તમામ ઋણ માટે જવાબદાર છે, સિવાય કે કોઇ ચોક્કસ ભાગીદારની વર્તણૂકના કારણે બીજા પક્ષને નુકસાન થયું હોય અને જ્યારે માત્ર પ્રોફેશનલ જવાબદારીનો વીમો ફરજિયાત હોય છે. Partnerschaftsgesellschaft પર કોઇ કોર્પોરેટ કે બિઝનેસ ટેક્સ લાગતો નથી, માત્ર તેના ભાગીદારોની સંબંધિત આવક કરપાત્ર હોય છે.

એલએલપી મોટા ભાગે ગ્રીક ઇઇ (ઇટેરોરિધમી ઇટેરિયા) સાથે સંલગ્ન છે જે વધુ નિકટતાથી મર્યાદિત ભાગીદારી સાથે સુમેળ ધરાવે છે.

મર્યાદિત જવાબદારી ભાગીદારી ધારો, 2008 9 જાન્યુઆરી, 2009ના રોજ ભારતના સત્તાવાર ગેઝેટમાં પ્રસિદ્ધ થયો હતો અને 31 માર્ચ 2009થી તેને નોટિફાઇ કરવામાં આવ્યો છે. જોકે આ ધારાને મર્યાદિત સેક્સનમાં જ નોટિફાઇ કરવામાં આવ્યો છે.[]. 1 એપ્રિલ, 2009ના રોજ સત્તાવાર ગેઝેટમાં નિયમો જાહેર કરવામાં આવ્યા છે. એપ્રિલ 2009ના પ્રથમ સપ્તાહમાં પ્રથમ એલએલપી સામેલ કરવામાં આવ્યું હતું.

ભારતમાં કરને લગતી તમામ દરખાસ્તો માટે એલએલપીને અન્ય કોઇ પણ ભાગીદારી પેઢી સમાન ગણવામાં આવે છે.

એલએલપી એક્ટ, 2008ની વિશેષતાઓ નીચે પ્રમાણે છે:-

1. એલએલપીમાં એક વૈકલ્પિક કોર્પોરેટ બિઝનેસ વ્હીકલ છે જે મર્યાદિત જવાબદારીનો ફાયદો આપશે, પરંતુ તેના સભ્યોને કરાર આધારિત ભાગીદારી માટે આંતરિક માળખાનું આયોજન કરવાની લવચિકતા પણ આપશે.

2. એલએલપી એક્ટથી એલએલપી માળખાના લાભ પ્રોફેશનલ્સના ચોક્કસ વર્ગ પુરતા મર્યાદિત થતા નથી અને એક્ટની શરતોનું પાલન કરે તેવા કોઇ પણ એન્ટરપ્રાઇઝ માટે ઉપયોગ માટે ઉપલબ્ધ બનશે.

3. એલએલપી પાસે અલગ કાનૂની ઓળખ છે જે તેની તમામ એસેટ માટે જવાબદાર છે ત્યારે ભાગીદારોની જવાબદારી તેમના એલએલપીમાં યોગદાનની સહમતી પૂરતી મર્યાદિત રહેશે. આ ઉપરાંત કોઇ પણ ભાગીદાર અન્ય ભાગીદારના સ્વતંત્ર કે બિનસત્તાવાર કામકાજ માટે જવાબદાર નહીં હોય. તેથી વ્યક્તિગત ભાગીદારોને સંયુક્ત ભાગીદારીમાંથી રક્ષણ મળી શકે છે જે અન્ય ભાગીદારની અયોગ્ય બિઝનેસ નિર્ણય કે વર્તણૂકના કારણે સર્જાવાની શક્યતા રહે છે.

4. એલએલપી તેના ભાગીદારોથી અલગ બોડી કોર્પોરેટ અને કાનૂની એન્ટિટી હોવી જોઇએ. તેમાં સતત વારસાની વ્યવસ્થા હશે. ભારતીય ભાગીદારી ધારો, 1932 એલએલપીને લાગુ નહીં પડે અને એલએલપીમાં ભાગીદારોની સંખ્યા અંગે કોઇ ઉપલી મર્યાદા નહીં હોય જ્યારે સામાન્ય ભાગીદારીમાં ભાગીદારોની સંખ્યા 20થી વધી શકતી નથી. એલએલપી એક્ટમાં ફરજિયાત નિવેદન છે કે એલએલપીમાં એક સભ્ય ભારતીય હોવો જરૂરી છે.

5. મર્જર, જોડાણ વગેરે કોર્પોરેટ કામગીરી માટે જોગવાઇ કરવામાં આવી છે.

