લેંગકાવી ,(જાવી:لانكاوي ) અધિકૃત રીતે લેંગકાવી,ધ જ્વેલ ઓફ કેદાહ (મલય:લેંગકાવી પરમેટા કેદાહ[]) તરીકે જાણીતો એક દ્વીપસમૂહ છે(વધારાના 5 હંગામી દ્વીપો નીચી ભરતીએ દેખાય છે.[૧] સંગ્રહિત ૨૦૦૮-૦૭-૨૧ ના રોજ વેબેક મશિન મલેશિયાના ઉત્તર-પશ્ચિમ તટ પર મુખ્ય ભૂમિથી કંઇક 30 કિમી. દ્વીપો કેદાહ રાજ્યનો એક ભાગ છે,જે થાઇ સરહદ પાસે આવેલ છે. 15 જુલાઇ 2૦૦8,કેદાહના સુલતાન અબ્દુલ હલીમે તેમની સુવર્ણ જયંતી ઉત્સવ સાથે નામ બદલીને લેંગકાવી પર્મેટા કેદાહ રાખવા હુકમ કર્યો. અત્યાર સુધીનો સૌથી મોટો દ્વીપ આશરે 64,792ની વસ્તી ધરાવતો નામસ્રોતીય પુલાઉ લેંગકાવી છે,જે પુલાઉ ટ્યુબા નજીક આવેલ બીજો એક્માત્ર આવાસી ટાપુ છે. લેંગકાવી એક વહીવટી જિલ્લો પણ છે જે કુઆહ શહેરને રાજધાની તરીકે અને સૌથી મોટા શહેર તરીકે ધરાવે છે. લેંગકાવી એક કરમુક્ત દ્વીપ છે.[].

Langkawi

لانكاوي
Eagle Square, Langkawi Island
Eagle Square, Langkawi Island
Langkawiની અધિકૃત મહોર
મહોર
સૂત્ર: 
Bandaraya Pelancongan (અંગ્રેજી: City of Tourism)
Countryમલેશિયા Malaysia
StateFlag of Kedah Kedah
Establishment1957
Granted
municipal status
2001
સરકાર
 • Yang Di-Pertua
(Mayor)
Abdul Aziz bin Hj. Abd Ghani
વિસ્તાર
 • શહેર૪૭૮.૫ km2 (૧૮૪.૭ sq mi)
વસ્તી
 • શહેર૬૪,૭૯૨
 • મેટ્રો વિસ્તાર
૬૪,૭૯૨
સમય વિસ્તારUTC+8 (MST)
 • ઉનાળુ બચત સમય (DST)Not observed
Postal code
07xxx
International dialling code prefix+6049 (landline only)
વેબસાઇટhttp://mplbp.gov.my

વ્યુત્પત્તિશાસ્ત્ર

ફેરફાર કરો

લેંગકાવી અર્થાત રતાશ પડતું કથ્થાઈ ગરુડ સામાન્ય મલયમાં. ગરુડ માટેનો મલય શબ્દ હેલેંગ છે-જેને ટૂંકાવીને "લેંગ" કરાયું. કાવી અર્થાત રાતાશ પડતો કથ્થાઇ રંગ. [સંદર્ભ આપો]

લેંગકાવી, મલેશિયાની મુખ્ય ભૂમિથી મલાક્કાની સામુદ્રધુની દ્વારા અલગ પડેલ 99 દ્વીપોનો સમૂહ,ઉત્તર મલેશિયામાં કેદાહ રાજ્યનો એક જિલ્લો છે અને કેદાહની આશરે 51 કિમી પશ્ચિમે આવેલ છે. દ્વીપનો કુલ ભૂમિ ભાગ 47,848 હેક્ટર્સનો છે,જ્યારે લેંગ્કાવીની મુખ્ય ભૂમિ પોતે કુલ 32,૦૦૦ હેક્ટર્સની છે. મુખ્ય દ્વીપ ઉત્તરથી દક્ષિણ તરફ આશરે 25 કિમી અને પૂર્વ અને પશ્ચિમમાં થોડો વધારે ફેલાયેલ છે.તટવર્તી વિસ્તારો ચૂનાના પથ્થરની ટેકરીઓથી અટકાવેલ સપાટ,કાંપના મેદાનોનાં બનેલ છે. દ્વિપનો બે-તૃત્યાંશ ભાગ વન-આચ્છાદિત પર્વતો,ટેકરીઓ અને કુદરતી વનસ્પતિઓનાં પ્રભુત્વ હેઠળ છે.

