૨૬ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૪૧૧ – અહમદશાહે માણેક બુર્જ પાસે અમદાવાદ શહેરનો પાયો નાખ્યો.
  • ૧૬૧૬ – ગૅલિલિયો ગૅલિલિ પર રોમન કેથોલિક ચર્ચ દ્વારા પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે તે દૃષ્ટિકોણ શીખવવા બદલ ઔપચારિક રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
  • ૧૭૭૫ – બલમ્બંગન ટાપુ પર આવેલી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ફેક્ટરીને મોરો ચાંચિયાઓએ નાશ કરી.
  • ૧૯૫૪ – મનાલી શહેરથી લગભગ ૨ કિ. મી.ના અંતરે આવેલ મનાલ્સુ ખાડીના સ્ત્રાવ વિસ્તારને 'પંજાબ પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ પ્રોટેક્શન એક્ટ ૧૯૩૩' હેઠળ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો.
  • ૨૦૧૯ - ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી ટ્રેનિંગ કેમ્પો પર એર-સ્ટ્રાઈક કરી.

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો