લીલા મજમુદાર
લીલા મજમુદાર (બંગાળી ભાષા:লীলা মজুমদার) (અંગ્રેજી ભાષા:Lila Mojumdar) એ એક જાણીતાં બંગાળી સાહિત્યકાર હતાં. ખાસ કરીને બંગાળી બાળસાહિત્યના ક્ષેત્રમાં એમનું યોગદાન મહત્વનું રહ્યું છે. એમનો જન્મ ઈ. સ. ૧૯૦૮ ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની છવ્વીસમી તારીખે કલકત્તા ખાતે થયો હતો.[૧]
બાળપણ અને શિક્ષણ
ફેરફાર કરોએમણે પ્રાથમિક શિક્ષણ લોરેન્ટ કોન્વેન્ટ, શિલોંગ ખાતે લીધું હતું, જ્યાં એમનું બાળપણ વીત્યું હતું. ઈ. સ. ૧૯૧૯ના વર્ષમાં એમના પિતાની બદલી થતાં પછીનું શિક્ષણ તેણીએ કલકત્તા ખાતે લીધું હતું. ઈ. સ. ૧૯૨૪ના વર્ષમાં તેણીએ કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી અને ત્યારબાદ અનુસ્નાતકની ઉપાધિ તેણીએ અંગ્રેજી સાહિત્યના વિષય સાથે મેળવી હતી.
કારકિર્દી
ફેરફાર કરોઈ. સ. ૧૯૩૧ના વર્ષમાં તેણી દાર્જીલીંગ ખાતે મહારાણી કન્યા શાળામાં શિક્ષિકા તરીકે જોડાયાં હતાં. ત્યાર પછી રવિન્દ્રનાથ ટાગોરના આગ્રહથી તેણી શાંતિનિકેતનમાં શિક્ષિકા તરીકે જોડાયાં હતાં. એક વર્ષ ત્યાં રહ્યા પછી તેણી આશુતોષ કોલેજ, કલકત્તાના સ્ત્રી વિભાગમાં જોડાયાં હતાં. આ સાથે તેણી ઓલ ઈન્ડિયા રેડિયોમાં પ્રોડ્યુસર તરીકે પણ સેવા આપી હતી.
એમણે બંગાળી બાળસાહિત્યમાં ૧૨૫ જેટલાં પુસ્તકો લખ્યાં છે. બાળ સાહિત્ય ક્ષેત્રે એમણે આપેલા યોગદાનની કદર રૂપે એમણે ઘણાં સન્માન અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મેળવ્યા છે.
અવસાન
ફેરફાર કરોએમનું અવસાન ઈ. સ. ૨૦૦૭ના વર્ષમાં એપ્રિલ મહિનાની પાંચમી તારીખે ૯૯ વર્ષની જૈફ વયે થયું હતું.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Ray, Prasadranjan, Remembering Lila Majumadar, Mejopishi, As I Saw Her, Times of Indian Kolkata edition, April 8, 2007.