દ્વીપની પ્રાચીનતમ ભૂસ્તર સંરચના,ગુનંગ મેચિન્કેંગ,કેમ્બ્રિઅન યુગમાં અડધા અબજથી વધુ વર્ષો પહેલા દક્ષિણ-પૂર્વ એશિયાનો સમુદ્રશૈયા પરથી જાગનાર પ્રથમ ભાગ હતો. સંરચનાનો પ્રાચીનતમ ભાગ તેલુક દતાઈમાં દ્વીપની ઉત્તર-પશ્ચિમે જોઈ શકાય છે,જ્યાં ખુલ્લો ઉપસેલ ભાગ મુખ્યત્વે રેતીય પથ્થર(ક્વાર્ટઝાઇટ) ઉપરના ભાગે અને સ્લેટી પથ્થર અને ઢેખાળાં નીચેના ભાગમાં ક્રમમાં હોય છે.

આબોહવા અને હવામાન

ફેરફાર કરો

તડકાવાળી,ગરમ અને ભેજવાળી ઉષ્ણ કટિબંધીય આબોહવા,આશરે વાર્ષિક સરેરાશ 32 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવે છે. વર્ષા ઋતુ ઓગસ્ટ/સપ્ટેમ્બર દરમ્યાન હોય છે,જો કે પ્રાસંગિક વરસાદ આખુ વર્ષ હોય છે.

વસ્તી-વિષયક માહિતી

ફેરફાર કરો

કેદાહન મલય લેંગકાવીમાં બહુમતી ધરાવે છે,ત્યાર બાદ ચીની, ભારતીયો,અને થાઇ આવે છે. અન્ય મલયમાં પટ્ટણી મલયોનો સમાવેશ થાય છે. [સંદર્ભ આપો]મુખત્વે મલયો ઇસ્લામનુ પાલન કરે છે. અન્ય મુખ્ય ધર્મો હિંદુ (મુખ્યત્વે (0}ભારતીયો)માં,બૌદ્ધ (મુખ્યત્વે ચીની અને થાઇમાં) અને ખ્રિસ્તી. [સંદર્ભ આપો]

99માથી ફક્ત ચાર દ્વીપો આવાસિત છે - પુલાઉ લેંગકાવી(મુખ્ય દ્વીપ),પુલાઉ ટ્યુબા,પુલાઉ રીબેક અને પુલાઉ દયાંગ બન્ટિંગ. આશરે 65000ની વસ્તીમાંથી 90% મલયોની છે. અન્ય વંશીય સમૂહો મુખ્યત્વે ચીની,ભારતીયો અને થાઈના બનેલ છે.

રાજનીતિ

ફેરફાર કરો

સમવાય સંસદ

ફેરફાર કરો


સમવાય સંસદ(દેવાન રેક્યાત)માં લેંગકાવી જિલ્લાના પ્રતિનિધિઓ

સંસદ બેઠકનું નામ સંસદ સભ્ય પક્ષ
P4 લેંગકાવી વાયબી.દાતુક પદુકા અબુ બકર બિન તૈબ બેરીસન નેસનલ(બીએન)

રાજ્યસભા બેઠકો

ફેરફાર કરો


રાજ્ય ધારાસભા(દેવન ઉંદંગન નેગેરી)માં લેંગકાવી જિલ્લા પ્રતિનિધિઓની સૂચિ

સંસદ રાજ્ય બેઠક્નું નામ રાજ્ય સભાપતિ પક્ષ
P4 N1 અયર હંગત વાયબી મોહ્દ. રવી અબ્દુલ હમીદ બેરીસન નેસનલ(બીએન)
P4 N2 કુઆહ વાયબી દાટો'આઈઆર નવાવી અહમદ બેરીસન નેસનલ(બીએન)

