લીલા ગાંધી

મહાત્મા ગાંધીના પ્રપૌત્રી

લીલા ગાંધી (જન્મ ૧૯૬૬) ઉત્તર ઉપનિવેશવાદ સિદ્ધાંતના[upper-alpha ૧] ક્ષેત્રમાં એક નોંધપાત્ર શિક્ષણવિદ્ છે.[]

Leela Gandhi
જન્મની વિગત1966
મુંબઈ, ભારત
માતા-પિતારામચંદ્ર ગાંધી
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા
શિક્ષણ
  • હિન્દુ કૉલેજ, દિલ્હી
  • બેલ્લીઓલ કૉલેજ, ઑક્સફૉર્ડ
શૈક્ષણિક કાર્ય
શાખાસાંસ્કૃતિક અને સાહિત્યિક સિદ્ધાંત
School or traditionઉત્તર ઉપનિવેશવાદ
સંસ્થાઓ
  • બ્રાઉન યુનિવર્સિટી
  • પેબ્રોક સેન્ટર
  • શિકાગો યુનિવર્સિટી

ગાંધી અગાઉ શિકાગો યુનિવર્સિટી, લા ટ્રોબ યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય સાથે સંકળાયેલા હતા. તેઓ શૈક્ષણિક જર્નલ પોસ્ટકોલોનિયલ સ્ટડીઝના સ્થાપક સહ-સંપાદક છે. ઉપરાંત ઇલેક્ટ્રોનિક જર્નલ પોસ્ટકોલોનિયલ ટેક્સ્ટના સંપાદકીય બોર્ડમાં સેવા આપે છે.[] તેઓ કોર્નેલ યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ઇલેસિવિટી એન્ડ થિયરીના સિનિયર ફેલો છે.

પ્રારંભિક જીવન અને શિક્ષણ

ફેરફાર કરો

લીલા ગાંધીનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ દિવંગત ભારતીય દાર્શનિક રામચંદ્ર ગાંધીના પુત્રી અને ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા મહાત્મા ગાંધીના પ્રપૌત્રી છે.[] તેમણે વિશ્લેષણ કર્યું છે કે મહાત્મા ગાંધીની કેટલીક નીતિઓ અને દર્શન (ઉદાહરણ તરીકે અહિંસા અને શાકાહાર) આંતરરાષ્ટ્રીય તેમજ સ્વદેશી સ્ત્રોતોથી પ્રભાવિત હતી.[] તેમણે દિલ્હીની હિન્દુ કોલેજમાંથી અંડરગ્રેજ્યુએટ ડિગ્રી મેળવી હતી અને ઓક્સફર્ડની બલિઓલ કોલેજમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી.[]

તેઓ સી. રાજગોપાલાચારીની પ્રપૌત્રી પણ છે. તેમના પૈતૃક દાદા દેવદાસ ગાંધી મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર હતા અને તેમના પૈતૃક દાદી લક્ષ્મી સી. રાજગોપાલાચારીના પુત્રી હતા.

  1. ઉત્તર ઉપનિવેશવાદ અથવા 'પોસ્ટ કોલોનિઝમ' એ ઉપનિવેશવાદ પછીનો સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદના સાંસ્કૃતિક વારસાનો નિર્ણાયક શૈક્ષણિક અભ્યાસ છે, જે વસાહતી લોકો અને તેમની જમીનોના નિયંત્રણ અને શોષણના માનવીય પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
  1. "Leela Gandhi speaks on postcolonial ethics in first Humanities Lecture". Cornell Chronicle (અંગ્રેજીમાં). મેળવેલ 2021-09-21.
  2. Postcolonial Text ISSN 1705-9100.
  3. IndiaPost.com: President, PM condole death of Ramachandra Gandhi સંગ્રહિત ૨૦૦૭-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન Wednesday, 06.20.2007
  4. As recounted in the notes on the Australian National University Humanities Research Center's conference Gandhi, Non-Violence and Modernity
  5. "University of Chicago, Department of English faculty Web page". મૂળ માંથી 2010-06-09 પર સંગ્રહિત.