લીંબુનું અથાણું બનાવવાની વિવિધ રીતો હોય છે. પરંતુ મુખ્યત્વે તેનાં બે પ્રકાર પડે છે. (૧) લીંબુનું ખાટું અથાણું અને (૨) લીંબુનું મીઠું અથાણું.

આથેલાં લીંબુ
લીંબુનું અથાણું

બનાવવાની રીત

ફેરફાર કરો

ખાટું અથાણું (આથેલાં લીંબુ)

ફેરફાર કરો

લીંબુનું ખાટું અથાણું અથવા આથેલાં લીંબુ એ બહુ સહેલાઈથી અને ઓછાં મસાલાઓ વાપરી બનાવી શકાય છે. આથેલાં લીંબુ બનાવવા માટે;

  • લીંબુ
  • મીઠું
  • હળદર

આ ત્રણ વસ્તુઓની જરૂર પડે છે. લીંબુને સારી રીતે ધોઈ, તેની વચ્ચે અડધે સુધી ચોકડી આકારે કાપો પાડી અને વચ્ચે મીઠું તથા હળદરનું મિશ્રણ ભરી દેવું. એક સ્વચ્છ કાચની બરણીમાં આ મસાલો ભરેલાં લીંબુ ભરી અને લગભગ ૧૫ દિવસ(અથવા લીંબુ નરમ પડી જાય ત્યાં સુધી) રાખી દેવા. મીઠાને કારણે લીંબુમાંથી થોડું પાણી છૂટશે. લીંબુ નરમ પડી ગયા પછી ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે.

મીઠું અથાણું

ફેરફાર કરો