અર્થતંત્ર

ફેરફાર કરો

પર્યટન-સંચાલિત અર્થવ્યવસ્થા કૃષિ-આધારિત પાડી અને રબ્બરની ખેતી અને માછીમારીને ઝડપથી પાછળ પાડી રહી છે. નોર્ધન કોરીડોર ઇકોનોમીક રીજીયન(એનસીઇઆર)વિકાસ કાર્યક્રમ એ દ્વીપકલ્પીય મલેશિયાના ઉત્તર-કે જે પેર્લીસ,કેદાહ અને પેનાંગ રાજ્યો અને પેરાકના ઉત્તરને ઘેરે છે તેના આર્થિક વિકાસને વેગ આપવા માટેની મલેશિયા સરકારની પહેલ છે. વિશ્વ સ્તરીય પર્યટન સ્થાન તરીકે લેંગકાવીનું સ્થાન વાશુ મજબૂત કરવા,એનસીઇઆર વિશ્વ સ્તરીય હોટેલ્સ અને હોલીડે રીઝોર્ટ્સને દ્વીપ તરફ આકર્ષિત કરવા કાર્ય કરી રહી છે. પર્યટન ઉત્પાદનને વૈવિધ્યપૂર્ણ બનાવવા,લેંગકાવીની આકર્ષણની સીમામાં વધારો કરવા,પણ પહેલ થઇ રહી છે. આયોજિત આકર્ષણોમાં:એક દરિયાઈ સંરક્ષણ કેન્દ્ર,ફળ રચનાઓ,સાહસિક પર્યટન, પ્રદર્શન કેન્દ્રો,કલા અને સાંસ્કૃતિક કેન્દ્ર,એક પ્રાણી સંગ્રહાલય,દિવસે જહાજની યાત્રા,કારખાનામાંથી ખરીદીનો સમાવેશ થાય છે.[સંદર્ભ આપો]એનસીઇઆરનું લક્ષ્ય પ્રતિ મુલાકાતી આવકમાં વધારો છે જે 2005માં MYR1,890 (US$600)માંથી 2012માં MYR3,034 (US$963) થાય. વાર્ષિક પર્યટક ખર્ચ 2૦૦5માં MYR9.0 અબજ (US$2.86 અબજ)થી 2૦12માં MYR21.8 અબજ (US$6.9 અબજ) અને 2૦2૦માં MYR64.5 અબજ (US$20.4 અબજ) થવાનું લક્ષ્ય રખાયું છે.

