લોંગ ટાપુ (આંદામાન અને નિકોબાર ટાપુઓ)

લોંગ ટાપુ પર આંદામાન ટાપુઓ પૈકીનો એક ટાપુ છે. લોંગ ટાપુ ભારતીય સંઘ પ્રદેશના આંદામાન અને નિકોબાર ટાપુઓના ઉત્તર અને મધ્ય આંદામાન વહીવટી જિલ્લામાં આવેલ છે.[] આ ટાપુ પોર્ટ બ્લેર ખાતેથી ૮૦ કિમી (૫૦ માઇલ) જેટલા અંતરે ઉત્તર દિશામાં આવેલો છે.

લોંગ ટાપુ
લોંગ ટાપુ is located in Andaman and Nicobar Islands
લોંગ ટાપુ
લોંગ ટાપુ
લોંગ ટાપુનું સ્થાન
Geography
Locationબંગાળનો અખાત
Coordinates12°23′N 92°56′E / 12.38°N 92.93°E / 12.38; 92.93
Archipelagoઆંદામાન ટાપુઓ
Adjacent bodies of waterહિંદ મહાસાગર
Administration
Demographics
Population૧૦૩૨
Additional information
Time zone
પિનકોડ744203[]
ટેલિફોન કોડ031927[]
ISO કોડIN-AN-00[]
Official websitewww.and.nic.in

આ ટાપુ પૂર્વ બરાતાંગ સમૂહમાં છે અને તે પોર્ટલોબ ટાપુની પૂર્વ દિશામાં આવેલ છે.

રાજકીય દૃષ્ટિએ લોંગ ટાપુ, તેના પડોશી પૂર્વ બરાતાંગ સમૂહ સહિત રંગાત તાલુકાનો ભાગ છે.[]

વસ્તી-વિષયક માહિતી

ફેરફાર કરો

આ ટાપુ પર 3 ગામો આવેલ છે: લોંગ ગામ, મીડલ ગામ અને લાલાજી બૅ (કાંઠો) છે. પાર્કિન્સન બિંદુ (ટાપુનો ઉત્તરીય છેડો) ખાતે પણ પહેલાં વસાહત હતી. આ ટાપુ પર તેનું પોતાનું વીજ ઉત્પાદન એકમ (પાવર હાઉસ), હોડી બિલ્ડિંગ યાર્ડ, ઉચ્ચ માધ્યમિક શાળા, બેંક, વાયરલેસ સુવિધાઓ, હોસ્પિટલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને પોલીસ ચોકી પણ આવેલ છે.

આ ટાપુ ખાતે પહોંચવા માટે દર સપ્તાહે ૪ વાર નૌકા સેવા ઉપલબ્ધ છે, જે ફોનિક્સ બે જેટી, પોર્ટ બ્લેર ખાતેથી અથવા યેરાતા જેટી, રંગત ખાતેથી ઉપડે છે.[]

પ્રવાસન

ફેરફાર કરો

આ ટાપુ ખાતે માર્ગ તટ અને લાલાજી તટ[] એ બંને સ્થળો બીચ તરીકે લોકપ્રિય પિકનિક સ્પોટ છે. આ ટાપુ રાત્રીરોકાણ કરવા લાયક એક સારું સ્થાન છે. અહીંની હોટલનું વ્યવસ્થાપન[૧૦] મુખ્યત્વે વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. પ્રવાસીઓ નજીક આવેલા લોકપ્રિય ગિટાર ટાપુની મુલાકાત પણ લઈ શકે છે.[૧૧]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "A&N Islands - Pincodes". ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬. મૂળ માંથી 23 March 2014 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (મદદ)
  2. "STD Codes of Andaman and Nicobar". allcodesindia.in. મૂળ માંથી 2019-10-17 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૬-૦૯-૨૩.
  3. Registration Plate Numbers added to ISO Code
  4. "Islandwise Area and Population - 2011 Census" (PDF). Government of Andaman. મૂળ (PDF) માંથી 2017-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-19.
  5. "Sailing Directions (enroute) | India and the Bay of Bengal" (PDF) (173). National Geospatial-intelligence Agency, United States Government. 2014. મૂળ (PDF) માંથી 2015-04-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૬-૦૯-૨૩. Cite journal requires |journal= (મદદ)
  6. "Village Code Directory: Andaman & Nicobar Islands" (PDF). Census of India. મેળવેલ ૨૦૧૧-૦૧-૧૬.
  7. "DEMOGRAPHIC – A&N ISLANDS" (PDF). andssw1.and.nic.in. મૂળ (PDF) માંથી 2017-08-28 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૬-૦૯-૨૩.
  8. "Long Island in Andaman and Nicobar, Travel to Long Island". ૨૦૧૩-૦૫-૨૦. મૂળમાંથી અહીં સંગ્રહિત 2013-05-20. મેળવેલ 2018-08-19.CS1 maint: bot: original URL status unknown (link)
  9. "beach". મૂળ માંથી 2017-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-19.
  10. "Official Website of Andaman & Nicobar Tourism || A & N Administration || India". www.andamans.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૧૮-૦૮-૧૯.
  11. "Guitar Island, Andaman and Nicobar Islands". ૨૦૧૭-૦૮-૨૦. મૂળ સંગ્રહિત માંથી 2017-08-20 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૮-૦૮-૧૯.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: