ઉંદર
ઉંદર એ કૃંતક (rodent) વર્ગનું એક નાનકડું સસ્તન પ્રાણી છે. લાંબુ અણિયાળું મોં, નાના ગોળ કાન અને લાંબી અને અલ્પ કે રૂંવાટી રહિત પૂંછડી એ તેમની વિશેષતા છે. ઉંદરની સર્વ સામાન જાણીતી પ્રજાતિ છે ઘરેલુ ઉંદર (Mus musculus). પાળેલાં પ્રાણી તરીકે પણ ઉંદર લોકપ્રિય છે. અમુક ક્ષેત્રોમાં ખેતરાઉ ઉંદર પણ ઘણાં સામાન્ય હોય છે. ખેતરાઉ ઉંદર ઘણી વખત ભોજન કે આશરા માટે માનવ ઘરો પર આક્રમણ કરે છે.
ઉંદર Temporal range: Late Miocene–Recent
| |
---|---|
ઘર ઉંદર, Mus musculus | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Mammalia |
Order: | Rodentia |
Superfamily: | Muroidea |
Family: | Muridae |
Subfamily: | Murinae |
Genus: | ''Mus'' Linnaeus, 1758 |
Species | |
30 known species |
પુરાણ કથા
ફેરફાર કરોસિંદૂરાસુર નામનો એક રાક્ષસ હતો. આ રાક્ષસના સંહાર માટે પાર્વતીમાતાએ ભગવાન શ્રી ગણપતિને ઉત્પન્ન કર્યા હતા. ગણપતિજી પરાશર મુનિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા. એક વખત દેવરાજ ઇન્દ્રની સભામાં કૌંચ નામના ગાંધર્વનો પગ ભૂલથી વામદેવ ઋષિને સ્પર્શી ગયો. જેના પરિણામ સ્વરૂપે વામદેવ ઋષિને ક્રોધ ઉત્પન્ન થયો. વામદેવ ઋષિએ ક્રોધિત થઈ કૌંચ ગાંધર્વને શાપ આપ્યો કે તું પૃથ્વી ઉપર ઉંદર સ્વરૂપે અવતરીશ. શાપ પ્રમાણે આ ગાંધર્વ ઉંદર બનીને પરાશર ઋષિના આશ્રમ પાસે આવી ગયો. હવે રોજબરોજ પરાશર ઋષિના આશ્રમમાં આ ગાંધર્વ ઉંદર કંઈક ને કંઈક નવાજૂની કરવા લાગ્યો અને આશ્રમની ખાધ ચીજૉ આરોગવા લાગ્યો. અવાર-નવાર અગત્યનાં પુસ્તકોને પણ કરડી ખાતો. આમ ઉંદરે પરાશર મુનિના નાકે દમ લાવી દીધો.
એક દિવસ શ્રી ગણપતિજીએ આ ઉંદરને પકડી લીધો અને કટાક્ષમાં બોલ્યા, હે ઉંદર તારી બહાદુરી અને તારા પરાક્રમોથી હું તારી ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું. તું પોતે જ મને કહે કે તારે કયું વરદાન જોઈએ છે? આ ઉંદર મૂળ તો ગાંધર્વ હતો. તેને પોતાની જાત માટે ખૂબ જ અભિમાન હતું માટે જ ગણપતિજી પાસેથી વરદાન માગવાના બદલે સામે લલકારતા બોલ્યો, મારે આપના વરદાનની આવશ્યકતા નથી. હું મારો હાથ કદી માગવા માટે નથી લંબાવતો પરંતુ આપને મારી પાસેથી કોઈ અપેક્ષા હોય તો અવશ્ય માગો, પૂર્ણ કરીશ. ઉંદરના આવા ઉઘ્ધતાઈ ભરેલા અને મૂર્ખાઈથી છલકાતા પ્રત્યુત્તરથી શ્રી ગણપતિજી ઉંદર ઉપર ભીતરથી કોપાયમાન થયા હતા. આમ છતાં ઠંડા કલેજે શ્રી ગણપતિજી બોલ્યા હે ઉંદર, તો પછી તું આજથી જ મારું વાહન બની જા. એમ કહી પ્રશસ્ત શરીર ધરાવતા ગણપતિજી વામન શરીર ધરાવતા ઉંદર ઉપર બિરાજમાન થઈ ગયા. આ દિવસથી આ શાપિત ઉંદર ભગવાન શ્રી ગણપતિજીનું વાહન ગણાવા લાગ્યો અને પૂજનીય બન્યો.