જુન 1,2૦૦7,ના રોજ લેંગકાવી દ્વીપને યુનેસ્કો દ્વારાવર્લ્ડ જીઓપાર્કનું દરજ્જો આપવામાં આવ્યો.[] લેંગકાવી જીઓપાર્કના મુખ્ય સંરક્ષણ ક્ષેત્રોમાંના ત્રણ; મશીનકેંગ કેમ્બ્રિયન જીઓફોરેસ્ટ પાર્ક, કીલીમ કાર્સ્ટ જીઓફોરેસ્ટ પાર્ક અને દયાંગ બંટિંગ માર્બલ જીઓફોરેસ્ટ પાર્ક.(પ્રથમ ગર્ભસ્થ તળાવનો દ્વીપ). આ ત્રણ પાર્ક લેંગકાવી જીઓપાર્કના સૌથી જાણીતા પર્યટન ક્ષેત્રો છે. સૌથી વધુ જાણીતાં બીચ પેન્ટાઇ સેનાંગ, પેન્ટાઇ તેંગાહ, બ્યુરો બે, પેન્ટાઇ કોક,અને દટાઈ ખાડી છે. પેંટાઈ સેનાંગ અનંત દેખાતા સફેદ રેતીના સુંદર લસરકાઓ સાથેનો મનોહર બીચ છે. આ બીચની આસપાસ ઊંચી નારિયેળી અને સરુ આવેલ છે. પેન્ટાઇ તેંગાહ સેનાંગથી એક નાની ભૂશિર દ્વારા અલગ પડે છે. બ્યુરો બે,જેના છેડે પથરાળ ટેકરીઓ છે,તે લેંગકાવીમાં સ્થળાંતરી પક્ષીઓનું પ્રિય સ્થળ છે. પેન્ટાઈ કોક ચૂનાના પથ્થરની ટેકરીઓની પશ્ચાતભૂ સાથેનો એક શાંત બીચ છે. દતાઈ ખાડી સમુદ્ર અને વનનું મિશ્રણ ધરાવે છે. મીલ્કી બીચની પાછળ હટાદાર વન આવેલ છે. લેંગકાવી કેબલ કાર મુલાકાતીઓને ગુનંગ મેટ ચીન્ચાંગની ટોચ સુધી લઇ જાય છે,જ્યાં લેંગકાવી સ્કાય બ્રીજ આવેલ છે. પર્યટકો દ્વીપમાં કુઆલા પેર્લીસથી ઘાટ-નૌકા દ્વારા અથવા કુઆલા લમ્પુરથી વિમાન દ્વારા પ્રવેશી શકે છે એર-એશિયા,દ્વીપ સાથે કિફાયતી જોડાણ પૂરા પડે છે.

પ્રાથમિક

ફેરફાર કરો
 
એસએમકે મહસુરી
  • એસકે બાયસ
  • એસકે ઈવા
  • એસકે કેડાવાંગ
  • એસકે કેલીબંગ
  • એસકે કીલીમ
  • એસકે કુઆલા ટેરીએંગ
  • એસકે લેંગકાવી
  • એસકે લુબુક કેમ્પેડક
  • એસકે ન્યીયોર ચબંગ
  • એસકે પદંગ મત સીરત
  • એસકે પેંઘુલું અહમદ
  • એસકે સેલટ બગન ન્યીયોર
  • એસકે સેરી લાગેંદા
  • એસકે સેરી નેગેરી
  • એસકે સુન્ગાઈ મેંઘુલું
  • એસકે તેમોન્યોંગ
  • એસકે ટ્યુબા
  • એસકે ઉલુ મેલાકા
  • એસજેકે (સી)ચુંગ હવા
  • એસજેકે (સી) મીન નામ
  • એસજેકે (ટી) લદંગ સુંગાઇ રાયા

માઘ્યમિક

ફેરફાર કરો
  • એસએમકે એયર હંગત
  • એસએમકે કેદાવંગ
  • એસએમકે કેલીબંગ
  • એસએમકે લેંગકાવી પુલાઉ ટ્યુબા
  • એસએમકે મહ્સુરી
  • એસએમકે તેંગકુ પુત્ર
  • એસએમ તેક્નીક લેંગકાવી
  • મક્તાબ મહમૂદ લેંગકાવી
  • મક્તાબ રેંદાહ સૈમ્સ મારા લેંગકાવી

પ્રાદેશિક

ફેરફાર કરો
  • કોલેજ કોમુનીટી લેંગકાવી

આ પણ જુઓ

ફેરફાર કરો

ચિત્રખંડ

ફેરફાર કરો

જોડેલા શહેરો

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "It's Langkawi Permata Kedah now". The Star Online. July 16, 2008. મૂળ માંથી 2008-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-20.
  2. "Shopping in Langkawi". ABC Langkawi. મૂળ માંથી 2012-07-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-11.
  3. "Langkawi given geopark status". The Star Online. June 8, 2007. મૂળ માંથી 2007-09-09 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-24.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-02-04 પર સંગ્રહિત. મેળવેલ 2021-08-26.
  5. http://www.kish.ir/HomePage.aspx?TabID=0&Site=DouranPortal&Lang=en-US/[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો
 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: