લેપ્ટોસ્પાઇરોસિસ (જે ફીલ્ડ ફીવર,[] “રેટ કેચર્સ યલોસ,[] અને પ્રીટીબીયલ ફીવર[] જેવા અન્ય નામ થી પણ ઓળખાય છે) તે એક ચેપી રોગ છે જે સ્પાઈરોશેટ્સ બેક્ટીરીયા દ્વારા થાય છે જેને લેપ્ટોસ્પાઈરા કહેવાય છે. લક્ષણો નહિવતમાંથી હળવા સુધી વિસ્તરી શકે છે જેમ કે માથાનો દુખાવો, સ્નાયુનો દુ:ખાવો, અને તાવ; અને ગંભીર પણ શઈ શકે છે જેમ કે ફેફસા માંથી લોહી વહેવું અથવા મિનીનજાઈટીસ.[][] જો ચેપ લાગનાર વ્યક્તિને કમળો થાય કે તે કિડનીની નિષ્ફળતા ધરાવે અને રક્તસ્ત્રાવ થવા લાગે તો તેને વિલ્સ રોગ તરીકે ઓળખવામાં આવે છે.[] જો તે ફેફસામાંથી ખૂબ લોહી વહી જવાનું કારણ બને તો તેને ગંભીર પલ્મનરી હેમરેજ સિન્ડ્રોમ” તરીકે ઓળખવામાં આવે છે.[]

લેપ્ટોસ્પાઇરોસિસ
ખાસિયતInfectious diseases Edit this on Wikidata

કારાણ અને નિદાન

ફેરફાર કરો

લેપ્ટોસ્પાઈરા મનુષ્યોમાં આશરે ૧૩ પ્રકારના અનુવંશિક રોગોનું કારણ બની શકે છે.[] તે જંગલી અને પાલતુ બંન્ને પ્રાણીઓ દ્વારા ફેલાય છે.[] સૌથી સામાન્ય રીતે ઉંદર દ્વારા આ રોગ ફેલાવવામાં આવે છે.[] તે ઘણી વખત પ્રાણીના મૂત્ર, પાણી અથવા પ્રાણીના મૂત્ર વાળી માટી દ્વારા ફેલાઈ છે જે ચામડી, આંખ, મોઢા અથવા નાકના સંપર્કમાં આવી અને શરીરમાં પ્રવેશે છે. [][] વિકસતા વિશ્વમાં આ રોગ સૌથી સામાન્ય રીતે ખેડૂતો અને ગરીબ લોકોને થાય છે કે જેઓ શહેરમાં રહે છે. [] વિકસિત વિશ્વમાં તે સૌથી સામાન્ય રીતે એવા લોકોમાં જ ઉદ્દભવે છે કે જેઓ વિશ્વના ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં બહારની પ્રવૃતિઓમાં સંકળાયેલા છે. [] નિદાન એ સામાન્ય રીતે બેક્ટેરિઆ વિરૂદ્ધ એન્ટીબોડી માટે શોધ દ્વારા અથવા લોહીમાં તેના DNA શોધીને થાય છે.[]

લેપ્ટોસ્પાઇરોસિસના ચિહ્નો

•ઉલટી થવી •ઉચ્ચ તાવ •અતિસાર •લાલ આંખો •સ્નાયુમાં દુખાવો •ફોલ્લીઓ •માથાનો દુખાવો •ફેફસાની સમસ્યાઓ

નિવારણ અને સારવાર

ફેરફાર કરો

રોગને અટકાવવાના પ્રયત્નોમાં સંભવિત રીતે ચેપિત પ્રાણીઓ સાથે કામ કરતી વખતે સંપર્ક ટાળવો, સંપર્ક પછી હાથ ધોવા અને લોકો જે વિસ્તારમાં કામ કરતાં હોય અને રહેતા હોય તે વિસ્તારમાંથી ઉંદરોને ઘટાડવાનો સમાવેશ થાય છે. [] એન્ટિબાયોટિક ડોક્સીસાઈલીન, જ્યારે પ્રવાસકારો વચ્ચે ચેપ અટકાવવા માટેના એક પ્રયત્નમાં ઉપયોગમાં લેવામાં આવી હતી, તે અસ્પષ્ટ લાભ માટે છે.[] ચોક્કસ પ્રકારના “લેપ્ટોસ્પાઈરા માટે પ્રાણીઓ માટેની રસીઓ ઉપલબ્ધ છે જે મનુષ્યોમાં ફેલાવવાનું જોખમ ઘટાવે છે. [] જો નીચે જેવી એન્ટિબાયોટિકથી ચેપગ્રસ્તોની સારવાર કરવામાં આવે તો ડોક્સિસાઇક્લિન, પેનિસિલિન અથવા સેટ્રીએક્ઝોન.[] વિલ્સ રોગો અને ગંભીર પ્યુલમોનરી હેમરેજ સિંડ્રોમ, સારવાર સાથે પણ અનુક્રમે ૧૦% અને ૫૦% કરતાં વધારે મૃત્યુદરોમાં પરિણમે છે.[]

રોગશાસ્ત્ર

ફેરફાર કરો

એવો અંદાજ લગાવવામાં આવેલ છે કે એક વર્ષમાં સિત્તેર લાખથી એક કરોડ લોકો લેપ્ટોસ્પાઇરોસિસ દ્વારા અસરગ્રસ્ત થાય છે.[૧૦] આના કારણે જે મૃત્યુ થાય છે તેની સંખ્યા સપષ્ટ નથી.[૧૦] આ રોગ વિશ્વના ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં સૌથી સામાન્ય છે, પરંતુ કોઈપણ જગ્યાએ થઇ શકે છે.[] વિકસતા વિશ્વમાં ફેલાવો ઝૂંપડપટી વિસ્તારોમાં થાય છે.[] રોગ સૌ પ્રથમ જર્મનીમાં ૧૮૮૬માં વીલ દ્વારા વર્ણવવામાં આવ્યો હતો..[] જે પ્રાણીઓ ચેપગ્રસ્ત છે તેઓ નહિવત લક્ષણો, મધ્યમ લક્ષણો અથવા તીવ્ર લક્ષણો ધરાવી શકે છે. [] પ્રાણીના પ્રકારો મુજબ લક્ષણો બદલાઇ શકે છે.[] અમુક પ્રાણીઓમાં લેપ્ટોસ્પાઈરા પ્રજનનમાર્ગમાં રહે છે, જે સંભોગ દરમિયાન પ્રસરણ તરફ દોરી જાય છે. [૧૧]

સંદર્ભો

ફેરફાર કરો
  1. Mosby's Medical Dictionary (9 આવૃત્તિ). Elsevier Health Sciences. 2013. પૃષ્ઠ 697. ISBN 9780323112581.
  2. McKay, James E. (2001). Comprehensive health care for dogs. Minnetonka, MN.: Creative Pub. International. પૃષ્ઠ 97. ISBN 9781559717830.
  3. James, William D.; Berger, Timothy G.; et al. (2006). Andrews' Diseases of the Skin: clinical Dermatology. Saunders Elsevier. ISBN 0-7216-2921-0. Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link):290
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ ૪.૫ ૪.૬ ૪.૭ ૪.૮ Slack, A (Jul 2010). "Leptospirosis". Australian family physician. 39 (7): 495–8. PMID 20628664.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ ૫.૪ ૫.૫ ૫.૬ McBride, AJ; Athanazio, DA; Reis, MG; Ko, AI (Oct 2005). "Leptospirosis". Current opinion in infectious diseases. 18 (5): 376–86. doi:10.1097/01.qco.0000178824.05715.2c. PMID 16148523.
  6. ૬.૦ ૬.૧ ૬.૨ "Leptospirosis" (PDF). The Center for Food Security and Public Health. October 2013. મેળવેલ 8 November 2014.
  7. Wasiński B, Dutkiewicz J (2013). "Leptospirosis—current risk factors connected with human activity and the environment". Ann Agric Environ Med. 20 (2): 239–44. PMID 23772568.
  8. "Leptospirosis (Infection)". Centers for Disease Control and Prevention. મેળવેલ 8 November 2014.
  9. Picardeau M (January 2013). "Diagnosis and epidemiology of leptospirosis". Médecine Et Maladies Infectieuses. 43 (1): 1–9. doi:10.1016/j.medmal.2012.11.005. PMID 23337900.
  10. ૧૦.૦ ૧૦.૧ "Leptospirosis". NHS. 07/11/2012. મેળવેલ 14 March 2014. Check date values in: |date= (મદદ)
  11. Faine, Solly; Adler, Ben; Bolin, Carole (1999). "Clinical Leptospirosis in Animals". Leptospira and Leptospirosis (Revised 2nd આવૃત્તિ). Melbourne, Australia: MediSci. પૃષ્ઠ 113. ISBN 0 9586326 0 X.