6. એલએલપીને બંધ કરવાના કે વિખેરી નાખવાના સંદર્ભમાં સક્ષમ બનાવતી જોગવાઇ કરવામાં આવી છે ત્યારે એક્ટ હેઠળના કાયદા દ્વારા આ વિશે વિસ્તૃત જોગવાઇ કરવામાં આવશે.

7. એક્ટ હેઠળ વર્તમાન ભાગીદારી કંપની, પ્રાઇવેટ લિમિટેડ કંપની અને અનલિસ્ટેડ પબ્લિક કંપનીને રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) સમક્ષ રજિસ્ટર કરાવીને તેને એલએલપીમાં રૂપાંતરિત કરી શકાય છે.

8. પાર્ટનરશિપ એક્ટ 1932માં એવું કંઇ નથી જે એલએલપીને અસર કરી શકે.

9. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી)એ એલએલપીને રજિસ્ટર કરીને તેનું નિયમન પણ કરવું જોઇએ.

10. એલએલપીનો વહીવટ ઇલેક્ટ્રોનિક મોડ આધારિત હોવો જોઇએ જે વર્તમાન કોર્પોરેટ બાબતોના મંત્રાલયની પોર્ટલ[૧] સંગ્રહિત ૨૦૧૭-૦૧-૨૮ ના રોજ વેબેક મશિનના સફળ મોડલ પર આધારિત હોય. નવી એલએલપી રજિસ્ટર કરવા માટે એલએલપી પોર્ટલ સંગ્રહિત ૨૦૧૫-૧૨-૧૧ ના રોજ વેબેક મશિનની મુલાકાત લો.

Limited liability partnerships (有限責任事業組合 yūgen sekinin jigyō kumiai?)જાપાનમાં 2006માં બિઝનેસ સંગઠનો અંગે દેશના કાયદામાં મોટા પ્રમાણમાં ફેરફાર કરાયા ત્યારે લાગુ પાડવામાં આવ્યા હતા. જાપાનીઝ એલએલપીની રચના કોઇ પણ હેતુ માટે કરાઇ હોઇ શકે (જોકે ભાગીદારીના કરારમાં હેતુ સ્પષ્ટપણે જણાવેલો હોઇ શકે અને તે જનરલ હોઇ ન શકે.) તેમાં પૂર્ણ જવાબદારી હોઇ શકે અને ટેક્સ હેતુ માટે તેને પાસ-થ્રુ એન્ટાઇટી ગણવામાં આવી શકે. જોકે એલએલપીમાં દરેક ભાગીદારે બિઝનેસમાં સક્રિય ભૂમિકા લેવી પડે તેથી જે કંપનીઓમાં રોકાણકારો પરોક્ષ ભૂમિકા સ્વીકારતા હોય તેના કરતા સંયુક્ત સાહસ અને નાના બિઝનેસમાં આ મોડેલ વધુ યોગ્ય બેસે છે.[][] જાપાનીઝ એલએલપી વકીલો અને એકાઉન્ટન્ટ્સ દ્વારા ઉપયોગમાં લેવાતું નથી કારણ કે આ વ્યવસાયિકોએ અમર્યાદિત જવાબદારી એન્ટાઇટી દ્વારા બિઝનેસ કરવાનો હોય છે.[]

જાપાનીઝ એલએલપી કોર્પોરેશન નથી[] પરંતુ અમેરિકન એલએલપીની જેમ ભાગીદારો વચ્ચે કરાર આધારિત સંબંધ તરીકે અસ્તિત્વ ધરાવે છે. જાપાનમાં પણ એક પ્રકારનું કોર્પોરેશન છે જેમાં ભાગીદારી આધારિત આંતરિક માળખું હોય છે જે ગોડો કાઇશા તરીકે ઓળખાય છે જે બ્રિટિશ એલએલપી અથવા અમેરિકન લિમિટેડ લાયબિલિટી કંપનીની નજીક હોય છે.

કઝાખસ્તાન

ફેરફાર કરો

એલએલપી "Жауапкершілігі шектеулі серіктестік"ને સમકક્ષ છે.

પોલેન્ડ

ફેરફાર કરો

પોલિસ કાયદા હેઠળ મર્યાદિત જવાબદારીની ભાગીદારી સાથે નિકટ હોય તેવો કાયદો spółka partnerska છે જે 2001માં લાગુ થયો હતો. આ પ્રકારની કંપની ઓછામાં ઓછા બે લોકો દ્વારા સ્થાપી શકાય છે જેઓ પ્રોફેશનલ સર્વિસ કરતા હોય. અન્ય પ્રવૃતિ પર પ્રતિબંધ છે.

રોમાનિયા

ફેરફાર કરો

એલએલપી એ રોમન લો વ્હીકલની સમકક્ષ છે જે Societate civilă profesională cu răspundere limitată તરીકે ઓળખાય છે.

સિંગાપોર

ફેરફાર કરો

એલએલપીની રચના મર્યાદિત જવાબદારી ભાગીદારી એક્ટ, 2005 હેઠળ કરવામાં આવી હતી. આ કાયદો અમેરિકા અને યુકેના એલએલપી મોડલ પર આધારિત છે અને એલએલપીને યુકેની જેમ બોડી કોર્પોરેટ તરીકે પ્રસ્થાપિત કરે છે. જોકે ટેક્સના હેતુથી તેને સામાન્ય ભાગીદારી તરીકે લેવામાં આવે છે જેથી ભાગીદારી નહીં, પરંતુ ભાગીદારો કરપાત્ર બને છે. (કર પારદર્શિતા)

બ્રિટન (યુનાઇટેડ કિંગ્ડમ)

ફેરફાર કરો

યુનાઇડેટ કિંગ્ડમમાં એલએલપી લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટ, 2000 હેઠળ (ઇંગ્લેન્ડ અને વેલ્સ અને સ્કોટલેન્ડમાં) તથા લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક્ટ(ઉત્તર આયર્લેન્ડ) 2002 હેઠળ ઉત્તર આયર્લેન્ડમાં કામ કરે છે. યુકેમાં મર્યાદિત જવાબદારી ભાગીદારી એક્ટ કોર્પોરેટ બોડી છે તે પોતાના સભ્યોથી સ્વતંત્ર રીતે કાનૂની અસ્તિત્વ ટકાવી શકે છે. જ્યારે ભાગીદારીમાં (ઇંગ્લેન્ડ અને વેલ્સમાં નહીં) તેના સભ્યપદ પર કાનૂની અસ્તિત્વનો આધાર રહે છે.

યુકેમાં એલએલપીના સભ્યો સામુહિક (સંયુક્ત) જવાબદારી ધરાવે છે કે તેઓ એલએલપી ભાગીદારીમાં સહમત થઇ શકે છે. પરંતુ એક બીજાના કામ માટે કોઇ વ્યક્તિગત (કેટલીક) જવાબદારી હોતી નથી. એલએલપીમાં લિમિટેડ કંપની કે કોર્પોરેશનના સભ્યો કોઇ છેતરપિંડી કે ખોટા ટ્રેડિંગની ગેરહાજરીમાં તેમના રોકાણ કરતા વધુ રકમ ગુમાવી શકતા નથી.

ટેક્સના સંદર્ભમાં જો કે યુકે એલએલપી ભાગીદારીની સમકક્ષ છે. તે કરની બાબતમાં પારદર્શક છે અને પાસ થ્રુ છે તેથી કહી શકાય કે તે કોઇ યુકે ટેક્સ ભરતી નથી, પરંતુ તેના સભ્યો આવક અથવા એલએલપી મારફત થયેલા લાભના સંદર્ભમાં ટેક્સ ભરે છે.

સામુહિક અને વ્યક્તિગત અધિકારોના સંદર્ભમાં અને જવાબદારી તથા અનંત લવચિકતાના અર્થમાં તે વિશિષ્ટ રચના છે. એલએલપી કરારની વાસ્તવમાં લેખિતમાં કોઇ જરૂર નથી કારણ કે સરળ ભાગીદારી આધારિત નિયમનો ડિફોલ્ટ જોગવાઇથી લાગુ પડે છે.

જાપાનમાં (જુઓ ઉપર) દુબઇ અને કતારના નાણાકીય કેન્દ્રોમાં આજે તેનું ચુસ્તરીતે અનુકરણ થાય છે. યુનાઇડેટ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં લિમિટેડ લાયબિલિટી એક્ટથી તે સૌથી વધુ નજીક છે અને તેને એન્ટાઇટીથી અલગ કરી શકાય છે કારણ કે એલએલસી તેના સભ્યોથી સ્વતંત્ર કાનૂની અસ્તિત્વ ધરાવતું હોવા છતાં ટેકનિકલી એક કોર્પોરેટ સંસ્થા નથી કારણ કે તેનું કાનૂની અસ્તિત્વ સમય મર્યાદિત છે અને તેથી સતત નથી.

કંપનીઝ હાઉસની સત્તાવાર વેબસાઇટ પર વધુ માહિતી ઉપલબ્ધ છે.

યુનાઇટેડ સ્ટેટ્સ

ફેરફાર કરો

યુનાઇડેટ સ્ટેટ્સમાં દરેક રાજ્ય પોતાની રચનાને લગતો અલગ કાયદો ધરાવે છે. મર્યાદિત જવાબદારીની ભાગીદારીનો મુદ્દો 1990ના દાયકાની શરૂઆતમાં ઉઠ્યો હતો. 1992માં માત્ર બે રાજ્યોએ એલએલપીની છુટ આપી હતી ત્યારે 1996માં યુનિફોર્મ પાર્ટનરશિપ એક્ટમાં એલએલપીનો સમાવેશ થયો ત્યાં સુધીમાં 40થી વધુ રાજ્યોએ એલએલપીનો દરજ્જો હાંસલ કર્યો હતો.[]

1980ના દાયકામાં રિયલ એસ્ટેટના ભાવમાં કડાકો અને ટેક્સાસમાં ઉર્જાના ભાવ તૂટ્યા પછી મર્યાદિત જવાબદારીની ભાગીદારીની રચના થઇ હતી. આ કડાકાના કારણે મોટી સંખ્યામાં બેન્ક અને સેવિંગ તથા લોન નિષ્ફળ ગઇ હતી. બેન્કો પાસેથી રિકવર થઇ શકે તેવી રકમ નાની હતી તેથી વકીલો અને એકાઉન્ટન્ટ્સ પાસેથી એસેટ રિકવર કરવાના પ્રયાસ થયા હતા જેમણે 1980ના દાયકાની શરૂઆત સુધી બેન્કોને સલાહ આપી હતી. તેનું કારણ એવું આપવામાં આવ્યું હતું કે લો અને એકાઉન્ટિંગ પેઢીઓના ભાગીદારો મોટા દાવાનો ભોગ બની શકે તેમ હતા જે તેમને અંગત રીતે દેવાળીયા જાહેર કરી શકે તેમ હતા. પ્રથમ એલએલપી કાયદો આ ભાગીદારીના નિર્દોષ સભ્યોને જવાબદારીમાંથી રક્ષણ આપવા માટે પસાર કરવામાં આવ્યો હતો.[૧૦]

ઘણા બિઝનેસ ફિલ્ડમાં જોવા મળતી હોવા છતાં એલએલપી પ્રોફેશનલ્સ વચ્ચે સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે ખાસ કરીને વકીલો, એકાઉન્ટ્ન્ટ્સ અને આર્કિટેક્ટ્સ. અમેરિકાના કેટલાક રાજ્યો જેમ કે કેલિફોર્નિયા, ન્યુ યોર્ક, ઓરેગોન અને નેવડામાં એલએલપી આવા પ્રોફેશનલ યુઝર્સ માટે જ એલએલપીની રચના થઇ શકે છે.[૧૧] એલએલપીની રચના માટે કન્ટ્રી અને સ્ટેટ ઓફિસમાં સર્ટિફિકેટ ફાઇલ કરવામાં આવે છે. દરેક રાજ્યોમાં નિયમો અલગ અલગ હોય છે છતાં તમામ રાજ્યોએ રિવાઇઝ્ડ યુનિફોર્મ પાર્ટનરશિપ એક્ટના વિવિધ સ્વરૂપ પસાર કર્યા છે.

ભાગીદારોની જવાબદારી દરેક રાજ્યમાં અલગ હોય છે. રિવાઇઝ્ડ યુનિફોર્મ પાર્ટનરશિપ એક્ટ (1997) (આરયુપીએ)ના સેક્સન 306 (સી) (મોટા ભાગના રાજ્યો દ્વારા સ્વીકારવામાં આવેલો સ્ટાન્ડર્ડ કાયદો) એલએલપીને કોર્પોરેશનની સમકક્ષ મર્યાદિત જવાબદારીનું સ્વરૂપ આપે છે.

ભાગીદારી મર્યાદિત જવાબદારીની ભાગીદારી હોય ત્યારે કોન્ટ્રાક્ટથી ટોર્ટથી કે અન્ય રીતે તે માત્ર ભાગીદારીની ફરજ છે. ભાગીદાર યોગદાનથી કે અન્ય રીતે માત્ર ભાગીદાર હોવાના નાતે આવા ઓબ્લિગેશન માટે સીધી કે આડકતરી રીતે બંધનકર્તા નથી.[સંદર્ભ આપો]

જોકે ઘણા રાજ્યો આવું રક્ષણ માત્ર બેદરકારીના ક્લેઇમ સામે કરે છે એટલે કે એલએલપીના ભાગીદારો એલએલપીના કરાર માટે અને આંતરરાષ્ટ્રીય કોર્ટના ક્લેઇમ માટે અંગત રીતે જવાબદાર હોઇ શકે છે. ટેનેસી અને વેસ્ટ વર્જિનિયાએ આરયુપીએનો સ્વીકાર કર્યો છે ત્યારે તેના સેક્સન 306ના તેના સંબંધિત કાયદા સમાન ભાષાથી અલગ છે અને માત્ર આંશિક જવાબદારી રક્ષણ મળે છે.

ભાગીદારી કે લિમિટેડ લાયબિલિટી કંપની (એલએલસી)ની જેમ એલએલપીનો નફો કર હેતુથી ભાગીદારો વચ્ચે વિભાજિત કરવામાં આવે છે જેનાથી બેવડા ટેક્સની સમસ્યા દૂર થાય છે જે ઘણી વાર કંપનીઓમાં જોવા મળતી હોય છે.

અમેરિકાના કેટલાક રાજ્યોએ લિમિટેડ લાયબિલિટી લિમિટેડ પાર્ટરનશિપની રચના કરવા માટે એલપી અને એલએલપીનું સંયોજન કર્યું છે.

આ પણ જોશો

ફેરફાર કરો
  • વ્યવસાયિક કોર્પોરેશન
  • લિમિટેડ લાયબિલિટી કંપની
  1. Sullivan, arthur (2003). Economics: Principles in action. Upper Saddle River, New Jersey 07458: Prentice Hall. પૃષ્ઠ 190. ISBN 0-13-063085-3. મૂળ માંથી 2016-12-20 પર સંગ્રહિત. મેળવેલ 2021-03-01. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); CS1 maint: discouraged parameter (link) CS1 maint: location (link)
  2. રે. જેમ્સ સી. (એટર્ની) "ધી મોસ્ટ વેલ્યુએબલ બિઝનેસ ફોર્મ્સ યુ વીલ એવર નીડ" (ત્રીજી આવૃતિ) પાન 13 2001 સ્ફીન્કસ પબ્લિશિંગ, USA.
  3. "Provincial News: Limited Liability Partnerships: A Reality at Last in BC". BarTalk. 16.3 (June 2004). [S]ubject to the copyright by the British Columbia Branch of the Canadian Bar Association, 2004, all rights reserved [reprint].} – Scholar search
  4. "ઓફિશિયલ ગેઝેટ ઓફ ઇન્ડિયા" (PDF). મૂળ (PDF) માંથી 2009-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  5. હિરોઆકી કીટાઓકા, ઇએસક્યુ, 有限責任事業組合(日本版LLP)(1):中堅中小企業にも利用価値のある制度 સંગ્રહિત ૨૦૦૬-૦૬-૩૦ ના રોજ વેબેક મશિન (જાપાનીઝમાં)
  6. "જાપાનીઝ એલએલપી એક્ટ (અંગ્રેજી અનુવાદ)". મૂળ માંથી 2017-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  7. અર્થતંત્ર, વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલય, 40 એલએલપી પ્રશ્નો અને ઉત્તર સંગ્રહિત ૨૦૧૬-૦૪-૧૬ ના રોજ વેબેક મશિન (જાપાનીઝમાં)
  8. એંગ્લો-અમેરિકન કાયદા હેઠળ ભાગીદારોથી અલગ કાનૂની પેઢી
  9. પ્રીફેટરી નોટનું એડેન્ડમ, યુનિફોર્મ પાર્ટનરશિપ એક્ટ, (1997) સંગ્રહિત ૨૦૦૮-૦૭-૧૮ ના રોજ વેબેક મશિન.
  10. Robert W. Hamilton (1995). "Registered Limited Liability Partnerships: Present at Birth (Nearly)". Colorado Law Review. 66: 1065, 1069.
  11. જુઓ થોમસ ઇ. રટલેજ એન્ડ એલિઝાબેથ જી. હેસ્ટર, પ્રેક્ટિકલ ગાઇડ ટુ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, સેક્સન 8, 5 સ્ટેટ લિમિટેડ લાયબિલિટી કંપની એન્ડ પાર્ટનરશિપ લોઝ (એસ્પેન 2008).

બાહ્ય કડીઓ

ફેરફાર કરો